ગાંધીનગર જિલ્લામાં સતત 3જા દિવસે મેઘ મહેર ચાલુ રહી હતી. સતત પડી રહેલા વરસાદના પગલે શહેરના રહેણાંક વિસ્તારો અને માર્ગ  અને વાહન પાર્કિંગ સહિતના સ્થળોએ ઘુંટણ સમાણા પાણી ભરાઇ ગયા હતાં. પાટનગરમાં સોમવારે સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને અવિરત રહ્યો હતો. જિલ્લામાં સોમવાર સાંજે 6 વાગ્યા સુધીમાં મોસમનો 7 ઇંચ વરસાદ વરસી ગયો છે. જેમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં કલોલમાં 3,માણસામાં 2 ઇંચ, દહેગામ અને ગાંધીનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં 24 કલાકમાં પડેલા વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં. સોમવારે સાંજના 6 વાગ્યા સુધીમાં સીઝનનો કુલ વરસાદ દહેગામમાં 144 મીમી, ગાંધીનગર તાલુકામાં 153 મીમી, કલોલ તાલુકામાં 235 મીમી અને માણસા તાલુકામાં 171 મીમી વરસાદ પડયો છે.
 

કલોલમાં 3,માણસા,દહેગામ અને ગાંધીનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ
 
જિલ્લામાં છેલ્લા બે દિવસથી કાચા સોના રૂપ વરસાદ વરસી રહ્યો છે.  મેઘરાજાનો અવિરત પ્રવાહના કારણે વાહન વ્યવહાર પર અસર પડી હતી. થોડી થોડીવાર માટે વાહનોના પૈડા થંભી જતા હતાં. હિલોળા લેતા પાણી અને ક્યારેક અનરાધાર ઝાપટાની સ્થિતિમાં વાહન ચલાવવા મુશ્કેલ બન્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ, ગાંધીનગર તથા મોડાસા સહિતનાં કાર્યક્રમોમાં હાજરી આપવા ગુજરાત આવી રહ્યા છે. ત્યારે 29મીનું રાત્રી રોકાણ રાજભવન કરીને 30મીનાં રોજ ટેક્સટાઇલ ઇન્ડીયા કાર્યક્રમમાં હાજર રહેનાર છે. ત્યારે પીએમનાં આગમનને લઇને પોલીસથી માંડીને સમગ્ર જિલ્લા તંત્ર સાબદુ થઇ ગયુ છે. બુધવાર બપોરથી જ ગાંધીનગરનાં માર્ગો, મહાત્મા મંદિર તથા એક્ઝીબિશન સેન્ટર ખાતે હથીયારધારી પોલીસ જવાનોને ફરજ સોપી દેવામાં આવી હતી. પીઓની સુરક્ષા વ્યવસ્થાને લઇને પાટનગરના અમુક માર્ગો પર સધન બંદોબસ્ત મુકાયો હોવાથી નાગરિકોને હાલાકી વેઠવી પડશે.
 

ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન ગુરૂવારે રાજકોટ આજી ડેમમાં નર્મદાનું પાણી પહોચાડવાની યોજનાનાં કાર્યક્રમમાં ભાગ લઇને રાત્રી રોકાણ માટે ગાંધીનગર રાજભવન આવવાનાં હોવાથી સઘન પોલીસ બંદોબસ્ત લગાવવામાં આવનાર છે. જયારે શુક્રવારે સવારે સચિવાલય સ્થિત હેલીપેડથી હેલીકોપ્ટર માફરતે મોડાસા જનાર છે. 

બપોરે 12 વાગ્યાનાં અરસામાં પીએમ મોડાસાથી ગાંધીનગર પરત ફર્યા બાદ બપોરનાં ભોજન માટે રાજભવન પહોચશે. રાજભવનથી 2 વાગ્યાનાં અરસામાં નિકળીને સેકટર 17 સ્થિત એક્ઝીબીશન સેન્ટર ખાતે યોજાનાર ટેક્સટાઇલ ઇન્ડીયા 2017 એક્ઝીબીશનનું ઉદઘાટન કરીને મુલાકાત લઇને 2.30 વાગ્યાનાં અરસામાં મહાત્મા મંદિરે પહોચશે. 

4.15 વાગ્યા સુધી મહાત્મા મંદિર રોકાઇને મણીનગર જવા નિકળશે. ત્યારે વડાપ્રધાનનાં ગાંધીનગરમાં બે દિવસનાં રોકાણ તથા એક્ઝીબીશન મુલાકાતને લઇને પોલીસ સહિત જિલ્લાનું સરકારી તંત્ર ખડેપગે છે. સમગ્ર કાર્યક્રમ તથા પીએમની સલામતી માટે 3 હજારથી વધુ પોલીસ તથા હથીયારધારી એસઆરપી જવાનોને બુધવારથી જ ખડેપગે કરી દેવાયા હતા. 
ગાંધીનગર: મહાપાલિકાના વહીવટી તંત્ર પર કબ્જો જમાવવા માટે ભાજપ સંગઠનના સહયોગથી ચેરમેન મનુભાઇ પટેલે શરૂ કરેલી ઝંબેશમાં બુધવારે કાયમી સહિતના 3 કર્મચારીઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો તે વાતે કર્મચારી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.
 
 
 
ગુરુવારે મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખાતાકિય તપાસના બદલે સીધી ફોજદારી કાર્યવાહી કરવા સામે વ્યાપક આક્રોષ ઠાલવવા સાથે આ મુદ્દે મેયર પ્રવિણભાઇ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીને નવેસરથી આવેદન પત્ર પાઠવીને કર્મચારીઓનું રક્ષણ નહી કરાય તો કચેરીની કામગીરી બંધ કરી દઇને વહીવટને ઠપ્પ કરી દેવાની ચિમકી ઉચ્ચારી હતી. 
 

મોડી સાંજે અધિકારીઓને મળીને કર્મચારીઓએ શુક્રવારથી હડતાળ પાડવાની ચિમકી ઉચ્ચારતા અધિકારીઓનાં તો જાણે બ્લડ પ્રેસર વધી ગયા હતાં.બીજી તરફ હડતાલમાં સફાઇ કામદારો પણ જોડાવાની શક્યતા હોવાથી ચેરમેન મનુભાઇ પટેલે બુધવારે ભાજપ સંગઠનની બેઠક બોલાવ્યા બાદ મોટાભાગના ઉપસ્થિતોનો વિરોધ હોવા છતાં 3 કર્મચારીઓ રતિલાલ પ્રજાપતિ, જસવંતલાલા પંચાલ અને અર્વિસ અજમેરી સામે પોલીસ દ્વારા પણ વિપક્ષના સભ્યો સામે જે ગોંધી રાખવા અને ખૂનની ધમકી દેવા સંબંધની ફરિયાદ નોંધવામાં આવી હતી.
 
જેથી કર્મચારીઓમાં ચેરમેન સામે આક્રોષ ભભૂકી ઉઠ્યો છે અને નાછુટકે મેદાને ઉતરી આવ્યા છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવવા સમયે માત્ર આઉટસોર્સના કર્મચારીઓ જ નહીં પરંતુ આઉટસોર્સ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેતા આ વાતે ગંભીર વળાંક લીધો છે અને આજથી કર્મચારીઓએ હડતાળ પર જવાની ઘોષણા કરી.
ગાંધીનગર મહાપાલિકાની મંગળવારની સામાન્ય સભા મળાવા સાથે મહાપાલિકાના ઇતિહાસનું જાણે કાળુ પાનું લખાયુ હતું. ચેરમેનના અભદ્ર વાણી વિલાસના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે સામાન્ય સભા ગજવી નાખી હતી અને પ્રથમવાર સામાન્ય સભા મુલતવી રહી હતી. સવારે 11.30ના ટકોરે સભાની શરૂઆત હંમેશની જેમ વંદે માતરમ્ ગાન સાથે થઇ હતી. ગાન પૂર્ણ થવાની સાથે વિપક્ષે પાણી બતાવ્યુ હતું અને કોંગ્રેસી સભ્ય અંકિત બારોટે કહ્યું હતું કે કોઇ સભ્ય બેસશે નહીં, નહીંતર અધ્યક્ષ કાઢી મુકશે. 
 
 
ત્યાર બાદ સભા ખંડ છોડવાના સમય સુધી કોંગ્રેસના એકપણ સભ્ય પોતાની બેઠક પર બેઠાં ન હતાં. અધ્યક્ષપપદ્દેથી મેયર પ્રવિણભાઇ પટેલની વિકાસની વાત કરોની બુમરાણ કોઇએ સાંભળી ન હતી અને એક પછી એક મુદ્દા ઉઠાવીને વિપક્ષનેતા તથા સભ્યોએ સભા પર રીતસર કબ્જો જમાવી લીધો હતો. સભામાં એકમાત્ર મુદ્દો ચર્ચાતો અને પડઘાતો રહ્યો તે સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલની દાદાગીરી અને તેમણે કરેલા મહિલાના અપમાનનો હતો અને આ મુદ્દે કોંગ્રેસી સભ્યોના એકપણ પ્રશ્નનો જવાબ અધ્યક્ષ કે શાશકપક્ષના સભ્યો પાસે ન હતો. સભામાં જાણે મનુભાઇ પટેલ એકલા પડી ગયા હતાં.વિપક્ષના સભ્યોએ પોતાની બેઠક પર બેસવા અને પાણી પીવા માટે પણ અધ્યક્ષની મંજુરી માગી હતી અને આ સાથે સ્થાયી ચેરમેન મનુભાઇ પટેલની એન્જીનિયર સાથે મહિલા કર્મચારીની હાજરીમાં કરેલી ગાળાગાળી અને ટાંગા તોડી નાખવા આપેલી ધમકીના મુદ્દે સભા ગજાવી હતી.
કલોલ, માણસા, ગાંધીનગર:  કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં જુદા જુદા ઉત્પાદનો તથા વેચાણ પર જુદા જુદા વેરા લેવામાં આવતા હતા તેની સામે તમામ વેરા નાબુદ કરીને ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ(જીએસટી) લાગુ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ફેબ્રિકેશન ક્ષેત્ર પર પણ વેરો આવવા સાથે નવા નિયમો લાદવામાં આવતા કાપડ મહાજન મંડળ દ્વારા રાજયવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલોલ તથા માણસાનાં વેપારીઓ જોડાયા હતા. 
 

જ્યારે ગાંધીનગર તથા દહેગામનાં વેપારીઓ અલીપ્ત રહ્યા હતા.  કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી લાગુ કરવાની કવાયત વચ્ચે કેટલાક ઉદ્યોગ, વેપારી અને સર્વીસ ક્ષેત્રો દ્વારા જીએસટીને આવકારવામાં આવી રહ્યો છે. જયારે કેટલાક ક્ષેત્રો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કલોલ કાપડ વેપારી મહાજન મંડળનાં મંત્રી અતુલભાઇ શાહનાં જણાવ્યાનુંસાર અત્યાર સુધી ફેબ્રિકેશન ક્ષેત્ર પર ઇન્ટકમ ટેક્ષ સિવાય કોઇ વધારાનો વેરો લેવાતો નહોતો. 

 રાજ્ય સરકાર દ્વારા આખરે ન્યૂ ગાંધીનગરમાં પણ વાણિજ્ય અને રહેણાંક સહિતના હેતુની જમીન

માટેની હરાજી પ્રક્રિયા હાથ ધરવાની હિલચાલ શરૂ  કરવામાં આવી છે. ગુડાના ચેરમેન શ્રી આશિષભાઈ

દવેના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કે રહેણાંક, વાણિજ્ય તેમજ શૈક્ષણિક હેતુ માટે ૭ પ્લોટની હરાજીથી

શરૂઆત કરવામાં આવશે. ગાંધીનગર શહેરના જુના વિસ્તારોમા એક વર્ષ અગાઉ વિવિધ હેતુ માટેના પ્લોટની હરાજી કરવામાં

આવી હતી. હવે જૂના નગર અને ોકટરોની બહાર ઝડપભેર વિકાસ પામી રહેલા ન્યૂ ગાંધીનગરમાં પણ

વાણિજ્ય, રહેણાંક સહિતના પ્લોટોની હરાજી કરવાની બાબતને રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહત્ત્વ

આપ્યું છે. જેને પગલે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળે વિવિધ ટીપી

સ્કીમ અંતર્ગત મળેલી જમીનમાં અલગ અલગ હેતુ માટે પ્લોટ પાડીને

તેની હરાજી માટેનંુ આયોજન કર્યું છે. જેમાં ટીપી સ્કીમ નં.૯ વાસણા

હડમતિયા, સરગાસણ, ઉવારસદ, ટીપી સ્કીમ નં.૮ સરગાસણ અને ટીપી

સ્કીમ નં.૪ કુડાસણ, ધોળાકુવા વિસ્તારમાં પ્લોટીંગ કરાશે. ઉલ્લેખનીય

છે કે ગુડાની સ્થાપના ૧૨ માર્ચ ૧૯૯૬ના રોજ થયા બાદ પ્રથમવાર આ

હરાજી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે તળીયાની કિંમત નક્કી કરવા લૅન્ડ પ્રાઈઝ

 કમિટિની બેઠક આવતીકાલ તા.૫મી જૂન, સોમવારના રોજ

મળનાર છે. જિલ્લા તંત્રની જેમ હરાજી ઓનલાઈન કરવામાં આવશે એમ

શ્રી દવેએ વધુમાં જણાવ્યું હતું.

 

પાટનગરમાં તાપમાનનો પારો રાત-દિવસ સતત ઊંચો રહેતા રહીશો ભારે પરેશાની
 
અનુભવી રહ્યા છે. મહત્તમ પારો ૪૪ ડિગ્રીએ પહોંચતા શહેરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં
 
આવ્યું હતું. હજી બે-ત્રણ દિવસ ગરમીનો પારો ઊંચકાવાની હવામાન વિભાગની આગાહીને
 
પગલે પાટનગરના રહીશોએ કાળઝાળ ગરમી સહન કરવી પડશે.
 
ગાંધીનગરના ગગનમાંથી છેલ્લા કેટલાય દિવસોથી અગનગોળા વરસી રહ્યા છે. અંગ
 
દઝાડતી અસહ્ય ગરમીને પરિણામે રોજિંદા જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. દિવસભર ગરમીનો પારો સતત ઊંચો
 
રહેતા રહીશો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. બજારો, કચેરીઓ નહીંવત્‌ હલચલ જોવા મળે છે. દિવસ દરમિયાન ગરમી-ઉકળાટની
 
વચ્ચે ફુંકાતો પવન સૌને પરેશાન કરી રહ્યો છે. દરમિયાન કરા સાથે
 
થયેલા વરસાદથી થોડી ઘણી રાહત અનુભવવા મળી હતી. જો કે બીજા
 
જ દિવસે તાપમાનનો પારો પુનઃ ઊંચે જતા બફારા સાથે ગરમીનું પ્રમાણ
 
પણ વધી ગયું હતું. ગઈકાલે ૪૩થી ૪૪ ડિગ્રી સુધીનું તાપમાન રહેતા
 
ગરમી પણ યથાવત્‌ રહેવા પામી હતી. અસહ્ય ઉકળાટ અને ગરમી
 
વચ્ચે પંખા-કુલરો, એસી જેવા ઉપકરણો પણ વધુ અસરકારક ન હોઈ
 
રહીશોની પરેશાની વધી છે. દિવસ ઉપરાંત રાત્રીનું તાપમાન પણ ઊંચું
 
રહેવાથી રોજિંદા જનજીવન પર એની અસર જોવા મળી રહી છે
ચંદ્રમાની રાતની રાજયના પાટનગર વાસીઓ અનુભૂતિ કરી શકે અને પ્રકૃતિ-નિસર્ગ તરફ લગાવ થાય તથા
 
મુનલાઇટના ટુરિઝમ તરફ લાવવાના ઉમદા આશયથી રાજય સરકારની પ્રેરણા હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર દ્વારા મૂન
 
લાઇટના અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મૂન લાઇટનો કાર્યક્રમ તા. ૯ થી ૧૧મી મે, ૨૦૧૭ના રોજ રાતના ૯ થી ૧૨
 
કલાક દરમ્યાન ઘ-૪ થી મહાત્મા મંદિર વચ્ચેના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે યોજાશે. તેમજ તા. ૯ મી મે, ૨૦૧૭ના રોજ રાતના ૮.૩૦
 
થી ૧૦.૦૦ કલાક દરમ્યાન ચાંદની પ્રકાશમાં સંગીત કાર્યક્રમનું પણ સેન્ટ્રલ વિસ્ટા ખાતે કરવામાં આવ્યું છે.
 
આજના આધુનિક યુગમાં નાના બાળકો વીજળીથી ચાલતા બલ્બના પ્રકાશમાં ચાંદની રાતનું આકાશનું સૌદર્ય
 
નિહાળવાનું ભુલી ગયા છે.ચંદ્રમાની રાતમાં આકાશને નિહાળી તેની સુંદરતાની અનુભૂતિ કરવાનો પણ એક જીવનમાં લહાવો હોય છે.
 
પૂનમની રાતના આકાશની સુંદરતા ચંદ્રમાના પ્રકાશમાં વઘુ નીખરતી હોય છે. પૂનમની રાત્રિના એક દિવસ આગળ અને એક દિવસ
 
પાછળ ચંદ્રમાનો પ્રકાશ ખૂબ જ હોય છે. આ દરમ્યાન અનેક ખગોળીય નજારા સરળતાથી જોઇ શકાય છે. એટલે જ વીજળીના બચાવ,
 
પ્રદૂષણ ઘટાડવા અને કુદરતના અનેરા સૌદર્યને નગરના નાના ભુલકાઓથી માંડી વડીલો નિહાળી શકે એ માટે ગાંધીનગર ખાતે તા. ૯
 
થી ૧૧ મે, ૨૦૧૭ના રોજ મૂન લાઇટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
 
મૂનલાઇટ કાર્યક્રમ દરમ્યાન ગાંધીનગર શહેરના વાસીઓ પોતાના ઘરના ઘાબા પરથી પણ અનુભૂતિ કરી શકે તે માટે આ
 
ત્રણ દિવસ દરમ્યાન ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો સિવાયની તમામ સ્ટ્રીટ લાઇટ રાતના ૯ થી ૧૨ કલાક દરમ્યાન બંઘ રાખવામાં
 
આવશે. નગરના તમામ સેકટરોના આંતરિક માર્ગો ચંદ્રમાના પ્રકાશથી ઘ્યાનકર્ષિત બની જશે. તેમજ સેન્ટ્રલ વિસ્ટા ખાતે ચંદ્રમાના પ્રકાશ
 
દરમ્યાન આકાશની વિવિઘ ખગોળીય ઘટના નિહાળવા માટે નગરજનો માટે ટેલિસ્કોપની પણ ગોઠવણી કરવામાં આવી છે.
 
નગરના સેકટરોના આંતરિક માર્ગોની લાઇટ બંઘ થતાં કોઇ અન્છિનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર
 
દ્વારા આ ત્રણ કલાક દરમ્યાન સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. આ અનેરા કાર્યક્રમમાં સર્વે નગરજનોને જોડાવા માટે જિલ્લા પ્રશાસન,
 
ગાંધીનગર સૌને વિનંતી કરે છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામની કેશલેસ પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારની દુકાનની મુલાકાત આજરોજ જમ્મુ–કાશ્મીરના નાગરિક પુરવઠા મંત્રી શ્રી ઝુલફીકા અલી ચૌઘરીએ મુલાકાત લીઘી હતી. મંત્રી શ્રી ચૌઘરીએ કેશલેસ ગ્રાહક ભંડારની દુકાનના સંચાલક પાસે રેશનની વિતરણ વ્યવસ્થારૂપિયા કેવી રીતે રેશનઘારક પાસેથી લેવામાં આવે છેતેની વિસ્તૃત માહિતી મેળવી હતી.

 

                કેશલેસ ગ્રાહક ભંડારની દુકાનના સંચાલક અને ગ્રામજનોને આ બાબતે અભિનંદન પાઠવી જમ્મુ કાશ્મીરના નાગરિક પુરવઠા મંત્રી શ્રી ઝુલફીકા અલી ચૌઘરીએ જણાવ્યું હતું કેગુજરાત રાજય દેશના અન્ય રાજયો માટે સાચા અર્થેમાં વિકાસનું રોલ મોડલ છે. મારા વિભાગનું જે વિકાસના કામો અને નવી ટેકનોલોજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને કાળાબજારને અટકાવવા માટે જે સુચારું વ્યવસ્થા લીઘી છે.  તેની માહિતી મેળવી મારા રાજયમાં આ પઘ્ઘતિનો સ્વીકાર કરીશું. રાજયના તત્કાલીન મુખ્ય મંત્રી અને દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયના સર્વાંગી વિકાસને અગ્રતા આપી છે. વડાપ્રઘાનશ્રી સૌનો સાથ સૌનો વિકાસમાં માની રહ્યાં છે. અનાજ સાથે દરેક વ્યક્તિ સંકાળયેલ છેરેશનકાર્ડની દુકાનમાં ગરીબ પરિવારોને ખૂબ જ નજીવા દરે અનાજ અન્ય જરૂરિયાત ચીજ વસ્તુઓ આપવામાં આવે છે. તે અનાજનો  કાળો બજાર ન થાય તે ખૂબ જ જરૂરી છે. 

મોદી સરકારના નોટબંધીના નિર્ણય સામે દેશમાં ભ્રષ્ટાચાર વકરી ગયો છે. કાળા કામથી રળેલા રૂપિયાને બચાવવા અનેક લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. ત્યારે મહાપાલિકાના 300 એકાઉન્ટમાં 200 લાખ રૂપિયા નાખીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે યુવક કોંગ્રેસે હલ્લાબોલ કર્યો હતો. કમિશ્નર કચેરીના દરવાજે બેસી જઇને રામધૂન બોલાવી હતી. દોઢ કલાક સુધી કાર્યકરો કચેરીના દરવાજે બેસી રહ્યા હતા. યુથ કોંગ્રેસ દ્વારા અગાઉ જાન્યુઆરી મહિનામાં મહાપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને લઇને કમિશ્નરને આવેદન આપવામાં આવ્યુ હતું. પરંતુ તેનો યોગ્ય જવાબ નહિં મળતા ફરીથી હલ્લાબોલ કરવાની ફરજ પડી હતી.
             યુથ કોંગ્રેસ દ્વારા મહાપાલિકાની કચેરી બહાર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગાંધી લડે થે ગોરો સે, કોંગ્રેસ લડેગી ચોરો સે… સહિતના સુત્રોચ્ચાર પોકાર્યા હતા. જ્યારે કમિશ્નર ડી એન મોદીને મહાપાલિકામાં નોટબંધી દરમિયાન કરવામાં આવેલા 200 લાખના ભ્રષ્ટાચારને મુદ્દે આવેદન આપવા કચેરીના દરવાજે કોંગી કોર્પોરેટ અને કાર્યકર બેસી ગયા હતા. કમિશ્નર બહાર આવી આવેદન સ્વિકારેની માંગ સાથે રામધૂન બોલાવી હતી. પરંતુ કમિશ્નરે માંગણી નહિં સંતોષતા આખરે પોલીસે કાર્યકરોને ટીંગાટોળી કરીને લઇ ગઇ હતી.