દુષ્કર્મ કેસમાં આસારામ દોષી કરાર : આજીવન કેદ થઇ શકે..
જ્યાં લાખો લોકોની આસ્થા જોડાયેલી છે, તેનો ગુનો વધુ ગંભીર માનવામાં આવે છે.

જોધપુરની સેન્ટ્રલ જેલમાં બુધવારે આસારામને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ કોર્ટે સહયોગી આરોપી શરતચંદ્ર અને શિલ્પીને પણ દોષિત જાહેર કર્યા છે. જ્યારે શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ પર સગીર શિષ્યા પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. જેના માટે આસારામ સાડા ચાર વર્ષથી જેલમાં બંધ છે. જેલમાં બંને પક્ષના વકીલો દ્વારા સજાની દલીલો પણ પૂરી કરી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં જ આસારામની સજા વિશેની જાહેરાત કરવામાં આવશે. ફેંસલા અને સજા વિરૂદ્ધ આસારામ રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. આસારામને ઓછામાં ઓછી 10 વર્ષની સજા થઈ શકે છે.

YOUR REACTION?

Facebook Conversations