ટોરેન્ટોમાં ફુટપાથ પર ચાલતાં લોકોને ટ્રકે કચડ્યાં
10 પદયાત્રીઓના મોત નિપજ્યાં છે. જ્યારે 15 ઘાયલ થયાં

ટોરેન્ટોમાં એક શખ્સે ભારે ભીડ ધરાવતા ફુટપાથ પર ટ્રક ચઢાવી દેતાં, 10 પદયાત્રીઓના મોત નિપજ્યાં છે. જ્યારે 15 ઘાયલ થયાં છે. દૂર્ઘટના પછી ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયાં બાદ તેને પોલીસને કહ્યું કે- મારા માથામાં ગોળી મારી દો. આરોપીની ઓળખ 25 વર્ષના એલેક્સ મિનાસિએન તરીકે થઈ છે. પોલીસને હજુ સુધી આ ઘટનાને કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલી છે કે નહીં તે અંગેની જાણકારી મળી નથી.

YOUR REACTION?

Facebook Conversations