ગાંધીનગર પાટનગરની સિવિલ સહિત રાજ્યની હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો પોતાની પડતર માંગણીઓને લઇને  શુક્રવારે માસ સીએલ પર જશે. સરકારમાં અનેક રજૂઆત કરવા છતા પેટનુ પાણી નહીં હલતા આખરે સરકાર સામે રણશીંગુ ફૂકવામાં આવશે. ગાંધીનગર સિવિલના તબીબો આજે કામથી અળગા રહેશે. તબીબોની માંગણીઓમાં એનટ્રી પે, એનપીએમાં વિસંગતતા સહિતના મુદ્દાઓને લઇને મોરચો મંડાશે.

ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા તબીબોની સરકારમાં પડતર માંગણીઓ પડેલી છે. પરંતુ સરકાર દ્વારા ધ્યાન આપવામા આવતુ નથી. એન્ટ્રી પેમાં પણ વ્હાલા દવલાની નીતિ રાખી છે. એક સમય માટે નાયબ કલેક્ટર અને તબીબોનો એનટ્રી પે સરખો હતો. પરંતુ નાયબ કલેક્ટરોના પેમાં વધારો કર્યો, જ્યારે તબીબોને તેમાંથી દુર કરાયા હતા. એનપીએ (નોન પ્રેક્ટીશ એલાઉન્સ)માં પણ વિસંગતતા જોવા મળી રહી છે.
 
સ્પેશ્યાલીસ્ટ કેડર ગણવામાં આવતી નથી. જ્યારે જીપીએસસી પાસ કર્યાબાદ પણ સળંગ સેવાનો લાભ ગણવામાં આવતો નથી. ત્યારે આ પ્રકારની અનેક પડતર માંગણીઓને લઇને આજે શુક્રવારે રાજ્યના તબીબોની સાથે જ ગાંધીનગર સિવિલના તબીબો એક દિવસની માસ સીએલ ઉપર જઇને અર્થતંત્ર ખોરવી સરકારનુ નાક દબાવશે.
પાટનગરમાં 4 દાયકા પહેલા બાંધવામાં આવેલા સરકારી આવાસ જર્જરિત બની ગયાં છે અને હવે નાના કર્મચારીઓ માટેના આવાસની તો રીતસર ખોટ વર્તાઇ રહી છે. ત્યારે સમંગળવારે માર્ગ અને મકાન વિભાગના સચિવ દ્વારા સેક્ટર 30માં બી કક્ષાના ફ્લેટ ટાઇપ આવાસની કોલોની બનાવવા સંબંધે તા. 7મીએ નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવાની જાહેરાત કરી છે. અહીં 7 માળના 6 ટાવર 18 મહિનામાં બાંધવામાં આવશે. રૂપિયા 86 કરોડના ખર્ચની આ યોજના સાકાર થવાના પગલે નવા 336 ફ્લેટ ઉપલબ્ધ થવાના છે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી જુના આવાસમાં રહેતા કર્મચારીઓને હવે નવા ઘરનું સ્વપ્ન સાકાર થશે.
 

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના બજેટમાં તાજેતરમાં આ યોજનાની ઘોષણા કરવામાં આવી હતી. માત્ર ગણતરીના દિવસોમાં જ તેનું કામ શરૂ કરવાની જાહેરાતને જોકે આગામી વિધાનસભાની ચૂંટણી સાથે પણ જોડી શકાય તેમ છે. વિભાગના સચિવ એસ બી વસાવાએ જણાવ્યું કે સરકારી રહેણાંક વસાહત બનનારી આ કોલોનીનું ભૂકંપપ્રૂફ બાંધકામ કરવામાં આવશે. તથા વીજળી, પાણી,ગટરની વ્યવસ્થા સ્વાભાવિક જ કરવામાં આવશે. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંભુજી ઠાકોર, મેયર પ્રવિણભઇ પટેલ, ધારાસભ્ય અશોકભાઇ પટેલ અને ગુડાના ચેરમેન આશિષભાઇ દવે ઉપસ્થિત રહેશે. નાના કર્મચારીઓ દ્વારા બે વર્ષ પહેલા કરાયેલી રજુઆત બાદ નવા આવાસનું સ્વપ્ન સાકાર થતા કર્મચારીઓમાં આનંદ છવાયો છે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આજરોજ મુખ્ય મંત્રીશ્રી ગૃહ યોજના અંતર્ગત ઓછી આવક ઘરાવતા

 

વર્ગના લોકો માટે રૂ. ૯ કરોડમાં તૈયાર કરવામાં આવેલ પંડિત દિન દયાળ નગરના આવાસોનું લોકાર્પણ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી

 

નિર્મલાબેન વાઘવાણી અને વિઘાનસભાના ઉપાઘ્યાક્ષ શ્રી શંભુજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગુડા વિસ્તારમાં રૂ. ૨

 

કરોડ જેટલા ખર્ચે તૈયાર થનાર બગીચા અને રૂ. ૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ડ્રેનેજ નેટર્વકનું પણ ખાતમૂહૂર્ત મહાનુભાવોના હસ્તે

 

કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી ર્ડા. નિર્મલાબેન વાઘવાણીએ જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

 

અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વ વાળી સરકારમાં રોડ,રસ્તા, પાણી અને ગટરલાઇનની સુવિઘા સાથે રાજયના

 

સર્વાંગી વિકાસને પ્રાઘાન્ય આપ્યું છે. ચાલુ વર્ષના નાણાકીય વર્ષમાં રાજય સરકારે મહિલાઓ માટે અમલી ૬૦૦ જેટલી વિવિઘ

 

યોજનાઓ પાછળ રૂ. ૫૬ હજાર કરોડના બજેટની ફાળવણી કરી છે. તે ઉપરાંત આવાસ યોજનાની લોનમાં રાજય સરકારની સહાય

 

યોજના, ડિજિટલ ઇન્ડિયાના નિર્માણ માટે ઘોરણ-૧૨ના ૫ લાખ વિઘાર્થીઓને રૂ. ૧ હજારમાં અપાનાર ટેબ્લેટ અને રાજયમાં ગૌ હત્યા

 

અને દારૂ બંઘીના કડક કરવામાં આવેલા કાયદાઓની વિસ્તૃત વાત કરી હતી.

 

ગુજરાત વિઘાનસભાના ઉપાઘ્યાક્ષ શ્રી શંભુજી ઠાકોરે અડાલજનો વિકાસ ગુડાને આભારી છે, તેવું કહીને ગુડા દ્વારા ગુડા

 

વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસ કામોની ઝાંખી કરાવી હતી. તેમજ જનસુખાકારી માટે ગુડાએ કેવા કામો કર્યો છે, તેની પણ વિસ્તૃત

 

વાત કરી હતી.

 

ગુડાના ચેરમેન શ્રી આશિષભાઇ દવેએ જણાવ્યું હતું કે, દરેક પરિવારને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે, પરંતુ ગાંઘીનગર

 

– અમદાવાદ જેવા વિસ્તારમાં સામાન્ય અને ગરીબ પરિવારનું આ સ્વપ્ન સાકાર કરવું ખૂબ જ કપરું કામ હતું. પણ સરકાર દ્વારા વિવિઘ

 

આવાસ યોજના અમલી બનાવી ગાંઘીનગરમાં વસતા અનેક પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ રાજય સરકારે સર્વાંગી

 

વિકાસ સાથે સાથે આપણી સંસ્કૃતિને જાળવણીને પણ મહત્વ આપ્યું છે, તેવું કહીને ગૌ હત્યાના કડક કાયદા, શિક્ષણની નક્કી કરેલ ફ્રી

 

અંગેના કાયદા અને દારૂ બંઘીના કાયદાઓની વિસ્તૃત વાત કરી હતી.

 

ગુડાના કારોબારી ચેરમેન શ્રી અશોકભાઇ શર્માએ જણાવ્યું હતું કે, આજે પંડિત દિન દયાળ નગરમાં તૈયાર કરવામાં

 

આવેલા ૧૨૮ મકાનોમાંથી જેમના રૂપિયા પુરા ભરાયેલા છે, તેમને આજરોજ મકાનની ચાવી અર્પણ કરવામાં આવનાર છે. ગુડા દ્વારા

 

વીજળી, ગટર, પીવાના પાણી અને રસ્તા સાથે સાથે આગામી સમયમાં નોલેજ સેન્ટર, બગીચા જેવી સુવિઘાઓનું પણ નિર્માણ કરવામાં

 

આવનાર છે. તેમજ ૨૦ જેટલા સાયકલ સ્ટેશન ગુડા વિસ્તારમાં ઉભા કરીને ૪૦૦ સાયકલ ત્યાં આપવામાં આવશે.

 

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કાળુજી ઠાકોર, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી આઇ.બી.વાઘેલા, અડાલજના

 

સરપંચ શ્રી રેસિંગભાઇ, કોબાના સરપંચ શ્રી યોગેશભાઇ નાયી સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગાંધીનગરને સોલર સિટી મતલબ કે સૂર્યનગરી બનાવવાની કલ્પના કરવા સાથે તેના માટેની યોજના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમલી બનાવી હતી. આ યોજનાને વધુ વેગવાન બનાવવા માટે રાજ્ય સરકારે 42 કરોડ જેવી જંગી રકમની જોગવાઇ કરી છે. આગામી દિવસોમાં પાટનગરમાં સરકારી શૈક્ષણિક સંકૂલો અને સરકારી સહાય મેળવતી સંસ્થાઓના મકાનના ધાબાઓ પર સોલર પેનલ લગાવીની વીજ ઉત્પાદ્દન કરવા માટેની યોજના હાથ ધરવામાં આવશે. બીજી બાજુ સરકારી બંગલા ટાઇપ આવાસોમાં સોલર વોટર હિટર અને એક પંખો તથા બે ટ્યુબલાઇટ ચાલે તેવી ક્ષમતાની સોલર સિસ્ટમ લગાડી દેવાઇ છે.
 

શહેર આસપાસ બે સ્થળે આ યોજના અંતર્ગત 10 મેગાવોટના બે પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે અને રૂફટોપ પોલિસી અમલી કરવામાં આવી છે. જેમાં ખાનગી મિલકતધારક પણ પોતાના મકાનના ધાબા પર સોલર સિસ્ટમ લગાડાવીને વીજળીનું ઉત્પાદન કરી પોતાના ઘરમાં તેનો ઉપયોગ કરવાની સાથે જો વાપરતા વીજળી વધે તો તે સરકારને વેચીને કમાણી કરી શકે છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન પાટનગરમાં સચિવાલય, ઉદ્યોગ ભવન, સિવિલ હોસ્પિટલ, બહુમાળી ભવન, એસટી ડેપો જેવી મોટા ક્ષેત્રફળના ધાબા ધરાવતી સરકારી કચેરીઓના ધાબા પર સોલર પેનલ મૂકીને વીજ ઉત્પાદન કરાઇ રહ્યું છે.   
ગાંધીનગર જિલ્લા પંચાયતની બુધવારે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2017-18નું રૂ. 512.65 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યુ હતું. તેમાં સરકારી ગ્રાન્ટ અને તમામ જોગવાઇઓનો સમાવેશ થાય છે. આ અંદાજપત્રમાં રૂ.1958.96 લાખની પુરાંત દર્શાવાઇ છે. બજેટમાં 1 એપ્રિલ 2017ના રોજ 30.82 કરોડની ઉઘડતી સિલક (સ્વભંડોળ) સાથે વર્ષ દરમિયાન 3.68 કરોડ સંભવિત આવક દર્શાવાઇ છે. જ્યારે કુલ આવક 34.50 કરોડ સામે વર્ષ દરમિયાન સંભવિત ખર્ચ 14.91 કરોડ દર્શાવાયો છે. બજેટમાં પંચાયત, પશુપાલન, શિક્ષણક્ષેત્રે ખાસ જોગવાઇ કરાઇ છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ રામાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મળેલી બજેટ બેઠકમાં તેમણે વર્ષ 2016-17નું સામાન્ય બજેટ રજૂ કર્યુ હતું. જો કે વિરોધપક્ષ ભાજપના સભ્યોએ વિરોધ વ્યક્ત ન કરતાં બજેટ બહુમતીએ પસાર થયુ હતું. 
 
બજેટ રજૂ કરતી વખતે પ્રમુખે જણાવ્યું કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને તેની પ્રજાની સુખ સુવિધામાં વધારો કરવાનો પ્રયાસ કરાયો છે. 14.61 કરોડની બંધ સિલક ધરાવતા અંદાજપત્રમાં મુખ્ય આવકોમાં જમીન મહેસુલનો ઉપકર, સ્ટેમ્પ ડ્યૂટી અને રેતી કાંકરીની (50 ટકા) ગ્રાન્ટનો સમાવેશ થાય છે. આ બજેટમાં સ્વભંડોળમાંથી દરેક સભ્યોને વિકાસ કામ માટે ખાસ જોગવાઇ કરાઇ છે. ગત વર્ષે  28મીની બેઠકમાં કોંગ્રેસના 25 પૈકી 23 સભ્યો ગેરહાજર રહ્યાં હતાં. જેથી કોરમના અભાવે બેઠક મુલત્વી રખાઇ હતી.  તેના કારણે બજેટ પસાર કરવા માટે માર્ચના અંતિમ દિવસે 31મીએ બીજી વખત ખાસ સામાન્ય સભા બોલાવીને મોવડીઓને બળવાખોરો સાથે સમાધાન કરવાની ફરજ પડી હતી.

ગાંધીનગરને દેશના પ્રથમ સ્માર્ટસિટી તરીકે પ્રસ્થાપિત કરવા માટે તંત્રએ પુનઃ તૈયારીઓ આરંભી છે. અગાઉ બે વાર મળેલી નિષ્ફળતા બાદ હવે સ્માર્ટસિટીના ત્રીજા તબક્કામાં ગાંધીનગરનો સમાવેશ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે.જેમાં શહેરમાં બે હાજર કરોડના વિકાસ કાર્યોનો લક્ષ્યાંક રાખી મંજૂરી માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને મોકલી આપવામાં આવી છે.ત્યાંથી મંજૂરી મળ્યા બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગને આ દરખાસ્ત રૂબરૂ સુપરત કરનાર છે.પાટનગરને સ્માર્ટ સીટી બનાવવાના અભિયાનની વાતો સ્થાનિકથી લઇ રાજ્ય સરકાર સ્તરે જોશભેર થતી રહી છે.પરંતુ એમાં નક્કર પરિણામ મળી શક્યું નથી અને બબ્બેવાર નિષ્ફળતા બાદ હાજી સ્માર્ટ સીટીની યોજના માત્ર કાગળ પરજ રહી છે.

ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના કર્મચારીઓ દ્વારા હવે 7મા પગાર પંચના લાભની માગણી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના બોર્ડ-નિગમ મહામંડળ દ્વારા આપવામાં આવેલા એલાનના સમર્થનમાં ગાંધીનગર ખાતે આવેલી જળ સંપત્તિ વિકાસ નિગમની કચેરીના કમ્પાઉન્ડમાં એકત્ર થયેલા કર્મચારીઓએ આંદોલનનું રણશીંગુ ફૂક્યુ છે. ત્યારે કર્મચારીઓ દ્વારા સરકાર વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી 7મા પગાર પંચનો લાભ આપવા માગણી કરવામાં આવી હતી.
 

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રિય 7મા પગાર પંચનો લાભ ઓગષ્ટ 2016થી રોકડમાં મળવાનો છે. તે પ્રમાણેના તમામ લાભ રાજ્ય સરકાર હસ્તકના જાહેર સાહસો અને બોર્ડ-નિગમના કર્મચારીઓને સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી. તેના કારણે આ તમામ કર્મચારીઓમાં અસંતોષની લાગણી પ્રબળ બની છે. આ પ્રમાણેના પગ્રા પંચનો લાભ પુરો પાડવાની માગણી સાથે  રાજ્ય સરકારના બોર્ડ-નિગમ મહામંડળ દ્વારા એલાન આપવામાં આવ્યુ હતું.
ગાંધીનગર પાટનગરમાં પાણીવેરાના દર ડબલ કરવાની પાટનગર યોજના વિભાગની દરખાસ્તને વિધાનસભાની ચૂંટણી માથે હોવાથી રાજ્ય સરકારે સ્થગિત કરી દેતા હાલ પૂરતા નાગરવાસીઓ વેરા વધારાના મારથી બચી ગયા છે.જો કે ભવિષ્યમાં પાણી ના મીટર મૂકીને 24 કલાક પાણી આપીને વપરાશ મુજબ દર વસુલવાની યોજના અમલમાં મુકાઈ જશે એમાં બેમત નથી.
ગાંધીનગરમાં પાણી પુરવઠો પૂરો પાડવાની જવાબદારી સાંભળતા પાટનગર યોજના વિભાગે 20કરોડથી વધુના ખર્ચ સામે પાણીવેરાની 3 કરોડ જેટલી જ મેળવતા વિભાગ મોટી ખોટ ભોગવી રહ્યું છે.ખર્ચમાં રાહત મેળવવા વિભાગે પાણી વેરાના દર વધારવાની હિલચાલ શરુ કરી હતી.હાલમાં ખાનગી વસાહતમાં ઘર દીઠ વર્ષે રૂ।.360 લેખે પાણીવેરો વસૂલાય છે તેને બદલે બેવડાવીને વાર્ષિક રૂ।.720 કરવા માટેની દરખાસ્ત વિભાગે કરી હતી પરંતુ આ મુદ્ધે રાજ્ય સરકાર કોઈ પ્રકારનો નિર્યણ ન લેતા પાણીના દર વધારાની દરખાસ્ત હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે.
શહેરના સે.26 ખાતેની ન્યુ ગ્રીનસિટી વસાહતને પ્રાથમિક તથા માળખાકીય સુવિધાઓની માંગણી પરત્વે વહીવટીતંત્રના નકારાત્મક પ્રતિભાવ તેમજ વસાહતીઓને માટે સૌંથી વિકટ બનેલી પાણી ની સમસ્યા વધુ વકરતા વસાહતીઓ હાલાકીમાં મુકાઈ ગયા છે.
ન્યુ ગ્રીનસિટી વસાહત મંડળ ના પ્રમુખ સુનીલ શાહે જણાવ્યું છે કે રાજ્ય સરકારે નર્મદાનું પાણી માત્ર વસાહતીઓ માટે જ મંજુર કરવા છતાં જીઆઈડિસીના અધિકારીઓએ મુખ્ય પાઈપલાઈન સાથે ચેડાં કરી ન્યુ ગ્રીનસિટીના રહીશોને ઓછું પાણી મળે તેવો હુકમ લાવીને સમસ્યા વધુ ગંભીર બનાવી છે.એટલુંજ નહિ મુખ્ય પાઈપલાઈન માંથી સબપાઈપલાઈન માટેના સમારકામ,જાણવાની સહિતના ખર્ચનો ભાર રહીશો પાર નાખ્યો છે.
આ અંગે ગત સપ્તાહ ના પ્રારંભે સંબંધિત અધિકારી પાસે આર.ટી.આઈ હેઠળ માહિતી માંગવા છતાં કોઈ માહિતી આપવામાં આવી ન હોઈ ગઈકાલે  જીઆઈડિસી કચેરીમાં સમયઅવધિમાં સાચી માહિતી આપવામાં નહિ આવે તો રાજ્ય માહિતી આયોગમાં ફરિયાદ દાખલ કરવા શ્રી શાહે ચીમકી આપી છે.
પાટનગર બાદ હવે ન્યૂ ગાંધીનગરમાં રહેણાંક અને વાણિજ્ય હેતુના પ્લોટની હરાજી કરાશે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જો કે મોટાં ક્ષેત્રફળના પ્લોટ નિયત કરવામાં આવ્યા છે. પોશ વિસ્તાર જાહેર થઇ ચૂકેલા સરગાસણ, કુડાસણ, રાયસણ ગામના વિસ્તારમાં ગુડાને કપાતની પ્રક્રિયા દરમિયાન આ જમીન ઉપલબ્ધ થયેલી છે. પાટનગરના સેક્ટરોની બહારના આ વિસ્તારોમાં ગુડા દ્વારા 5 હજારથી લઇને 15 હજાર ચોરસ મીટર જેવા ક્ષેત્રફળના પ્લોટ હરાજીમાં મુકવા માટે ગુડા દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.  
 

આગામી તા. 12મીએ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળનો 21મો સ્થાપના દિવસ છે. ત્યારે રહેણાંક અને વાણિજ્ય હેતુના પ્લોટની હરાજી કરવાની જાહેરાત નજીકના દિવસોમાં કરવા માટે અધિકારીઓને કામે લગાડી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં શહેર વિસ્તારમાં દોઢ દાયકા બાદ ગત વર્ષ પહેલાં કરવામાં આવી હતી. પરંતુ અહીં સરકારના અનેકવિધ નિયમોની સામે ગુડા વિસ્તારમાં થનારી હરાજીને વિકસતા વિસ્તારોના પગલે વધુ સારો પ્રતિસાદ મળવાની ધારણા રાખવામાં આવી રહી છે. હરાજીના પગલે રહેણાંક અને વાણિજ્ય હેતુ માટેની નવી સ્કીમો અમલમાં આવશે.