રાજ્ય સરકાર દ્વારા પ્રેમિલા માટે આર્ચરી-તિરંદાજીની ધનિષ્ઠ તાલીમની વ્યવસ્થા કરાઈ

થાઈલેન્ડમાં યોજાનારી એશિયા કપ આર્ચરીમાં ગુજરાતની પ્રેમિલા બારિયાની પસંદગી કરવામાં આવી છે. જેના અંતર્ગત પ્રેમીલાને સઘન તાલીમ પણ આપવામાં આવી રહી છે.

ગુજરાત ના પંચમહાલ જિલ્લાની વનબંધુ તિરંદાજ દીકરી કુ.પ્રેમિલા બારીયાની આગામી તા. ૧૯ થી રપ માર્ચ, ર૦૧૭ દરમિયાન થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાનાર એશિયા કપ આર્ચરીમાં ભારતીય ટીમમાં પસંદગી કરાઇ છે. એશિયા કપ માટે પ્રેમિલાને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા નડિયાદ ખાતે વિવિધ શ્રેષ્ઠ કોચ દ્વારા ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવી રહી છે.

ગુજરાત ના આદિજાતિ જિલ્લાના અંતરિયાળ વિસ્તારની આ ખેલાડીએ આર્ચરી રમતની તાલીમ ઘોઘંબા ખાતે રાજ્ય સરકાર દ્વારા અમલી SAG ‘શિક્ષણની સાથે રમત’ની નીતિ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત અનુસૂચિત જનજાતિ ઇન સ્કૂલ યોજનાની શ્રીજી આશ્રમ શાળામાં લીધી છે.

આ સ્કૂલમાં ઇન-સ્કૂલ ટ્રેનર ભારીયાભાઇ રાઠવા પાસેથી પ્રાથમિક તાલીમ મેળવી ‘ખેલે ગુજરાત’ અંતર્ગત યોજાયેલ સમર કેમ્પમાંથી હાલમાં નડિયાદ ખાતે ચાલતી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની આર્ચરી રમતની એકેડમીમાં પસંદગી પામી છે.

નવી દિલ્હી માં રામજસ રો મામલે ABVP એ મારપીટના આરોપમાં ધરપકડ કરાયેલ બે વિધાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ABVP એ પ્રશાંત અને વિનાયક નામના આ વિધાર્થીઓને પ્રાથમિક સદસ્યતામાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

આ બંને વિધાર્થીઓ પર કાલે દિલ્હીની ખાલસા કોલેજની લાલબત્તી પાસે વામપંથી વિધાર્થીઓ સાથે થયેલ મારપીટની ઘટનામાં સામેલ થવાનો આરોપ છે. ABVP એ મારપીટની આ ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે, તે અભિયાનમાં હિંસામુક્ત માહોલ બનાવવાના હકમાં છે

ABVP તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સંગઠન આ મામલે આંતરિક તપાસ કરી રહ્યા છે, જ્યારબાદ આગળની કાર્યવાહી કરાવવામાં આવશે. ABVP એ પોલીસને આ મામલાની તપાસ કરીને બંને પક્ષોના આરોપી વિધાર્થીઓ પર કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે.

સુપ્રસિદ્ધ હાસ્ય લેખક અને પદ્મશ્રી તારક મેહતા નું અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું છે.
તારક મેહતા ના અવસાનના પગલે તેમના પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

હાસ્ય લેખક તારક મહેતાનો તા. ૨૬-૧૨-૧૯૨૯ના રોજ જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે વર્ષ ૧૯૪૫માં મૅટ્રિકની પરીક્ષા પાસ કાર્ય પછી તેઓએ મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યું હતું.

ત્યાર બાદ એમ. એ.ની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે વર્ષ ૧૯૫૮-૫૯માં તેઓ ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી પદે નિયુક્ત થયા હતા. ત્યાર બાદ તેઓ વર્ષ ૧૯૫૯-૬૦માં દરમિયાન ‘પ્રજાતંત્ર’ દૈનિકના ડેપ્યુટી એડિટર પદે રહ્યાં હતા.

વર્ષ ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી તરીકે તેમણે સેવા આપી હતી.

તેમની દુનિયાના ઉંધા ચશ્માં નામના કટાર લેખને ભારે સફળતા મળી હતી. જેના ઉપરથી Sony ટીવી દ્વારા ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ નામની સિરિયલ શરુ કરવામાં આવી છે. આ સિરિયલ છેલ્લા આઠ વર્ષથી સફળતાના શિખરો સર કર્યા છે.

ગુરૂવારે શોફિયાનમાં સેનાની ટૂકડી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે ચાર અન્ય ઘાયલ થયા છે. જ્યારે એક મહિલાનું મોત થયું છે. 
 

સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ સૈનિકો શોફિયાનના માત્રિગામમાં એન્ટી-ટેરર ઓપરશનને અંજામ આપી પરત ફરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમની ઉપર હુમલો કર્યો હતો. સવારે લગભગ અઢી વાગ્યે થયેલા આ હુમલામાં ત્રણ જવાન વીરગતિને વર્યા છે, જ્યારે ચાર અન્ય ઘાયલ થયા છે. ઘાયલોમાં એક સૈન્ય અધિકારીનો પણ સમાવેશ થાય છે. 

ઘટના બાદ તરત જ સેના દ્વારા આતંકવાદીઓ સામે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ગાઢ અંધકારને કારણે નાસી છૂટવામાં આતંકવાદીઓને સફળતા મળી હતી. સામે-સામેના ગોળીબારમાં એક મહિલાનું મોત થયું હતું. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ભારતીય સેનાને થયેલી આ મોટી ખુંવારી છે. 
ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની દેશભરમાં નવતર પહેલરૂપ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ગાંધીનગરમાં લોન્ચ કરી હતી. તેમણે પ્રતિકરુપે 10 જેટલા વિદેશ જનારા યુવક-યુવતિઓને ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાયવીંગ પરમીટ અર્પણ કરી હતી. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ભારતમાંથી વિદેશમાં પ્રવાસન માટે કે ટુંકાગાળા માટે જતાં ભારતીય નાગરિકોને જે તે દેશમાં વાહન હંકારવા માટેની પરમીટ જે તે આર.ટી.ઓ. દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે.
 
 
નાગરિકોને વિદેશની ધરતી ઉપર મુશ્કેલીમાં મુકાવું પડશે નહિ
 
આ ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ઓછામાં ઓછા એક વર્ષની હોય છે. અને જો વીઝાનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય તો તેટલા સમયગાળા માટે ઇસ્યુ કરવામાં આવે છે. હાલ ઇસ્યુ કરવામાં આવતું ડ્રાઇવીંગ લાયસન્સ બુક ફોર્મેટમાં અને હાથથી લખાણવાળું હોવાથી તેને સાચવવામાં ઘણી તકલીફ રહેતી હતી, તે આ નવા સ્માર્ટ કાર્ડથી દૂર થઇ જશે. એટલું જ નહિ, જ્યારે આંતરરાષ્ટ્રીય ઓથોરીટી સમક્ષ રજુ કરવામાં આવશે ત્યારે પરમીટની Authenticity અને  Credibility અંગે કોઇ શંકા ઉપસ્થિત થશે નહીં. આપણા પ્રવાસીઓને અને નાગરિકોને વિદેશની ધરતી ઉપર મુશ્કેલીમાં મુકાવું પડશે નહિ.
 
ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ઇસ્યુ કરવામાં આવશે
 
આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ પરમીટ સાચવવામાં અનુકૂળ રહેશે અને તે પણ આધાર, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ક્રેડીટકાર્ડની જેમ પર્સમાં સાચવી શકાશે. ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ માટે ફી તરીકે રૂા.500/- વસુલ કરવામાં આવે છે. આ ફીમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ઇસ્યૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ નવતર પહેલરૂપ અભિગમ માટે વાહનવ્યવહાર વિભાગને બિરદાવ્યો હતો.

ઉત્તર પ્રદેશ : UP માં ચુંટણીને લઈને દરેક પાર્ટીઓ જોરશોરમાં છે, ત્યારે યુપીની ગાદી કોના નસીબમાં હશે? આ સવાલ યુપીની જનતાના મનમાં છે. ત્યારે યુપી વિધાનસભા ચુંટણીના ચોથા તબક્કાની ૫૩ સીટો પર મતદાન થશે. મતદાન માટે કડક સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ચોથા તબક્કાની ચુંટણીમાં પણ ઘણા દિગ્ગજ રાજનેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લગાવી દીધી છે. મહત્વપૂર્ણ છે કે યુપીમાં બધી પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલીઓને સંબોધી રહ્યા છે. આ ચૂંટણી જીતવા માટે દરેક રાજકીય પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. નોંધનીય છે કે, ચોથા તબક્કામાં જે ૧૧ જીલ્લાની ૫૩ સીટો ૨૩ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે ત્યાં ૧૮ ટકા અપરાધિક પૃષ્ઠભૂમિવાળા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ચોથા તબક્કાની વિધાનસભા ચૂંટણી દરમિયાન ૧૮૯ કરોડપતિ ઉમેદવાર મેદાનમાં છે જયારે ૧૧૬ ઉમેદવારો વિરુદ્ધ અપરાધિક કેસ છે.

ગુજરાત વિધાનસભામાં આજે રજુ કરાયેલા બજેટમાં નાંણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં જુલાઈ માસથી GST નો અમલ થશે. જેમાં પ્રવર્તમાન વેટના દરમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વર્ષના બજેટમાં કોઈપણ નવા વેરા ઝીંકવામાં આવ્યા નથી. તેમજ આર.ટી.ઓ ટેક્સમાં પણ રાહત આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા નાંણા મંત્રી નીતિન પટેલે આજે વર્ષ ૨૦૧૭-૧૮ માટે લોકપ્રિય બજેટ રજુ કર્યું હતું. જેમાં સરકારે આ બજેટમાં દરેક સેક્ટર અને દરેક વર્ગને ધ્યાનમાં રાખીને અનેક જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સરકારે યુવા વર્ગને ધ્યાનમાં રાખીને રૂપિયા ૧૦૦૦ના ટોકન ભાવે લેપટોપ આપવાનો અને મેડીકલનો અભ્યાસ કરતી યુવતીઓની ફી સરકાર ભરશે તેવી જાહેરાત કરી હતી.

આ ઉપરાંત બજેટમાં સરકારે ખેડૂતોને પણ રાજી રાખવા માટે પાક માટે ૧ ટકા દરે લોન આપવા માટે ૫૦૦ કરોડના અલાયદા ફંડની જાહેરાત કરી છે. આ ઉપરાંત બજેટમાં સરકારે પ્રાથમિક શાળામાં ચોપડા અને ગણવેશ મફત આપવાની પણ જાહેરાત કરી છે.

દિલ્હી ટેકનોલોજિકલ યુનિવર્સિટી (DTU)ના એક વિદ્યાર્થીને અમેરિકા સ્થિત ટેક્સી એગ્રીગેટર ઉબેર તરફથી ૧,૧૦,૦૦૦ અમેરિકન ડોલર (અંદાજે ૭૧ લાખ રૂપિયા)નું વાર્ષિક પેકેજ મળ્યું છે.

દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂકેલો સિદ્ધાર્થ દિલ્હી ટેકનોલોજિકલ યુનિવર્સિટી (DTU)માં કમ્પ્યુટર સાયન્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.

આ અંગે સિદ્ધાર્થે કહ્યું હતું કે, આ ઓફર તેના માટે ઘણી મહત્વપૂર્ણ છે. ઉબેરમાં તેને ઘણું બધું શીખવા મળશે. તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે તેમણે ઉબેરમાં ત્રણ મહિના ઇન્ટર્નશિપ કરી હતી, આ ઇન્ટર્નશિપ દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું હતું.

ગુજરાત  ના શ્રમ રોજગાર વિભાગ દ્વારા રાજ્યમાં તા. ૧૧ થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન મેગા જોબ ફેર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કુલ પ૦ હજાર યુવાનોને આ અભિયાન દરમિયાન રોજગારી આપવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધી યોજાયેલા ત્રણ તબક્કામાં જ ૬૬૭૬૭ યુવાનોને રોજગારી પ્રાપ્ત થતાં ૧૦૦ ટકાથી વધુ સિધ્ધિ હાંસલ થઇ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની યુવાઓને રોજગાર પુરો પાડવાની પ્રતિબદ્ધતા રૂપે યોજાઇ રહેલા મેગા જોબ ફેરના ત્રીજા તબક્કામાં ગઈકાલે ગુરુવારે વડોદરા, ભરૂચ અને ગાંધીધામમાં આયોજિત જોબ ફેરમાં નોંધાયેલા ૩૭,૭૪૯ ઉમેદવારોમાંથી એક જ દિવસમાં ૨૫૩૮૬ને રોજગારી આપવામાં આવી છે. અત્યાર સુધીના ત્રણેય તબક્કામાં એક જ દિવસમાં રોજગારી આપવામાં આ ત્રીજો તબક્કો અગ્રેસર રહ્યો છે. આ જોબફેરમાં ૫૭૪ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુવારે વડોદરા ખાતે યોજાયેલા મેગા જોબ ફેરમાં ૧૮૫ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જિલ્લાના ૧૬,૦૧૦ રોજગાર વાંચ્છુઓમાંથી ૧૦,૧૪૨ને રોજગારી અપાઇ છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ભરૂચ ખાતે યોજાયેલા મેગા જોબ ફેરમાં ૨૮૭ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ૧૫,૪૬૭ યુવાનોમાંથી ૧૧,૨૧૬ યુવાનોને રોજગારી અપાઇ છે. જયારે ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લાના યોજાયેલા જોબ ફેરમાં ૧૦૨ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લાના ૬૨૭૨ ઉમેદવારોમાંથી ૪૦૨૮ની પસંદગી કરવામાં આવી છે. આમ કુલ ૩૭,૭૪૯ યુવાનોમાંથી ૨૫,૩૮૬ને રોજગારી અપાઇ છે.

દેશની ૨૩ IIT માં મંજૂર કરાયેલી શિક્ષકો (અધ્યાપકો)ની જગ્યાઓ પૈકીની અંદાજે ૩૫ ટકા જેટલી જગ્યાઓ ખાલી પડી હોવાની માહિતી આરટીઆઈ અંતર્ગત બહાર આવી છે. મધ્ય પ્રદેશના નીમચ શહેરના સામાજિક કાર્યકર ચંદ્રશેખર ગૌડે માહિતીના અધિકાર (RTI)ના આધારે વિગતો જાહેર કરી છે.
ચંદ્રશેખર ગૌડની આરટીઆઈની અરજીના જવાબમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલયના એક અધિકારીએ ૧ ઓકટોબર ૨૦૧૬ સુધીની સ્થિતિ મુજબની માહિતી આપી છે. આઠ જૂની IIT માં અધ્યાપકોની ૩૭ ટકા જગ્યાઓ ખાલી પડી છે. જયારે નવી બનેલી ૧૫ IIT ની પણ આવી જ હાલત છે.
દેશની વિવિધ IIT માં અધ્યાપકોની સરેરાશ ૩૫ ટકા જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. જેમાં IIT મુંબઈમાં ૩૦%, IIT દિલ્હીમાં ૩૫%, IIT ગુવાહાટીમાં ૨૭%, IIT કાનપુરમાં ૩૭%, IIT ખડગપુરમાં ૪૬%, IIT મદ્રાસમાં ૨૮%, IIT રુડકીમાં ૪૫% અને IIT બીએચયુ ૪૭% અધ્યાપકોની જગ્યા ખાલી પડેલી છે.

Archived News

.