મુમ્બ્રા બાયપાસનુ સમારકામ શરૃ થતાં વહેલી સવારથી ટ્રાફિક જામ
મુંબ્રા બાયપાસ માર્ગનુ સમારકામ માટે આખરે મુહૂર્ત મળ્યું છે અને સોમવાર મોડી રાતથી જ બે મહિના માટે વાહન વ્યવહાર પૂર્ણપણે બંધ કરીને સમારકામ શરૃ કરાયુ છે. જેના લીધે ઐરોલી, શિળફાટા માર્ગ વાળવામાં આવ્યો છે. આ માર્ગના પર્યાયી માર્ગ તરીકે વહેલી સવારથી ટ્રાફિક જામનો સામનો વાહન ચાલકોએ કરવો પડયો હતો. આનંદ નગર જકાતનાકાથી ટ્રાફિકની લાઇન જોવા મળી હતી. કામ પર જઈ રહેલાં નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ઘોડબંદર રોડ પર બપોરે બારથી ચાર નિયંત્રિત પદ્ધતિથી ભારે વાહનો રવાના કરાશે.

આગામી બે મહિના માટે રસ્તાનુ સમારકામ કરવામાં આવવાનુ હોવાથી થાણે તેમ જ નવી મુંબઈ દરમિયાન ટ્રાફિકના માર્ગમાં બદલાવ કરવામાં આવ્યા છે. આ બદલાવ બાદ બે મહિનાના માટે ટ્રાફિક જામનો સામનો કરવો પડશે. ઐરોલી, આનંદ નગર નાકા તેમ જ નવી મુંબઈ રબાલે એમઆઈડીસી અને થાણે-બેલાપુર માર્ગનો અમુક ભાગ ટ્રાફિક જામનુ જંકશન બનશે. મુબ્રા બાયપાસ માર્ગ પર ભારે વાહનો બપોરે અને રાતના સમયે થાણે, નવી મુંબઈ, કલ્યાણ, થાણે ગ્રામીણ અને પાલઘર ભાગથી વાળવામાં આવશે. આ ટ્રાફિક સરળ કરવા માટે ટ્રાફિક પોલીસે તૈયારી કરી હોવા છતાંય સામાન્ય તેમ જ વાહન ચાલકોએ આ ટ્રાફિક જામનો સામનો કરવો પડયો હતો. આ કામને લીધે ભારે વાહનોનો ભાર શહેરના અન્ય રસ્તા પર વાળવાનુ નિયોજન કરાયુ છે. થાણે ટ્રાફિક પોલીસે ત્રણ વિભાગમાં વાહન વ્યવહારનુ નિયોજન કર્યું છે.  નિયોજન અનુસાર ગુજરાત, ભિવંડી અને નાશિક ભાગથી જતાં અને જેએનટીપી દિશાથી આવતાં વાહનોને અન્ય માર્ગથી છોડવામાં આવશે. જેએનટીપીથી ગુજરાત દિશામાં જતા ભારે વાહનોને મહાપે સર્કલ, રબાળે નાકા, ઐરોલી, પટણી સર્કલ, મુલુંડ, આનંદ નગર ચેક નાકાથી ઘોડબંદર દિશામાં વાળવામાં આવશે. નવી મુંબઈના થાણે-બેલાપુર માર્ગ પર ટ્રાફિક ટાળવા માટે મહાપે સર્કલથી રબાલે એમઆઈડીસી માર્ગ ભારે વાહનો વાળવામાં આવશે. આ વાહનો રબાલે નાકાથી થાણે-બેલાપુર માર્ગ પર આવીને ઐરોલી પટણી સર્કલ વાળવામાં આવશે. ઐરોલી ફલાયઓવર નાનો હોવાથી ટ્રાફિક જામ થશે. શિળફાટા, મહાપે સર્કલ અને અન્ય ઠેકાણે સૂચના ધરાવતાં બોર્ડ લગાવાયા છે. પરંતુ રબાલેમાં પૂરતા બોર્ડ મૂકવામાં ન આવતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાય એવી શક્યતા છે.

YOUR REACTION?

Facebook Conversations