ઈરાન પરમાણુ સમજૂતીથી 3 વર્ષે અલગ થયું US
જોઈન્ટ કોમ્પ્રીહેન્સીવ પ્લાન ઓફ એક્શન (જેસીપીઓએ) નામની આ સમજૂતી 2015માં ઓબામાના સમયે થઈ હતી.

અમેરિકાએ ઈરાન સાથે થયેલા ઐતિહાસિક પરમાણુ સમજૂતીથી પોતાની જાતને અલગ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે વ્હાઈટ હાઉસથી ટીવી પર આપેલા ભાષણમાં તેની જાહેરાત કરી છે. તે સાથે જ ટ્રમ્પે ઈરાન પર ફરીથી આર્થિક પ્રતિબંધો લાગુ કરવાની વાત પણ કરી છે. ઓબામાએ ટ્રમ્પના આ નિર્ણયને મોટી ભૂલ ગણાવી છે. ટ્રમ્પના આ નિર્ણયથી ઈરાને કહ્યું છે કે, અમે હવે યુરેનિયમનું ઉત્પાદન ફરી શરૂ કરી દઈશું. જોઈન્ટ કોમ્પ્રીહેન્સીવ પ્લાન ઓફ એક્શન (જેસીપીઓએ) નામની આ સમજૂતી 2015માં ઓબામાના સમયે થઈ હતી.

YOUR REACTION?

Facebook Conversations