ગુજરાત સહિત 10 રાજ્યોમાં ATMમાં નાણાંની તંગી સર્જાઇ
સમગ્ર દેશમાં બધાં જ એટીએમમાંથી આઠ ટકા એટીએમમાં રોકડ નથી. નાણામંત્રાલયના દાવા મુજબ આ રોકડ સંકટ એક ઝાટકામાં સમગ્ર દેશના એટીએમથી થયેલા ઉપાડને કારણે થયું છે.

દેશમાં ફરી એક વખત નોટબંધી જેવી સ્થિતિ છે. ગુજરાત સહિત 10 રાજ્યોનાં અનેક શહેરોમાં એટીએમ ખાલી થઈ ગયાં છે. જ્યાં રૂપિયા છે ત્યાં પણ રોકડ ઉપાડવાની મર્યાદા નિશ્ચિત કરી દેવાઈ છે. સમગ્ર દેશમાં બધાં જ એટીએમમાંથી આઠ ટકા એટીએમમાં રોકડ નથી. નાણામંત્રાલયના દાવા મુજબ આ રોકડ સંકટ એક ઝાટકામાં સમગ્ર દેશના એટીએમથી થયેલા ઉપાડને કારણે થયું છે.  સરકાર તરફથી કહેવાયું છે કે છેલ્લા 15 દિવસમાં સામાન્ય કરતાં ત્રણ ઘણી વધુ નોટોનો ઉપાડ થવાના કારણે પરિસ્થિતિ બગડી છે.

YOUR REACTION?

Facebook Conversations