ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીમાં ઝાડી-ઝાખરા દૂર કરી જળ સંચય અભિયાનનો પ્રારંભ
રાજય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનમાં નાગરિકોને જોડાવવા અપીલ કરી હતી

 ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત સાબરમતી નદીના પાણીના આવરામાં આવતાં ઝાડી-ઝાખરા દૂર કરવાનો પ્રારંભ ઇન્દ્રોડા ખાતે નદીના પટમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી પ્રવિણભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.એ.અમરાણી, ડેપ્યુટી મેયર શ્રી મહેન્દ્રસિંહ ચાવડા તથા કોર્પોરેશનના કાઉન્સિલરોની ઉપસ્થિતમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા બે જેસીબી, બે ડમ્પર અને ૧૦૦ જેટલા કામદારોએ જળ સંચય અભિયાનમાં શ્રમદાન કર્યું હતું.           મેયર શ્રી પ્રવિણભાઇ પટેલે પાણીનું મહત્વ સમજવી પર્યાવરણના રક્ષણ અને પાણીનો સંચય કરી જળ સ્ત્રોતના મિશનને પાર પાડવા રાજય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનમાં નાગરિકોને જોડાવવા અપીલ કરી હતી.

YOUR REACTION?

Facebook Conversations