ઓડીસાના ભુવનેશ્વર ખાતે આવતીકાલને તા. ૧૫ એપ્રિલથી BJP ની રાષ્ટ્રીય કારોબારીની બે દિવસીય બેઠકનો પ્રારંભ થઈ રહ્યો છે. આ બેઠકમાં ગુજરાતમાંથી મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રૂપાલા, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના સાત આગેવાનો ભાગ લેવા જશે.

ગુજરાત BJP ના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિતના ચાર રાજયોમાં ભાજપનું શાસન સ્થપાયું છે. આ પાંચ રાજયોનાં ચૂંટણી પરિણામો પછી પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી તા.૧૫ અને ૧૬ એપ્રિલે ભુવનેશ્વર, ઓરીસ્સા ખાતે મળનાર છે.

BJP ની આ રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા અને સાંસદસભ્ય ડૉ.કિરીટ સોલંકી વગેરે ઉપસ્થિતિ રહેશે.

ગુજરાતભરના પીડિત ખેડૂતોને એકત્રિત કરી ૧ મે ગુજરાત સ્થાપના દિવસથી આમ આદમી પાર્ટી ખેડૂત સત્યાગ્રહ શરુ કરશે.આપ ખેડૂત સંગઠન દ્વારા ૧૫ થી ૩૦ એપ્રિલ લોકસભા દીઠ ખેડૂત આગેવાનોની બેઠકોનું આયોજન કરશે.

પત્રકાર પરિષદને સંબોધતા ખેડૂત સંગઠનના પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં સરકારે જેટલા જુલમ કર્યા તે ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાય અને અત્યાચાર સામે કશું જ નથી. સરકાર જેટલા જુલ્મ કરવા હોય કરી લે રાજ્યના ખેડૂતોની સમસ્યાનું જ્યાં સુધી સમાધાન ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

ગુજરાતભરના પીડિત ખેડૂતોને 1 મેં થી શરુ થઇ રહેલા સત્યાગ્રહ થી અવગત કરવા,નિમંત્રિત કરવા ખેડૂત સંગઠન દ્વારા 15 એપ્રિલ થી 30 એપ્રિલ ગુજરાતની તમામ લોકસભા બેઠકો ઉપર ખેડૂત સંગઠનના આગેવાનોની બેઠકો યોજાશે. ખેડૂત સંગઠનના પ્રમુખ રાજેશ પટેલ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત બેઠકો સંબોધશે, સેક્રેટરી અતુલ શેખડા સૌરાષ્ટ્ર ઝોન,ઉપપ્રમુખ કરસન પટેલ ઉત્તર ગુજરાત ઝોનમાં બેઠકો યોજશે. 1 મેં થી શરુ થઈ રહેલું આંદોલન જ્યાં સુધી ખેડૂતોની સાતે માંગોનું સમાધાન નહીં આવે ત્યાં સુધી ચાલુ રહેશે

નોટબંધીથી લોકોને સૌથી વધારે સમસ્યા જૂની નોટો  ને બદલવાની હતી. જૂની નોટો બદલવાના ૫૦ દિવસ દરમિયાન બેંકોમાં લાંબી કતારો, મોડી રાત સુધી ATM આગળ ભીડ અને સવારે બેંક ખુલે તે પહેલા પણ લોકોની ઘણી જ ભીડ બેંકો આગળ જોવા મળતી હતી. છતાં તમારી પાસે હજુ પણ ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની જૂની નોટો છે. તો તમારા માટે એક સારી ખબર છે. ખબરો મુજબ, જુલાઈનાં અંતિમ સપ્તાહ સુધી સુપ્રીમ કોર્ટનો આ વિષય પર નિર્ણય આવી શકે છે. જ્યાર બાદ લોકોને નોટ બદલવાનો એક વધુ મોકો મળી જશે.
સુપ્રીમ કોર્ટ ઉનાળું વેકેશન બાદ એટલે કે, જુલાઈમાં નક્કી કરશે કે જે લોકો કોઈ યોગ્ય કારણનાં લીધે જૂની નોટ બદલી શક્યા નથી. શું તે લોકોને સરકારે બીજો મોકો આપવો જોઈએ કે નહી. ખુશીની વાત તે છે કે, સુપ્રીમ કોર્ટે તે સ્પષ્ટ કર્યું છે કે, જો એવો કોઈ નિર્ણય લેવામાં આવે છે તો તે બધા માટે હશે.

પ્રિન્ટ મીડિયામાં અગ્રેસર એવા દૈનિક ભાસ્કર જૂથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલનું આજે અમદાવાદ ખાતે નિધન થયું છે. આજે સવારે દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર જ હૃદયરોગનો હુમલો આવતાં તેમને તાત્કાલિક એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે 9:20ની ફ્લાઈટમાં દિલ્હીથી નીકળેલા રમેશચંદ્ર અગ્રવાલ 11 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતાં.

રમેશચંદ્ર અગ્રવાલના નિધન થતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્ય કક્ષાના મંત્રી નિર્મલાબેન વાઘવાણી અને સીએમ કાર્યાલયના સચિવ કે. કૈલાશનાથને એપોલો હોસ્પિટલ પહોંચીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

દેશભરમાં હનુમાન જયંતિનો મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. આ દિવસે પૂજા, અભિષેક અને દાન કરીને હનુમાનજીને પ્રસન્ન કરી શકાય છે. દેશભરમાં હનુમાન મંદિરોમાં અભિષેક, નવગ્રહ શાંતિ પાઠ વગેરેનું આયોજન કરાયું છે.

આજે પણ દેશભરમાં હનુમાનભક્તો હનુમાનજીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે તેમની જયંતીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. ભગવાન શ્રી રામની સફળતાઓમાં મારૂતિનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જ્યારે તેઓ જીવનનાં સૌથી મોટા વિ૫ત્તિ કાળમાં હતા.

જો કે, હનુમાનજી ભગવાન શંકરનાં ૧૧મા અવતાર હતા અને બ્રહ્મચારી હતા. કળિયુગમાં હનુમાનજીની ઉપાસના સૌથી શ્રેષ્ઠ ફળ આપનારી માનવામાં આવે છે. હનુમાનજીનું પૂજન દરેક દુઃખોને દૂર કરે છે.

હનુમાનજીનું ચરિત્ર પરમ પવિત્ર અને મધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે. હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તે “શંકર સુવન” “વાયુપુત્ર” અને “કેશરી નંદન” પણ કહેવાય છે. અર્થાત –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે. આ રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક કથાઓ પુરાણોમાં જોવા મળે છે, કલ્પ ભેદથી દરેક સત્ય છે.

ગુજરાત માં આજે ૧૫૫૭ ગ્રામ પંચાયતની ચુંટણીના પરિણામ જાહેર થશે.જે માટેની મતગણતરી હાથ ધરવામાં આવી છે.ચુંટણી પંચે કુલ ૧૮૨૮ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર કરી હતી. જેમાંથી ૩૩૭ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી.જયારે બાકીની પંચાયતોમાં ૮ એપ્રિલના રોજ યોજાયેલી ચુંટણીમાં સરેરાશ ૮૦ ટકા મતદાન નોંધાયું હતું. આ મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું.

ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં ગ્રામ પંચાયતની આ બીજી મોટી ચુંટણી યોજાય હતી. જેનું આજે પરિણામ છે. આ મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. આ તમામ ચુંટણીમાં ઇવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ચુંટણીઓ પક્ષીય ધોરણે કરવામાં આવતી નથી. ચુંટણી પ્રક્રિયા દરમ્યાન આણંદ, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, ભરૂચ,વડોદરા, જુનાગઠ ,ગાંધીનગર અને બનાસકાંઠા જીલ્લાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ ચુંટણી પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, “વાદ નહિં, વિવાદ નહિં, માત્ર સંવાદ સાથે વિકાસ” ના મંત્રને સાકાર કરતી રાજ્ય સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ રાજ્યમાં આગામી એપ્રિલ માસમાં યોજાનાર પંચાયતોની ચુંટણીઓ પૈકી ૩૩૭ પંચાયતો સમરસ જાહેર થઇ છે.

કાંગ્રેસ દ્વાર નવા કાર્યાલયની લાંબા સમયથી થતી માંગણી આજે સંતોષાતા, ગુજરાતમાં વહેલી ચુંટણીના ભણકારા વચ્ચે, લાલ દરવાજા વિસ્તારમાં

અમદાવાદ શહેર કાંગ્રેસ સમિતિના નવા કાર્યાલયને ખુલ્લુ મુકાયું હતું. ગુજરાત પ્રદેશ કાંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અને વિધાનસભા

વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલાની હાજરીમાં કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું. ભરતસિંહે નવું કાર્યાલય ફળદાયી નિવડશે તેવી આશા વ્યક્ત કરી

તો શંકરસિંહે એક થઇને ચુંટણી લડવાની અપીલ કરી. સાથો સાથ કહ્યું કે ભાજપને હવે સબક શિખવાડવાની જરૂર છે. સાથોસાથ બાપુએ એમ પણ કહ્યું કે

ચૂંટણી ગમે ત્યારે આવે આ વખતે કોંગ્રેસ આવે છે.

 

સંસ્થા કાંગ્રેસ અને કાંગ્રેસ વચ્ચે ચાલતો મીલકત વિવાદનો અંત આવ્યો અને કાંગ્રેસને સંસ્થા કાંગ્રેસની મિલ્કતમાં જગા મળી. અમદાવાદની વાત કરવામાં

આવેતો સમાધાનના ભાગરૂપે લાલ દરવાજા ખાતે રહેલા સરદાર સ્મૃતિ ભવનમાં જગા મળી અને અમદવાદ શહેર સમિતિને નવું કાર્યાલય મળ્યુ જેનું આજે

ઉદઘાટન કરવામાં આવ્યું. સરદાર સ્મૃતિ ટ્રસ્ટમાં કાંગ્રેસના મોતીલાલ વોરા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી નિશીત વ્યાસ અને નિલેશ પટેલને સ્થાન મળતાં

મિલ્કતના વિવાદનો અંત આવ્યો હતો.

 

નવા કાર્યલયના ઉદઘાટન પ્રસંગે શંકરસિહ વાધેલાએ પણ કાર્યકરોને પાનો ચઢાવ્યો તેમણે કહ્યુ કે 40 વર્ષના લાંબા ગાળા બાદ સરદાર સ્મૃતિ ભવનમાં

આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું બાપુએ કહ્યુ હતુકે વર્ષ 2017માં પ્રજાના સહયોગથી ગાઁધીનગરમાં ત્રીરંગો લહેરાવીશું ચુંટણી આજે આવે કે કાલે આવે આપણે

ગાંધી ચીન્ધ્યા માર્ગે આગળ વધીશું ભાજપા 2002થી લઇ 2014 સુધીમાં હિસાનો નગ્ન ખેલ ખેલી ચુકી છે જેની સામે કાંગ્રેસ એક ટીમ થઇ લડશે.

આ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ હતાશ થયેલી છે. બાપુનું નિવેદનએ જનતાનું અપમાન છે.

શંકરસિંહ વાઘેલાએ જનાદેશ આપનાર જનતાનું અપમાન કર્યું છે. પ્રજા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને બતાવી દેશે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ મૈલકોમ ટર્બુનલને દિલ્લીમાં આવેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી છે.

આ માટે બંને નેતાઓ દિલ્હીના મંડી હાઉસ સ્ટેશનેથી મેટ્રોમાં બેઠા હતા.

 

તે સિવાય બંન્ને નેતાઓએ દિલ્લી મેટ્રોની મુસાફરી કરી હતી. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે મંડી હાઉસ મેટ્રો પહોંચ્યા હતા.

પીએમ મોદીને સ્ટેશન પર જોતા લોકોએ મોદી મોદી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે બોચાસણવાસી

શ્રી અક્ષરપુરૂષોતમ સંસ્થા દ્વારા દિલ્લી અક્ષરધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, અક્ષરધામમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.

ગુજરાત ગ્રામપંચાયતની પેટા ચૂંટણીમાં કુલ 1828 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવામાં આવી હતી. અલગ – અલગ 5073 મતદાન કેન્દ્રો પર મતદાન થયું હતું.

જોકે બનાસકાંઠાના રૂએલ ગામમાં ગ્રામજનો મતદાનથી અળગા રહ્યાં હતા. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વખત EVM મશીનનો થયો ઉપયોગ થયો હતો.

ચૂંટણીમાં 29316 EVM મશીનોનો ઉપયોગથયો હતો. જ્યારે 34 લાખથી વધુ મતદાતાઓએ ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ચૂંટણીને લઈને કુલ 644 ચૂંટણી અધિકારી,

644 મદદનીશ અધિકારીઓ  ફરજ પર હતા. કુલ 38500 કર્મચારીઓને પોલિંગ ઓફિસરની જવાબદારી સોંપાઈ હતી. મતદાન કરવા માટે આધારકાર્ડ સહિતના પુરાવા

માન્ય ગણવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતાં 11મીએ મતગણતરી થશે. આમ ચૂંટણી શાંતિપૂર્ણ રહી હતી પણ મહેસાણા જિલ્લાના કડી તાલુકા સહિત

કેટલીક જગ્યાએ બબાલ થવાના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 કરાર પર હસ્તાક્ષર થયા છે. જેમાં કોલકત્તાથી ખુલના વચ્ચે એક રેલ અને બે બસ સેવા સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાએ સંયુક્ત નિવેદન જાહેર કરીને આ કરાર અંગેની જાણકારી આપી હતી.

વિદેશ મંત્રાલયના  પ્રવક્તા ગોપાલ બાગલેએ આ અગાઉ ટ્વિટ કરી કહ્યુ હતું કે, ભારત અને બાંગ્લાદેશ સંબંધોમાં એક નવો અધ્યાય.

વડાપ્રધાન મોદીએ બેઠક અગાઉ બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાનું હૈદરાબાદ હાઉસમાં સ્વાગત કર્યું હતું.

 

બંન્ને દેશના સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે બાંગ્લાદેશને 450 કરોડ ડોલર લોન આપવાની જાહેરાત કરી હતી.

સાથે કહ્યું કે બંન્ને દેશ આર્થિક મુદ્દાઓ પર સાથે મળીને આગળ વધશે. પાડોશી દેશને વિજળી સપ્લાય વધારવાની વાત પણ મોદીએ કરી હતી.

મોદીએ કહ્યું કે, આ સાથે બાંગ્લાદેશ સાથે મિત્રતાનો નવો અધ્યાય શરૂ થઇ ગયો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે હંમેશા બાંગ્લાદેશની સમુદ્ધિ

ઇચ્છીએ છીએ અને જરૂરી છે કે બંન્ને દેશ સાથે મળીને આતંકવાદનો મુકાબલો કરશે. વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી હતી કે તીસ્તા જળ વિવાદનો જલદી ઉકેલ થશે.

 

છેલ્લા સાત વર્ષોમાં આ શેખ હસીના આ પ્રથમ ભારત પ્રવાસ છે. આ અગાઉ જાન્યુઆરી 2010માં ભારત આવી હતી. હસીનાના સમ્માનમાં ડીનરનું

 

આયોજન કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીમાં સામેલ થશે. બંન્ને દેશોના પ્રમુખ 1971માં બાંગ્લાદેશ સ્વતંત્રતા યુદ્ધના શહીદોને સમ્માનના

 

કાર્યક્રમમાં સામેલ થશે. આ અગાઉ શેખ હસીના જાન્યુઆરી 2010માં ભારત આવી હતી.

Archived News

.