મોદીએ જનકપુરથી અયોધ્યા વચ્ચે બસ સેવાને લીલી ઝંડી આપી
મોદીએ જનકપુરથી અયોધ્યા વચ્ચે બસ સેવાને લીલી ઝંડી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  બે દિવસના પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદીએ જનકપુરના જાનકી મંદિરમાં પૂજા કરી હતી. મોદીને અહીં 121 કિલોની ફૂલમાળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ જનકપુરથી અયોધ્યા વચ્ચે બસ સેવાને લીલી ઝંડી આપી હતી. જનકપુરને માતા સીતાનું પિયર માનવામાં આવે છે.

મોદીએ અહીં જય સિયા રામ કહી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. મોદીએ કહ્યું કે, હું ઓગસ્ટ 2014માં પ્રથમવાર નેપાળ આવ્યો હતો ત્યારે મે કહ્યું હતું કે, હું ટૂંક સમયમાં જનકપુર આવીશ પરંતુ અહીં આવવામાં મોડું થતાં હું માફી માંગું છું. અહીંના મંદિરમાં દર્શન કરવાથી મારુ જીવન સફળ થયું છે.

મોદીએ કહ્યું કે, અમે ભારતમાં એક મોટુ સંકલ્પ લીધું છે. આ સંકલ્પ ન્યૂ ઇન્ડિયાનું છે. 2022 સુધીમાં  સવા સો કરોડ હિન્દુસ્તાનીઓએ ન્યૂ ઇન્ડિયા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે એક નવા ભારતનું નિર્માણ કરવા જઇ રહ્યા છીએ. જ્યાં બાળકોનો અભ્યાસ, યુવાઓને રોજગાર અને વૃદ્ધોને દવાઓ મળે.

YOUR REACTION?

Facebook Conversations