ગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૧મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલોલ ખાતે ઉત્સાહપુર્વક કરવામાં આવી હતી. ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ રાષ્ટ્રઘ્વજ ફરકાવી સલામી આપી હતી. મંત્રીશ્રીએ મહામુલી આઝાદી અપાવનાર નામી અનામી વીર  શહીદોને શ્રધ્ઘાસુમન અર્પણ કર્યા હતા.

                 આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગાંધીજી અને સરદાર વલ્લભાઇ પટેલ બંને વીર સુપતો ગરવી ગુજરાતની ધરાના.. આપણાં ગુજરાતી. આપણે જયારે ગૌરવભેર ગાંધી અને સરદારને આપણા કહી યાદ કરીએ છીએ ત્યારે સ્વરાજયથી સુરાજય સુધીના એમણે જોયેલાં સ્વપ્નો સાકાર કરવાની આપણા સૌની જવાબદારી છે.

                  વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના નવયુવાનોમાં નવસર્જનનું સામર્થ્ય ખીલે એ માટે અનેક અવસરો પુરા પાડવામાં આવ્યા છે. યુવાનોને અહેસાસ છે કે, આ સરકારે નવયુવાનોના નવા લોહીમાં વોટર-મતદાતા નહી પણ પાવર- શક્તિના દર્શન કર્યા છે. રાજયના સાડા ત્રણ લાખ જેટલા યુવાનોને રાજય સરકાર તરફથી ટેબ્લેટ આપવાની યોજનાનો પરિણામલક્ષી અમલ કરી દેવામાં આવ્યો છે.આગામી સમયમાં ૧૦૦ રોજગાર ભરતી મેળાઓ યોજીને વધુ ૩ લાખ ઉપરાંત યુવાનોને રોજગારી આપવાની દિશામાં નક્કર કાર્યવાહી ચાલી રહી છે. રાજય સરકારમાં છેલ્લા એક વર્ષમાં ૮૦ હજાર કરતાં વધુ યુવાનોની ભરતી કરીને વહીવટમાં નવયુવાન લોહી સમ્મિલિત કરવામાં આવ્યું છે.

                    ગુજરાતના ધરતીપુત્રોના કાંડામાં ગજબનું કૌવત છે, તેવું કહી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે ખેડૂતોના કાંડામાં કૃષિ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા નવું જોમ, ઉત્સાહ અને બળ પુરા પાડ્યાં છે. વર્ષ- ૨૦૧૩ સુધીના પેન્ડીગ વીજ જોડાણો ૨૦૧૭ના અંત સુધીમાં અપી દેવાનો આ સરકારે ખેડૂત હિતલક્ષી મક્કમ નિર્ણય કર્યો છે. જેના પરિણામે સવા લાખ વીજ જોડાણો આપવાની દિશામાં નક્કર કામગીરી ચાલી રહી છે. ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે રૂ. ૧૬૦૦ કરોડની માતબર રકમ ખર્ચીને રાજય સરકારે તુવેર, મગફળીની મોટા પાયે ખરીદી કરી છે. નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ તેની પુર્ણ ઉંચાઇએ પહોંચાડી નર્મદા મૈયાના પાણીનો મહત્તમ ઉપયોગ કરી ખેડૂતોની ૩ લાખ એકર જમીનને સિંચાઇનો લાભ આપવામાં આવ્યો છે. સૌની યોજનાથી મોટા જળાશયો, સેંકડો ચેક-ડેમો, ૨૦ તળાવોમાં પાણી ભરીને ૨૦ હજાર એકર ઉપરાંત જમીનને નર્મદાનું પાણી આપવામાં આવેલું છે. સુજલામ-સુફલામ યોજનાની ૧૦ નહેરો અને ૧૦ પાઇપલાઇનો દ્વારા ૩૦૦ ઉપરાંત તળાવો પાણીથી ભરીને ઉત્તર ગુજરાતની ૩૦ હજાર એકર જમીનને પીયતનો લાભ આપવામાં આવ્યો છે. ખેતરમાં લહેરાતાં પાકોને રોઝ અને ભૂંડ જેવા જાનવરોથી રોંદાતો બચાવવા માટે ખેતરની ફરતે કાંટાળી વાડ સહાય આપવા માટે રૂ. ૭૫૦ કરોડની મહત્વકાંક્ષી યોજનાનો નક્કર અમલ આ સરકારે કર્યો છે. ૨૦૧૫ની ખરીફ સીઝનમાં થયેલા નુકશાન સામે માત્ર એક જ વર્ષમાં ૬ લાખ ખેડૂતોને તેમના રૂ. ૧,૭૯૫ કરોડની દાવાની રકમ આ સરકારે આપી છે.

 

                    વધુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, રાજયની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ધર આંગણે પુરા પાડવા માટે સેવાસતુ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. સેવાસેતુ થકી ૬૮ લાખ જેટલા વંચિતો, વનબંઘુઓ, પીડીતો અને ગરીબોની ૯૮ ટકા અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. કલોલ તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમમાં મળેલ ૫૬,૭૬૧ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ૧૦૫ ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને ૧૫ લાખ દરિદ્રનારાયણોને રૂ. ૩૮૦૦ કરોડની સાઘન- સહાય આપવામાં આવી છે. શ્રમિકોના પરિશ્રમની આ સરકારે હંમેશા દરકાર કરી છે. શ્રમિકોને ભોજન પુરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો અસરકારક અમલ આ સરકારે કર્યો છે. હાલમાં ૨૫ હજારથી વધુ શ્રમિકો અને તેમના કુટુંબીજનોને રૂ. ૧૦માં સાત્વિક ભોજન પુરું પાડવામાં આવી રહ્યું છે. કલોલ ખાતે ટાવર ચોક નજીક કડિયાનાકા પાસે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે.

ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રઘાન બનતાંની સાથે જ ૧૭ દિવસમાં સરદાર સરોવર ડેમ ઉપર દરવાજા મુકવાની ગુજરાતની વર્ષો જૂની માંગણી સંતોષી દીઘી હતી, તેવું જણાવી મંત્રીશ્રીએ જણા્વયું હતું કે, નર્મદા બંઘની ઉંચાઇ પુર્ણ કક્ષાએ પહોંચી જવાથી હવેની સીઝનથી જેટલું મળે છે તેના કરતાં લગભગ ૪ ઘણુ વધારે પાણી ગુજરાતના ખેડૂતોને મળશે. ગુજરાતના વિકાસનો સુવર્ણ યુગ આરંભાયો છે. વાયબ્રન્ટ ગુજરાત થકી રોજગાર, સ્વરોજગાર અને આર્થિક વિકાસના દ્વારા ખોલી આપ્યા છે. પરિશ્રમી, દીર્ધદ્રષ્ટિ પારદર્શક આ સરકારે ૩૬૫ દિવસમાં પોણા પાંચસો ઉપરાંત જનહિતના કલ્યાણકારી નિર્ણયો લીધા છે. ગુજરાતના યુવાનોને નશાખોરીમાંથી બચાવવા હુક્કાબાર ઉપર પ્રતિબંઘ અને દારૂના કાયદાને વધુ કડક બનાવાનો નિર્ણય લઇ તેનો અસરકારક અમલ આ સરકારે કર્યો છે. શિક્ષણના નામે થતાં વ્યાપાર અને શિક્ષણ માફિયાઓની સામે નિર્ણાયક સરકારે લાલ આંખ કરી ફી નિયમન ધારો અમલમાં મૂકી શિક્ષણ શુદ્ઘિનો મહાયજ્ઞા આરંભ્યો છે. ગાય માતાના દૂઘનું ઋણ અદા કરવા ગૌવંશ સુરક્ષા માટે આખા રાષ્ટ્રમાં ઐતિહાસિક કહી શકાય તેવો સંવેદશીલ નિર્ણય આ સરકારે આપ્યો છે. રાજકોટ ખાતે પ્રઘાનમંત્રીશ્રીની ઉપસ્થિતમાં ૧૮,૫૦૦ દિવ્યાંગ ગુજરાતી બાંધવોને રૂ. ૧૨.૩૩ કરોડના સાધનોનું વિતરણ કરી ગુજરાતે વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. ગરીબોને વ્યાજબી દરે દવાઓ ઉપલબ્ઘ થાય એ માટે રાજયમાં પ૦૦ પંડિત દીનદયાળ જેનરિક મેડિકલ સ્ટોર્સ ખોલવાનું નક્કર આયોજન છે. જે પૈકી ૧૩૦ જેટલા જેનરિક સ્ટોર્સ કાર્યરત છે.

                     આફત સામે ડગી જાય કે ઝૂકી જાય એ ગુજરાતની ફીતરત નથી, તેવું કહી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પાટણ અને બનાસકાંઠા પર આકાશી કહેરની જાણ થતાં જ ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તાત્કાલિક ગુજરાત આવી ગયા હતા. તેમજ મુખ્યમંત્રીશ્રી, વરિષ્ઠ મંત્રીશ્રીઓ, તથા મુખ્ય સચિવશ્રી થી માંડી ઉચ્ચ અધિકારીઓ બેહાલ બનાસકાંઠાને ફરી બેઠું કરવા લાગલગાટ પાંચ દિવસ સુધી ત્યાં જ રહ્યા હતાં. પુરગ્રસ્ત લોકોને મદદ કરવાના ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લાએ પણ ઉમદા કામગીરી કરી છે. પુરગ્રસ્તો માટે ૨ લાખથી વધુ ફૂડ પેકેટ, જીવન જરૂરિયાતવાળી કીટ તથા પાણીના પાઉચ એકઠા કરીને ત્યાં પહાંચતી કરી હતી. તેઓશ્રીએ આજે સ્વાતંત્ર્ય પર્વના પાવન દિવસે સર્વે લોકોને મુખ્ય મંત્રીશ્રીની રાહતનિધીમાં ઉદાર હાથે ફાળો આપવાની અનુરોધ કર્યો હતો.

                    વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા સારું ખૂબ જ ટુંકા ગાળમાં ૧૮ હજારથી વધુ પોલીસ કર્મચારીઓની વિવિધ જગ્યાએ ભરતી કરવામાં આવી છે. લોકશાહીમાં લોકાભિમુખ વહીવટ થાય અને લોકોને ઘર આંગણે ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય ઝડપથી મળી શકે તે માટે ગુજરાત હાઇકોર્ટના પરામર્શમાં રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં અને તાલુકામાં કોર્ટ કાર્યરત કરવામાં આવી છે.

                   આ પ્રસંગે મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે કલેકટર શ્રી સતીશ પટેલને કલોલ તાલુકા માટે ૨૫ લાખ અને માણસા, દહેગામ તથા ગાંધીનગર તાલુકાના વિકાસ કામો માટે દરેકને ૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલોલની વિવિધ શાળાઓનો બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ ડોગ સ્કોડ દ્રારા ડોગના કરતબ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્તાઓનું સન્માન તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવાામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર શાળાઓના બાળકોના ગૃપ સાથે ફોટોગ્રાફી કરાવી હતી. તેમજ શાળાને ટ્રાફી પણ મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. તમામ લોકો માટે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા સ્વાઇન ફુલના ઉકાળાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

 

                  આ રાષ્ટ્રીય પર્વમાં કલોલના ઘારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, નગરપાલિકા પ્રમખુ શ્રી આનંદીબેન પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.પી.દેસાઇ, નિવાસી અધિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજા, કલોલ પ્રાંત અધિકારી શ્રી કે.વી.ભાલોડિયા સહિત મોટી સંખ્યામાં કલોલના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. 

રાજ્ય માં વરસાદે સાર્વત્રિક રીતે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.રાજ્યના 38 તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો છે.રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યનો મોસમનો કુલ વરસાદ 80.52 ટાકા જેટલો નોંધાયો છે.જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત રીજીયનમાં 121.42 ટકા અને સૌથી ઓછો પૂર્વ-મધ્ય ગુજરાતમાં 64.41 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

 પાટનગરમાં ઢોરપકડ ઝુંબેશ સ્થગિત કરાતાં ઠેર ઠેર રખડતાં ઢોરોના અડીંગા શરૂ થયા છે. જેને
 
કારણે રાહદારીઓ અને વાહનચાલક મુશ્કેલીમાં મૂકાયા છે. મનપાને આપેલી બાંહેધરીનો
 
કેટલાક પશુમાલિકોએ અમલ ન કરતાં આ પરિસ્થિતિ સર્જાવા પામી છે. ઢોરવાડાની વૈકલ્પિક
 
વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી એક મહિનાથી લાંબો નાગરિકોએ આ સ્થિતિનો સામનો
 
કરવો પડશે. સ્માર્ટ સિટીના છાશવારે ગાણાં ગાતી સરકારના પ્રોજેક્ટના પાશેરામાં આ પહેલી
 
પૂણી જેવો ઘાટ ઘડાયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના ઢોરવાડામાં ઊંડા કાદવ
 
અને ગંદકી વચ્ચે તંત્રની બેદરકારીને કારણે દસ જેટલી ગાયોના મોત થતાં જ પશુપાલકો સહિત જીવદયા પ્રેમીઓએ મનપાના
 
વહીવટદારો પર પસ્તાળ પાડી ઉગ્ર વિરોધ કર્યો હતો જેને પગલે મનપા તંત્રએ શરણાગતિ સ્વીકારને નવો
 
ઢોર ડબ્બો તૈયાર ન થાય ત્યાં સુધી શહેરમાં ઢોર પકડવાની ઝુંબેશ પર હંગામી પ્રતિબંધ જાહેર કરવાની ફરજ પડી છે.
 
જો કે પશુપાલકો પાસેથી પણ માર્ગો પર જાહેરમાં ઢોર રખડતાં નહિ રાખવાની બાંહેધરી પણ લેવામાં આવી છે.
 
કેટલાક પશુમાલિકોએ બાંહેધરીનું પાલન કરવાની ખાતરી પાળી છે પરંતુ  ઢોરપકડ
 
ઝુંબેશ બંધ થતાં જ અમુક પશુપાલકોએ બેદરકારી દાખવતાં શહેરના માર્ગો-રહેણાંકોમાં રખડતા ઢોરોનો
 
ત્રાસ અનુભવાઈ રહ્યો છે. મહાનગરપાલિકા તંત્રની ધરાર બેદરકારીને કારણે ઢોરપકડ ઝુંબેશ સ્થગિત થતાં
 
વિના વાંકે નાગરિકો જોખમમાં મૂકાઈ ગયા છે ત્યારે પશુઓની સુરક્ષા-સુવિધા સાથેનો ઢોરવાડો સત્વરે
 
તૈયાર થઈ મુશ્કેલીમાંથી છુટકારો મળે તેવી અપેક્ષા નાગરિકોએ વ્યક્ત કરી છે

છેલ્લા 4 દિવસ થી મેઘરાજાની અવિરત મહેર થી સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે,ઉપરવાસ માં સતત વરસી રહેલા વરસાદ ના પરિણામે  સાબરમતિ નદી ઉપર આવેલા સાબરકાંઠાના ધરોઇ ડેમમાં પાણીની આવક મોટા પ્રમાણમાં થઇ છે.પરિણામે ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા પાટનગરમાંથી પસાર થતી સાબરમતિ નદી બે કાંઠે જોવા મળી રહી છે. ડેમમાંથી 50 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરકાંઠાના ધરોઇ ડેમમાં સાબરકાંઠા અને રાજસ્થાનમાંથી વરસાદી પાણીની આવક થઇ છે,શહેર પાસેથી પસાર થતી સાબરમતિ નદીને બે કાંઠે જોવી એક નસીબની વાત થઇ ગઇ છે ત્યારે સતત બીજા વર્ષે સાબરમતિ નદી બે કાંઠે થઇ છે.

 શહેર માં તાજેતર માં શરુ થયેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના નો આશરે 500 જેટલા શ્રમિકો લાભ લઇ રહ્યો હોવાથી , તંત્ર હવે આ યોજના ને ગીસ્ત સીટી બાજુ પણ શરુ કરવાનું વિચારી રહ્યું છે.
ગાંધીનગર શહેરના સેક્ટર-6 કાડિયાનાકા ખાતે રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજના માં બાંધકામ માટે જતા મોટા ભાગ ના શ્રમિકો લાભ લઇ રહ્યા છે.આ યોજના હેતાળ શ્રમિકો ને માત્ર 10 રૂપિયા માં સાત્વિક ભોજન આપવામાં આવે છે.જેમાં 5 થી 7 રોટલી,શાક,દળ-ભાત,અથાણું,ચટણી,અને ડુંગળી-મરચાનો સમાવેશ થાય છે.અઠવાડિયા ના  શ્રમિક લાભાર્થીઓ ને આ સેવા નો લાભ મળી રહ્યો છે.
અત્યારે હાલ ના સમયે તો હોંશેહોંશે ભરપેટ જમતા શ્રમિક પરિવારો સરકાર નો આ યોજના માટે  રહી છે ત્યાં બીજી બાજુ શ્રમિક અન્નપૂર્ણા યોજના  ચૂંટણી સુધી તો સીમિત નહિ રહે ને એ વાત નો મન માં દર પણ શ્રમિકો ને સતાવી રહ્યો છે અને સરકાર ની આ સેવા કાયમ માટે શરુ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
 શહેર માં તાજેતર માં શરુ થયેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના નો આશરે 500 જેટલા શ્રમિકો લાભ લઇ રહ્યો હોવાથી , તંત્ર હવે આ યોજના ને ગીસ્ત સીટી બાજુ પણ શરુ કરવાનું વિચારી રહ્યું છે.
ગાંધીનગર શહેરના સેક્ટર-6 કાડિયાનાકા ખાતે રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજના માં બાંધકામ માટે જતા મોટા ભાગ ના શ્રમિકો લાભ લઇ રહ્યા છે.આ યોજના હેતાળ શ્રમિકો ને માત્ર 10 રૂપિયા માં સાત્વિક ભોજન આપવામાં આવે છે.જેમાં 5 થી 7 રોટલી,શાક,દળ-ભાત,અથાણું,ચટણી,અને ડુંગળી-મરચાનો સમાવેશ થાય છે.અઠવાડિયા ના  શ્રમિક લાભાર્થીઓ ને આ સેવા નો લાભ મળી રહ્યો છે.
અત્યારે હાલ ના સમયે તો હોંશેહોંશે ભરપેટ જમતા શ્રમિક પરિવારો સરકાર નો આ યોજના માટે  રહી છે ત્યાં બીજી બાજુ શ્રમિક અન્નપૂર્ણા યોજના  ચૂંટણી સુધી તો સીમિત નહિ રહે ને એ વાત નો મન માં દર પણ શ્રમિકો ને સતાવી રહ્યો છે અને સરકાર ની આ સેવા કાયમ માટે શરુ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
 શહેર માં તાજેતર માં શરુ થયેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના નો આશરે 500 જેટલા શ્રમિકો લાભ લઇ રહ્યો હોવાથી , તંત્ર હવે આ યોજના ને ગીસ્ત સીટી બાજુ પણ શરુ કરવાનું વિચારી રહ્યું છે.
ગાંધીનગર શહેરના સેક્ટર-6 કાડિયાનાકા ખાતે રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજના માં બાંધકામ માટે જતા મોટા ભાગ ના શ્રમિકો લાભ લઇ રહ્યા છે.આ યોજના હેતાળ શ્રમિકો ને માત્ર 10 રૂપિયા માં સાત્વિક ભોજન આપવામાં આવે છે.જેમાં 5 થી 7 રોટલી,શાક,દળ-ભાત,અથાણું,ચટણી,અને ડુંગળી-મરચાનો સમાવેશ થાય છે.અઠવાડિયા ના  શ્રમિક લાભાર્થીઓ ને આ સેવા નો લાભ મળી રહ્યો છે.
અત્યારે હાલ ના સમયે તો હોંશેહોંશે ભરપેટ જમતા શ્રમિક પરિવારો સરકાર નો આ યોજના માટે  રહી છે ત્યાં બીજી બાજુ શ્રમિક અન્નપૂર્ણા યોજના  ચૂંટણી સુધી તો સીમિત નહિ રહે ને એ વાત નો મન માં દર પણ શ્રમિકો ને સતાવી રહ્યો છે અને સરકાર ની આ સેવા કાયમ માટે શરુ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
ગાંધીનગર શહેર-જિલ્લા માં ખાબકેલા વરસાદ ના કારણે સર્વત્ર જળબમ્બાકારની સ્થિતિ સર્જાઈ હતી, દિવસ દરમિયાન ઝરમરિયા બાદ સમી સાંજે ગાઢ વાદળોથી વાતાવરણ ઘેરાઈ ને વીજચમકારા સાથે વરસાદ ત્રાટક્યો હતો ,ચાર કલાક માંજ બે ઇંચ થી વધુ વરસાદ થતા ઠેર-ઠેર માર્ગો-મેદાનો પર પાણી ફરી વળ્યાં હતા,  જેને પગલે વાહનચાલકો , રાહદારીઓ અટવાયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જવા પામી હતી 
રાજ્યભરમાં હવામાન વિભાગના વરતારા મુજબ ભારે વરસાદ થયો છે.ગાંધીનગરમાં સીઝન નો પ્રથમ ભારે વરસાદ થયો હતો.
વરસાદ થી બચવા રાહદારીઓએ શોપિંગ,કોમ્પ્લેક્ષ ,બસસ્ટેન્ડ,વૃક્ષોની ઓથ લેવી પડી હતી.સે.24માં એક જગ્યા એ 
ભુવો પડતા તંત્રએ તકેદારી ના ત્વરિત પાગલા લીધા હતા.શહેરના સે.17/22 વિસ્તારમાં વર્ષો જૂની પાણી ભરવાની સમસ્યા યથાવત જોવા મળી હતી.આ વિસ્તારમાં ઘણા વાહનો બંધ થઇ જવા પામ્યા હતા કેટલાક સ્થળોએ સ્ટ્રીટ લાઈટ બંધ થઇ જતા મુશ્કેલી માં વધારો થયો હતો. બે-અઢી કલાકના સતત ભારે વરસાદ ને પગલે પાટનગર પાણી-પાણી થઇ ગયું હતું।દિવસો સુધીના અસહ્ય ઉકળાટ-ગરમી થી ત્રસ્ત લોકોએ આ વરસાદથી ઘણી રાહત અનુભવી હતી.
ગાંધીનગર ને સ્માર્ટ સીટી બનાવવામાં ગંદકી નું ગ્રહણ એડીઇ આવતું હોય એમ ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાની મહાનગરપાલિકાની યોજના લગભગ નિષ્ફળ બની રહી છે.આ યોજનાને અસરકારક બનાવવાની કવાયતના ભાગરૂપે હવે મનપા તંત્રએ વાહનો સાથેની એજન્સી નિયત કરવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરેથી કચરો એકત્ર કરવા માટે પાલિકાના જ વાહનો સાથેની એજન્સી નક્કી કરવામાં આવી હતી,પરંતુ એજન્સી દ્વારા આ વાહનો નું યોગ્ય મેઇન્ટેનેન્સ નહિ કરતા 35 થી વધુ વાહનો એક પછી એક ભંગાર હાલતમાં આવી જતા કચરા એકત્રીકરણની કામગીરી ખુબજ અનિયમિત થવા પામી હતી.
આ યોજના આખરે શિરદર્દ સમાન બનતા તંત્રએ એના ઉકેલ રૂપે નવી એજન્સીને પોતાના વાહનો સાથેજ કચરા એકત્રીકરણ ની જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે.ચાલુ માસ ના અંત થી હાલની એજન્સી નો કોન્ટ્રાકટ પણ પૂર્ણ 
થઇ રહ્યો છે ત્યારે જરૂરી સુવિધા સાથેના વાહનો રાખવાની શરતો સાથે નવી કંપની ને હવે કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર છે.
ગાંધીનગર તાલુકાનાં કોબા વિસ્તારમાં આવેલી શામિયાણા અનડીસ્કવર રેસીપી નામની રેસ્ટોરન્ટમાંથી હાઇ પ્રોફાઇલ હુક્કાબાર એલસીબી દ્વારા પકડવાનાં બનાવમાં ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનનાં પીઆઇની તાત્કાલીક અસરથી જિલ્લા પોલીસ વડા દ્વારા બદલી કરી દેવામાં આવી છે. ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતી શામીયાણા રેસ્ટોરન્ટમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે શનીવારે દરોડો પાડીને હાઇ પ્રોફાઇલ હુક્કાબારમાં 45 યુવા-યુવતીઓને પકડ્યા બાદ પોલીસની હાલત કફોડી થઇ ગઇ હતી.ઇન્ફોસીટી પોલીસની આ ગફલત કે નજર અંદાઝી સબબ પીઆઇ કે એમ પ્રિયદર્શીની લીવ રીઝર્વમાં બદલી કરી નાંખવામાં આવી છે. આ ઘટનાની ખાતાકીય તપાસ DySP એમ જે સોલંકીને સોંપાઈ છે. જેમાં ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનનાં સ્ટાફની કોઇ ભુમિકા છે કે નહી, ઇન્ફોસીટી પોલીસને હુક્કાબારની જાણ હતી કે નહી વગેરે બાબતોની તપાસ થશે. સુત્રો મુજબ આ બનાવમાં ઇન્ફોસીટી પોલીસને ગફલત ભારે પડી છે. કાયદો લાગુ પડ્યો ત્યારે તપાસ કરી ત્યારે માત્ર હર્બલ ફ્લેવર જ વાપરવામાં આવતી હોવાનું સંચાલકે જણાવેલું. હુક્કાબાર પ્રતિબંધનો કાયદો લાગુ પડ્યા બાદ પોલીસે ગંભીરતા ન દાખવી જેથી પોલીસ સામે સવાલ ઉઠ્યા છે.
એલસીબીએ શનિવારે દરોડો પાડ્યા બાદ શામીયાણાનાં મેનેજર ધર્મેતી શરદ પવાર, માલીક નરેન્દ્ર હરજી મણીયા તથા તેમનાં પુત્ર વિપુલ સામે તમાકુ અધિનિયમ 23(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી પિતા-પુત્ર ફરાર છે. ધર્મેતીને કોર્ટમાં રજુ કરીને જામીન પર મુક્ત કર્યો હતો. બનાવની તપાસ સિની. PSI ડી બી વાળાને સોંપાઈ છે.
સુત્રોનાં જણાવ્યાનુંસાર શામિયાણામાં 8 માસથી હુક્કાબાર ચાલતો હતો. પોલીસ તપાસ કરતી ત્યારે હર્બલ ફ્લેવર જ વપરાતી હોવાનું જણાવતા હતા. પરંતુ હર્બલની આડમાં પ્રતિબંધીત તમાકુનો વપરાશ કરવામાં આવતો હતો.