જિલ્લાના શેરથા ગામના મીઠા તળાવને ઉંડું કરવાના કામના પ્રારંભથી પ્રાપ્ત થનાર ફળદાયી પરિણામો
તળાવથી પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા હાલમાં ૨૦ લાખ ધનફૂટછે

રાજય સરકારના સુજલામ- સુફલામ જળ અભિયાન અન્વયે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરજિલ્લાના શેરથા ગામે મીઠા તળાવને ઉંડું કરવાના કામથી ફળદાયી પરિણામો પ્રાપ્ત થશે.રૂપિયા ૯ લાખના ખર્ચે ઉંડુ થનાર શેરથા તળાવથી પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા હાલમાં ૨૦ લાખ ધનફૂટછે. તે વધીને ૪૦ લાખ ધનફૂટ થશે. ત્રીસ દિવસ ચાલનાર આ મહા જળવજ્ઞમાં સાત જે.સી.બી/હિટાચી, ૧૦ ડમ્પર/ ટ્રેકટરનીમશીનરી કામે લગાવી છે. શેરથા તળાવની માટીનો વપરાશ તળાવની પાળ બનાવવા, ખેડૂતોના ખેતરોનું પુરાણ, ગામના જાહેરકામો, નર્મદાના કેનાલ અને જાહેર રસ્તા માટે ઉપયોગ કરાશે. તળાવના કિનારે ૫૦૦ વૃક્ષોનું વાવેતર કરાશે. શેરથા તળાવ ઉડુંકરવાની ગામના ૫૦ જેટલા ટયુબવેલના પાણીના તળ ઉંચા આવશે. ખેતી માટે આશરે ૩૦૦ એકર જમીનને સિંચાઇનો લાભ મળશે.સુજલામ- સુફલામ જળ અભિયાનના આ કાર્યથી શેરથા ગામની ૧૦ હજાર જેટલી વસ્તીને લાભ મળશે. મરચા માટે પ્રખ્યાત અનેબક્ષીપંચની વસ્તી ધરાવતા ખેડૂતોના ધંઉ, ડાંગર અને એરંડાના પાકોના વાવેતર અને ખેત ઉત્પાદનમાં પણ વધારો થશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાના ૩૦૩ ગામો પૈકી ૨૯૭ ગામો અને ચાર શહેરોને નર્મદાનું પાણીકુલ- ૪૫.૫૦ એમ.એલ.ડી. પાણીનો જથ્થો પુરો પાડવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં ૭૦.૭૫૦ એમ.એલ.ડી.પાણીનો જથ્થો પુરો પાડવામાં આવે છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં કુલ- ૫૬૮ ટયુબવેલ કાર્યરત છે.ગાંધીનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૧૮૦ તળાવો ઉંડા કરવાનું કામ હાથ ધર્યું છે.જળ સંચયના વિવિધ વિકાસ કામો માટે કુલ રૂપિયા ૯૭૨ લાખનો ખર્ચે થશે. ૨૦૭૦ મશીનરી યુનિટનો વપરાશ થનાર છે.

YOUR REACTION?

Facebook Conversations