થોડાક સમય પહેલા વિદેશમાં આવેલો ઝીકા વાયરસે હવે ભારતમાં પણ દેખા દીધી છે. જેના અનુસંધાને અમદાવાદમાં ઝીકા વાયરસનો ત્રણ કેસ નોંધાયા છે.

અને તેને કન્ફોર્મ ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કર્યું છે. જેમાં જાન્યુઆરી મહિનામાં થયેલા ગર્ભવતી મહિલાના રિપોર્ટનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત તો એ છે કે,

આ ત્રણેય કેસ અમદાવાદના બાપુનગર વિસ્તારના જ છે.

 

મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર-ગવર્મેન્ટે જણાવ્યા અનુસાર, સૌ પ્રથમ બી.જે. મેડિકલ કોલેજમાં થયેલા RT-PCR ટેસ્ટમાં આ ત્રણેય કેસ ઝીકા

 

વાયરસના હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વિરોલોજી (NIV)માં તેની તપાસ કરવામાં આવી હતી.

કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ગુપ્તચર સૂત્રોએ માહિતી આપી કે, કાશ્મીરના ત્રાલમાં હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર સબજાર અહમદ ભટ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. સબજાર આતંકવાદી બુરહાન વાની સાથે કામ કરતોહતો, અને બુરહાનના માર્યા ગયા બાદ હિજબુલની કમાન તેના જ હાથમાં હતી.

સબજારની સાથે વધુ એક આતંકી માર્યો ગયો છે, પરંતુ અત્યાર સુધી તેની ઓળખ થઈ શકી નથી. સબજાર બુરહાન વાનીની સાથે અનેક તસવીરો અને વીડિયોમાં નજર આવી ચૂક્યો છે. હાલ સેનાનું સર્ચ ઓપરેશન ચાલું છે. સબજાર પણ બુરહાનની જેમ દક્ષિણી કાશ્મીરના ત્રાલનો રહેવાસી હતો. તે અને બુરહાન બાળપણથી સારા મિત્રો હોવાનુ કહેવાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમમાં દગો મળ્યા બાદ સબજારે આતંકનો રસ્તો પકડ્યો હતો. વર્ષ 2015માં બુરહાનના ભાઈની મોત બાદ તે હિજબુલમાં સામેલ થયો હતો.

લખનૌ : ઉત્તર પ્રદેશમાં Yogi સરકારે એક વાર ફરીથી વહીવટીતંત્રમાં મોટા ફેરફાર કરતા ૨૫ આઈએએસ અધિકારીઓની એક સાથે બદલી કરી છે. તેમાં મથુરા, બરેલી, આગ્રા અને વારાણસી સહીત ૧૩ જીલ્લાના આશરે એક ડઝન જેટલા જોઈન્ટ મેજીસ્ટ્રેટને અલગ અલગ જીલ્લામાં મુખ્ય વિકાસ અધિકારીના પદ પર તૈનાત કરવામાં આવ્યા છે. તો ઘણા જીલ્લાના મુખ્ય વિકાસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

આ પ્રશાસનિક ફેરબદલમાં ફરુખાબાદના મુખ્ય વિકાસ અધિકારી નરેન્દ્ર પ્રસાદ પાંડેને અલ્પસંખ્યક કલ્યાણ વિભાગના વિશેષ સચિવ બનાવવામાં આવ્યા છે. તો આગ્રાના મુખ્ય વિકાસ અધિકારી નાગેન્દ્ર પ્રતાપને વાણિજ્ય અને મનોરંજન કર વિભાગના વિશેષ સચિવના પદ પર તૈનાત કરવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વાર છે જે જયારે વહીવટી અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

આ પહેલા ૨૬ એપ્રિલે યુપીની યોગી સરકારે વહીવટી અમલમાં ભારે ફેરબદલ કરતા ડઝન આઈએએસ અધિકારીઓની બદલી કરી હતી. યોગીરાજમાં આ સૌથી મોટો ફેરફાર હતો. જેમાં ૮૪ IAS અને ૫૪ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ સાથે જ ૯ PCS અધિકારીઓની પણ બદલી થઇ હતી. આશ્ચર્યજનક છે કે, સમાજવાદી પાર્ટીના ગઢમાં રહેલા અધિકારીઓને હટાવવામાં આવ્યા હતા.

ગુજરાતના આણંદમાં જાહેર રસ્તા ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ પાકિસ્તાન નો રાષ્ટ્રધ્વજ દોરી નાખ્યો છે. જેના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

ગુજરાતના આણંદ જિલ્લાના વડું મથક એવા આણંદ શહેરમાં આવેલી ગ્રીડ ચોકડી વિસ્તારમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા જાહેર માર્ગ (રોડ) ઉપર રાતોરાત પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ચિતરવામાં આવ્યો હતો. રાતોરાત જાહેર માર્ગ ઉપર વિશાળ એવો પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. એટલું જ નહીં સ્થાનિક લોકોમાં પણ ભારે નારાજગી પ્રસરી જવા પામી હતી.

આ ઘટના અંગેની જાણ થતા વહીવટીતંત્રમાં દોડધામ ચી જવા પામી હતી. આ ઘટનાની જન થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચીને પાકિસ્તાની ધ્વજ ઉપર ચૂનાનો કૂચડો ફેરવી દેવરાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન દ્વારા સરહદ જે રીતે ભારતીય સેનાના જવાનોને બર્બરતાપૂર્વક શહીદ કરવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં પાકિસ્તાનનો ધ્વજ રસ્તા ઉપર દોરવામાં આવ્યો હતો. જેથી લોકો પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ ઉપરથી પસાર થાય તે માટે રસ્તા પર દોરવામાં આવ્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ ઉડાન (UDAN) સ્કીમ હેઠળ શિમલાથી દિલ્હીની પહેલી ફ્લાઈટનું ઉદ્ઘાટન કરશે, UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) ની શરૂઆત ઓક્ટોબર ૨૦૧૬ માં રીઝનલ કનેક્ટિવિટી સ્કીમ (RCS) હેઠળ કરવામાં આવી હતી. આ મહત્વકાંક્ષી સ્કીમનું લક્ષ્ય હવાઈ ઉડાનને નાના શહેરો સુધી પહોંચાડવા અને વ્યાજબી બનવવાનું છે.

શિમલાથી દિલ્હી ફ્લાઈટ સિવાય પીએમ મોદી બે અને ફ્લાઈટ્સને લીલી ઝંડી બતાવશે. આ ફ્લાઈટ્સને ર ઇન્ડીયાની ક્ષેત્રીય એકમ એરલાયન્સ એર દ્વારા ઓપરેટ કરવામાં આવશે. ગયા વર્ષે ૧૫ જૂને રીલીઝ થયેલ નેશનલ સિવિલ એવિએશન પોલીસી (NCAP) નાં ઉડાન મહત્વનો હિસ્સો છે. તેના હેઠળ હવાઈ જહાજથી ૫૦૦ કિલોમીટરનાં ૧ કલાકનાં સફરની કિંમત ૨,૫૦૦ રાખવામાં આવી છે. પીએમ મોદીનાં ક્ષેત્રીય કનેક્ટિવિટીનાં વિઝનને પૂરું કરતા એવિએશન મીનીસ્ટર અશોક ગજપતિ રાજૂએ ૧૨૮ રૂટ્સ અને ૫ ઓપરેટરોને ઉડાન સ્કીમમાં સામેલ કર્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં કાયદો-વ્યવસ્થાનો ડર ન હોય તેમ માથાભારે તત્વો બેફામ અને બેખોફ થઈને ઘાતક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. આમદાવાદ પણ તેમાંથી બાકાત નથી. આ હકિકતનો પુરાવો ગત મોડી રાત્રે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ગોળીબાર ની ઘટના બની છે. જેમાં શહેરના ગોમતીપુર કામદાર મેદાન પાસે  બે ભાઈઓ ઉપર ગોળીબાર કરવાની એક ઘટના બની હતી, આ ઘટનામાં એકનું મોત નિપજ્યું છે, જયારે બીજાની હાલત ગંભીર ગણાવાય રહી છે. આ શખ્સો બંને ભાઈઓ ઉપર ફાયરિંગ કરીને નાસી ગયા હોવાની પ્રાથમિક વિગતો પોલીસને મળી છે. આ ઘટના અંગે ગોમતીપુર PI પી.બી. રણા અને ટીમે તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કામદાર મેદાન પાસે  ફાયરિંગની ઘટના બનતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક ઇસમોએ કામદાર મેદાન પાસે બેસેલા આરીફ હુસેન અને સાદીક હુસેન નામના બે સગા ભાઈઓ ઉપર ગોળીબાર કર્યું હતું. જેના કારણે બંને ભાઈઓને ફાયરિંગમાં ઈજા પામતાં વીએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યા મુજબ સાદિક હુસેનનું મૃત્યુ નિપજ્યું છે અને આરીફ હુસેનની હાલત નાજુક ગણાવાય રહી છે.

MCD માં BJP ની જીત

Wednesday, 26 April 2017 17:22 Written by
દિલ્હી કોર્પોરેશનમાં ભાજપ છેલ્લા 10 વર્ષથી સત્તામાં હતી. આ વખતે પણ જીત મેળવીને ભાજપ MCDમાં હેટ્રિક કરવા જઈ રહી છે. આ પાછળનું સૌથી મોટું કારણ મોદી લહેર જણાવવામાં આવી રહી છે. યુપીમાં થયેલી ઐતિહાસિક જીત બાદ એમસીડી ચૂંટણીમાં પણ ભાજપે ફરી એક વખત મેદાન મારી લીધું છે.  આજે જાહેર થયેલા દિલ્હી કોર્પોરેશનના પરિણામો આપની અપેક્ષા મુજબ રહ્યા નથી. આ પરિણામોને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આપ માટે ફટકો માનવામાં આવી રહ્યો છે. 
મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે અમદાવાદ, સુરત સહિત ઘણી કોર્પોરેશન ચૂંટણીમાં નો રિપિટ થીયરી અપનાવી હતી. દિલ્હીમાં પણ ભાજપે આ મોડલ અપનાવ્યું. જૂના નગરસેવકોની ટિકિટ કાપીને બીજેપીએ સત્તામાં રહેવાની સાઈડ ઈફેક્ટને ખતમ કરી દીધી અને નવા ચહેરા ઉતાર્યા. ભાજપનો આ દાવ સફળ રહ્યો.ભારતીય જનતા પાર્ટીએ એમસીડીમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે માઇક્રો પ્લાનિંગ કર્યું. જે મુજબ મનોજ તિવારી, રવિ કિશન સહિત કેન્દ્રીય નેતાઓ અને ધારાસભ્યોની ફોજે ત્રણ હજારથી વધારે જનસભા કરીને મોદી સરકારના કામકાજ વર્ણવીને લોકોને બીજેપીની તરફેણમાં મત આપવા કન્વીન્સ કર્યા.

ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે દેશના ગ્રોથ એન્જીન બની રહેલા ગુજરાતના ચાલકબળ MSME-સુક્ષ્મ લઘુ મધ્યમ કદના ઉદ્યોગોને વ્યાપક ફલક આપી બળવત્તર બનાવવા એક હજાર કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે.તેમણે કહ્યું કે, આવા ઉદ્યોગોનો વ્યવસાય-રોજગાર ફલક વિસ્તારવા સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ સાથે આધુનિક GIDCનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી રાજકોટમાં લઘુ ઉદ્યોગ ભારતી આયોજિત ઇન્ડીયા ઇન્ડસ્ટ્રીયલ ફેરને ખૂલ્લો મૂકવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યુ કે, વેપાર-ઉદ્યોગ-રોજગાર ક્ષેત્રે ગુજરાતીઓ દેશ અને દુનિયામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. ગુજરાતીઓના લોહીમાં જ વેપાર વણજ વણાયેલા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્ટાર્ટ અપ અને મેઇક ઇન ઇન્ડીયા, ડીઝીટલ ઇન્ડિયા, તથા સ્કીલ ઇન્ડિયા જેવા ખુબજ હેતુપુર્ણ કાર્યક્રમોને અપનાવી રાજયના ઉધોગકારો ગુણવત્તાસભર ઉત્પાદનને ઘરઆંગણે તૈયાર કરી નિકાસલક્ષી દ્રષ્ટ્રીકોણ અપનાવે જે વિદેશ હૂંડીયામણમાં વધારો કરવા સાથે રોજગારીનું નિમાર્ણ અને દેશ સ્વાવલંબન કેળવવામાં ઉપયોગી સાબીત થશે. તેમ પણ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્રએ લધુ અને મધ્યમ કદના ઉધોગમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. રાજકોટના કિચનવેર, ફાઉન્ડ્રી, મશીન ટુલ્સ અને ફર્નિચર સહિતના ઉધોગો, મોરબીનો ટાઇલ્સ અને ધડિયાળ તેમજ ઇલેકટ્રોનીક ઉત્પાદન, અલંગનો શિપ બ્રેકિંગ ઉધોગ તથા જામનગરના બ્રાસપાર્ટના ઉધોગોએ આમ દરેક જિલ્લાઓની ઔધોગીકક્ષેત્રે આગવી ઓળખ છે. ગુજરાતે લઘુ ઉધોગક્ષેત્રે હરણફાળ ભરી અન્ય દેશોની હરિફાઇમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત અને ભારત દેશનું નામ વિશ્વભરમાં ગુંજતુ કર્યુ છે. આ ઔદ્યોગિક તેનો લઘુ ઉદ્યોગોનો કુંભમેળો છે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

નવી દિલ્હી :માલે ગાઉં  કેસમાં બોમ્બે હાઈકોર્ટે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને પાંચ લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપી દીધા છે. પરંતુ કર્નલ પ્રસાદ પુરોહિતની અરજી ફગાવી દીધી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, સાધ્વી પોતાનો પાસપોર્ટ જમા કરાવી દે. આ સાથે જ તેમને તપાસ દરમિયાન પૂર્ણ સહયોગ અને સાક્ષીઓને પ્રભાવિત નહિ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સુત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર, બોમ્બે હાઈકોર્ટમાં માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતના જામીન પર મંગળવારે સુનાવણી થઇ. આ દરમિયાન હાઈકોર્ટે સાધ્વી પ્રજ્ઞાને શરતી જામીન આપી દીધા છે, પરંતુ કર્નલ પુરોહિતની અરજી ફગાવી દીધી છે. ૨૮ જુને એનઆઈએની સ્પેશીયલ કોર્ટે બંને જામીન અરજી ફગાવી દીધી છે. ૨૮ જુને એનઆઈએની સ્પેશીયલ કોર્ટે બંને જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.

આ પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૮ થી માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપીને ન્યાયિક હિરાસતમાં રાખવાની જરૂર નથી. જસ્ટીસ આર.કે.અગ્રવાલ અને જસ્ટીસ એ.એમ. સપ્રેની પીઠને એનઆઈએ ના વકીલે કહ્યું હતું કે, આ મામલે આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું છે. આરોપ લગાવવા પર દલીલ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ માં મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલ બ્લાસ્ટમાં ૬ લોકો માર્યા ગયા હતા જયારે ૭૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે નોંધવામાં આવેલ ચાર્જશીટમાં ૧૪ આરોપીઓના નામ હતા. બ્લાસ્ટ માટે આરડીએક્સ આપવા અને સાજીશ રચવાના આરોપમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પ્રસાદ પુરોહિતની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મિરકોટ ગામે પ્રાથમિક શાળાના ઓરડાની દિવાલ ધસી પડતાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓના થયેલા અપમૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી દિલસોજી પાઠવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવીને આજે સવારે થયેલી આ દુર્ઘટનામાં મધ્યાહન ભોજનના રસોઇયા બહેન અને શાળાના બે બાળકોના સ્થળ પર જ થયેલા મૃત્યુના કિસ્સામાં મૃતકોને રૂા.ચાર લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી નિયમાનુસારની સહાય આપવાની જાહેરાત પણ કરી છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની તલસ્પર્શી ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપવા સાથે કસુરવારોને સખત સજા કરવાની પણ તંત્રવાહકોને સૂચના આપી છે.

આ દુર્ઘટનામાં ઇજા પામેલા અન્ય ચાર વ્યક્તિઓની સારવારનો પ્રબંધ પણ રાજ્ય સરકાર દ્વારા થાય તે માટે જિલ્લા તંત્રને મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે.

Archived News

.