કિમ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ અત્યંત ઉમળકા સાથે મુલાકાત
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનો સમય (ટાઈમ ઝોન) એક જેવો થઈ ગયો

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉનએ શાંતિના પ્રયાસોને દિશા આપવા માટે અંતે પોતાના દેશની ઘડિયાળને શુક્રવાર રાતથી અડધો કલાક આગળ કરી દીધી છે. હવે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનો સમય (ટાઈમ ઝોન) એક જેવો થઈ ગયો છે. 27 એપ્રિલે કિમ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન પહેલી વખત એક બીજા સાથે અત્યંત ઉમળકા સાથે મુલાકાત કરી હતી. બંને નેતા બોર્ડર પર બ નેલા ડિમિલિટ્રાઈઝડ ઝોન (અસૈન્ય ક્ષેત્ર)માં લગભગ 28 સેકન્ડ સુધી હેંડશેક કરતાં રહ્યાં. આ સાથે જ બંને દેશો વચ્ચે ચાલતું 65 વર્ષનું અંતર ખતમ થઈ ગયું છે.

YOUR REACTION?

Facebook Conversations