ગુજરાત માં ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં માહિતી આપવામાં આવી હતી કે, અરબ સાગરમાં સાયકલોજીક સરકયુલેશનને કારણે ગુજરાતમાં આવનારા બે-ત્રણ દિવસમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ગાંધીનગર ખાતે રાહત નિયામક એ.જે.શાહના અધ્યક્ષસ્થાને મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન ખાતાના અમદાવાદ ખાતેના નિયામક શ્રી જયંત સરકારે માહિતી આપી હતી કે, ઓફ શોર સિસ્ટમ અને સાયકલોનીક સરકયુલેશનને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની પુરતી સંભાવના છે. કેટલાંક સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે. સરકારે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ચોમાસાની ઋતુનો ધમાકાભેર પ્રારંભ થયો છે જે સારા સમાચાર છે.

રાહત નિયામક એ.જે.શાહે જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુની શરૂઆતમાં જ ૨૭ જૂન સુધીમાં ગુજરાતમાં પડતા સરેરાશ વરસાદના ૧૧ ટકા વરસાદ વરસ્યો છે જે સારા ચોમાસાના એંધાણ છે. તેમણે જણાવ્યું હતું કે, ૨૬ જૂન સુધીમાં ૩૦ જિલ્લાના ૧૮૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના માંડવી, મુંદ્રા અને અંજાર ઉપરાંત સોરાષ્ટ્રના હળવદ અને લોધિકા એવા પાંચ તાલુકા છે જ્યાં વરસાદ નોંધાયો નથી. વેધર વોચ ગ્રુપની સાપ્તાહિક બેઠકના મહત્વને દોહરાવતા શાહે જણાવ્યું હતું કે, આવી બેઠકના કારણે સંભવિત આપત્તિની પરિસ્થિતિ માટે આગોતરી સજ્જતા વધુ સઘન રીતે થઇ શકે છે.

આ બેઠકમાં એરફોર્સ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગના ઉચ્ચઅધિકારીઓએ ઉપસ્થિત રહી આપત્તિ વ્યવસ્થાપન અને રાહત-બચાવના આગોતરા આયોજનની વિશેષ માહિતી આપી હતી.

પ્રેસિડેન્ટ ઈલેકશન માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે પોતાની ઉમેદવારી નોધાવવા માટે સંસદ ભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે અડવાણીની ઉપસ્થિતિમાં પોતાની ઉમેદવારી નોધાવી હતી. આ પ્રસંગે ૨૦ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ રામનાથ કોવિંદને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે.

ભાજપ અને એનડીએના રાષ્ટ્રપતિ (President) પદના ઉમેદવાર રામનાથ કોવિંદ શુકવારે સવારે ૧૨ વાગે સંસદ પરિસરમાં લોકસભાના મહાસચિવના કાર્યાલયમાં પોતાની ઉમેદવારી નોધાવી હતી.

કોંગ્રેસ સહિતના યુપીએના ૧૭ રાજકીય પક્ષોએ પોતાના President પદના ઉમેદવાર તરીકે લોકસભાના પૂર્વ અધ્યક્ષ-સ્પીકર મીરાં કુમારને એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદની સામે મેદાનમાં ઉતાર્યા છે. જેના અંતર્ગત એનડીએ પોતાના ઉમેદવાર રામનાથ કોવિંદને ત્રણ ચતુર્થાંશ મતોથી જીતાડવા માટે કવાયત કરી રહ્યું છે.

ભાજપ વિપક્ષી જૂથમાં અગાઉથી જ છેદ પાડી ચૂક્યું છે અને જેડીયુને પોતાની તરફે લઈ આવ્યું છે. જો કે લાલુ પ્રસાદ યાદવે નીતિશકુમારને પોતાનો નિર્ણય બદલવા માટે માટે અપીલ કરી છે. પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ જેડીયુએ લાલુ પ્રસાદ યાદવની અપીલને ઠુકરાવી દીધી છે.

રામનાથ કોવિંદના પક્ષમાં પ્રસ્તાવના ચાર સેટ તૈયાર થઈ ચૂક્યા છે. એનડીએના નેતાઓ દ્વારા સવારે ૧૧.૩૦ સુધીમાં સંસદના લાઈબ્રેરી ભવનમાં ઉપસ્થિત રહ્યા હતા. હકીકતમાં ઉમેદવારી માટે રૂમમાં માત્ર બે ડઝન નેતા જ ઉપસ્થિત રહેશે.

જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને એનડીએ બહારના તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તમિલનાડુના મુખ્યમંત્રી ઈ. પલાનીસ્વામી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.

આવામાં મોટા ભાગના સાંસદો અને વિધાયકોની સાથે રામનાથ કોવિંદની મુલાકાત લાઈબ્રેરી ભવનમાં જ થઈ જશે.

તા.૨૫મીએ ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને યદુવંશી સ્વરૂપમાં એટલે કે, રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપશે. જે માટે ભગવાન જગન્નાથજીની ખાસ યદુવંશી પાઘડી ચાંદીની અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. તા.૨૫મીએ સવારે મંગળાઆરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે.

રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝંાખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે.

આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પધારશે. રથયાત્રાના દિવસે તા.૨૫મીએ વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરાશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાશે. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરાશે. ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે.

GST ને લઈને દુકાનદારોમાં ડર અને ભ્રમનો માહોલ છે. કેટલાક દુકાનદારોએ કહ્યું છે કે, GST ના વધેલા દરોથી સ્મગલિંગ વધશે. લોકો ટેક્સની ચોરી કરતા કળા બજારથી માલ વેચશે. કેટલાક લોકોનું કહેવું છે કે, સરકારને જીએસટીની પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ. રિટર્ન ભરવામાં નાના દુકાનદારોને સમસ્યા આવશે.નેહરુ પ્લેસ માર્કેટનાં દુકાન દરોનું કહેવું છે કે, તેને જીએસટીનાં વધેલા દરોથી ઘણી વધારે સમસ્યા તેનો હિસાબ-કિતાબ રાખવાથી છે. તેમાં પણ ખાસ કરીને વર્ષભરમાં ૩૭ રિટર્ન દાખલ કરવાથી. તેવામાં દુકાનદાર પોતાનો ધંધો કઈ રીતે કરશે. તે તો જીએસટીનાં હિસાબમાં લાગેલા રહેશે.દુકાનદારોનો જુનો સ્ટોક પડ્યો હોય તેના પર કેટલી જીએસટી લાગશે અને કઈ રીતે લાગશે. આ વાત જીએસટીમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. બીજા ટૂવ્હીલર પાર્ટ્સ પર ૧૨.૫ ટકા ટેક્સને વધારીને ૨૮ ટકા વાળા સ્લેબમાં લાવવામાં આવ્યું છે. તેનાથી લો ઇન્કમ ગ્રુપ પર માર પડશે.જીએસટીને લઈને કન્ફયુઝનની સ્થિતિ છે. ઘણા લોકોને કેટલીક વાતોની જાણકારી નથી કે, વર્ષમાં કેટલા રીટર્ન ભરવાના રહેશે. જીએસટીની હિસાબ-કિતાબ કેવી રીતે રાખવામાં આવે. જો ક્યાંક અભાવ રહી ગયો હોય તો જેલ તો નહી જાય. સરકારે મોટા સ્તરે વેપારીઓમાં જાગરૂકતા લાવવાની રહેશે.કન્ફેડરેશન ઓફ સદર બજાર ટ્રેડર્સ એસોસિએશનનાં ચેરમેન બ્રીજ મોહન વીઝ અને જનરલ સેક્રેટરી દેવરાજ બવેજાનું કહેવું છે કે, જીએસટીનાં વધેલા દરોને લઈને તેઓ પરેશાન છે, પરંતુ તેની પ્રક્રિયા જટિલ છે. સરકારે તેને મેઈનટેઈન કરવાની રીતને સરળ બનાવી દીધી છે. નાના દુકાનદારો તેને પોતાના સ્તર પર સરળતાથી હેન્ડલ કરૂ શકે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોગગુરુ બાબા રામદેવે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને યોગ કરાવ્યા હતા. આ પ્રંસગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગુજરાત રાજ્યનું પ્રધાન મંડળ અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જીએમડીસી ગ્રાઉન્ડ પર એક સાથે 2 લાખથી વધુ લોકોએ યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.

આ પૂર્વે વિશ્વ યોગ દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં World Record કરવા માટે ગુજરાત સરકાર અને બાબા રામદેવના પતંજલિ યોગપીઠ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. જેમાં તારીખ ૧૮ જુનથી વિશ્વયોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી હતી. તેવા સમયે વિશ્વ યોગ દિન નિમિતે મોટી સંખ્યામાં એક જ ગ્રાઉન્ડમાં યોગ માટે લોકોને એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો હતો.

અમદાવાદમાં વિશ્વ યોગ દિને આ ઉપરાંત જીએમડીસીની આસપાસના અન્ય ગ્રાઉન્ડમાં પણ મોટી સંખ્યામાં લોકો યોગ દિવસની ઉજવણી જોડાયા હતા. યોગ દિવસની ઉજવણીમાં શાળાના બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

મધ્ય પ્રદેશ માં આંદોલન બાદથી ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો લગાતાર વધતો જઈ રહ્યો છે.શુક્રવારે રાજ્યના સીલોર જીલ્લાની આસ્ઠા તાલુકામાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. ખેડૂતની ઓળખાણ ૭૫ વર્ષીય ખાજુ ખાન તરીકે થઇ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ૫૬ કલાકમાં આ ૮ માં ખેડૂતો આત્મહત્યા કરી છે.

આ પહેલા બુધવારે સાંજે પણ નર્મદા પ્રસાદ નામના ખેડૂતે હોશંગાબાદમાં પોતાનો જીવ આપ્યો છે. તેમણે બુધવારે ૫૦,૦૦૦ રૂપિયાની મગદાળ પણ વેચી હતી. પરિવારજનોનું માનીએ તો જેની પાસેથી નર્મદા પ્રસાદે લોન લીધી હતી તેઓ તેમનું ટ્રેક્ટર અને પૈસા પણ લઇ ગયા છે.

તમને જણાવી દઈએ કે, જીલ્લાના બાલાઘાટ થાણા અંતર્ગત બલ્લારપુર નિવાસી લગભગ ૪૦ થી ૪૨ વર્ષીય ખેડૂતે દેવાથી પરેશાન થઈને ઝેર ખાઈ લીધું હતું. જેનું જીલ્લા હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. જણાવવામાં આવે છે કે, ખેડૂત રમેશ બસેને પર સોસાયટીના લગભગ દોઢ થી બે લાખ રૂપિયાનું દેવું હતું. જો કે, ખેડૂત રમેશ પર આ લોન જૂની હતી, જે તેણે ખાદ્ય અને અન્ય કૃષિ જરૂરિયાતો માટે લીધી હતી.

બુધવારે સવારે ખેડૂત રમેશ પોતાના કાકા તુલસીરામના ઘરે ગયા હતા જ્યાં કાકા સાથેની ચર્ચામાં તેમણે કાકાને લોનથી પરેશાની વાત જણાવી હતી. જણાવવામાં આવ્યું છે કે, ખેડૂત પર ખેતી માટેની લોન જમા નહિ હોવાના કારણે તેને બેંકના માધ્યમથી નોટીસ આપવામાં આવી રહી હતી.

બુધવારે સવારે ખેતરેથી લગભગ ૯ વાગે જયારે તે ઘરે પરત ફર્યો તો ઘરમાં તેની હાલત બગડવાથી પરિવારજન તેને જીલ્લા હિસ્પીતાલમાં લઇને આવ્યા હતા જ્યાં ઈલાજ દરમિયાન તેનું મોત નીપજ્યું છે. કાકા તુલસીરામ અને પત્ની જાનકીબાઈએ જણાવ્યું કે, રમેશ દેવાના કારણે માનસિક રૂપે પરેશાન હતો. જેના કારણે તે દારુ પણ પીવા લાગ્યો હતો. જો કે, હજુ સુધી દેવાના કારણે ખેડૂતના મોતની પુષ્ટિ પ્રશાસને નથી કરી.

બલોલના બહુચર્ચિત કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં મહેસાણા સિવિલ સર્જનની રજૂઆતના પગલે સવારે 7 વાગ્યાથી જ સિવિલના ગેટ પર બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મહેસાણા સિવિલમાં પાટીદારો માટે ‘નો એન્ટ્રી’ના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે કેતનના પરિવારજનો છે ત્યાં પણ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને પણ સિવિલમાં અંદર જવા દીધા નહોતા.
 
સિવિલમાં ફક્ત પાંચ જ પાટીદારોને જવા દેવામાં આવ્યા છે જેમાં મૃતક કેતનના પિતા અને સંબંધીઓને જ અંદર જવાની પરમિશન આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને અંદર જવું હશે તો તેને પોતાનું આઈડેન્ટી બતાવીને જ અંદર જઈ શકે છે. જોકે પાટીદારોને અંદર જવાની પરમિશન નથી. 
 
તાજેતરમાં કેતન પટેલના થયેલ કસ્ટોડિયન ડેથની દુખદ ઘટનાને પગલે બારોટ સમાજે વખોડી કાઢી વેદના વ્યક્ત કરી હતી. પરંતુ માત્ર સમાજના એક વિશાળ સમુદાયને રાજી આખવા નાની કોમના વયો-વૃદ્ધ ફરિયાદી (ભરતભાઈ બારોટ)ને હત્યા કેસ જેવા ગંભીર ગુનામાં સંડોવી ફરિયાદ થવાની બીજી મિનિટે જ્યુડિશિયલ ઈન્કવાયરીનો રિપોર્ટ આવ્યા પહેલાં જ ધરપકડ કરવામાં આવે તે હળાહળ અન્યાય છે. આ અંગે આજે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. બારોટ સમાજે ચીમકી પણ આપી હતી અને કહ્યું હતું કે ભરત બારોટને મુક્ત નહીં કરાય તો સમાજ આંદોલન કરાશે.

ઘણાં લાંબા સમયની માંગણીને સ્વીકારાયી, ઝોન વાઈઝ અલગ અલગ ગ્રેડ

રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રવર્તી રહેલી મંદી જેવી સ્થિતિને નિવારવા માટે ઘણાં લાંબા સમયથી રાજ્યના જે તે શહેરોમાં  FSI અને GDCRને સમાન કરવા માંગણી કરવામાં આવી હતી. ત્યારે હવે સરકારે આ માંગણી સ્વીકારીને સોમવારે નવા GDCRને અમલી બનાવાયો છે. ગાંધીનગરમાં નીતિન પટેલે આ અંગે જાહેરાત કરતાં કરતાં રાજ્યમાં ઝોન વાઈઝ GDCRની જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્રમાં અલગ તો કચ્છમાં ભૂકંપ ગ્રસ્ત વિસ્તારને લઈને અલગ નિયમોની જાહેરાત કરી હતી. તો દક્ષિણ ગુજરાતમાં અલગ નિયમોની જાહેરાત કરી હતી. કોમન GDCR ગાંધીનગરને લાગુ નહી પડે. સરકારની જાહેરાતથી ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળશે. નવા GDCRને  પગલે મોટાં શહેરોમાં 22 માળની ઈમારતો બનવા લાગશે.

નવા નિયમો અંતર્ગત પછી મોટા શહેરોમાં 25 મીટર ઉંચાઈના બાંધકામને મંજૂરી આપી શકાશે. 12 થી 18 મીટરના રોડ પર 25 મીટર ઉંચાઈ રાખી શકાશે. 18 થી 40 મીટરના રોડ પર 45 મીટર ઉંચાઈનું બાંધકામ કરી શકાશે. 40 મી.થી વધુ પહોળાઈના માર્ગ પર 70 મી.ઉંચાઈના બાંધકામને મંજૂરી આપી શકાશે.

નીતિન પટેલે કરેલી જાહેરાત અંતર્ગત અનુસાર 1.8 FSI વિના મૂલ્યે મળશે. વધારાની 0.9 FSI જંત્રીના 40 ટકા રકમ ભરવાથી મળશે. આ નિયમનો લાભ અમદાવાદ, વડોદરા, સુરત અને તેના ઓથોરિટી વિસ્તારને મળશે. રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને જામનગર શહેરને પણ લાભ મળશે.

12 મી.થી ઓછી પહોળાઈ વાળા રોડ પર 15 મીટરની ઉંચાઈના બાંધકામને મંજૂરી આપવામાં આવશે. કોમન GDCR બનાવવાનું કામ ઘણા સમયથી ચાલતું હતું. તેમાં જરૂરી સુધારા વધારા કરીને તેને અમલી બનાવાયો છે. આ કાયદા અંતર્ગત FSI અને મકાનની ઉંચાઈ નક્કી કરવાનો કરાયો નિર્ણય લેવાયો છે. પહેલા શહેરો મુજબ ઉંચાઈ અને FSI અલગ અલગ હતી પણ હવે વિસંગતતાઓ દૂર કરવા નિર્ણય લેવાયો છે.

કોમન GDCR માટે રાજ્યમાં ગ્રેડેશન કરાયા છે, જે અન્વયે….
8 મનપા અને તેના ઓથોરિટી વિસ્તારમાં FSI નક્કી કરવામાં આવી છે.
ભુકંપગ્રસ્ત વિસ્તારોમાં એક ગ્રેડ જુદો પડાયો છે.
ભૂજ, ભચાઉ, અંજાર અને ગાંધીધામમાં એક ગ્રેડ જુદો પાડવામાં આવ્યો છે.
ભુકંપગ્રસ્ત વિસ્તારોમાં 10 મીટરથી વધુ ઉંચાઈને મંજૂરી નહી મળે.
ગાંધીનગર ગુડા માટે અલગ GDCR રહેશે
કોમન GDCR ગાંધીનગરને લાગુ નહી પડે.
અ અને બ વર્ગની ન.પા.ને 30 મીટર ઉંચાઈની મંજૂરી મળશે.
જે ન.પા.માં ડીપી નથી તેવી 45 ન.પામાં 16.5 મીટર ઉંચાઈની મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટ અને ભાવનગર માટે કોમન GDCR બનાવાયા છે.
અમદાવાદ, સુરત અને વડોદરાને માટે કોમન GDCR બનાવાયા છે.

આજથી રાજ્યની દરેક શાળામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. 35 દિવસના વેકેશન બાદ આજે ફરીથી શાળાઓ ખુલી રહી છે.

રાજ્યભરમાં 40 હજાર જેટલી પ્રાથમિક, 10 હજાર જેટલી માધ્યમિક જ્યારે 7 હજાર જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળા ઉનાળુ વેકેશન બાદ ફરથી શરૂ થશે.

જોકે આ વખતે ગરમીનું પ્રમાણ વધુ રહેવાથી સંચાલક મંડળ વેકેશન લંબાવવાની માગ કરી ચૂક્યુ છે. ગત વર્ષે પણ ઉનાળુ વેકેશન બાદ કેટલીક

શાળાઓએ પોતાની રીતે વેકેશન લંબાવ્યુ હતું. આ વખતે પણ શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રી તથા ગુજરાત શિક્ષણ બોર્ડને વેકેશનનો સમય ગાળો

એક સપ્તાહ સુધી વધારવા માટે રજૂઆત કરી છે.

ચાલુ વર્ષે ગરમીનો પારો 40 થી 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તેવામાં અસહ્ય ગરમીમાં વિદ્યાર્થીઓના આરોગ્ય પર આડ અસર જોવા ન મળે તે માટે

સંચાલક મંડળ વતી શિક્ષણ વિભાગને પત્ર પાઠવવમાં આવ્યો છે. ઉપરાંત ગરમીને જોતાં જે-તે શાળાઓને શાળાના સમયમાં પણ ફેરફાર કરવા માટે

છૂટછાટ આપવા માટે માંગ કરાઈ છે.

વિશ્વનો સૌથી પાવરફુલ અને સૌથી વજનવાળો ઉપગ્રહ પ્રક્ષેપણ રોકેટ જીએસએલવી માર્ક-3 આજે લોન્ચ કરાયો છે. આ શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડથી આજે સાંજે 5.28 કલાકે લોન્ચ કરાયો. આ ઐતિહાસિક પ્રક્ષેપણ ચાર ટન શ્રેણીના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવાની દિશામાં ભારત માટે નવી તકો ઉભી કરશે.  

ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. જીએસએલવી માર્ક ૩ પોતાની ઐતિહાસિક ઉડાણ ભરી હતી. જીસેટ ૧૯ નામના સંચાર ઉપગ્રહને દરિયાઇ

સપાટીથી ૩૫૭૮૫ કિમી ઉંચી જમીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ઇસરોની યોજના ૨૦૧૮માં જીસેટ ૧૧ છોડવાની છે. ત્યારબાદ ડેટાસ્પીડ ૧૪ જીબી

પ્રતિ સેકન્ડ થઇ જશે. દેશની દૂરસંચાર વ્યવસ્થામાં મોટુ પગલું રહેશે. જીએસએલવી માર્ક ૩ રોકેટનું વચન ૨૦૦ હાથીના બરોબર છે અને ઉંચાઇ ૪૩ મીટર છે.

સૌથી ભારે રોકેટ તરીકે આને ગણવામોં આવે છે જેથી આને ફેટબોય નામ અપાયું છે.તમામ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની જેના ઉપર નજર હતી તે સૌથી વધારે

વજન ધરાવનાર ૬૪૦ ટનના રોકેટ જીએસએલવી માર્ક ૩ને લોંચ કરવામાં આવ્યો છે. આ વજન આશરે ૨૦૦ હાથીના બરોબર છે. સૌથી ગૌરવની બાબત એ છે

કે, સ્વદેશી ક્રાયોજનિક એન્જિનવાળા જીએસએલવી માર્ક ૩ મારફતે ભારત અંતરિક્ષ સંશોધન સંગઠન ઇસરો પોતાની સફળતાની ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેર્યું છે. 

આ જીએસએલવી માર્ક ૩ની વિશેષતા એ છે કે, સ્વદેશી ટેકનિકથી બનાવવામાં આવ્યું છે. ૪૩.૪૩ મીટર લંબાઈ અને ૪ મીટરની પહોળાઈ ધરાવનાર આ રોકેટમાં

અત્યાધુનિક ટેકનોલોજી છે. રોકેટની સાથે છોડવામાં આવનાર દૂરસંચાર ઉપગ્રહ જીસેટ ૧૯ આશરે ૩.૨ ટન વજન ધરાવે છે. આ રોકેટથી આઠ ટન વજન ધરાવનાર

પેલોડને અર્થ પરિભ્રમણ કક્ષામાં ગોઠવી શકાય છે. જીએસએલવી માર્ક ૩ ભારતના પ્રથમ સંપૂર્ણપણે કાર્યરત રોકેટ ક્રાયોજનિક એન્જિનમાં પ્રવાહી ઓક્સિજન અને

હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોકેટ માટે ભારતે ૧૧ ફ્લાઇટ અને ૨૦૦૦થી વધારે પરીક્ષણ કર્યા છે. જીએસએલવીના ઉપરના સ્ટેજ સી ૨૫નું ઇસરોએ

૧૮મી ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે પરીક્ષણ કર્યું હતું. ચાર ટનના સેટેલાઇટને જીટીઓમાં લોન્ચિંગમાં સક્ષમ છે.જાણકાર નિષ્ણાતો માની રહ્યા છે કે, અંતરિક્ષ કાર્યક્રમમાં

માર્ક ૩ ગેમચેન્જર સાબિત થઇ શકે છે. રોકેટની સાથેસાથે સ્વદેશી ટેકનોલોજીથી ક્રાયોજનિક એન્જિન તૈયાર કરાયું છે. નવા રોકેટની સફળતાથી અંતરિક્ષમાં માનવ

મોકલવાની ક્ષમતા હાસલ થઇ શકશે. ભારત દ્વારા એક પછી એક અંતરિક્ષના ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. પ્રતિબંધથી વિકસિતને લઇને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત છે.

Archived News

.