યેદિયુરપ્પાએ ત્રીજી વાર કર્ણાટકમાં CM પદના લીધા શપથ
શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ હાજર રહ્યા નહતા.

 કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય દળના નેતા બીએસ યેદિયુરપ્પા ગુરુવારે તેમના નક્કી કરેલા સમયે જ સવાલે 9 વાગે સીએમ પદના શપથ લઈ લીધા છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સીએમ પદના શપથ અપાવ્યા હતા.

રાજભવન આવતા પહેલાં યેદિયુરપ્પાએ રસ્તામાં રાધા-કૃષ્ણ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. રાજભવન પહોંચતા જ યેદિયુરપ્પાએ બીજેપી નેતાઓ સહિત રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે મુલાકાત કરી હતી. જોકે શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ હાજર રહ્યા નહતા.

YOUR REACTION?

Facebook Conversations