પાટનગરની સુવિધાઓ અને શોભામાં અડચણરૂપ બની રહેલા ગેરકાયદે દબાણો સામે મહાનગરપાલિકા તંત્ર એ પુનઃ ત્રાટકીને તવાઈ લાવતા દબાણકારોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. દબાણ હટાવની આ ઝુંબેશ સતત ચાલુ રાખી શહેરભરમાં થી દબાણના દુષણ ને દૂર કરવાની કાર્યવાહી કડક બનાવવા તંત્ર એ નિર્યણ કર્યો છે.
વાઇબ્રન્ટ સમિટ બાદ મનપાના દબાણ ટીમના અધિકારી અને ફાયર ઓફિસર શ્રી મહેશકુમાર મોડે સખ્તાઈ દાખવી દબાણો સામે કાર્યવાહી શરુ કરતા દબાણકારોમાં અફરાતફરી મચી છે.ઘણા સ્થળેથી દૂર કરાયેલા દબાણો પુનઃ ગોઠવાઈ જાય છે ત્યારે આવા તત્વો સામે સામાનની જપ્તી જેવા પગલાં લઇ શહેરભરમાં દબાણ ઝુંબેશ ચાલુ રખાશે એમ શ્રી મોડે વધુમાં જણાવ્યું છે.
ગાંધીનગર શહેર માં ખેડૂતોના હિત અને નાગરિકોની સુવિધા માટે શરુ કરાયેલા ખેડૂત શાકમાર્કેટની વહીવટી તંત્ર દ્વારા ધરાર ઉપેક્ષા કરી રામ ભરોસે છોડી દેવતા ખેડૂતોને બદલે સ્થાનિક છૂટક વેપારીઓનો અડિંગો જમાવી ગેરલાભ ઉઠાવવાનો મોકો મળી ગયો હોય એવી સ્થિતિ સર્જવા પામી છે.ખેડૂતોએ આ સંજોગોમાં વેપાર કરવા આવાનું અર્થહીન બનતા આ સરકારી સુવિધામાં ફીંડલું ગમે ત્યારે વળી જવાની સાંબાવના ઉભી થઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી નોટબંધીને પગલે અન્ય ક્ષેત્રોની જેમ કૃષિ ક્ષેત્રે પણ વિપરીત દશા સર્જાઈ હતી શાકભાજી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને નગરજનો ને તાજા શાકભાજી સસ્તા ભાવે મળી રહે તે આશય થી વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો સીધું વેચાણ કરી શકે તે માટેના ખેડૂત માર્કેટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં શરુ કરવા માં આવ્યા હતા.
આ સુવિધાને ખેડૂતો અને ગ્રાહકો તરફથી વ્યાપક આવકાર સાંપડતા સપ્તાહમાં એકને બદલે બે દિવસ માર્કેટનું આયોજન કરાયું હતું।જો કે સ્થાનિક વેપારીઓ પર આ માર્કેટની વિપરીત અસર થતા ખેડૂતોના સ્ટોલ પાસેજ મોટી સંખ્યામાં તેમને અડિંગા જમાવતા ઘણીવાર વેપારીઓ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ ના બનાવો સર્જાયા હતા.ગેરકાયદે અડિંગાને લઇ ને ટ્રાફિક નિયમન ઉપર પણ અસર થતા આ સુવિધા મોટી સમસ્યા બની રહી છે.
દરમિયાન વાઇબ્રન્ટ સમિટના આયોજનને પગલે આખું તંત્ર માર્કેટની જવાબદારીથી ડાઇવર્ટ થઇ જતા સ્થિતિ વધુ કથળવા લાગી હતી.જે આજે પણ જળવાઈ રહેતા ખેડૂત માર્કેટની સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.તંત્ર આ બાબતને ગંભીરતાથી લઇ ત્વરિત કાર્યવાહી હાથ નહિ ધરે તો ખેડૂત માર્કેટ માત્ર ફારસ બનીને રહી જશે એમાં કોઈ શંકા નથી.
ગાંધીનગર પાટનગર ને સ્માર્ટ સિટી બનાવવા માટે સરકાર ભલે ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ તંત્રની જ બેદરકારી તેમાં અવરોધરૂપ બની રહે તેવી સ્થિતિ ઉભી થઇ છે.શહેરમાં સ્થાનિક વહીવટીતંત્રના વિવિધ વિભાગોની કૃપાએ જાહેર સ્થળો અને માર્ગો,ફૂટપાથો પાર પોલિસ,મહાનગરપાલિકા,વનવિભાગ,કલેક્ટર કચેરીની ઐસીતૈસી કરી ને જામેલા લારીગલ્લા અને પાર્કિંગના ગેરકાયદે દબાણો સરકારનું સ્માર્ટ સિટીનું સ્વપ્ન ક્યારેય પૂરું થવા દેશે નહિ તે નક્કર હકીકત છે. જેમાં દિનપ્રતિદિન પાર્કિંગ-ડબાઓથી દબાતો જતો પાંચ નંબરનો માર્ગ પડકાર રૂપ બની જશે.
ગાંધીનગરનો પાંચ નંબર નો સર્કિટ હાઉસ-મંત્રી નિવાસથી લઇ મહાત્મા મંદિર ને જોડતો માર્ગ હવે મહત્વનો બની ગયો છે પરંતુ આ માર્ગ પાર 17-22 થી ઘ-5 થી લઇ એલડીઆરપીની ખ-પાંચ ચોકડી સુધી ભિક્ષુકોથી લઇ ખાણીપીણી ના ખુમચા,બકાલાવાળા  અને લારીગલ્લા સહીત પાર્કિંગના ગેરકાયદે દબાણોનો સેંકડોની સંખ્યા માં અડિંગો જામ્યો છે 
એલડીઆરપી કોલ્લેગ પાસે તો કલેક્ટર-મનપા અને પોલિસ ની ફજેતી કરતાં લારીગલ્લાના દબાણોએ માઝા મૂકી છે. તો કોલેજની પાસે માર્ગની બંને તરફ પોલીસ તરફથી બેધડક છૂટ અપાઈ હોય તેમ સેંકડો ની સંખ્યામાં દ્વિચક્રી અને ચારચક્રી વાહનોનું ગજબનું પાર્કિંગ છે.કોલેજ છૂટવાના સમયે અહીં ટ્રાફિક નિયમનના લિરા ઉડાડતો માહોલ ગમે ત્યારે ગંભીર અકસ્માત નોતરશે એ નક્કી છે.
ગુજરાત સહિત દેશભરમાં વધેલા સાયબર ક્રાઇમના વ્યાપને પગલે રાજ્યના ગૃહવિભાગ દ્વારા સૌપ્રથમવાર નાગરીકોમાં જાગૃતતા લાવવા સાયબર સુરક્ષા સપ્તાહની ઉજવણી શરૂ કરાઈ છે. જે અંતર્ગત ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સીંક સાયન્સ યુનિવર્સિટી ખાતે મંગળવારે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સાયબર સુરક્ષા સપ્તાહનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા પ્રદિપસિંહે કહ્યું હતું કે, ૨૧મી સદીમાં સાયબર ક્રાઇમનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતે આવા પડકારોને પહોંચી વળવા માટે સાયબર સુરક્ષા કવચની રચના કરીને સમગ્ર દેશને નવી રાહ ચિંધી છે.  
 
 
સાયબર સુરક્ષા સંદર્ભે પોલીસ તંત્રમાં એક નવી જ વ્યવસ્થા ઉભી કરી
 
સાયબર સુરક્ષા કવચ અંગે માહિતી આપતા પ્રદિપસિંહે ઉમેર્યું હતું કે, ‘સામાન્ય રીતે લોકો જ્યારે વ્યક્તિગત કે સંસ્થાગત રીતે સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે તેની તેમને જાણ જ હોતી નથી અને જ્યારે જાણ થાય ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. રાજ્યમાં આ પ્રકારના સાયબર એટેક અટકાવવા માટે અને શોધવા માટે કોઇ કેન્દ્રસ્થ વ્યવસ્થા તંત્ર નથી. ઉપરાંત આવા ગુનાઓ બનતા અટકાવવા માટે લોક જાગૃતિ અતિ આવશ્યક છે. આ માટે ગુજરાતે દેશભરમાં ઉદાહરણરૂપ કામગીરી કરીને સાયબર સુરક્ષા સંદર્ભે પોલીસ તંત્રમાં એક નવી જ વ્યવસ્થા ઉભી કરી છે. વિકસીત દેશોમાં જે રીતે સાયબર સુરક્ષા તંત્ર ગોઠવવામાં આવે છે તે રીતે ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઇમના કેસોના ઉકેલ માટે સાયબર સુરક્ષા કવચની રચના કરી છે.’

ગાંધીનગર મનપા નું નવા વર્ષ નું ડ્રાફ્ટ બજેટ કર-દરના કોઈ પણ પ્રકારના વધારા વિના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સ્થાયી સમિતિ પ્રમાણે ગઈ કાલે રજુ થયું હતું  . 275 કરોડના આ બજેટમાં રહીશોને નવો કોઈ બોજ ના આવતા વિધાનસભાની આગામી ચૂંટણીની અસર આ બજેટ પાર સ્પષ્ટ જણાઈ આવી છે  .પાટનગર પાલિકાનું  બીજી ટર્મનું પ્રથમ અને વરહ 2017-18નું આ બજેટ 5.96 કરોડની પુરાન્તનું અને 275 કરોડનું કદ ધરાવતું બજેટ છે  . જેમાં મિલકતવેરા ની આવક 23.37 કરોડ અને વ્યવસાયવેરા ની 5.99 કરોડની આવક ની આશા રાખવામાં આવી છે. 

ગાંધીનગર પાસેના કુડાસણમાં રજાનાં દિવસોમાં શહેરવાસીઓ બાળકો સાથે દિવસભર વિવિધ રમતોની મજા માણી શકે તથા સાત્વિક ભોજન લઇ શકે તેવા ફન એન્ડ ફીએસ્ટા એમ્યુઝમેન્ટ પાર્કનો 5મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહ્યો છે. પાર્કનાં ડીરેક્ટર એ જણાવ્યું કે આઉટ ડોર તથા ઇન્ડોર મળીને 45 જેટલી રમતોનો સમાવેશ પાર્કમાં કરાયો છે. જેમાં બાળકો માટે મિની ટ્રેન, પેઇન્ડ બોલ, મિની ગોલ્ફ, ક્રિકેટ, આર્ચરી, મિની સ્વીમીંગ પુલ, બોટીંગ સહિત ફિશ સ્પા( ગાંધીનગરમાં સૌ  પ્રથમ વખત) નો સમાવેશ છે. 

ગાંધીનગર મેડિકલ કોલેજ માં અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓ એ હડતાલ પાડીને એક્ઝીટ પરીક્ષાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે.
હોસ્પિટલના ગેટ પાસે સવારના સમયે માનવ સાંકળ રચીને હમે પઢ ને દો ના પ્લેકાર્ડ સાથે વિરોધ કરીને વિદ્યાર્થીઓએ ગાંધીનગર કલેક્ટરને આવેદન પાઠવ્યું છે.
ગાંધીનગરમાં ગરમી અને ઠંડીના ચકરાવ વચ્ચે વાદળછાયા વાતાવરણની જમાવટ સાથે શીત
 
લહેરોએ વધુ એક રાઉન્ડ લેતાં નગર પુનઃ ઠંડુગાર થઈ જવા પામ્યું છે. ગત સપ્તાહે ઠંડીએ અચાનક
 
વિદાય લીધા બાદ ઉનાળાનો ગરમ માહોલ જામ્યો હતો. પરંતુ પવનના જોર સાથે લઘુત્તમ તાપમાનનો
 
પારો નીચે આવી જતાં ઠંડીનો ભારે ચમકારો શરૂ થયો છે. જેની અસર નગરના સામાન્ય જનજીવન પર જોવા મળી રહી છે. પ્રકૃતિની પલટાયેલી
 
પરંપરા પ્રમાણે આ વર્ષે પણ શિયાળાની શરૂઆત મોડી થવા પામી હતી. જો કે ઠંડીનું પ્રમાણ પણ જુજ દિવસોને બાદ કરતાં નહીંવત્‌ જોવા મળ્યું
 
હતું. પાંચ-સાત દિવસ પહેલાં જ અચાનક તાપમાનનો પારો ઊંચે રહી
 
ગરમી અનુભવાતાં પંખા-એસી ચાલુ પણ કરવા પડ્યા હતા.  પરંતુ ઉત્રતીય
 
ભારતમાં થયેલી હિમવર્ષાને પગેલ ગાંધીનગર સહિત ગુજરાતભરમાં શીત
 
પવનો ફરી વળતાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. બુધગુરુના
 
એક જ દિવસના સમયગાળામાં લઘુત્તમ  તાપમાન સાડા ચાર ડિગ્રી
 
જેટલું નીચે આવી ગયું હતું. ગરમીના માહોલમાં ધમધમતા થયેલા
 
ગાંધીનગરને પુનઃ ઠંડીએ ભરડામાં લેતાં સામાન્ય જનજીવન પ્રભાવિત
 
થયું છે. દિવસભરની રોજિંદી ચહલપહલ  બાદ સાંજ પછી બજારો, માર્ગો
 
અને વસાહતોમાં સૂનકાર થઈ રહ્યો છે. હવામાન વિભાગના સૂત્રો પ્રમાણે
 
હજી આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.
વાત સીધી લીટીમાં જાય તો વિસ્તરે... વિકસે... પરંતુ એ વળાંક લઈને વર્તુળ બની જાય તો
 
મર્યાદા બંધાઈને વિકાસ-વિસ્તરણ સિમિત રહી જાય...!! બધી બાબતને આ વાત સ્પર્શે...! અહીં
 
વાત છે સરકારી તંત્રના કામની... કાર્યપદ્ધતિની...!! વાત સીધી લીટીમાં રાખવી કે વર્તુળ બનાવીને
 
સિમિત કરી દેવી એ તંત્રના અધિકાર મરજી અને મુન્સફી પર આધાર રાખે છે. અહીં વાત કરવી
 
છે ગાંધીનગરના વિકાસ માટેની તંત્રની કાર્યપદ્ધતિની...! પાટનગર હોઈ ગાંધીનગરને
 
પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સરકારે પાછું વળીને કદી જોયું નથી. પરંતુ ખાટલે ખોડ હંમેશ રહી
 
છે કે સુવિધાઓની જાળવણી પ્રત્યે ક્યારેય ગંભીરતા કે નિયમિતતા ન દાખવતાં સુવિધા જ સમસ્યા
 
બનીને રહી જાય છે. સરકાર આ શહેરને નમૂનાનું - મોડલ  સિટી અને હવે સ્માર્ટ સિટી બનાવવાની
 
વાતો - જાહેરાતો કરી ‘ગ્રીનસિટી, ક્લીન સિટી... સ્વસ્થ... સ્વચ્છ નગર’ના રૂપકડાં સૂત્રોથી ગજવ્યા
 
કરે છે. પરંતુ ગાજે એટલું વરસતી નથી...! સિમિત્ સંસ્થાઓ, વ્યક્તિઓ, આગેવાનોને સાથે લઈ
 
લોકભાગીદારી અભિયાનના ઓથે સફાઈ - જાહેર આરોગ્ય, સુરક્ષાથી લઈ વિવિધ મુદ્દે જાગૃતિ
 
અને વિકાસના કામચલાઉ કાર્યક્રમો સરકારી ધોરણે યોજાય... અને આરંભનું શૂરાતન
 
ઓસરીને સઘળું વિસરી જવાય...!! માત્ર કાગળ પર નોંધવા અને પ્રસિદ્ધિ પૂરતાં આ કાર્યક્રમો અર્થહીન-પરિણામશૂન્ય
 
બની રહે છે. એમાંય ભાજપાની હાલની સરકાર મોદીજીના ચીલે ચાલીને વાઈબ્રન્ટ સમિટના જંગી ખર્ચાવાળા ઉત્સવોના આયોજનો
 
કરી માત્રને માત્ર ને માત્ર સમય, શક્તિ અને નાણાનો વ્યય જ કરે છે...!!
 
વાઈબ્રન્ટ સમિટના સાત સાત આયોજનો પેલી વાત વાંકી વાળીને વર્તુળ બનાવી દેવા જેવા જ પૂરવાર
 
થયા છે. વાઈબ્રન્ટ ટાણે ગાંધીનગરના અમુક વિસ્તારોરસ્તાઓને નવા રંગરૂપ અને રોશનીથી શણગારી નવોઢા જેવા
 
રૂપકડાં બનાવી દેવાય... ક્યાંય દબાણ, ગેરકાયદે પાર્કિંગ, અંધારપટ, ખાડા-કચરાં જોવા ન મળે...! સુરક્ષા માટે સજ્જડ
 
કિલ્લેબંધી થઈ જાય... અને સમિટ પ્રત્યે જ નગર નવોઢા મટીને ગંગા સ્વરૂપ  ગાંધીનગર બની જાય...
 
પુનઃ દબાણો, ગેરકાયદે પાર્કિંગ, ખાડાં, ગંદકી, અંધારપટ પૂર્વવત થઈ જાય...!! ચકલુંય ન ફરકે ત્યાં આંખલા ઘુસી જાય...! સરકાર
 
સીધી લીટીને વાંકીવાળી દઈને પુનઃ નિયત  વહીવટમાં જોતરાઈ જાય...!! આવક માટે અતિથિઓને આંજવા પૂરતા
 
ફિલ્લમના ઝાકમઝાળ સેટની માફક ઊભો કરેલો જાદુઈ માહોલ અચાનક ગાયબ થઈ જાય...!!
 
હંગામી ગોઠવેલી સુવિધાઓ રાતોરાત ઉઠાવી લેવાય...!! મોંઘાદાટ આવરણો ઉતારી લઈને નગરને પુનઃ નગ્ન કરી દેવાય...!!
 
તંત્રની આવી જ નીતિ-કાર્યપદ્ધતિ રહે તો વિકાસ-વિસ્તરણને બદલે વસાહતીઓએ સિમિત વર્તુળમાં જ રહેવાનું છે...! ફરી નવમી વાઈબ્રન્ટ
 
સમિટ આવે ત્યારે નગરને નવોઢા રૂપે જોવાનું...!! વાઈબ્રન્ટ વખતે અને પછી એટલે કે આજે નગરને
 
જોયાના સાક્ષી હોવાના નાતે હવે એવું જ થાય છે કે ‘સાવ ખોખલું ખાલીપણું ખખડે... ત્યાં, તંત્રમાં
 
ખમીર ક્યાંથી આવશે...?! વાત વળીને વર્તુળમાં જ સિમિત થઈ જશે...!?!?

 

રાજ્યના લાંચ રુશ્વત વિરોધી વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડીને પાંચ કિસ્સાઓમાં ગુનો દાખલ કરી
 
કાર્યવાહી હાથ ધરી છે. જેમા ગાંધીનગરના વર્ગ-૨ ના એક અધિકારી અને પટાવાળાનો પણ
 
સમાવેશ થાય છે. એસીબીના રાજ્યવ્યાપી દરોડામાં ગાંધીનગર ખાતે ગુજરાત જળસંપત્તિ વિકાસ
 
નિગમમાં એપ્રિલ-૨૦૦૪ થી માર્ચ- ૨૦૧૬ સુધી પટાવાળા તરીકે ફરજ બજાવતા હસમુખ રતિલાલ રાવલે
 
હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર દ્વારા કાયદેસરની આવકના સ્ત્રોતથી વધુ પ્રમાણની રૂા.૧,૧૮,૦૯,૦૪૭
 
ની જંગી મિલકત એટલે કે ૨૦૦૨.૨૩ ટકાની અપ્રમાણસર સ્થાવર અને જંગી મિલકત વસાવી
 
હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગાંધીનગરના ક્લાસ ટુ અધિકારી
 
ભરતગીરી બાબુગીરી ગોસ્વામી પાસે પણ આવક કરતાં ૨૪૮૯.૮૯ ટકા વધુની રૂા.૧૧,૫૬,૯૭,૨૮૫
જેટલી સંપત્તિ મળી આવતાં એસીબીએ આ બંને ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.