યુપી-હરિયાણામાં વાવાઝોડું, દિલ્હીની હાલત ખરાબ
રાજસ્થાનના બિકાનેર, સીકર અને ઝુંઝુનૂમાં ધૂળ ભરેલી આંધી જોવા મળી છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચાલી રહેલું વાવાઝોડુ રાજસ્થાન પછી હવે ઘણાં જિલ્લામાં પહોંચી ગયું છે. રાજસ્થાનના બિકાનેર, સીકર અને ઝુંઝુનૂમાં ધૂળ ભરેલી આંધી જોવા મળી છે. રિપોર્ટ્સ પ્રમાણે ધૂળવાળી આંધી સોમવારે સાંજે ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના અમુક હિસ્સાઓમાં પહોંચ્યુ છે. હવે આ વાવાઝોડું ઉત્તરપ્રદેશના મથુરા, આગરા, કાસગંજ, ગાઝિયાબાદ, નોઈડામાં આવે તેવી શક્યતા છે. ઘણાં રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મોટા ભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ઘણી જગ્યાએ વાવાઝોડાના કારણે ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા છે. તેથી ઘણાં વિસ્તારોમાં વીજળીની પણ સમસ્યા ઊભી થઈ છે.

YOUR REACTION?

Facebook Conversations