ગુજરાતમાંથી પણ ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્રોજેક્ટ ટુંક સમયમાં
ગુજરાતના લોકો પાસે હજુ 18 દિવસ છે એટલે 5 ના બદલે 10 મશીનો લગાવો

પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચય યોજનાનો પ્રારંભ કરાયો છે ત્યારે બગવદર ગામે રાંદલ માતાજીના મંદિરે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે શ્રમદાન કરીને જળસંચય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવું જણાવ્યું હતું કે ‘વિશ્વના બીજા દુબઈ, હોંગકોંગ, સીંગાપુર સહિતના બીજા દેશોની જેમ ગુજરાતમાંથી પણ ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્રોજેક્ટ ટુંક સમયમાં જામનગરના જોડીયા ખાતે નાખવામાં આવશે. ગુજરાતના લોકો પાસે હજુ 18 દિવસ છે એટલે 5 ના બદલે 10 મશીનો લગાવો અને તળાવો, નદી-નાળા ઉંડા કરાવો જેથી પાણીની સંગ્રહશક્તિમાં વધારો થાય અને ગુજરાતભરના લોકોને પાણી ઉપયોગી નીવડે.

YOUR REACTION?

Facebook Conversations