ઇન્ફોસિટીના 10 પાર્લર, રેસ્ટોરન્ટના સંચાલકો દંડાયા
રૂપિયા 500 દંડ ફટકારીને સ્થળ પર જ વસૂલાત કરી

નગરની નવી ઓળખ બની ચૂકેલા અને હાઇ ફાઇ કહેવાતા ઇન્ફોસિટી વિસ્તારમાં સેનિટેશન અને ફૂડ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત તપાસમાં ફૂડ પાર્લર અને રેસ્ટોરન્ટ મળીને 10 સ્થળો ગંદકીથી ખદબદતા મળી આવ્યા હતાં. મહાપાલિકા દ્વારા આ તમામને રૂપિયા 500 દંડ ફટકારીને સ્થળ પર જ વસૂલાત કરી હતી. સાથે જ અહીંથી મળી આવેલા સડેલા શાકભાજી, પાઉં, સુપ, ચટણી સહિત 40 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

YOUR REACTION?

Facebook Conversations