કાશ્મીર ઘાટીમાં ગુરુવારે રાતે વરસાદ બંધ થયા બાદ હવે ઝેલમ અને તેની સહાયક નદીઓનું જળસ્તર ઘટવાનું શરુ થઇ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, નદીઓનું જળસ્તર ઓછું થવાથી પુરનો ખતરો ઓછો થઇ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષીણ કાશ્મીરના સંગમમાં ઝેલમનું જળસ્તર રાતે આશરે ૩ વાગ્યાથી ઘટવાનું શરુ થઇ ગયું છે. આ દરમિયાન PM Modi એ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સાથે વાતચીત કરી છે. આ ઉપરાંત PM Modi એ પુરની સ્થિતિનો સામનો કરવા માટે દરેક જરૂરી મદદ કરવા માટે આશ્વાસન આપ્યું છે.જો કે, શ્રીનગરના રામ મુંશી બાગના જળસ્તરમાં હજુ પણ વધારો જારી છે, પરંતુ કેટલાક કલાકમાં જળસ્તર ઓછુ થવાની શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાતે આશર ૨ વાગે સંગમનું જળસ્તર સૌથી વધારે ૨૨.૧૦ ફૂટ હતું, પરંતુ સવારે સાત વાગ્યા સુધી તે ઘટીને ૨૧.૭૦ ફૂટ પર આવી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીનગરના રામ મુંશી બાદમાં ઝેલમ નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર પહોચી ગયું હતું. જ્યારબાદ અધિકારીઓએ આપાતકાળ નિયંત્રણ કક્ષ સ્થાપિત કર્યા હતા.

અત્યાર સુધી પુંછ જીલ્લામાં પુરમાં ફસાયેલ ૧૭ લોકોને બચાવવામાં આવ્યા છે, જયારે રાજૌરીમાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થઇ ગયું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ અધિકારીઓ સાથે થયેલ બેઠકમાં કાશ્મીર ઘાટીમાં વરસાદ પાણી ભરાઈ જવાના કારણે ઉત્પન્ન થયેલ સ્થિતિને લઈને પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવેલ કદમો તથા તૈયારીઓની સમીક્ષા કરી છે. તેમણે અધિકારીઓને વિશેષ નિર્દેશ આપ્યો છે કે, વર્ષ ૨૦૧૪ ના પુર દરમિયાન જે જગ્યાઓની સ્થિતિ વધારે ખરાબ હતી, તેના પર વિશેષ નજર રાખે.

કાશ્મીર ઘાટીમાં ગુરુવારે રાતે વરસાદ બંધ થયા બાદ હવે ઝેલમ અને તેની સહાયક નદીઓનું જળસ્તર ઘટવાનું શરુ થઇ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, નદીઓનું જળસ્તર ઓછું થવાથી પુરનો ખતરો ઓછો થઇ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષીણ કાશ્મીરના સંગમમાં ઝેલમનું જળસ્તર રાતે આશરે ૩ વાગ્યાથી ઘટવાનું શરુ થઇ ગયું છે. આ દરમિયાન PM Modi એ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સાથે વાતચીત કરી છે. આ ઉપરાંત PM Modi એ પુરની સ્થિતિનો સામનો કરવા માટે દરેક જરૂરી મદદ કરવા માટે આશ્વાસન આપ્યું છે.જો કે, શ્રીનગરના રામ મુંશી બાગના જળસ્તરમાં હજુ પણ વધારો જારી છે, પરંતુ કેટલાક કલાકમાં જળસ્તર ઓછુ થવાની શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાતે આશર ૨ વાગે સંગમનું જળસ્તર સૌથી વધારે ૨૨.૧૦ ફૂટ હતું, પરંતુ સવારે સાત વાગ્યા સુધી તે ઘટીને ૨૧.૭૦ ફૂટ પર આવી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીનગરના રામ મુંશી બાદમાં ઝેલમ નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર પહોચી ગયું હતું. જ્યારબાદ અધિકારીઓએ આપાતકાળ નિયંત્રણ કક્ષ સ્થાપિત કર્યા હતા.

અત્યાર સુધી પુંછ જીલ્લામાં પુરમાં ફસાયેલ ૧૭ લોકોને બચાવવામાં આવ્યા છે, જયારે રાજૌરીમાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થઇ ગયું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ અધિકારીઓ સાથે થયેલ બેઠકમાં કાશ્મીર ઘાટીમાં વરસાદ પાણી ભરાઈ જવાના કારણે ઉત્પન્ન થયેલ સ્થિતિને લઈને પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવેલ કદમો તથા તૈયારીઓની સમીક્ષા કરી છે. તેમણે અધિકારીઓને વિશેષ નિર્દેશ આપ્યો છે કે, વર્ષ ૨૦૧૪ ના પુર દરમિયાન જે જગ્યાઓની સ્થિતિ વધારે ખરાબ હતી, તેના પર વિશેષ નજર રાખે.

ગુજરાતની આગામી વિધાનસભા ચુંટણીઓને લઈને રાજ્યમાં બંને રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે સંગઠન સ્તરે ધમધમાટ વધારી દીધો છે. જેમાં ગુજરાત ભાજપે વિધાનસભા ચુંટણી માટે અગત્યની એવી ત્રણ કમિટીઓના કન્વીનર અને સભ્યોના નામની જાહેરાત કરી દીધી છે. જેના પગલે ગુજરાતમાં ચુંટણી માટેની તૈયારીઓ શરુ થઈ ચુકી છે.

ચુંટણી સંકલ્પપત્ર સમિતિ - જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ચુંટણી સંકલ્પપત્ર સમિતિની જાહેરાત કરી છે. જેના કન્વીનર તરીકે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ભરત ભાઈ ગરીવાલાને બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં કુલ ૧૩ સભ્યોના નામ મુકવામાં આવ્યા છે. આ યાદીમાં જયનારાયણ વ્યાસ, મોતિસિંહ વસાવા, અમોહ શાહ, ભરત કાનાબાર,પ્રદિપસિંહ જાડેજા, શંકરભાઈ ચૌધરી, ભાવનાબેન દવે, ભરત પંડ્યા,હર્ષદ પટેલ, ભરત ડાંગર, જગદીશ ભાવસાર, યમલ વ્યાસ અને રશ્મિભાઈ પટેલના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશ શિસ્ત સમિતિની પણ રચના કરવામાં આવી છે. જેમાં પુષ્પદાન ગઢવી, ઝવેરભાઈ ચાવડા અને ભરત બારોટની નિયુક્તિ કરવામાં આવી છે.

આ ઉપરાંત ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે કૌશિક પટેલની નિમણુક કરવામાં આવી છે. જયારે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, સુરેન્દ્ર પટેલ, પુરષોત્તમ રૂપાલા, કાનાજી ઠાકોર, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી. ફળદુ, મંગુભાઈ પટેલ,ભીખુભાઈ દલસાણીયા, શંભુપ્રસાદ ટુંડિયા, ભરતસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યુપીમાં BJP ની યોગી સરકારમાં તેમના કાર્યકર્તા જ સુરક્ષિત નથી. મુઝફ્ફરનગરમાં ખતૌલી થાણા ક્ષેત્રમાં એક ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને ત્રણ બાઈક સવાર બદમાશોએ અંજામ આપ્યો છે. સુચના મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી ગઈ છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, મુઝફ્ફરનગરના ખતૌલી થાણા ક્ષેત્રમાં રહેનાર ભાજપના કાર્યકારી સદસ્ય રાજા વાલ્મીકી કોઈ કામથી બહાર નીકળ્યા હતા. બુધવારે સવારે બાઈકથી આવેલ ત્રણ બદમાશોએ તેમના પર તાબડતોડ ગોળીઓ વરસાવી છે. એક ગોળી તેમના માથામાં લાગી. ત્યારબાદ ઘટનાસ્થળ પર જ તેમનું મોત નીપજ્યું છે. આ ઘટનાને અંજામ આપીને બદમાશો ફરાર થઇ ગયા છે.

તમને જણાવી દઈએ કે, જે દિવસે યોગી સરકાર બની છે તે જ દિવસે સાંજે બીએસપી નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને અલ્હાબાદના મઉઆઇમાં વિસ્તારમાં અંજામ આપવામાં આવ્યો હતો. તેમાં બસપા નેતા મોહમ્મદ સમીની હત્યા કરી દેવામાં આવી છે. જયારે હુમલાખોરોએ તાબડતોડ ફાયરીંગ કરીને ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ ક્ષેત્રમાં તણાવ ફેલાઈ ગયો હતો.

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના પોલીસ વડા પી.પી. પાંડેએ સ્વૈચ્છિક રીતે જવાબદારીમાંથી મુક્ત થવા જણાવતા રાજ્ય સરકારે તેમના આ નિર્ણયની નામદાર સુપ્રિમ કોર્ટેને જાણ કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, આગામી સમયમાં રાજ્યની વિધાનસભાના બજેટ સત્રની કામગીરી અને રાજ્યના યુવાનોને નશાબંધીમાંથી મુક્ત કરવામાં માટેનો સૌથી મહત્વનો નશાબંધી સુધારા અંગેના કાયદાને કેબીનેટ દ્વારા ઓર્ડીનન્સ મંજૂર કર્યો હતો તેને પણ કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા ગૃહમાં લાવવાનું હતું. સાથે સાથે સેફ એન્ડ સીક્યોર ગુજરાત સીસ્ટમનું અમલીકરણ પણ તેમના નેતૃત્વ હેઠળ અંતિમ તબક્કામાં હતુ. તેમજ ૧૭ હજારથી વધુ પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં હતી આવી અનેક મહત્વની બાબતો સંદર્ભે ગુજરાત સરકારે શ્રી પાન્ડેનું છ માસનું એક્ષટેન્શન માંગ્યું હતું, જેની સામે ઓલ ઇન્ડીયા સર્વીસ રૂલ્સ (ડેથ કમ રીટાયરમેન્ટ) રૂલ્સના રૂલ – ૧૬ (૧) મુજબ કેન્દ્ર સરકારે શ્રી પાંડેને ૩ માસનું એક્ષટેન્શન આપ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં ૩૭ વર્ષથી જેમણે નિષ્ઠાવાન અધિકારી તરીકે ફરજો બજાવી છે તેવા શ્રી પી.પી.પાંડે સામે થયેલા આક્ષેપો તથ્ય વગરના અને પાયા વિહોણા છે. તેમની સામે કોર્ટમાં જે કેસ ચાલે છે તેમાં માત્ર ચાર્જશીટ જ થઇ છે. કોઇ ચાર્જ ફેમ થયેલ નથી

ગુજરાત વિધાનસભામાં ગૌહત્યા અંગેના કડક કાયદાનું નવું સુધારા વિધેયક રજૂ થયું હતું.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૌહત્યા કરનારાઓને 10 વર્ષની સજાથી લઈને આજીવન કેદની સજા આપતો કડક કાયદો વિધાનસભામાં રજૂ કર્યો હતો.

 

ગૌહત્યા સાથેની હેરાફેરીમાં જોડાયેલા કોઈપણ વાહનો  જે ભૂતકાળમાં મહતમ છ મહિના સુધી રાખી શકાતા હતા, પરંતુ તેમાં સુધારો કરવામાં આવ્યો છે

તે મુજબ હવેથી સરકાર આવા વાહનોને કાયમ માટે જપ્ત કરી લેશે.

 

ગૌહત્યા મામલે રાજ્ય સરકારે કાયદામાં ફેરફાર કરી તેને મહતમ 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની જોગવાઈ કરી છે. આ કાયદા મુજબ વધારેમાં

 

વધારે 5 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આ ગુનો બિનજામીન પાત્ર બનશે. જ્યારે પરમીટ હોય તો પણ રાત્રિના સમયે હેરાફેરી કરી શકાશે નહીં.

મધ્યપ્રદેશના ભીંડમા VVPAT (વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ)ના ચેકિંગ દરમિયાન ઈવીએમમાં બે અલગ અલગ બટન દબાવવા પર કમળના ફૂલની જ ચિઠ્ઠી નીકળે છે. શનિવારે ચર્ચામાં આવેલા આ મામલામા ઈલેક્શન કમિશને રિપોર્ટ માંગ્યો છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ઈલેક્શન કમિશનને ફરિયાદ કરી છે. આ મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે નિવેદનમાં કહ્યું કે, હવે બીજેપી તમામ ઈલેક્શન જીતશે અને EVMના કીચડમાં કમળ ખીલશે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના દિગ્વિજયસિંહે કહ્યું કે, મને તો પહેલેથી જ EVM પર ભરોસો ન હતો. કેજરીવાલે આ મામલે તપાસની માંગણી કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે આજે EVM સાથેના ચેડા મામલે ગંભીર આરોપ લગાવ્યા છે. મધ્યપ્રદેશના ભીંડમાં EVMની ગડબડનો મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસ અને આપ પાર્ટી હરકતમાં આવી છે. કેજરીવાલે આ ગડબડી મામલે ભાજપ અને ઈલેક્શન કમિશન પર સીધુ નિશાન તાક્યું છે.

ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં પીએમ મોદી  કોઈ દાખલઅંદાજી નહિ કરે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના પ્રદેશનું પ્રશાસન ચલાવવા માટે પૂર્ણ રીતે આઝાદ હશે. આ વાત વરિષ્ઠ અધિકારીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓએ કહી છે. મંગળવારે નવી દિલ્હી પહોચીને યોગીએ પીએમ મોદીઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ઉત્તર પ્રદેશની કમાન સંભાળ્યા બાદ પહેલી વાર દિલ્હી પહોચેલ યોગીએ સંસદમાં પણ નિવેદન આપ્યું હતું.

વરિષ્ઠ અધિકારીઓ અને ભાજપ નેતાઓનું કહેવું છે કે, યુપી સરકાર પર કેન્દ્ર સરકારના નિયંત્રણની વાત ખોટી છે. તેમણે પીએમ મોદી ના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રના લખનૌ પહોચીને રાજ્ય પ્રશાસનના અધિકારીઓની તૈનાતી પર નજર રાખવાનો રીપોર્ટ પણ ફગાવી દીધો હતો. એક અધિકારીએ કહ્યું કે, કેટલાક મીડિયા રીપોર્ટમાં નૃપેન્દ્ર મિશ્રના લખનૌ પહોચવાના સમાચાર આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પીએમના પ્રધાન સચિવને યુપી સરકાર પર નજર રાખવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે, હકીકત એ છે કે, તે દિલ્હીમાં હતા. અમે આ રીપોર્ટથી બહુ જ પરેશાન હતા.

મહેસાણા પાસે સેફ્રોની રિસોર્ટમાં ગુરૂવારે પરોઢિયે 4 વાગે પૂર્વ સાંસદ અને અતિપછાત નિગમના ચેરમેન જ્યંતિ બારોટના કોટેજમાં ઘૂસી જઇ તોડફોડ કરનારા 9 લોકોએ  200 કિલોની બે તિજોરીઓ, 2 એસી સહિતનો સામાન બહાર લાવી સળગાવી દીધો હતો. સીબીઆઇના અધિકારી હોવાની ઓળખ અાપી ચોકીદાર  દંપતીને બાજુની હોટલના રૂમમાં ખસેડી 70 તોલા સોનાના દાગીના,  5 કિલો ચાંદી, રોકડ અને રાયફલ મળી રૂ 30 લાખની મત્તાની લૂંટ કરી હતી.  સુરતના પેટ્રોલપંપ માલિક સહિત 9 વ્યક્તિઓ વિરૂધ્ધ લાંઘણજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ઘટના સમયે ફાયરિંગ કરનાર શખસોએ હિસાબોની લેવડ-દેવડમા તોડફોડ બાદ લૂંટફાટ આચર્યાનુ મનાઇ રહ્યું છે.
 

સેફ્રોનીમા પૂર્વ સાંસદ જ્યતિભાઇ બારોટના 53 નંબરના બંગલાના દરવાજાનુ તાળુ તોડી ઘુસેલા સુરતના પેટ્રોલપંપ માલિક જીતેન્દ્ર ઉર્ફે બકા પટેલ સહિતના 9 શખ્શોએ વહેલી પરોઢીયે 4 વાગ્યે મકાનનો કિંમતી સામાન તોડી સળગાવ્યા બાદ પાર્ક કરેલી કારના કાચ ફોડી લોખંડની બે તિજોરીઓ, એસી, કપડા સહિતનો સામાન બહાર લઇ જઇ  સળગાવ્યો હતો. બંગલામાંથી 70 તોલા સોનાના દાગીના, 5 કિલો ચાંદી, રોકડ મળી કુલ રૂ 30.80 લાખની મત્તા લૂંટી ગયા હતા. આ શખ્શોએ ફાયરીંગ પણ કર્યાનું સેફ્રોનીના સિક્યુરીટીએ પોલીસને જણાવ્યું હતું.આ ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા માંડલિક, ડીવાયએસપી રાજેશ ગઢિયા, પીઆઇ આર.એસ.પટેલ, લાંઘણજ પીએસઆઇ કે.બી.પટેલ ઘટના સ્થળે દોડ્યા હતા. પોલીસને અહીંથી તલવાર અને દારૂ પીધેલા ગ્લાસ મળી આવ્યા હતા.આ અંગે રજનીકાંત ઉર્ફે ભીખાભાઇ બારોટે લાંઘણજ પોલીસ મથકમાં જીતેન્દ્ર ઉર્ફે બકા પટેલ,જયરામ ચેલાભાઇ રબારી,જગદીશ ભુરાભાઇ પટેલ,અમોલરબારી,બકાભાઇનો ડ્રાઇવર,રસ્મીકાન્ત બાબુભાઇ દવે અને   અન્ય ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધાવ્યો હતો. 

EC એ શશિકલા અને પનીરસેલ્વમને નવા ચૂંટણી ચિહ્ન આપી દીધા છે. શશીકલાને પહેલા પોતાની પાર્ટી માટે ચૂંટણી ચિહ્ન ‘ઓટો રીક્ષા’ અને પનીરસેલ્વમની પાર્ટીને ‘વીજળીનો થાંભલો’ મળ્યો છે. પરંતુ બાદમાં શશિકલાની પાર્ટીએ ચૂંટણી ચિહ્ન તરીકે ‘હેટ’ ની માંગણી કરી, જેનો EC એ સ્વીકાર કરી લીધો છે. ત્યારબાદ ચૂંટણી પંચે શશીકલા પક્ષમાં ચૂંટણી નિશાન તરીકે ‘હેટ’ આપી દીધી છે.

જયારે પનીરસેલ્વમની પાર્ટીને પોતાની પાર્ટીનું નામ એઆઈએડીએમકે પુરાચી થલૈવી અમ્મા રાખ્યું છે તો શશીકલા કેમ્પે પોતાની પાર્ટીનું નામ એઆઈએડીએમકે અમ્મા રાખ્યું છે. વી.કે. શશિકલા પક્ષે ચૂંટણી પંચને પોતાના નવા નિશાન માટે ત્રણ વિકલ્પ આપ્યા હતા, જેમાં ઓટો રીક્ષા, બેટ અને કેમ્પ સામેલ હતા.

તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે એક અંતિમ આદેશમાં અન્નાદ્રમુકના ચૂંટણી ચિહ્ન ‘બે પત્તા’ ના ઉપયોગ પર એવું કહેતા રોક લગાવી દીધી છે કે, બંને વિરોધી પક્ષે પ્રતિષ્ઠિત આર.કે.નગર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી ચિહ્ન અને તેમના નામનો ઉપયોગ નથી કરી શકતા. દિવસભરની સુનાવણી બાદ પંચે કહ્યું કે, અંતિમ આદેશ જારી કરવા માટે બહુ જ ઓછો સમય બચ્યો છે તેથી તે અંતિમ આદેશ જારી કરી રહ્યો છે.

ત્યારબાદ અન્નાદ્રમુકના બંને પક્ષોએ પાર્ટીના ચૂંટણી ચિહ્ન ‘બે પત્તા’ ના ઉપયોગ પર ચૂંટણી પંચની રોકને વિચિત્ર બાતાવી અને કહ્યું કે, તે પાછું લેવા માટે દરેક શક્ય પ્રયત્નો કરશે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ઓ. પનીરસેલ્વમે એક નિવેદનમાં કહ્યું કે, ચૂંટણી પંચ સામે ‘મજબુત પુરાવા’ રજુ કર્યા બાદ તેમની પાર્ટીને ચૂંટણી ચિહ્ન ન મળવું આશ્ચર્યજનક અને નિરાશાજનક છે. તેમણે કહ્યું હતું કે, તે કોઈ પણ કિંમત પર ચૂંટણી ચિહ્ન પાછું લઈને રહેશે.

Archived News

.