મોદી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં ભાગ લેવા લંડન પહોંચ્યા
મોદી બ્રિટનના વડાપ્રધાન થેરેસા સાથે નાસ્તો કરશે. આ ઉપરાંત મોદી બ્રિટનના મહારાણી એલિઝાબેથ સાથે પણ મુલાકાત કરશે.

મોદી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં ભાગ લેવા માટે બુધવારે વહેલી સવારે લંડન પહોંચ્યા છે. અહીં હીથ્રો એરપોર્ટ પર બ્રિટનના વિદેશ મંત્રી બોરિસ જોનસને તેમનું સ્વાગત કર્યું છે. મોદી બ્રિટનના વડાપ્રધાન થેરેસા સાથે નાસ્તો કરશે. આ ઉપરાંત મોદી બ્રિટનના મહારાણી એલિઝાબેથ સાથે પણ મુલાકાત કરશે. આ પહેલાં મોદી સ્વીડનમાં થયેલા નોર્દિક સંમેલનમાં સામેલ થયા હતા. અહીં ભારત-ડેનમાર્ક અને આઈસલેન્ડ વચ્ચે 5 કરાર થયા હતા.

YOUR REACTION?

Facebook Conversations