રાજ્યપાલને મળ્યા પછી યેદિયુરપ્પાનો કાલે શપથ લેવાનો દાવો
કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં 78માંથી 66 ધારાસભ્યો જ હાજર રહ્યા છે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભાના પરિણામ પછી બુધવારે આજે નિર્ણયનો દિવસ છે. આ દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપી જેડીએસ અને કોંગ્રેસ બેઠકના થઈને કુલ 10 ધારાસભ્યો તોડવાના પ્રયત્નો કરી રહી છે. જેડીએસની તેમના ધારાસભ્યો સાથે  કરવામાં આવી રહી છે. જેડીએસના બે ધારાસભ્યો રાજા વેંકટપ્પા નાયકા અને વેંકટ રાવ નાદગૌડા મીટીંગમાં ગેરહાજર હોવાના અહેવાલ છે. જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં 78માંથી 66 ધારાસભ્યો જ હાજર રહ્યા છે. આ દરમિયાન રાજ્યપાલને મળ્યા પછી બીજેપી સીએમ ઉમેદવાર યેદિયુરપ્પાએ આવતી કાલે શપથ લેવાનો દાવો કર્યો છે.

YOUR REACTION?

Facebook Conversations