બાળક સાથે દુષ્કર્મ કેસમાં મોતની સજા જોગવાઇ કરાઇ
પોક્સો સંશોધનને કેબીનેટની મંજુરી મળી

બાળકીઓ સાથે રેપના મામલે સખત સજાની જોગવાઈ વિશે સરકારે શનિવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે 12 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે રેપના દોષિતને ફાંસીની સજા આપવાનો કાયદો બનાવ્યો છે. વડાપ્રધાનના ઘરે અંદાજે અઢી કલાક સુધી ચાલેલી કેબિનેટ બેઠકમાં કાયદો બનાવવા માટે અધ્યાદેશ લાવવામાટે મંજૂરી આપવામાં આવી છે. એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, રેપ કેસની તપાસ, સુનવાણી અને સજામાંપણ ઝડપ લાવવા માટે કાયદામાં સુધારો કરવામાં આવશે. હાલ પોક્સો એક્ટમાં મહત્તમ આજીવન કેદ અને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

YOUR REACTION?

Facebook Conversations