નરોડા પાટિયા કેસમાં માયા કોડનાની નિર્દોષ છુટકારો થયો
નીચલી કોર્ટે જે 32 લોકોને સજા સંભળાવી હતી તેમાંથી હાઈકોર્ટે 17ને મુક્ત કરી દીધા છે

ગુજરાત હાઈકોર્ટે 2002માં થયેલાં નરોડા પાટિયા રમખાણો મામલે પૂર્વ મંત્રી માયા કોડનાની બાબુ બજરંગીને મુક્ત કરી દીધાં છે. જ્યારે 2012માં વિશેષ કોર્ટે તેમને 28 વર્ષની સજા ફટકારી હતી. આ મામલે હાઈકોર્ટે બજરંગ દળના નેતાની પણ સજા 21 વર્ષ કરી દીધી છે. નીચલી કોર્ટે તેમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા સંભળાવી હતી. નીચલી કોર્ટે જે 32 લોકોને સજા સંભળાવી હતી તેમાંથી હાઈકોર્ટે 17ને મુક્ત કરી દીધા છે. 15 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં માયા કોડનાની વિરુદ્ધ 11 પ્રત્યક્ષદર્શીઓએ સાક્ષી પૂરી હતી પરંતુ આ મામલે કોર્ટે પ્રત્યક્ષદર્શીઓને નહીં પરંતુ ગુજરાત પોલીસને સાક્ષી માન્યા છે.

YOUR REACTION?

Facebook Conversations