દુષ્કર્મના કેસમાં આસારામને  આજીવન કેદની સજા
અન્ય આરોપીઓને 20 વર્ષની સજા કોર્ટે ફટકારી

સગીરા દુષ્કર્મ કેસને આસારામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે અન્ય બે દોષિતો શિલ્પી અને શરતચંદ્રને 20-20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. સજાની જાહેરાત થતાં જ આસારામ કોર્ટરૂમમાં જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો હતો. બુધવારે સવારે આસારામ સહિત બેને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ પર સગીર શિષ્યા પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. જેના માટે આસારામ સાડા ચાર વર્ષથી જેલમાં બંધ છે. ફેંસલા અને સજા વિરૂદ્ધ આસારામ રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે

YOUR REACTION?

Facebook Conversations