200 અને 2000ની નોટને લઈને RBIની મહત્ત્વની જાહેરાત
200 અને 2000 રૂપિયાની નોટ હવે બેંકમાં બદલાવી નહીં શકાય

નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ 200 અને 2000 રૂપિયાની નોટ છે તો તમને નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે, આરબીઆઈએ આ મામલે એક મોટી જાહેરાત કરી છે. 200 અને 2000 રૂપિયાની નોટ હવે બેંકમાં બદલાવી નહીં શકાય. આરબીઆઈએ જારી કરેલ 200 અને 2000 રૂપિયાની નવી નોટ જો કોઈ કારણે ખરાબ થઈ જાય તો બેંકમાં તેને બદલી નહીં શકાય. એટલું જ નહીં તેને બેંક જમા પણ નહીં લે કારણ કે આરબીઆઈએ કરન્સી નોટના એક્સચેન્જ સાથે જોડાયેલ નિયમોમાં આ નોટને સામેલ નથી કરી.

YOUR REACTION?

Facebook Conversations