સરકાર પહેલાં વાઘાણીએ સોલાર પંપની જાહેરાત કરી દીધી
ખેડૂતોને 90 ટાકા લોન અને સબસિડીથી આધુનિક સોલાર પમ્પ આપવામાં આવશે

આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતી વીજળી મળે તે માટે એક મહત્વની યોજના અમલમાં મૂકાનાર છે. જો કે રાજ્ય સરકાર દ્વારા યોજનાની જાહેરાત થાય એ પહેલાંજ ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ સરકારી યોજનાની મીડિયા સમક્ષ જાહેરાત કરી દીધી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના ખેડૂતોને 90 ટાકા લોન અને સબસિડીથી આધુનિક સોલાર પમ્પ આપવામાં આવશે. સોલાર પેનલથી વીજળીની બચત થશે જેનાથી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને વધારાની આવક થશે તેનો ચેક સીધો ખેડૂતોના ખાતામાં જમા થશે. આયોજનાથી ખેડૂતોને દિવસે પૂરતી વીજળી મળશે.

YOUR REACTION?

Facebook Conversations