એડવાન્સ ટેક્સની આવક 10 કરોડ કરવા કવાયત
મહાપાલિકા દ્વારા મિલકતવેરાની રકમ આગોતરી ભરપાઇ કરનારા કરદાતાઓને 10 ટકા વળતરની યોજના મુકવામાં આવી છે. તેમાં ચાલુ વર્ષની એડવાન્સ ટેક્સની આવક 10 કરોડ પર પહોંચાડવા માટે તંત્રને કામે લગાડી દેવા્યું છે.

મહાપાલિકા દ્વારા મિલકતવેરાની રકમ આગોતરી ભરપાઇ કરનારા કરદાતાઓને 10 ટકા વળતરની યોજના મુકવામાં આવી છે. તેમાં ચાલુ વર્ષની એડવાન્સ ટેક્સની આવક 10 કરોડ પર પહોંચાડવા માટે તંત્રને કામે લગાડી દેવા્યું છે. મ્યુનિસિપલ કમિશનર અમરાણીએ જણાવ્યું કે 15મી સુધીમાં દરેક ઘરે વેરાના બિલ પહોંચી જાય તે પ્રકારે આયોજન થયુું છે અને વળતરની યોજના 31મી મે સુધી ચાલુ રહેવાની છે. આમ છતાં કરદાતાઓને બિલ મળે તેની રાહ જોવાની જરૂર નથી.જુનું બિલ લઇને આવનારા કરદાતાઓને પણ સિવિક સેન્ટર પર નવા વર્ષના વેરાની ક્ષેત્રફળ આધારિત ગણતરી કરી આપવામાં આવે છે. કરવેરાની આગોતરી વસૂલાત રૂપિયા 10 કરોડ પર પહોંચી જાય તો બાકીના રૂપિયા 15 કરોડની કરવેરાની આવક વર્ષ દરમિયાન ઉઘરાણી કરીને, નોટિસ આપીને કે કાયદેસરની કાર્યવાહી કરીને વસૂલી શકાય તેવું ગણિત રાખવામાં આવ્યું છે.મહાપાલિકા દ્વારા એક તરફ વેરાના બિલ પહોંચાડવામાં આવી રહ્યાં છે. 

YOUR REACTION?

Facebook Conversations