ગુજરાતમાં હોળી પર્વ નિમિત્તે રાજયના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.ડાકોરમાં હોળીનું સવિશેષ મહત્વ રહેલું છે. જેના પગલે આ પર્વમાં મુસાફરોની ભીડભાડને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા પૂનમ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું જાહેર કર્યુ છે. ડાકોરમાં દર વર્ષે હોળી નિમિત્તે ભાવિકોની વિશેષ ભીડ જોવા મળે છે.તેમજ ડાકોર આવતા મોટાભાગના માર્ગો પર ટ્રાફિક જામ જ જોવા મળે છે.

ડાકોરના ઠાકોરના દર્શન માટે ગુજરાત બહારથી મુંબઈ સહિતના અન્ય સ્થળોએથી દર્શન માટે આવતા લોકોની સુવિધા માટે વડોદરા-ડાકોર પૂનમ સ્પેશ્યલ ટ્રેન તા. ૧૧ અને ૧રના રોજ દોડશે. આ ટ્રેન વડોદરાથી સવારે ૧૦.પ૦ ઉપડીને ડાકોર બપોરે ૧ર.૪૦ કલાકે પહોંચશે. જે ડાકોરથી બપોરે ૩.રપ મિનિટે ઉપડીને સાંજે ૪.પ૦ કલાકે વડોદરા પહોંચશે.જેના લીધે ભાવિકોને મુસાફરીમાં સુવિધા મળશે.

જયારે બીજી તરફ ડાકોર મંદિરના ટ્રસ્ટી મંડળે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે સમગ્ર ડાકોરમાં વિશેષ વ્યવસ્થા કરી છે હોળી પર્વે ઠાકોરજીના દર્શનાર્થ પહોંચી જવા પદયાત્રીઓના સંઘો વિવિધ સ્થળોએથી નીકળી ચૂકયા છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા પણ પર્વને અનુલક્ષીને તા. ૧૦ માર્ચથી જ શ્રી રણછોડજી મંદિરમાં પ્રભુના દર્શનના સમયમાં વધારો કર્યો છે. જેના લીધે ડાકોરમાં દર્શન માટે આવતા ભાવિકોને લાંબા સમય સુધી રાહ ના જોવી પડે.

દક્ષીણ કાશ્મીરના પુલવામા જીલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સેનાના ૨ આતંકીને ઠાર મારવામાં આવ્યા છે જે લશ્કર સાથે જોડાયેલ હતા. જયારે હજુ પણ 4-5 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. સીઆરપીએફ એ જણાવ્યું છે કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ આતંકીમાંથી એક આતંકીની ઓળખાણ લશ્કર – એ- તૈયબાના જહાંગીર અહમદ ગણી તરીકે થઇ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, અથડામણ કાશ્મીરના પુલવામાંના પડગામપોરામાં ચાલી રહી છે. સુરક્ષાબળોએ પડગામપોરા ગામમાં આતંકવાદીઓને સુચના મળ્યા બાદ તરત જ ગામના ચોક ચારેય તરફથી ઘેરી લેવામાં આવ્યા અને ગોળીબારી શરુ થઇ ગઈ. ૧૩૦ બટાલિયન સીઆરપીએફ, ૫૫ રાષ્ટ્રીય રાયફલ્સ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના જવાન સંયુક્ત રૂપે આ ઓપરેશનને અંજામ આપી રહયા છે. પ્રશાસને અથડામણ દરમિયાન બનીહાલથી શ્રીનગર સુધીની રેલ સેવાને બંધ કરી દીધી છે. જો કે, એક રેલ્વે સ્ટેશન અથડામણ સ્થળની નજીક જ છે.

સોમનાથ:આજે બુધવારે સોમનાથ મંદિરના ટ્રસ્ટની મીટિંગમાં મોદી સહિત 7 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જેમાં બંધ બારણે ચર્ચાઓ કરવામાં આવી હતી. એક સમયે નારાજગી વ્હોરી લેનાર કેશુભાઇ પટેલને ફરી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. મોદીએ ખૂદ કેશુભાઇ પટેલના નામની દરખાસ્ત કરી હતી, જ્યારે અડવાણીએ કેશુબાપાના નામ પર ટેકો આપ્યો હતો. મીટિંગમાં સોમનાથના દરિયા કિનારે નવો પ્રોજેક્ટ બનાવવાની પણ ચર્ચા થઈ હતી. મંગળવારે ભરૂચમાં મોદીએ કેશુબાપાના વખાણ કર્યા હતા બાદ આજે તેમને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવા માટે જાતે દરખાસ્ત મૂકતા આ એક નવો સંકેત હોવાનું માનવામાં આવી રહ્યું છે.સોમનાથ ટ્રસ્ટની ૧૧૬મી બેઠક આજે ટ્રસ્ટનાં વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં મળી હતી. જેમાં ટ્રસ્ટી કેશુભાઇ પટેલ, નરેન્દ્ર મોદી, એલ. કે. અડવાણી, અમીત શાહ, જે. ડી. પરમાર, પી. કે. લહેરી, હર્ષવર્ધન નિવેટીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મંદિરનાં વિકાસ મુદ્દે ચર્ચાઓ થઇ હતી. ખાસ કરીને ભારતનાં દક્ષિણ, પૂર્વ અને ઉતરના રાજ્યોમાંથી આવવા ઇચ્છતા ભાવિકો માટે સગવડો ઉભી કરવા ચર્ચા થઇ હતી. પ૧ શક્તિપીઠોમાંથી વિલુપ્ત થયેલા પ્રભાસપાટણમાં ચંદ્રભાગા શક્તિપીઠનું પુન:સ્થાપન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મિટીંગમાં ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ અતિઆધુનિક સવલતોવાળું પાર્કિંગ, યાત્રીકો માટે સ્વાગત કેન્દ્રનાં પ્રોજેકટને મંજુરી અપાઈ હતી. દરીયાકાંઠે ધોવાણ અટકાવવાનાં હેતુથી રીટેઇનીંગ પ્રોટેક્શન દિવાલ અને સી ફેસીંગ વોક-વેને પણ મંજુરી આપી હતી. 

લખનઉ:શહેરના ઠાકુરગંજ વિસ્તારમાં યુપી ATS અને સંદિગ્ધ આતંકવાદી વચ્ચે એન્કાઉન્ટર થયું. જેમાં રાત્રે અઢી વાગ્યે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. પોલીસને ઘરમાંથી કેટલાક પાસપોર્ટ્સ, બોમ્બ બનાવવાની સામગ્રી, આતંકવાદી સંગઠન ISનો ઝંડો, સીમકાર્ડ્સ, પિસ્તોલ તથા કેટલાક કારતૂસ મળી આવ્યાં હતાં. યુપી એટીએસ તથા યુપીના ડીજીપી  જાવેદ અહેમદે જણાવ્યું હતું કે, માર્યે ગયેલો આતંકવાદી ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો હતો.
આતંકવાદી એક ઘરમાં છુપાયો હતો. શરૂઆતમાં બંને તરફથી પહેલાં થોડા થોડા અંતરે ફાયરિંગ થયું પછી ફાયરિંગ બંધ થઇ ગયું હતું. એટીએસે શંકાસ્પદ આતંકવાદી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું કહ્યું હતું કે તે જીવ દઇ દેશે, પરંતુ સરન્ડર કરશે નહીં. ત્યારબાદ ફાયરિંગ ફરીથી જોરદાર ફાયરિંગ શરૂ થઇ ગયું. આ શંકાસ્પદ આતંકવાદીના તાર એમપીમાં મંગળવારે થયેલા ટ્રેન બ્લાસ્ટ સાથે જોડાયેલા છે. યૂપી એટીએસ અને ઇટાવાના ત્રણ શંકાસ્પદ અરેસ્ટ કર્યા. તો બીજી તરફ એમપી પોલીસે ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે. તેમની ધરપકડ તે લખનઉમાં સંતાયો હોવાના ઇનપુટ પ્રાપ્ત થયા હતા.

ગુજરાત માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદી સોમનાથના દર્શને ત્રણ વર્ષ બાદ આવ્યા હતા. સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન મોદીનો સોમનાથમાં અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેના વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશમાં આપણે કેસરિયા ક્રાંતિ કરવાની છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર ગુજરાત ના દરિયા કિનારાના વિકાસ માટે સાગરમાલા યોજના હેઠળ ૪૫,૦૦૦ કરોડનો ખર્ચ કરશે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્ય બાદ પ્રથમ વાર સોમનાથ મંદિરના દર્શને આવ્યા હતા. બાબા સોમનાથના દર્શન સમયે તેમની ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી કેશભાઈ પટેલ પણ હાજર હતા. મંદિરમાં પૂજા અર્ચના બાદ વડાપ્રધાન મોદી સોમથાન ટ્રસ્ટની બેઠકમાં હિસ્સો લેશે.

જયારે આજે ૮ માર્ચે સોમનાથથી પરત ફરીને “વિશ્વ મહિલા દિવસ” નિમિત્તે મહાત્મા મંદિર ખાતે યોજાયેલ મહિલા સરપંચોના સંમેલનની અધ્યક્ષતા કરશે. જેમાં સમગ્ર ભારતમાંથી આવેલ આશરે ૬ હજાર જેટલી સન્માનનીય મહિલા સરપંચ ભાગ લેનાર છે.

વિશ્વ મહિલા દિને ગાંધીનગરમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં મહિલા સરપંચનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં ગુજરાતની નહીં જ પરંતુ સમગ્ર ભારતની મહિલા સરપંચ આવશે. જેમાં શ્રેષ્ઠ મહિલા સરપંચને સન્માનિત પણ કરવામાં આવશે. આઠમી માર્ચે યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતની પાંચ હજાર સહિત સમગ્ર ભારતમાંથી કુલ ૧૧ હજાર જેટલી મહિલા સરપંચ હાજર રહેશે.

કેન્દ્ર સરકારે ખેડૂતો અને નાના વેપારીઓને GSTના રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ વાર્ષિક રૂપિયા ૨૦ લાખ સુધીનો કારોબાર કરતા વેપારીઓએ પણ GSTના રજીસ્ટ્રેશન નહીં કરાવવું પડે. GST પરિષદે કમિશ્નર સ્તરના અધિકારીઓને કરદાતા ને ટુકડે ટુકડે કર ભરવા છુટ આપવાની સત્તા આપી છે.

કેન્દ્રીય નાંણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં યોજાયેલી GST પરિષદની બેઠકમાં એકીકૃત જીએસટી વિધેયકને મંજુરી આપી દેવામાં આવી છે. જેના લીધે આગામી સપ્તાહમાં તેને સંસદમાં રજુ કરવાનો રસ્તો મોકળો થયો છે. આ પરિષદમાં તમામ રાજ્યના પ્રતિનિધિ છે. પરિષદમાં પૂર્વોતર અને પહાડી રાજ્યોને છોડીને તમામ રાજયો માટે ૨૦ લાખ રૂપિયાની આવક મર્યાદા નક્કી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નાંણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોઈપણ વ્યવસાયમાં વાર્ષિક કારોબાર ૨૦ લાખ સુધી હશે તો તેને GSTના રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવશે. જો કે આ ઉપરાંત તે ઈચ્છે તો જાતે આ વ્યવસ્થાનો હિસ્સો બની શકે છે. આ ઉપરાંત ખેતીવાડી એટલે કે ખેડૂતો જે આવક ખેત ઉત્પાદનમાંથી મેળવે છે તેમને હવે GST નું રજીસ્ટ્રેશન કરાવવાની જરુર નથી

ગુજરાત માં અમદાવાદ,ભાવનગર,તાપી,આણંદ અને પંચમહાલ જીલ્લામાં સરકાર રૂપિયા ૫૯૪ લાખના ખર્ચે ૨૧૦૧ આવાસોનું નિર્માણ કરવામાં આવશે તેમ સામાજિક અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે વિધાનસભામાં જણાવ્યું હતું. Gujarat ના નાગરિકોને ઘરનું ઘર આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગરીબી રેખાથી નીચેના નાગરિકોને આવાસ પૂરા પાડવા રૂા.પ૯૪ લાખનાં ખર્ચે ર૧૦૧ આવાસો બનાવવામાં આવશે. આ આવાસો પાંચ જિલ્‍લામાં બનાવાશે તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામભાઇ પરમારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહમાં દીનદયાળ ઉપાધ્‍યાય આવાસ યોજના અંગેનાં પ્રશ્નોત્તરીનાં જવાબમાં સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી આત્‍મારામભાઇ પરમારે જણાવ્‍યું હતું કે, પંચમહાલ જિલ્‍લામાં દીનદયાળ આવાસ યોજના હેઠળ પ૬૮ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત, તાપી જિલ્‍લામાં રૂ.૪૦.૪૧ લાખનાં ખર્ચે ૯૪, આણંદમાં રૂા.૧૩૦ લાખના ખર્ચે ૩૬૯, અમદાવાદમાં રૂ.૩૪૪.૭૪ લાખના ખર્ચે ૮૩પ તથા ભાવનગર જિલ્‍લામાં રૂા.૭૯.ર૪ લાખનાં ખર્ચે ૩ર૬ દીનદયાળ ઉપાધ્‍યાય આવાસનું નિર્માણ કરવામાં આવશે.

કોઝીકોડ : કેરળ માં કોઝીકોડના નદાપુરમમાં આરએસએસ ઓફીસ બહાર દેશી બોમ્બથી હુમલો થયો છે. આ બ્લાસ્ટમાં ભાજપના 4 કાર્યકર્તાઓ ઘાયલ થવાના સમાચાર છે. જો કે, બ્લાસ્ટ બાદ આ વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. આ હુમલો આરએસએસના સહ પ્રચાર પ્રમુખ કુંદન ચંદ્રાવતના તે નિવેદનના થોડાક કલાક બાદ આવ્યું છે, જેમાં તેમણે કેરલના મુખ્યમંત્રીનું માથું લાવવાની વાત કહી હતી.

જો કે, Kerala માં વારંવાર થઇ રહેલ હુમલા મામલે સંઘે કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માંગણી કરી છે. આ બ્લાસ્ટના સમાચાર બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોચી ગઈ છે. આ બ્લાસ્ટ ગુરુવારે મોડી રાતે થયો હતો. બ્લાસ્ટમાં ઘાયલ ભાજપ કાર્યકર્તાઓને કોઝીકોડની રાજકીય મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે પોલીસે નદાપુરમમાં સુરક્ષા વધારી દીધી છે.

તમને જણાવી દઈએ કે, કુંદન ચંદ્રાવતે કેરલમાં સ્વયં સેવકોના કથિત આધાર પર માકપા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ હત્યાનો બદલો લેવા પર ઇનામની જાહેરાત કરી હતી. તેમણે કેરળના મુખ્યમંત્રી પીનરાઈ વિજયનનું માથું કાપી લાવવા માટે એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૩૦૦ નિર્દોષ લોકો માર્યા ગયા પરંતુ કેરળના મુખ્યમંત્રીએ તેમને નજરઅંદાજ કર્યા.

તમને જણાવી દઈએ કે, ચંદ્રાવતની આ ટીપ્પણીથી રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. જો કે, આરએસએસ પાર્ટી ચંદ્રાવતની ટીપ્પણીથી દુર રહી છે. સંઘના રાષ્ટ્રીય સહ પ્રચાર પ્રમુખ જે. નંદ કુમાર કહ્યું કે, આરએસએસ આવી ટીપ્પણીઓની કડક નિંદા કરે છે. સંઘ હિંસામાં વિશ્વાસ નથી રાખતું.

ગુજરાત માં અમુલે દૂધના ભાવમાં શનિવારથી લીટરે બે રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે. અમુલ આ ભાવ વધારો તેના તમામ બ્રાંડના દૂધ પર શનિવાર મધરાતથી અમલી કરશે. ભાવ વધારાને લીધે અમુલની ગોલ્ડ, શક્તિ અને ટોન્ડ દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો છે.જેના લીધે અમુલ ગોલ્ડનો લીટરનો ભાવ ૫૦ રૂપિયાથી વધીને ૫૨ રૂપિયા થયો છે.દૂધ ઉત્પાદનનો ખર્ચ વધતા ભાવ વધારો કરાયો.

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રબંધ નિર્દેશક આર.એસ સોઢીનું કહેવું છે કે, દૂધ ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે. અમે ખેડૂતોને પાછળના વર્ષની તુલના કરતા ૭-૮ ટકા વધારે ચુકવણી કરીએ છીએ.જેના લીધે દૂધના ભાવમાં ના છુટકે વધારો કરવાની ફરજ પડી છે.

સરકારી સબસિડી વિનાના ઘરેલું રાંધણગેસ (LPG Cylinder)ના સિલિન્ડરની કિંમત 86 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓએ કાચા તેલ (ઓઈલ)ના આંતરરાષ્ટ્રીય મૂલ્યમાં આવેલી તેજી આવ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે.

ગ્રાહકોએ 14.2 કિલોના સરકારી સબસિડી વિનાના LPG સિલિન્ડર હવે 737.50 રૂપિયામાં મળશે. આ અગાઉ આ LPG સિલિન્ડર ની કિંમત 651.50 રૂપિયા હતી.

સરકારી સબસિડી વિનાના એલપીજી સિલિન્ડર તેમણે ખરીદવાના હોય છે કે જેમને સબસિડી છોડી દીધી છે અથવા તો પછી 12 સબસિડી વાળા સિલિન્ડરનો વર્ષનો કોટા વાપરી ચૂક્યા છે.

સામાન્ય ગ્રાહકોએ પણ વધારેલી કિંમતની ચુકવણી કરવી પડશે, જો કે તેમને પરત વધુ સબસિડી તેમના બેંક ખાતામાં મળી જશે અને તેમના માટે આ ભાવ વધારો બેઅસર થશે.

આ અગાઉ એક ફેબ્રુઆરીના રોજ સીલીન્ડરની કિંમતમાં 66.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. બુધવારે થયેલો વધારો અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો ગણાવવામાં આવી રહ્યો છે.

Archived News

.