કોંગ્રેસ-JDS બાદ હવે ભાજપે પણ કર્યો સરકાર રચવાનો દાવો
રાજ્યના લગભગ 40 કેન્દ્રો પર આજે સવારે આઠ વાગ્યેથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકમાંથી 222 બેઠક પર ગત 12 મે એ યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થઈ હતી. કર્ણાટકની ચૂંટણી અનેક લોકો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. આ ચૂંટણીમાં એક તરફ સિદ્ધારમૈયા અને બીએસ યેદિયુરપ્પા માટે ખુરશીની લડાઈ છે તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પ્રતિષ્ઠાનો જંગ. રાજ્યના લગભગ 40 કેન્દ્રો પર આજે સવારે આઠ વાગ્યેથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. રૂઝાન શરૂઆતના એક કલાકની અંદર આવવાના શરૂ થઈ જશે. સાંજ પડતાની સાથે જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે રાજ્યની જનતાએ સત્તાની ચાવી કોના હાથમાં સોંપી છે.

YOUR REACTION?

Facebook Conversations