જૂન માસમાં ટ્રેન સંલગ્ન બધા જ પ્રશ્નોનો ઉત્તર એક મેગા એપ દ્વારા મળી શકશે, જેનું નામ ‘હિન્દ રેલ’ રાખવામાં આવી શકે છે. આ મેગા એપ માં રેલવેના અત્યાર સુધીના તમામ એપનો સમાવેશ કરી દેવામાં આવશે. ભારતીય રેલ એક એવું નવી એપ બનાવવા જઈ રહી છે, જેમાં ટ્રેનોના આવવાની, જવાની, મોડી પાડવા અંગેની, રદ થવા અંગેની, પ્લેટફોર્મ નંબર, રનિંગ સ્ટેટ્સ અને સીટની ઉપલબ્ધતા અંગેની સંપૂર્ણ માહિતી આપશે.

આ ઉપરાંત તેનાથી ટેક્સી, લાવવા લઈ જવાની સુવિધા, રિટાયરિંગ રૂમ, હોટલ, ટૂર પેકેજ, ઈ-કેટરિંગ અને યાત્રાની સાથે જોડાયેલી જરૂરિયાતોને પણ પૂરી કરી શકાશે. રેલવે આ બધી સુવિધાઓ સર્વિસ પ્રોવાઇડર્સની સાથે રેવન્યુ ઓડિટ મોડલના રૂપમાં પૂરી પાડવામાં આવશે. રેલવેની પાસે ટ્રેનની સાથે જોડાયેલી ભરોસામંદ માહિતીઓ નહિ મળવાથી યાત્રિકોની ફરિયાદોનો ઢગલો થાય છે, મોટા ભાગે ટ્રેનો મોડી પડવાના સંદર્ભમાં જ હોય છે.

રેલવે બોર્ડના સદસ્ય મોહમ્મદ જમશેદે સ્વીકાર્યું છે કે ટ્રેનોના મોડા પડવા અંગેની સચોટ માહિતીઓ આપવાની સમસ્યા છે. પરંતુ હવે નવી એપ આ મુદ્દાઓનો ઉકેલ લાવવી શકશે. તેમણે કહ્યું કે નવી એપ જૂનમાં લોન્ચ કરવામાં આવશે જે ન ફક્ત માહિતીઓ આપશે પરંતુ તેના દ્વારા ટ્રેનો ઉપર પણ નજર રાખી શકાશે.

૧લી મેના રોજ ગુજરાત ના સ્થાપના દિન અગાઉ અમદાવાદના આંગણે આજથી સાત દિવસ સુધી વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો પૈકી મુખ્ય કાર્યક્રમો સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજવામાં આવશે.શહેરના મેયર દ્વારા આ કાર્યક્રમોનો આરંભ કરાવવામાં આવશે. આ ઉપરાંત રૂપિયા ૧૫૦૦ ઉપરાંતના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપુજન પણ આ દિવસો દરમ્યાન કરવામાં આવનાર છે.

ગુજરાતના સ્થાપના દિન ૧લી મેના રોજ રીવરફ્રન્ટ ખાતે લેસર-શો અને કાંકરીયા લેકફ્રન્ટ ખાતે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે.આ અંગેની વિગત એવી છે કે,૧ લી મેના રોજ આવી રહેલા રાજયના સ્થાપનાદિનને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ વખત નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં ૩૦૦ જેટલા નૌકા સ્પર્ધકો ભાગ લેવાના છે.આ સાથે જ શહેરના આશ્રમરોડ ઉપર આવેલા વલ્લભસદન ખાતેથી નાઈટ મેરેથોન સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં ૨૪ એપ્રિલથી લઈને ૧ લી મે સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા ૧૫૦૦ કરોડથી પણ વધુની કીંમતના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ આ દિવસો દરમ્યાન વિવિધ સ્થળોએ કરવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ ફાયર વિભાગ દ્વારા શહેરના રીવરફ્રન્ટ ખાતે આવેલી ઝીપલાઈન ખાતે સૌ પ્રથમ વખત લોકોને આગ અને અકસ્માત જેવી દુર્ઘટનાઓ સામે કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે જાગૃત કરવા માટે ઝીપલાઈન ખાતે સતત સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવશે.

 

કાશ્મીર ઘાટીમાં બગડતી પરિસ્થિતિ અને સુરક્ષા એજન્સીઓને મળેલ એલર્ટ બાદ રાજ્ય સરકારે કાશ્મીર માં પૂર્ણ રીતે ફેસબુક અને વોટ્સએપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, સોશિયલ મીડિયા દ્વારા કાશ્મીરીઓને ભડકાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સુરક્ષા એજન્સીઓ અનુસાર, આતંકવાદીઓની નજર હવે સ્કૂલો-કોલેજોના છાત્રો પર છે. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ઘાટીની પરિસ્થિતિ બગાડવાના પ્રયત્નોમાં વ્યસ્ત છે.તમને જણાવી દઈએ કે, ૯ એપ્રિલે શ્રીનગર, બડગામ અને ગાંદેરબલમાં પેટાચૂંટણી દરમિયાન હિંસક અથડામણ થઇ હતી. ત્યારબાદ ઘણા વિસ્તારોમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. શ્રીનગર સહીત ઘણા વિસ્તારોમાં સોમવારે સુરક્ષાબળો પર પથ્થરમારાના મામલા સામે આવ્યા હતા. ત્યારબાદ ઘણી જગ્યાઓ પર સુરક્ષાબળોએ ભીડને હટાવવા માટે કાર્યવાહી પણ કરી હતી. જ્યાર્બાદ અલગાવવાડીઓએ ઘણી જગ્યાએ પથ્થરમારા માટે કોલેજ છાત્રોને આગળ કર્યા. આ દરમિયાન કાશ્મીરમાં દરેક શાળા-કોલેજોને બંધ કરવાનો પ્રશાસને આદેશ આપ્યો છે અને ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.કાશ્મીર ઘાટીમાં ભારત સંચાર નિગમ લીમીટેડ સહીત દરેક સેલુલર કંપનીઓના મોબાઈલ ઇન્ટરનેટ સેવા છેલ્લા છ દિવસથી બંધ છે. તેને ગુરુવારે પણ જારી રાખવામાં આવ્યો છે. જો કે, છેલ્લા શનિવારે પોલીસ કાર્યવાહીમાં પુલવામામાં ૬૦ થી વધુ છાત્ર ઘાયલ થઇ ગયા હતા. જ્યારબાદ ઘાટીની પરિસ્થિતિ બગડેલી છે.

ભારતીય ચુંટણી પંચને જુલાઈ માસ સુધીમાં નવા ૩૦ હજાર પેપર ટ્રેલ મશીન (VVPAT)નો જથ્થો મળશે. જેનો ઉપયોગ ગુજરાત અને હિમાચલ પ્રદેશની આગામી વિધાનસભા ચુંટણી કરવામાં આવશે.આ અંગે જણાવતા ચુંટણી પંચે કહ્યું છે કે તેમની પાસે અત્યારે ૫૩,૫૦૦ પેપર ટ્રેલ મશીન છે. જયારે આગામી ત્રણ માસમાં બીજા ૩૦,૦૦૦ પેપર ટ્રેલ મશીનનો જથ્થો તેમને મળશે. જેના લીધે તેમની પાસે કુલ ૮૪,૦૦૦ મશીનનો જથ્થો રહેશે. જે મશીન ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચુંટણીઓ માટે પર્યાપ્ત છે.

જો કે આ અંગેની જાહેરાત ચુંટણીની તારીખની જાહેરાત વખતે કરવામાં આવશે.જેમાં ગુજરાતમાં આ જ વર્ષના અંતમાં અને હિમાચલમાં પણ આ જ વર્ષે ચુંટણી યોજવાની શક્યતા છે. ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા અને હિમાચલમાં ૬૮ વિધાનસભા માટે ચુંટણી યોજાવાની છે.

ઉલ્લેખનીય છે કે કેબિનેટ એ આવનાર ચૂંટણીમાં ઉપયોગ માટે પેપર ટ્રેલ મશીનોની ખરીદીમાં ચૂંટણી આયોગના પ્રસ્તાવને આજે મંજુરી આપી દીધી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જયારે વિપક્ષી દળો તરફથી આવનાર દરેક ચૂંટણીમાં ઈવીએમ સાથે પેપર ટ્રેલ મશીનના ઉપયોગની માંગણી તેજ થઇ રહી છે કેમ કે આ વિષેની શંકાને દુર કરવામાં આવી શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેબીનેટની બેઠકમાં સંક્ષિપ્ત ચર્ચા બાદ વીવીપીએટી યુનિટોના ખરીદીના પ્રસ્તાવને મંજુરી આપી છે.
ચૂંટણી આયોગે દેશના દરેક મતદાન કેન્દ્રો માટે ૧૬ લાખથી વધારે પેપર ટ્રેલ મશીનોની ખરીદી માટે ૩૧૭૪ કરોડ રૂપિયા માંગ્યા છે.

નવી દિલ્હી : બાબરી મસ્જીદ વિધ્વંસ મામલે મોટા નેતાઓ પર સાજીશનો કેસ ચલાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટ આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બાબરી મસ્જીદ વિધ્વંસ મામલે સુપ્રીમ કોર્ટે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહીત અજાણ્યા કારસેવકો વિરુદ્ધ બે અલગ અલગ કેસની સંયુક્ત સુનાવણીનો આદેશ આપ્યો છે.

જો કે, રાજસ્થાનના રાજ્યપાલ હોવાના કારણે કલ્યાણ સિંહને બંધારણીય છૂટ મળી છે અને તેમના કાર્યાલય છોડ્યા બાદ જ તેમના વિરુદ્ધ કેસ ચલાવવામાં આવી શકે છે. કોર્ટના નિર્ણય પર કોંગ્રેસ નેતા રાશિદ અલ્બીએ કહ્યું કે, તે અદાલતના નિર્ણયનું સમ્માન કરે છે. અલ્બીએ કહ્યું કે, કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી અને રાજ્યપાલ કલ્યાણ સિંહે રાજીનામું આપી દેવું જોઈએ, ગુનેગાર છે તો તેમને પણ સજા મળવી જોઈએ.

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતીશું કે કેમ તેવો ભય ભાજપમાં ફેલાયો હોવાથી કોંગ્રેસના 20 ધારાસભ્યનું હોર્સટ્રેડિંગ કરવા માગે છે તેવો આક્ષેપ વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામત સાથે આ મુદ્દે જ સોમવારે મારા બંગલે બેઠક બોલાવાઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ફેસ તમે રહેશો કે કેમ? તમને સ્વતંત્ર જવાબદારી સોંપવાની માગણી સોમવારે મળેલી કામત સાથેની બેઠકમાં થઈ હતી? તેવા પ્રશ્નોનો વાઘેલાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
 
 
તેમણે કહ્યું હતું કે ધારાસભ્યોને ધમકાવી, દબાવીને ભાજપ તેમના પક્ષમાં ખેંચવા માગતો હોવાથી આ મુદ્દે પ્રભારી કામત સાથે વાટાઘાટો થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાત બાબતે તેમણે કહ્યું હતું કે અગાઉ સુરતમાં પાટીદારોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું અપમાન કર્યું હોવાથી તેમને દેખાડી દેવા માટેનો વડાપ્રધાનનો આ તાયફો હતો. વડાપ્રધાન કોઈ પણ રાજ્યમાં ચૂંટણી આવે એટલે તરત જ પહોંચી જાય છે અને પ્રજાને ભરમાવે છે.
વડાપ્રધાનની ગુજરાત મુલાકાત ચૂંટણીલક્ષી અને વાતોના વાયદા જ છે. ઉદ્યોગપતિઓ પર દબાણ લાવીને કરોડો રૂપિયાનું આંધણ કરીને પોતાનો રોડ શોનો શોખ પૂરો કર્યો છે. વાઘેલાએ સૌની યોજના વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી વખતે બોટાદના કૃષ્ણસાગરમાં પાણી ભરાશે અને પાણીના ફુવારા ઉડશે, તેવી વાહિયાત વાત કરી હતી.

ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગના રાજ્યોમાં જબરદસ્ત ગરમી પડી રહી છે. રાજસ્થાન ના ગંગાનગરમાં દિવસનું તાપમાન ૪૬.૮ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોચી ગયું છે, તો બીજી બાજુ રાજસ્થાન ના ચુરુમાં પારો ૪૬ ડીગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ ભીષણ ગરમી પડી રહી છે. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં દિવસનું તાપમાન ૪૫.૯ ડીગ્રી સુધી પહોચી ગયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેદાની અને રેગિસ્તાની વિસ્તારોમાં હીટ વેવ ચાલવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના નીચલા વિસ્તારો અને હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓ પર પણ ભીષણ હિત વેવનું અનુમાન છે. રાજસ્થાનના પશ્ચિમી અને પૂર્વી બંને વિસ્તારોમાં જબરદસ્ત ગરમી પડી રહી છે. પંજાબના મોટાભાગના હિસ્સામાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. આ ઉપરાંત તટીય તમિલનાડુ, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, મહારાષ્ટ્રના વિદર્ભ, તેલંગાના અને દક્ષીણ તટીય આંધ્રપ્રદેશમાં ઘણી જગ્યાઓ પર કાળઝાળ ગરમી પડી રહી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, ૨૨ એપ્રિલ બાદ ઉત્તર ભારત અને પૂર્વી ભારતમાં હવાઓની દિશા બદલાશે. બંગાળની ખાડી પરથી આવનાર હવાના કારણે પૂર્વોત્તર ભારત સાથે પૂર્વી ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધી જશે. આ સાથે પૂર્વોત્તર ભારતથી લઈને કાશ્મીર સુધીના હિમાલયમાં ૨૨ એપ્રિલથી લઈને ૨૬ એપ્રિલ સુધી મોસમની ગતિવિધિઓ વધી જશે. ઘણી જગ્યાઓ પર વરસાદની શક્યતા પણ બની રહેશે.

ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તા.15ના રોજ રાજ્યના તમામ જિલ્લાના ડીઇઓને પરિપત્ર પાઠવ્યો છે. જેમાં આગામી માર્ચ 2018માં લેવાનાર ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે તે રીતે લેવાશે. તેમજ જે તે વિજ્ઞાનપ્રવાહની શાળા (School) દ્વારા પ્રાયોગિક પરીક્ષાના માર્ક્સ મૂકીને બોર્ડને મોકલવામાં આવતા હતા તેને બંધ કરવામાં આવ્યા છે તેમ પણ જણાવ્યું છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધી ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાનપ્રવાહ (સાયન્સ) માટે સેમેસ્ટર સિસ્ટમ અપનાવવામાં આવેલી હતી. જેના કારણે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહની School ને પ્રાયોગિક પરીક્ષા લેવાની સત્તા આપવામાં આવી હતી. જેના અંતર્ગત શાળાઓ (school) પોતાની શાળાના ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહના ચાર સેમેસ્ટરની પ્રાયોગિક પરીક્ષાના માર્ક્સ આપીને તેને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલી આપવાના રહેતા હતા.

પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ NEET ની પરીક્ષા માટે માત્ર ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહના જ માર્ક્સ ધ્યાનમાં લેવામાં આવશે તેમ નક્કી કરાયું છે. જેના કારણે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની વિજ્ઞાનપ્રવાહની શાળાઓમાં સેમેસ્ટર સિસ્ટમ ચાલતી હતી તેને બંધ કરવામાં આવી છે. આથી હવે વિજ્ઞાનપ્રવાહની જે તે શાળાઓ સેમેસ્ટરની પ્રાયોગિક પરીક્ષાઓ લઈને તેના માર્ક્સ બોર્ડને મોકલવામાં આવતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના NEET અંગેના આદેશ પછી સેમેસ્ટર સિસ્ટમને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દૂર કરવામાં આવી છે. જેના કારણે હવે જે તે શાળાઓએ પ્રાયોગિક પરીક્ષા લેવાની રહેશે નહિ, તેમજ તેના માર્ક્સ મૂકીને બોર્ડને મોકલવાની જરૂરિયાત રહેશે નહિ. જેથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ દ્વારા આ મામલે રાજ્યના તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણાધિકારીઓને એક પરિપત્ર મોકલી આપ્યો છે.

નવી E-Visa વ્યવસ્થા તા. 1 એપ્રિલ 2017થી અમલમાં આવી છે. તેનાથી દુનિયાના 161 દેશોમાં અને ભારતમાં મુલાકાતનું આયોજન કરી રહેલા લોકોમાં આનંદની લાગણી પેદા થઈ છે. ઓનલાઈન અરજી કરવાનો ગાળો અને ભારતમાં રોકાવાનો ગાળો પણ સમાંતર રીતે વિસ્તારવામાં આવ્યો છે. ભારતના ડિપલોમેટિક મિશન દ્વારા વિઝા આપવાની પરંપરાગત પ્રથા પણ ચાલુ રાખવામાં આવી છે.

ઈ-વિઝા વ્યવસ્થા હકીકતમાં છેલ્લા સાત વર્ષથી ચાલુ કરવામાં આવી છે. 2010ના નવા વર્ષના દિવસે પ્રવાસીઓ માટે વિઝા ઓન એરાઈવલ (TVOA)ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જાપાન, સિંગાપુર, ફિનલેન્ડ, લકઝમબર્ગ અને ન્યૂઝીલેન્ડ જેવા પાંચ દેશ માટે મર્યાદિત રહે તે પ્રકારે શરૂ કરવામાં આવી હતી. એ વર્ષે સરકારે આ યોજના કંબોડિયા, લાઓસ, વિયેતનામ, ધ ફિલિપાઈન્સ, મ્યાનમાર અને ઈન્ડિનેશિયાના નાગરિકો માટે વિસ્તારી હતી.

કેન્દ્રમાં નવી સરકાર આવી તે પછી આ પ્રથાને વેગ મળ્યો હતો. ભારત આવતા પ્રવાસીઓ અપાર અનુભવ હાંસલ કરી શકે તે માટે ટુરિસ્ટ વિઝા ઓન એરાઈવલ (TVOA)ની સુવિધા સાથે ઈલેકટ્રોનિક ટ્રાવેલ વિઝા ઓથોરાઈઝેશન (ETA)નો તા. 27 સપ્ટેમ્બર, 2014થી પ્રારંભ કરવામાં આવ્યો. ટુરિસ્ટ વિઝા ઓન એરાઈવલ અને ઈલેકટ્રોનિક ટ્રાવેલ વિઝા ઓથોરાઈઝેશનો હેતુ અને વ્યાપ અલગ અલગ હતો. ભારતમાં 43 દેશોમાંથી પ્રવેશતા લોકોને 9 નિર્ધારિત એરપોર્ટ પરથી ઓનલાઈન પ્રિ-ઓથોરાઈઝેશન આપવામાં આવતું હતું. આ લોકો વિઝા માટે indiavisaonline.gov.in વેબસાઈટ ઉપર અરજી કરી શકે છે. તેમને આગમન પછી વિઝા સુપ્રત કરવામાં આવે છે. આ વિઝા એક વખત પ્રવેશ માટે હોય છે અને તે 30 દિવસ સુધી માન્ય ગણાય છે.

પીએમ મોદી ગુજરાતની બે દિવસીય યાત્રા પર છે અને આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે પીએમ મોદી આજે એક પછી એક કાર્યક્રમમાં સામેલ થઇ રહ્યા છે. આજે સવારે અત્યાધુનિક કિરણ હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ મોદીએ ડાયમંડ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે અને હવે મોદી હેલિકોપ્ટર દ્વારા તાપી ના બાજીપુરા ખાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ બાજીપુરા ખાતે સુમુલ ડેરી કેટલ ફીડ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે. કેટલ ફીડ પ્લાન્ટ ૧૫૮ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. દરરોજ 500 મેટ્રીકટન સુમુલ દાણનું ઉત્પાદન થાય છે.

જો કે, પીએમ મોદી બાજીપુરા પહોચતાની સાથે જ મહિલાઓએ માનવસાંકળ રચીને મોદીનું સ્વાગત કર્યું છે. ત્યારબાદ પીએમ મોદીએ સુમુલ પ્લાન્ટના નક્શાનું નિરીક્ષણ કર્યું. હવે સુમુલમાં આઇસ્ક્રીમ અને કેટલ ફીડનું પ્રોડક્શન કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આદિવાસી વિસ્તારમાં સુમુલનો પ્લાન્ટ એક આશાનું કિરણ છે. જેનાથી દુધવાળા પશુઓને એક સમતોલ આહાર મળશે અને આંતર માળખાકીય સુવિધા પણ મળશે. જ જો કે, સુમુલમાં હાલમાં 1 હજાર 150 દૂધમંડળીઓ છે. પીએમ મોદીએ સુમુલના ચેરમેન રાજેશ પાઠક પાસેથી આ પ્લાન્ટ વિશેની માહિતી લીધી છે.

Archived News

.