ગુજરાત માં ૧૪ ટકા વસતી ધરાવતા આદિજાતિ સમાજના સામાજિક અને આર્થિક વિકાસ માટે કાર્યરત ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનું મૂડી ભંડોળ રૂા.પ૦ કરોડથી વધારીને રૂા.૬પ કરોડ કરાશે. આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આ અંગેનું ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન(સુધારા) વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું. જેને વિપક્ષના તમામ સભ્‍યોએ પણ આવકાર્યું હતું. વિના વિરોધે સર્વાનુમતે આ વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરાયું હતું.

આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્‍યું હતું કે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા જુદા જુદા ૮પ હેતુઓ હેઠળ વ્‍યકિગત ધિરાણ કરવામાં આવે છે. વર્ષ ર૦૧૬-૧૭માં પ૩ર આદિજાતિ નાગરિકોને સ્‍વરોજગારી માટે રૂા.પ લાખની મર્યાદામાં ૬ ટકા વ્યાજના દરે રૂા.૧૭.૮ર કરોડનું ધિરાણ આપવામાં આવ્‍યું છે. આદિજાતિ વિસ્‍તારોમાં ૧૪૯૬ સહકારી મંડળીઓને જુદા જુદા ૩૯ હેતુઓ માટે ધિરાણ આપવામાં આવ્‍યું છે. અત્‍યાર સુધીમાં ૧૮૭ આદિજાતિ વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ. કે અન્‍ય ઉચ્‍ચ અભ્‍યાસ માટે રૂા.૧પ લાખ સુધીની લોન ૪ ટકાના વ્‍યાજ દરે આપવામાં આવી છે. વિદેશમાં કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે રૂા.રપ લાખની લોન ૪ ટકાના વ્‍યાજે અપાય છે. અત્‍યાર સુધીમાં ૧૯ લાભાર્થીઓને રૂા.ર.૧૩ કરોડનું ધિરાણ આપવામાં આવ્‍યું છે. કાયદાના સ્‍નાતકોને ત્રણ વર્ષ સુધી સ્‍ટાઇપેન્‍ડ ચુકવવામાં આવે છે. અત્‍યાર સુધીમાં પ૮૧ કાયદા સ્‍નાતકોને રૂા.૧.૮૧ કરોડની સહાય આપવામાં આવી છે. આદિજાતિ ખેડૂતોને બિયારણ-ખેત ઓજારો માટે રૂા.૧૦,૦૦૦ની મર્યાદામાં ટૂંકાગાળાનું ધિરાણ આપવામાં આવે છે. અત્‍યાર સુધીમાં ૮,૬૧૮ લાભાર્થીઓને રૂા.૮ કરોડનું ધિરાણ આપવામાં આવ્‍યું છે. આ ઉપરાંત વકીલાતની પ્રેકટીસ કરવા માટે લોન-સહાય, શિક્ષિત બેરોજગારોને એજન્‍સી શરૂ કરવા માટે લોન-સહાય, ડૉકટર તરીકે વ્‍યવસાય શરૂ કરવા લોન અને નાના વ્‍યવસાય માટે લોન પણ આપવામાં આવે છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી  અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 36 નો આંકડો જગજાહેર છે. મમતા બેનરજી આ દિવસોમાં પોતાના રાજ્યમાં ઘણા પ્રોજેક્ટ્સના નામ બદલી રહી છે. મમતાએ કેન્દ્ર સરકારના ઘણા પ્રોજેક્ટ્સને બાંગ્લા નામ આપ્યું છે.

સુત્રો અનુસાર, પશ્ચિમ બંગાળની મમતા સરકાર જલ્દીથી વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનાના નામમાંથી ‘પ્રધાનમંત્રી’ ને હટાવી શકે છે. રાજ્ય સરકારે તર્ક આપ્યો છે કે, મમતા સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓમાં ૪૦ ટકાથી વધારે ભાગીદારી આપે છે, તે તેને યોજનાઓના નામ બદલવાનો હક પણ છે.

મમતા સરકારે અત્યાર સુધી કેન્દ્ર સરકારની ‘સ્વચ્છ ભારત મિશન’ યોજનાનું નામ બદલીને ‘નિર્મળ બાંગ્લા’ અને દિનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજનાને પણ બદલીને ‘આનંદધારા’ કરી દીધી છે. ત્યારે વડાપ્રધાન ગરમીન આવાસ યોજનાનું નામ બદલીને બાંગ્લા ગૃહ પ્રકલ્પ યોજના કરી દેવામાં આવ્યું છે

ભારત સરકારના વર્ષ 2022 સુધીમાં 40 ગીગાવોટ (જીડબલ્યુ) રુફટોપ સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટેના લક્ષ્યાંકને પૂર્ણ કરવાની પહેલ સ્વરૂપે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાઅમદાવાદ એરપોર્ટએ સકારાત્મક પગલું લીધું છે અને ગ્રિડ-કનેક્ટેડ 700 કેડબલ્યુપીની ક્ષમતા ધરાવતો રુફટોપ સોલર પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ અમદાવાદમાં સૌથી મોટો રુફટોપ પ્લાન્ટ છે અને તેનાથી અક્ષય ઊર્જાને મોટો વેગ મળવાની અપેક્ષા છે.

ગ્રિડ કનેક્ટેડ રુફટોપ સોલર સિસ્ટમ સબસિડી સ્વરૂપે એમએનઆરઇ પાસેથી નાણાકીય સહાય સાથે સ્થાપિત કરવામાં આવ્યો છે. સોલર પ્લાન્ટમાંથી ઉત્પાદિત વીજળીનો ઉપયોગ ટર્મિનલ-1 બિલ્ડિંગ્સની કેપ્ટિવ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે થાય છે અને જો પછી વીજ પુરવઠો વધશે તો તેને સંબંધિત વીજ વિતરણ કંપની સાથે નેટ-મીટરિંગ ગોઠવણ હેઠળ ગ્રિડમાં આપવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ આનંદ કુમાર મુખ્ય અતિથિ હતા અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઇસ પ્રેસિડન્ટ, એએઆઈ-અમદાવાદના ડિરેક્ટર તથા એએઆઈના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતાં. આ કાર્યક્રમનું આયોજન ટર્મિનલ-1 બિલ્ડિંગ્સની સોલર પાવર પ્લાન્ટ સાઇટ પર થયું હતું. રુફટોપ સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાની સાથે જીઇઆરસીના ચેરમેનએ સ્વચ્છ અને પર્યાવરણને લાભદાયક ઊર્જાને પ્રોત્સાહન આપવા એએઆઈની પહેલને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણને જાળવવા અને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા મોટા પાયે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાની તાતી જરૂર છે. આ કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણ પ્રોજેક્ટ (આયોજનના તબક્કાથી લઇને અમલીકરણના તબક્કા સુધી) પર સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા  વિવાદ મામલે તાત્કાલિક સુનવણીની માંગણી કરી હતી. જેની બાદ કોર્ટે કહ્યું હતું કે તે આ મુદ્દો અતિ સંવેદનશીલ છે તેથી તમામ પક્ષ સર્વસંમતિથી સાથે આવે અને તેનો ઉકેલ લાવે.સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ એક સંવેદનશીલ અને ભાવનાત્મક મુદ્દો છે અને તેથી આ મુદ્દો મૈત્રીપૂર્ણ રીતે ઉકેલવામાં આવે. કોર્ટે સ્વામીને સંબધિત પક્ષોને સાથી બેસીને ઉકેલ માટે તાકીદ કરી છે. તેમજ ૩૧ માર્ચ સુધી આ અંગે અદાલતને જણાવવા માટે કહ્યું છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે તમામ પક્ષોએ આ મુદ્દે તેને ઉકેલવા માટે ફરીથી પ્રયાસ કરવા જોઈએ તે માટે મધ્યસ્થી નીમવાની જરૂર છે. જો જરૂર પડશે તો અદાલત તરફથી પણ મધ્યસ્થી મુકવાની પ્રક્રિયા કરવામાં આવશે.

ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પવિત્ર યાત્રાધામોનો સર્વગ્રાહી વિકાસ પ્લાન ઘડી કાઢવાનું પ્રેરક સૂચન કર્યુ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન વિકાસ માટે આ પ્લાન ઉપયુકત બનશે, તેમ તેમણે ઉમેર્યુ હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ સ્ટેટ લેવલ એકશન પ્લાન દ્વારા પવિત્ર યાત્રાધામો પૈકીના મોટા યાત્રાધામોમાં સ્થાનિક વિસ્તારના વિકાસકામો, સ્વચ્છતા સફાઇ વગેરે સમાજદાયિત્વ કાર્યોમાં યાત્રાધામ-દેવસ્થાન ટ્રસ્ટને મળતા દાન-ભંડોળનો પણ સરકારની સહાય-ગ્રાન્ટ સાથે વિનિયોગ થાય તે આવકાર્ય છે.

રાજ્યમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ગિરનાર,પાલીતાણા અને ડાકોર એમ છ મોટા યાત્રાધામોમાં યાત્રી-સુવિધા વિકાસના કાર્યો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. વિજય રૂપાણીએ હોલિસ્ટીક એપ્રોચથી સોશ્યલ અને ઇકોનોમીકલ ઇમ્પેકટ માટે આવાં વિકાસકાર્યોથી પ્રેરણા મળશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી પવિત્ર યાત્રાધામ વિકાસ અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યના ૬ મોટાં યાત્રાધામો સહિત સરકાર હસ્તકના ર૯૭ જેટલા યાત્રાધામોના વિકાસ આયોજનો તથા પ્રગતિ હેઠળના વિકાસકાર્યોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ યાત્રા-તીર્થધામોને સ્વચ્છ-સાફ ચોખ્ખાં રાખવા 24×7 સ્વચ્છતા-સફાઇ કામો સતત હાથ ધરાય અને સ્થાનિક નાગરિકો સહિત યાત્રા-પ્રવાસે આવનારા સૌ કોઇને સ્વચ્છ-રળિયામણા વાતાવરણની અનુભૂતિ થાય તે માટેની કાર્યયોજના રાજ્યભરના યાત્રાધામોમાં આગામી તા. ૧૬મી એપ્રિલથી શરૂ થઇ જાય તે માટેના સૂચનો કર્યા હતા.

ગોરખપુર મઠના મહંત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નું નવું સરનામું હવે લખનૌનો ૫ કાલિદાસ માર્ગ હશે. આ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનું આવાસ છે. યોગી આદિત્યનાથે રવિવારે યુપીના સીએમ પદના શપથ લીધા હતા. હવે તે આ નવા ઘરમાં રહેશે. પરંતુ ગૃહ પ્રવેશ પહેલા ઘરનું શુદ્ધિકરણ કરાવવામાં આવી રહ્યું છે. તેના માટે વિશેષ રૂપે ગોરખપુર સ્થિત ગોરક્ષનાથ પીઠના ૭ પુરોહિતોની એક ટીમ બોલાવવામાં આવી છે, જે આ પ્રક્રિયાને પૂર્ણ કરશે. તેની આગેવાની આચાર્ય રામાનુજ ત્રિપાઠી કરશે.

પૂર્ણ વિધિ-વિધાન અને સનાતન પધ્ધતિથી પૂજા-પાઠ કરવામાં આવશે. આ ઉપરાંત ચલ શિવની પ્રાણ પધ્ધતિ સાથે શુદ્ધિકરણની પ્રક્રિયા થશે. પુરોહિતો સાથે ખુદ યોગી આદિત્યનાથ પણ શુદ્ધિકરણ પૂજામાં સામેલ થશે. સુત્રો અનુસાર, યોગીના નવા ઘરમાં હવન કુંડ પણ બનાવવામાં આવી રહ્યો છે અને આ સાથે જ પૂજા માટે અલગ રૂમ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, યોગી આદિત્યનાથ પહેલી વાર ગોરખપુરવાળા મઠને છોડીને બીજે ક્યાંક રહેવા જઈ રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, યુપીના નવા મુખ્યમંત્રી નવી જગ્યા પર રહેવા કે કાર્ય કર્યા પહેલા પૂજા કરે છે. રવિવારે તેમના શપથ લીધા બાદ ૫ કાલીદાસ માર્ગ પર તેમના નામની નેમ પ્લેટ લગાવી દીધી હતી.

આગામી એપ્રિલ મહિનામાં ગુવાહટી ખાતે 8મી નેશનલ ડ્રેગન બોટ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 36 યુવાનો ભાગ લેશે. આ ચેમ્પિયનશીપની તૈયારીઓ માટે આજે યુવાનોએ સાબરમતી નદીમાં રિહર્સલ કર્યું હતું. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાનાર આ સ્પર્ધામાં ગુજરાતમાંથી યુવતીઓ પણ જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ગુજરાતના યુવાનો ગુવાહટી અને હિમાચલપ્રદેશમાં આયોજીત નેશનલ ચેમ્પિયનશીપમાં પણ ભાગ લઇ ચૂક્યાં છે. 

ચૂંટણી બાદ સૌથી મોટો સવાલ એ છે કે, જે યુપી માં ભાજપને સૌથી મોટી જીત મળી તે યુપીની કમાન કોણે મળશે? કોણ બનશે યુપી ના મુખ્યમંત્રી? ની ચર્ચાથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. યુપીમાં મુખ્યમંત્રી માટે ઘણા નામ ચર્ચામાં છે, પરંતુ ભાજપે હજુ પણ સસ્પેન્સ યથાવત રાખ્યું છે.યુપીમાં ભાજપને મળેલ જીત એટલી જબરદસ્ત છે કે હવે પાર્ટીના કર્ણધારોને સીએમની પસંદ પર પણ ફરીથી વિચારવું પડી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, હવે ગૃહ મંત્રી રાજનાથ સિંહને આ રેસના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.રાજનાથ સિંહ ઉપરાંત પાર્ટીના ઓબીસી ચહેરા અને રાજ્ય એકમના અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યને પણ સીએમની રેસમાં મહત્વના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સંભવિત મુખ્યમંત્રીઓમાં કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા અને મહેશ શર્માનું નામ પણ સામેલ છે,૧૮ માર્ચે યોજાશે વિધાયક દળની બેઠક.

બનાસકાંઠાના દાંતા તાલુકાના કાંસા નજીક આવેલા જંગલમાં પહેલી વાર  માનવભક્ષી રીંછને વન વિભાગના કર્મચારીઓએ ઠાર માર્યું હતું. આવી ઘટના ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર બની છે. દાંતા તાલુકાના કાંસા નજીકના જંગલમાં હોળી અને ધુળેટીના દિવસોમાં ત્રણ દિવસમાં એક માનવભક્ષી રીંછે ત્રણ દિવસમાં ત્રણ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જયારે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે કાંસા અને ખાપરા વિસ્તારના લોકોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી હતી.
દાંતાના કાંસા જંગલમાં હોળીના દિનથી માંડી ત્રણ દિવસ દરમિયાન માનવભક્ષી રીંછે બે આદિવાસી વ્યકિત અને એક વન કર્મચારીને ફાડી ખાઇ મોતને ઘાટ ઉતારી દિધા હતા. તેમજ બે આદિવાસી યુવકો અને  બે વન કર્મચારીઓ ઉપર જીવલેણ હૂમલો કરી ગંભીર રીતે ઘાયલ કરતાં દાંતા વિસ્તારમાં ભારે દહેશતનું મોજુ ફરી વળ્યું અને ઘટનાને લઇ ચોથા દિવસે બુધવારે  વનવિભાગ અને પોલીસના સહયોગથી સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

સંસદે માતૃત્વ લાભ બીલ, ૨૦૧૬ ને મંજુરી આપી દીધી છે જેમાં ખાણ, ફેક્ટરી, બગીચા, દુકાનો વગેરે સંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર મહિલાઓને મેટરનિટી  સુવિધા ઉપલબ્ધ કરવાની પહેલ કરવામાં આવી છે. લોકસભામાં આજે પ્રસુતિ પ્રસુવિધા સંશોધન બીલ ૨૦૧૬ પર વિચાર કર્યા બાદ તેને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો છે. હવે મહિલાને ૬ મહિનાની મેટરનિટી લીવ મળશે. રાજ્યસભામાં આ બીલને પહેલા જ પસાર કરી દેવામાં આવ્યું હતું.

સંસદમાં શ્રમ અને રોજગાર મંત્રી બંડારૂ દત્તાત્રેયે કહ્યું કે, ગર્ભવતી અને શિશુના જન્મના કલ્યાણનો વિષય અત્યંત ગંભીર મામલો છે. શ્રમ હાલમાં સમવર્તી યાદીમાં આવે છે પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજગ સરકાર ગર્ભવતી મહિલાઓ, માતાઓ અને બાળકોની દેખરેખ, પોષણ વગેરે વિષે પ્રતિબદ્ધ છે.

સંસદમાં ર કલાકની ચર્ચાને અંતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જો કે, આ ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ પેટરનિટી લિવની પણ માગ કરી હતી. ત્રણ મહિનાથી નાના બાળકને દત્તક લેનાર માતાને પણ ૧૨ સપ્તાહની મેટરનિટી લીવe નો લાભ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, પહેલા મેટરનિટી લીવ ૧૨ અઠવાડિયાની હતી. અને ત્રીજા કે તેથી વધારે બાળક માટે નવા નિયમનો લાભ નહીં મળે. આનાથી દેશની ૧૮ લાખ ર્વિંકગ વુમનને ફાયદો થશે. આ ઉપરાંત નિયમોનું પાલન નહીં કરનાર એમ્પ્લોયર્સને ૩થી ૬ મહિનાની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.

Archived News

.