પાટનગરમાં 13 પોલીસ ચોકી, 11 ચેક પોઇન્ટ ખોલવામાં આવ્યા
શહેરમાં 13 પોલીસ ચોકી, 11 ચેક પોઇન્ટ ખોલાયા

ગાંધીનગર શહેરનાં સેકટરો તથા ન્યુ ગાંધીનગર તરીકે ઓળખાતા સરગાસણ તથા કુડાસણની સોસાયટીઓમાં ચોરીનાં બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન, સેકટર 7 પોલીસ સ્ટેશન તથા સેકટર 21 પોલીસ સ્ટેશનની હદમાં જુની ચોકીઓને કાર્યરત કરવા સાથે કુલ 13 પોલીસ ચોકીઓને સોમવારે ખુલ્લી મુકવામાં આવી છે. જેમાં સેકટર 4ની નવી પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા નાગરીકોની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ અને પાટનગરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને વધુ મજબુત કરવાની વાત કરી હતી.

YOUR REACTION?

Facebook Conversations