ગુજરાત ના મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી નિર્મલા વાધવાણીએ જણાવ્યું છે કે, મહિલાઓના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખૂબ જ મહત્વની છે ત્યારે આવી મહિલાઓને પોષણક્ષમ આધાર પુરૂ પાડવા રાજ્ય સરકારે પોષણ સુધા યોજના (સ્પોટ ફિડીંગ પ્રોગ્રામ)નો નવતર અભિગમ અપનાવ્યો છે જે આશીર્વાદરૂપ નિવડશે.

સગર્ભા અને ધાત્રી માતાઓમાં પાંડુરોગમાં ઘટાડો તથા પોષણ સ્થિતિ અને પ્રસુતિના પરિણાામોમાં સુધારો કરવા આશયથી રાજ્યના પાંચ જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ તરીકે આ યોજનાનો તાજેતરમાં શુભારંભ કરાયો છે., એમ જણાવી મંત્રી શ્રીમતી વાધવાણીએ કહ્યું કે, વલસાડ, છોટાઉદેપુર, મહિસાગર, નર્મદા અને દાહોદ જિલ્લાના ૧૦ તાલુકાઓમાં પોષણ સુધા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્રો ઉપર જ રોજ એક વખત સંપૂર્ણ ભોજન પુરૂ પાડવામાં આવશે. સાથે સાથે આઇ.એફ.એ.અને કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાંચેય જિલ્લાઓમાં ૫,૪૧૪ જેટલી સગર્ભા-ધાત્રી માતાઓને પોષણક્ષમ ભોજનનો લાભ અપાયો છે અને તમામને ૧ કિલો સુખડીનું પેકેટ આપવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ માં સુરક્ષાબળોએ અથડામણમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા છે. તેમાં લશ્કર-એ-તૈયબાના જીલ્લા કમાન્ડર જિબરાન પણ સામેલ હતા. એનકાઉન્ટર હજુ પણ જારી છે.

આતંકીઓ સાથે અથડામણ અનંતનાગ ના બ્રાકપોરા વિસ્તારમાં થઇ હતી. આતંકીઓ છુપાયા હોવાની સુચના પર સુરક્ષાબળોએ ઓપરેશન શરુ કર્યું છે. જ્યારબાદ ત્રણ આતંકીઓ ઠાર માર્યા છે. માર્યા ગયેલ આતંકીઓમાં આતંકી સંથાન લશ્કર-એ-તૈયબાના જિલા કમાન્ડર જિબરાન પણ સામેલ છે.જણાવવામાં આવી રહ્યું છે કે, વિસ્તારમાં હજુ પણ બે આતંકી છુપાયા છે. તેમાં લશ્કરના શૌકત લોહાર અને મુદસ્સીર હજામ સામેલ છે. આ બંને આતંકીઓ માર્યા જવાથી સેનાનું ઓપરેશન જારી છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં સેનાએ જમ્મુ-કાશ્મીરમાં હાજર ૨૫૮ આતંકીઓની યાદી તૈયાર કરી લીધી હતી. તેમાં ૧૩૦ લોકલ આતંકી છે અને ૧૨૮ વિદેશી આતંકીઓના નામ છે. સેનાએ ઘાટીમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે ‘ઓપરેશન ઓલઆઉટ’ શરુ કર્યું હતું. તે હેઠળ અલગ અલગ વિસ્તારોમાં લગાતાર આતંકીઓને અથડામણમાં ઠાર માર્યા છે. આ મહીને અત્યાર સુધી ૧૦૦ થી વાદહ્રે આતંકીઓને જમીનદોસ્ત કરવામાં આવી ચુક્યા છે.

અમદાવાદ: શહેરમાં મંગળવારે સવારે ગાજવીજ સાથે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ધોધમાર વરસાદને લીધે મીઠાખળી અંડરબ્રિજ બંધ કરાયો હતો અને મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. સવારે જ ધોધમાર વરસાદ ખાબકતાં નોકરી-ધંધાએ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને રસ્તાઓ પર પાણીને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને વાસણા બેરેજના બે દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે.આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં ઝરમર વરસાદ ત્યારબાદ મધ્યમથી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની વકી છે. રાજસ્થાન અને પાકિસ્તાનમાં સર્જાયેલાં અપરએર સરક્યુલેશનની અસરને કારણે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ ચાર દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે.

આધાર કાર્ડ ને બેંક ખાતા સાથે લીંક કરવામાં લોકોને ઘણી જ સમસ્યાઓ આવી રહી છે. સરકાર આધાર કાર્ડ માટે નવી વ્યવસ્થા શરુ થવા જઈ રહી છે. આ નવી વ્યવસ્થા સરકાર દ્વારા એટલા માટે શરુ કરવામાં આવી રહી છે. કારણ કે, કોઈના ફિંગરપ્રિન્ટ મેચ નથી કરી રહ્યા તો કોઈના નામ અને એડ્રેસમાં સમસ્યાઓ આવી રહી છે. નવી વ્યવસ્થા હેઠળ તમે કોઈ પણ સરકારી અથવા પ્રાઈવેટ બેંકમાં જઈને પોતાનો આધાર કાર્ડ અથવા તેમાં કોઈ પણ પ્રકારનું અપડેટ કરી શકે છે.

સરકારી પ્રાઈવેટ બેંકો સાથે પ્રાઈવેટ બેંકોમાં પણ આ સુવિધા ઉપલબ્ધ થશે. આ બેંકો પોતાના ગ્રાહકોને જ આધાર સબંધી સેવાઓ આપવામાં આવશે. ગ્રાહકોને પોતાના આધારમાં કોઈ પણ પ્રકારનાં અપડેટ અથવા નવું આધાર કાર્ડ બનાવવા માટે આધાર સેન્ટર પર જવાની જરૂર નહી હોય. સરકારે બેંક ખાતા સાથે આધાર લીંક કરવા માટે ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીનો સમય આપ્યો છે. ત્યાર બાદ જે ખાતાઓથી આધાર લીંક નથી, તે બ્લોક કરવામાં આવશે અને આધાર કાર્ડ લીંક થયા બાદ જ એક્ટીવ થઇ શકશે.

નાણા મંત્રાલયે ૧ જૂને નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું કે, બધા બેંક ખાતાઓથી આધાર નંબર લીંક હોવું જરૂરી છે. યૂનિક આઇડેન્ટિટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડીયાનાં સીઈઓ અજય ભૂષણ પાંડેયે કહ્યું છે કે, મહત્તમ બેંકોએ આધાર ખાતાની લીંક કરવાની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો એવા પણ છે, જેના આધાર અપડેટ નથી. કોઈને એડ્રેસ બદલાવવાનું છે કોઈને ફોટો અપડેટ કરાવવાનું છે. તેને જોતા જ નિયમ બનાવવામાં આવી રહ્યો છે કે, બધી બેંકોને પોતાના પરિસરમાં આધાર કાર્ડ બનાવવા અથવા અપડેટ કરાવવાની સુવિધા આપવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પૂરક પરીક્ષા મંગળવારે પૂર્ણ થઈ છે. પૂરક પરીક્ષા પૂર્ણ થતાં હવે બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે અને આગામી દિવસોમાં બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. પૂરક પરીક્ષા દરમિયાન કુલ ૨૫ કોપી કેસ નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૮ જુલાઈથી પૂરક પરીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ-૧૦ના ૫૩ હજાર, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૫૨ હજાર જેટલા અને સાયન્સના ૪૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. ચાર દિવસ બાદ ૧૧ જુલાઈના રોજ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષા પૂર્ણ થઈ છે. પૂરક પરીક્ષામાં મોટાભાગના પેપરો સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી છે. 

પૂરક પરીક્ષા દરમિયાન કુલ ૨૫ કોપી કેસ નોંધાયા હતા. જેમાં ધોરણ-૧૦ના કુલ ૧૪ વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા હતા. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧ કોપી કેસ નોંધાયો હતો. જ્યારે સાયન્સની પરીક્ષામાં ૧૦ કોપી કેસ નોંધાયા હતા. આમ, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તથા સાયન્સના મળી કુલ ૨૫ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો. બોર્ડ દ્વારા લેવાયેલી પૂરક પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે અને ટૂંકાગાળામાં બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરી જાહેર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

શ્રીનગરઃજમ્મુ કાશ્મીરના નૌગામ સેકટરમાં ગઈકાલ રાતથી LOC પર ભારે ફાયરિંગ થઈ રહ્યું છે. તો નૌગામ સેકટરમાં રવિવારે રાત્રે LOC પાર કરવાના પ્રયાસ કરી રહેલાં આતંકીઓ અને સુરક્ષાદળોએ વચ્ચે અથડામણ પણ થઈ છે. આ અથડામણમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યાં છે. આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા ફરી એકવખત સીઝફાયરના ઉલ્લંઘનની પણ માહિતીઓ મળી છે. તો પાકિસ્તાનની નાપાક હરકતને ધ્યાનમાં રાખીને પુંછથી સરહદની પેલે પાર જતી રાવલકોટ બસ સર્વિસને એક સપ્તાહ માટે મોકૂફ કરવામાં આવી છે.જમ્મુ કાશ્મીરના નૌગામ સેકટરમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરતાં 3 આતંકીઓ ઠાર થયા છે.

આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે રવિવારથી સતત અથડામણ થઈ રહી છે.આ અથડામણમાં વ્હેલી સવારે એક આતંકી ઠાર થયો હતો, જે બાદ ભારતીય સેનાને વધુ બે સફળતા મળતા ત્રણ આતંકીને પાડી દેવામાં આવ્યાં છે.અન્ય આતંકીઓ છુપાયાં છે કે નહીં તે અંગે સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

 ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ભારત સરકારે સોમવારે સખત નિર્ણય લેતાં પુંછથી પાકિસ્તાનના રાવલકોટ જનારી બસ સર્વિસને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી છે. જો કે આ પગલાં અંગે કોઈ કારણ જણાવવામાં નથી આવ્યું.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર સાત દિવસ સુધી સ્થિતિનો રિવ્યૂ કરશે જે બાદ બસ સર્વિસ અંગે આગામી નિર્ણય લેવામાં આવશે.

અમદાવાદ શહેરને UNESCOએ વર્લ્ડ હેરીટેઝ સાઈટ તરીકે જાહેર કર્યું છે. અમદાવાદ શહેરમાં આવેલા ૨૬ ઐતિહાસિક સ્મારકોની મુલાકાત બાદ UNESCOની ટીમે તેનો સર્વે રીપોર્ટ તૈયાર કર્યો હતો. જેના આધારે યુનેસ્કોએ આ જાહેરાત કરી હતી.અમદાવાદ શહેર ભારતનું પ્રથમ હેરીટેઝ શહેર છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ યુનેસ્કોમાં ઐતિહાસિક શહેર અમદાવાદને વર્લ્ડ હેરીટેઝ સીટીમાં સામેલ કરવા નોમીનેશન ડોઝીયરની ચકાસણી માટે યુનેસ્કોની ટેકનીકલ સંસ્થા ૨૭ સપ્ટેમ્બરથી ૪ દિવસ માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. જેમાં આઈકોમોસ એક્સપર્ટ સિવાય એ.એસ. આઈ. ન્યુ દિલ્હીના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. યુનેસ્કોની ટીમ ૨૮ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેબરથી શહેરની જુદી જુદી ઐતિહાસિક ઈમારતો , સ્થળો અને કોટ વિસ્તારમાં આવેલી પોળ અને હેરીટેઝ મિલકતની મુલાકાત લીધી હતી.

અમદાવાદ મહાનગરપાલિકા અને એ.એસ.આઈ દ્વારા શહેરના ઐતિહાસિક વારસાનું જતન કરવામાં આવી રહ્યું છે. જેનું યુનેસ્કોની ટીમ મૂલ્યાંકન કર્યું હતું આ મૂલ્યાંકનનો રીપોર્ટ એક્સપર્ટ દ્વારા યુનેસ્કોને સુપત્ર કરવામાં આવ્યો હતો. તેની બાદ યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેઝ સીટીનો દરજ્જો આપવા અંગેનો નિર્ણયની આજે જાહેરાત કરી હતી.

અમદાવાદ શહેર અદભુત સ્થાપત્ય અને એતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનોથી ભરપુર છે. જેમાં પણ અમદાવાદ શહેરમાં મુસ્લિમ શાસકોના સમયમાં તે સમયના શ્રેષ્ઠ કારીગરોએ કેટલાંક મહત્વના સ્થળોનું નિર્માણ કર્યું હતું . તેમજ તે સિવાય પણ અન્ય સ્થાપત્યોનું અમદાવાદ શહેરમાં નિર્માણ થયું છે . જે આજે પણ તેના જુના શિલ્પ સ્થાપત્ય અને ઐતિહાસિકતાને લીધે જાણીતાં છે

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન લગાતાર જારી છે. પુલવામા  માં છેલ્લા ૨૪ કલાકથી સુરક્ષાબળ આતંકીઓ સાથે અથડામણ કરી રહ્યા હતા. હવે અથડામણ ખત્મ થઇ ગઈ છે. આ કાર્યવાહીમાં જવાનોએ આજે વધુ એક આતંકીને ઠાર માર્યો છે. આ અથડામણમાં કુલ ત્રણ આતંકી માર્યા ગયા છે.સોમવારથી શરુ થયેલ આ અથડામણમાં સુરક્ષાબળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર પુલવામાના બામનુ વિસ્તારમાં ચાલી રહ્યું હતું. વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી છે. આ એન્કાઉન્ટર સોમવારે સવારે શરુ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષાબળોએ ત્રણ નવા આતંકીઓને પોતાના શિકાર બનાવ્યા છે.

આ દરમિયાન ગોળીબારીમાં ૧૦ પ્રદર્શનકારીઓના ઘાયલ થવાના પણ સમાચાર છે. એન્કાઉન્ટર વચ્ચે પ્રદર્શન કરી રહેલ નૌજવાન સુરક્ષાબળોની ગોળીનો શિકાર થવાથી ઘાયલ થયા છે.

ગુજરાત ના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો રાજ્યમાં વ્યાપક વરસાદને કારણે રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૪ જળાશયો હાઇ એલર્ટ તેમજ ૦૪ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં ૪૯૮૬.૩૭ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે.

જયારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૫.૦૨ મીટરની સપાટીએ પહોંચ્યો છે. વધુમાં જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, મોરબી જિલ્લાના ડેમી-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ કુલ-૦૪ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-ર, મોરબી જિલ્લાના મચ્છ-ર અને ડેમી-ર એમ મળી કુલ ૦૪ને એલર્ટ તેમજ મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ જળાશય માટે ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાત  માં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પગલે લોકોએ રાહત અનુભી છે. જો કે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં એક સાથે ૧૨ જેટલો વરસાદ ખાબકી જતા આ વિસ્તારમાં પુરની જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં મોરબી જીલ્લાના ટંકારામાં અને ગીર સોમનાથના કોડીનારમાં ૧૩ ઇંચ વરસાદ નોંધાયો હતો.જેના લીધે કેટલાંક ગામો ટાપુમાં ફેરવાઈ ગયા છે. કેટલાંક બંધોપણ ઓવરફલો થયા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના ભાભર, થરાદ,સુઈ ગામ તથા પાટણ શહેરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

ટંકારામાં એનડીઆરએફની ટીમે ૧૫ જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. તેમજ પાંચ દિવસ સુધી વરસાદની આગાહીના પગલે સરકારે ગાંધીનગર, વડોદરા,સુરત અને રાજ્કોટના એનડીઆરએફની છ ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજયમાં અનેક સ્થળોએ વરસાદ નોંધાયો છે. જેમાં અમદાવાદ શહેરમાં ત્રણ જેટલો વરસાદ નોંધાયો હતો જેના પગલે વાસણા બેરેજના બે દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા.

અમરનાથ યાત્રા પર શું આ વર્ષે આતંકનો ખતરો ગયા વર્ષોની અપેક્ષાએ થોડો વધારે છે? ગુપ્ત રીપોર્ટથી એ વાતનો ખુલાસો થયો છે કે, આતંકી આ વર્ષે અમરનાથ યાત્રીઓ પરે ગ્રેનેડ અને IED થી હુમલો કરી શકે છે. તેને ધ્યાનમાં રાખતા સુરક્ષાબળોએ આતંકના ખતરા વચ્ચે અમરનાથ યાત્રાની સુરક્ષા પર ત્રીજી આંખથી નજર રાખવાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે. એટલે કે આ વર્ષે જેટલો ખતરો છે તે હિસાબે સુરક્ષાબળોની તૈયારી હવે અમરનાથ યાત્રા દરમિયાન હશે અભેદ્ય સુરક્ષા અને દરેક ખૂણે ખૂણે હાઈટેક તૈનાતી.

જમ્મુ કાશ્મીરમાં ૨૯ જુનથી શરુ થઇ રહેલ અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા માટે સ્થાનિક પોલીસ અને અર્ધસૈનિક બળ અને આર્મીના ૩૦ હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, સુરક્ષાકર્મીઓને તીર્થયાત્રાના માર્ગ પર બંને તરફ તૈનાત કરવામાં આવશે. અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા કરતા સુરક્ષાબળોએ આ વખતે હાઈટેક સુરક્ષાની વ્યવસ્થા કરી છે.

બાબા બર્ફાનીના દર્શન કરવા દર વર્ષે લાખો લોકો અહિયાં આવે છે. બાલટાલ અને પહલગામથી જનાર આ યાત્રાને દર વર્ષે સુરક્ષા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ૮ જુલિયાએ હિઝબુલ આતંકી બુરહાન વાનીના એનકાઉન્ટરનું એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ સાથે જ હાલમાં હિઝબુલના ૧૨ થી વધુ આતંકી માર્યા ગયા છે. એવામાં ખતરો ઘણો વધારો છે. જો કે, જેટલો ખતરો છે તેના માટે કડક સુરક્ષાની તૈયારી સુરક્ષા બળોએ કરી લીધી છે. આ વર્ષે સુરક્ષા માટે સીઆરપીએફની હાઈટેક સુરક્ષાની વ્યવસ્થા કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષની અમરનાથ યાત્રા પર નજર રાખવા ડ્રોન વિમાનનો ઉપયોગ કરાશે.યાત્રાના રૂટ પર ડ્રોન ઉડશે અને ઇમેજીસ કન્ટ્રોલ રૂમને પહોંચાડશે.

Archived News

.