દેશના અનેક રાજ્યોમાં તોફાન સાથે વરસાદ, 41 લોકોનાં મોત
ઉત્તરપ્રદેશ, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ, દિલ્હીમાં રવિવારે સાંજે તોફાન

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તોફાનને કારણે ભારે નુકસાન થયું છે. ઉત્તરપ્રદેશ, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ, દિલ્હીમાં રવિવારે સાંજે તોફાન સાથે વરસાદ પડ્યો હતો. તોફાનને કારણે ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તોફાનને કારણે ઉત્તરપ્રદેશમાં 18, પશ્વિમ બંગાળમાં 4, દિલ્હીમાં 2 અને આંધ્રપ્રદેશમાં 9 લોકોના મોત થયા છે. દિલ્હી-એનસીઆરમાં કુલ 189 વૃક્ષો ધરાશાયી થયા હતા. તોફાનને કારણે દિલ્હીમાં 70  ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી હતી અથવા તેના રૂટ ડાઇવર્ટ કરી દેવાયા હતા. દિલ્હી મેટ્રોની સેવા પણ રોકી દેવાઇ હતી. દેશના અનેક વિસ્તારોમાં આજે પણ તોફાન અને વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થવાની સંભાવના છે. અલીગઢમાં સોમવારે સ્કૂલ બંધ રાખવાનો આદેશ કરાયો હતો.

YOUR REACTION?

Facebook Conversations