ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન નો કોન્ટ્રાકટ વાહનો સાથેની એજન્સી ને અપાશે Featured

Wednesday, 12 July 2017 16:46 Written by  Published in ગાંધીનગર Read 2078 times
ગાંધીનગર ને સ્માર્ટ સીટી બનાવવામાં ગંદકી નું ગ્રહણ એડીઇ આવતું હોય એમ ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાની મહાનગરપાલિકાની યોજના લગભગ નિષ્ફળ બની રહી છે.આ યોજનાને અસરકારક બનાવવાની કવાયતના ભાગરૂપે હવે મનપા તંત્રએ વાહનો સાથેની એજન્સી નિયત કરવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરેથી કચરો એકત્ર કરવા માટે પાલિકાના જ વાહનો સાથેની એજન્સી નક્કી કરવામાં આવી હતી,પરંતુ એજન્સી દ્વારા આ વાહનો નું યોગ્ય મેઇન્ટેનેન્સ નહિ કરતા 35 થી વધુ વાહનો એક પછી એક ભંગાર હાલતમાં આવી જતા કચરા એકત્રીકરણની કામગીરી ખુબજ અનિયમિત થવા પામી હતી.
આ યોજના આખરે શિરદર્દ સમાન બનતા તંત્રએ એના ઉકેલ રૂપે નવી એજન્સીને પોતાના વાહનો સાથેજ કચરા એકત્રીકરણ ની જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે.ચાલુ માસ ના અંત થી હાલની એજન્સી નો કોન્ટ્રાકટ પણ પૂર્ણ 
થઇ રહ્યો છે ત્યારે જરૂરી સુવિધા સાથેના વાહનો રાખવાની શરતો સાથે નવી કંપની ને હવે કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર છે.
Super User

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.