ગાંધીનગર શહેરનાં સેકટર 16 સ્થિત ગાંધીનગર નાગરીક કો-ઓપરેટીવ બેન્કમાં ફરજ બજાવતા એક વડીલ સેવક પર પૈસાનાં ખુલ્લા કરાવવા આવેલા પેથાપુરનાં નામચીન શખ્સે હુમલો કરીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. જે અંગે બેન્ક તંત્રએ પોલીસ ફરીયાદ નોંધાવવાને બદલે હાથ ધોઇ નાંખતા ખુદ સેવક પોલીસ ફરીયાદ માટે પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. સેવક સાથેની મારામારીની સમગ્ર ઘટના બેન્કનાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા સજ્જડ પુરાવો મળી ગયો છે.
 
નાગરીક કો-ઓપરેટીવ બેન્કમાં ગત મંગળવારે સામે આવેલી આ ઘટનાને દબાવી દેવા ભરપુર પ્રયાસો થયા છે. પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર પાસેનાં સરગાસણ સામે રહેતા 53 વર્ષિય વિષ્ણુભાઇ ડાહ્યાભાઇ પટેલ બેન્કમાં સેવક તરીકે ફરજ બજાવે છે. ગત તા 16મીનાં રોજ પેથાપુરમાં રહેતો એક નામચીન શખ્સ રૂ. 10 હજારનાં ખુલ્લા લેવા બેન્કમાં આવ્યો હતો અને ચેરમેન ધનશ્યામ પટેલની ઓફિસમાં ગયો હતો. જેની થોડીવાર બાદ ડીરેક્ટરની ચેમ્બરમાં વિષ્ણુભાઇને બોલાવ્યા હતા. જયાંથી વિષ્ણુભાઇને પેથાપુરનાં શખ્સ દ્વારા રૂ. 5 હજારનાં દરની 5 નોટો ખુલ્લા કરાવવા કેશીયર પાસે મોકલવામાં આવ્યા હતા.
 
વિષ્ણુભાઇ કેશીયર પાસેથી રૂ. 100ની દરની રૂ. 10 હજારની નોટો લઇને ચેરમેનની ચેમ્બરમાં ગયા હતા અને તે પૈસા ખુલ્લા કરાવવા આવેલા શખ્સને આપ્યા હતા. જેના બિજા દિવસે આ શખ્સ ફરી આવ્યો હતો અને તેમણે રૂ. 20 હજાર ખુલ્લા કરાવવા આપ્યા હોવાનું જણાવી વિષ્ણુભાઇને સાઇડમાં લઇ જઇને કોલર પકડીને ફેટો મારવાનું શરૂ કરી દીધુ હતુ. જો કે વિષ્ણુભાઇને 5 જ નોટો આપવામાં આવી હોવાનું કેશીયર ઓફિસનાં કેમેરામાં પણ દેખાય છે. ત્યારે આ સમગ્ર ઘટના બેન્કનાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

ગાંધીનગરના નગરજનોને પર્યાવરણના રક્ષણ સાથે ઓછી કિંમતે ઝડપી પરિવહન સુવિધા મળી રહે તે માટે ગુડા દ્વારા જી-બાઇક સાયકલ શેરીંગ પ્રોજેકટ શરૂ કરાયો છે. જેને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. જેના પરિણાામ સ્વરૂપ આગામી સમયમાં વધુ ૪૦૦ સાયકલો દ્વારા ગાંધીનગર શહેર તથા ગુડાના અમુક વિસ્તારોને આવરી લેવામાં આવશે, એમ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

        યાદીમાં વધુમાં જણાવાયાનુસાર પ્રથમ તબક્કામાં ૧૦ સાયકલ સ્ટેન્ડ અને ૧૦૦ સાયકલોથી શરૂ કરેલ આ પ્રોજેકટ હેઠળ નગરના મુખ્ય મથકો જેવા કે બસ સ્ટોપ, બગીચા તથા અલગ અલગ જગાએ મૂકાયા છે તેને નગરજનોએ ખૂબ જ ઉત્સાહથી વધાવી લીધો છે. અંદાજે દરરોજ ૩૫૦ થી ૪૦૦ ટ્રીપ્સનો વપરાશ થાય છે. જેનાથી પ્રેરાઇને આ બીજો તબકક્કો અમલમાં મૂકવામાં આવશે. બીજા તબક્કામાં ૨૦ સાયકલ સ્ટેન્ડ અને નવી ૪૦૦ સાયકલો મૂકી સમગ્ર શહેરને અને ગુડાના અમુક વિસ્તારોમાં દરેક ખૂણેથી દરેક વ્યક્તિને સાયકલ સુવિધા મળી રહે તેવું આયોજન કરાયું છે. ઉપરાંત ખાસ મોબાઇલ એપ દ્વારા સાયકલનું બુકીંગ, સાયકલની રીયલ ટાઇમ માહિતી અને ટ્રેકીંગ આવનારા દિવસોમાં શક્ય બનશે.

 

 

        અત્રે ઉલ્લેખનીય છે કે, ગુડા દ્વારા શરૂ કરાયેલ પરિવહન યોજના સાયકલ શેરીંગ પ્રોજેકટને કેન્દ્ર સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ નોન મોટરાઇઝડ’ કક્ષામાં એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આગામી સમયમાં જી-બાઇક પ્રોજેકટને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવા માટે નેધરલેન્ડની સેન્ટ્રલ વિસ્ફુંડે એન્ડ ઇન્ફોર્મેટીક સંશોધન સંસ્થા અને સેપ્ટ યુનિવર્સિટીની ટેકનીકલ મદદ મેળવવા માટે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે. 

15 જાન્યુઆરી, 2017 ના રોજ ‘ભારતીય સેના દિવસ’ના ઉપક્રમે અમદાવાદ સ્થિત ગોલ્ડન કટાર ડિવિઝનની પરબત અલી
 
બ્રિગેડે એક વખત ફરી ઓગસ્ટ, 2016 ની જેમ ‘નો અવર આર્મી’ એક્સપોઝિશનનું આયોજન કર્યું હતું. ગુજરાતમાં આયોજિત આ
 
એડિશનમાં એકમાત્ર ફરક પ્રદર્શનમાં મૂકેલા ઉપકરણને લઈને હતો.
 
ગુજરાતના ઉત્સાહી યુવાનોને મોટી સંખ્યામાં સેનામાં સામેલ થાય એ માટે પ્રોત્સાહન આપવા ભારતીય સેના આ પ્રસંગે તેની
 
ક્ષમતા પ્રદર્શિત કરી હતી. આ એક દિવસીય પ્રદર્શનમાં ભારતીય સેનાની ભવ્ય પરંપરા, શૌર્ય, ક્ષમતા પ્રસ્તુત કરવામાં આવી તથા આપણા
 
મહાન રાષ્ટ્રની ભવિષ્યની પેઢીઓ માટે માર્ગ પ્રશસ્ત કર્યો.
 
        એક્ઝિબિશન 17 જાન્યુઆરી, 2017 ના રોજ સવારે 11.00 થી સાંજના 6.00 વાગ્યા સુધી ખુલ્લું રહ્યું હતું.
 
લાઇવ એક્શનમાં સામેલ હતુ  – સાંસ્કૃતિક અને માર્શલ ઇવેન્ટ – મોલ ખામ્ભ, ગોરખા ખુખરી નૃત્ય અને લેઝિયમ, 05 અલગઅલગ બેન્ડ
 
દ્વારા સંયુક્તપણે પાઇપ બેન્ડ, ટ્રાન્સ બોર્ડર પેટ્રોલ પ્રદર્શન – કેમલ માઉન્ટેડ, વ્હિકલ માઉન્ટેડ અને ઓન ફૂટ તથા દુશ્મન ના સેક્શનમાં
 
ઇન્ફન્ટ્રી એસોલ્ટ ડિમોનસ્ટ્રેશન.
 
આ વખતે પ્રદર્શનમાં સામેલ હતુ  ટી – 90 (ભારતીય નામ – ભીષ્મ) ભારતીય સેનાની મુખ્ય ટેંક, ટી-72 ટેંક (ભારતીય
 
નામ – અજેય), આર્મર્ડ પર્સનલ કેરિયર, બોફોર્સ (155 એમએમ આર્ટિલરી ગન), એલ-70 એન્ટિ એરક્રાફ્ટ ગન, ઇન્ફન્ટ્રી દ્વારા
 
ઉપયોગમાં લેવાતા વિવિધ નાના શસ્ત્રો, માઇન લેઇંગ અને ડિફ્યુઝિંગ ઇક્વિપમેન્ટ, બ્રીજ લેઇંગ ઇક્વિપમેન્ટ (એએમ-50), લોરોસ (લોંગ
 
રેન્જ રિકન્નિસન્સ એન્ડ ઓબ્ઝર્વેશન સિસ્ટમ) અને બેટલફિલ્ડ સર્વેલન્સ રડાર્સ વગેરે.
 
ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આદરણીય
 
રાજ્યપાલે ગુજરાતના લોકોને સેનાની ક્ષમતા દર્શાવવાના ભારતીય સેનાના પ્રયાસોને બિરદાવ્યાં હતા, જે ગુજરાતી યુવાનો વચ્ચે જાગૃતિ
 
લાવશે અને તેઓ મોટી સંખ્યામાં સેનામાં સામેલ થવા પ્રોત્સાહિત થશે.
 
 
 
ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ એસ કે પ્રશાર વીએસએમએ તેમના સંબોધનમાં સેનાને
 
સાથસહકાર આપવા બદલ આદરણીય રાજ્યપાલનો આભાર માન્યો હતો તથા દેશની સેવા કરવા સેનાના પડકારજનક વ્યવસાયને ઝીલવા
 
વિદ્યાર્થીઓ અને યુવાનોના ઉત્સાહની પ્રશંસા કરી હતી.
 
 
 
સૈનિકોનો રોમાંચક શો જોવા હજારો વિદ્યાર્થીઓ/કોલેજિયનો તથા તમામ પ્રકારના લોકો ઉમટી પડ્યાં હતાં. શોનું મુખ્ય બાબત
 
સૈનિકોનું લાઇવ પર્ફોર્મન્સ હતું, ખાસ કરીને સચોટ સમય, સંકલન અને ઇન્ફેન્ટ્રી એસોલ્ટનું પ્રદર્શન.
કોઈપણ વિભૂતિ કે વ્યક્તિ ગમે તે ક્ષેત્રમાં ઉચ્ચ-અગ્ર સ્થાને હોય ત્યારે એને માન-
 
સન્માન આપવાની... પૂજનીય ગણવાની પરંપરા સમાજમાં સદીઓથી ચાલી આવી
 
છે...!! પૈસો-પ્રતિષ્ઠા કે સત્તાના જોરે લાંબો સમય ટકવું અઘરું છે...! માણસના
 
મૃત્યુ પછી એની ખરી કિંમત-આબરૂ અંકાય છે...! કહેવાય છે કે કાજીનો કૂતરો
 
મરે ત્યારે ગામ આખું જાય... પણ કરમ કૂડાં હોય તો કાજીની મૈયતમાં કોઈ ના
 
ડોકાય...! આજે પણ આ જ સ્થિતિ છે...!! વ્યક્તિ ભલે વિદાય લઈ લે... એના કર્મ એના મૃત્યુ પછી કિંમત નક્કી
 
કરે છે...! જો કે, આ બાબતમાં ય ઘણીવાર અપવાદ જોવા મળે છે અને આ તસવીર એનો પુરાવો છે. સરદાર બંધ ઉપર
 
પ્રસ્થાપિત થનાર વિશ્વની સૌથી વિશાળ સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડી પ્રતિમાની ૩૦ ફૂટની પ્રતિકૃતિ સમાન
 
રેપ્લીકા ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા સંકુલમાં મૂકાઈ છે. નિર્ભયતાથી અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર પટેલની
 
આ પ્રતિમાની સંભાળ તંત્ર તરફથી ગંભીરતાથી લેવાતી નથી એ હકિકત છે...! આ પ્રતિમા ઉપર રંગોના વિચિત્ર
 
ધબ્બા સર્જાયા કરે છે જે એમના મુખ-હાથ વગેરે પર અત્યંત કુરૂપતા વરવાપણું પ્રદર્શિત કરે છે. જેને લઈને
 
સરદાર પ્રેમીઓનો આત્મા દુભાય છે...!! તંત્ર આ રંગ બદલવાની પ્રક્રિયાને ટેકનોલોજીનો પ્રભાવ દેખાડી જે
 
રીતે બચાવ કરે છે તે તદ્દન વાહિયાત-પાંગળો લાગે છે...! સરદાર જેવી વિરલ-પૂજનીય વિભૂતિને કુરૂપ
 
દેખાડતી ટેકનોલોજી શા કામની...!! રંગ તો રાજકારણીઓના બદલાય... સરદાર રાજનીતિજ્ઞ હતા... એમનો
 
એક જ રંગ... ખુમારીનો...! અને ખુમારીના પ્રતીક સમા સરદારની પ્રતિમા રંગ બદલતી ન હોય મારા
 
સાહેબ...!! સરદારની વાહ વાહી અને ગુણગાન ગાતા ઉપરવાળા આ બાબતે નીચલા તંત્રનું ધ્યાન દોરી...
 
ઘટતું કરે... અને સરદારનો રંગ એક જ રાખે... ખુમારીનો... તો, સૌને ગમશે...!!
વિશ્વભરમાં ટેકનોલોજી અને સ્કીલ્ડ મેનપાવર માટે જાણીતા સ્વીડને પાટનગર
 
ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે ભાગીદાર બનવાની ઇચ્છા વ્યક્ત
 
કરી છે. ગુજરાત રાજ્યની બ્રાન્ડ બની ગયેલી વાઈબ્રન્ટ સમિટ- ૨૦૧૭ના બીજા દિવસે
 
સ્વીડન દેશનો સેમિનાર યોજાયો હતો. જેમાં શહેરોનાં સાતત્યપૂર્ણ વિકાસ વિષયક સેમિનારમાં તજજ્ઞો દ્વારા શહેરી વિકાસ અને
 
તેની સામેની સમસ્યા અંગે ચર્ચાવિચા રણા કરવામાં આવી હતી. સેમિનારના પ્રારંભમાં
 
કાઉન્સિલેટ જનરલ શ્રી ઉલરીકા સન્ડબર્ગે ભારત અને ગુજરાતના વિકાસમાં સ્વીડનની ભૂમિકાની છણાવટ
 
કરી હતી. તેમણે સ્માર્ટ સિટી, સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ, ક્લાઈમેટ ચેન્જ,
 
ડિજિટાઈઝેશન, શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે સહકાર વધારવા તેમજ
 
રોકાણ વધારવાની આશા વ્યક્ત કરી હતી. માર્ગ-મકાન રાજ્યમંત્રી શ્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે,
 
વડાપ્રધાન શ્રી મોદીએ દેશમાં ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાનો નિર્ધાર
 
કર્યો છે. ગુજરાતે ગિફ્ટ સિટી અને ધોલેરા સર (SIR)ને સ્માર્ટ સિટી
 
બનાવીને તે દિશામાં પગરણ કર્યું છે. શ્રી પરમારે સ્વીડન દેશની કંપનીઓને
 
શહેરી વિકાસ તથા તેની સમસ્યાઓના નિરાકરણમાં મદદ કરવા અપલી
 
કરી હતી. સ્વીડનના શિક્ષણમંત્રી શ્રી અન્ના એબ્સ્ટ્રોમે જણાવ્યું હતું કે,
 
ભવિષ્યની પેઢીને રહેવાલાયક શહેર આપવું તે આપણી જવાબદારી છે.
 
સ્માર્ટ સિટીએ માત્ર શબ્દ નથી, પણ એક ભાવના છે. સ્માર્ટ સિટી એટલે
 
જ્યાં પરિવહન વ્યવસ્થા સુદ્રઢ હોય. આરોગ્ય-શિક્ષણ-પાણી-વીજળી જેવી તમામ આંતરમાળખાકીય સગવડો ઉપલબ્ધ હોય. સ્વીડન દેશે સ્માર્ટ
 
સિટીનું નહીં પણ નાગરિકોમાં સિવિક સેન્સનો પણ વિકાસ કર્યો છે. આ
 
સાથે, તેમણે બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે દિશામાં કામ કરવા પર ભાર મૂક્યો હતો.
 
રાજ્યનાં એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી અરવિંદ અગ્રવાલે સ્વીડને
 
ગાંધીનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવા રસ બતાવ્યો હતો તે અંગે
 
આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સ્વીડનની કંપનીઓને રાજ્યમાં રોકાણ માટે આમંત્રણ પાઠવ્યું હતું.

સાતત્યપૂર્ણ આર્થિક અને સામાજિક વિકાસના લક્ષ્ય સાથે ‘‘પૂર્વની દાઓસ’’ તરીકે પ્રસિદ્ધ આઠમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આજે મહાત્મા મંદિર ખાતે શુભારંભ થયો હતો. ૧ર જેટલા દેશોના વડાઓ, વૈશ્વિક ઉદ્યોગગૃહોના સુત્રધારો અને હજારો બૌદ્ધિકોની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ કરાવતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦ર૨ સુધીમાં ભારતના પ્રત્યેક ગરીબ નાગરિકને પોતાનું ઘર હોય એ મારૂં સપનું છે, અને આ સપનું સાકાર કરવા પ્રત્યેક યેાજનાઓના લાભો શહેરોની સાથોસાથ ગામડાંઓમાં પણ સંતુલિત રીતે પહોંચવા જોઇએ. તેમણે પ્રત્યેક યુવાનને કામ મળી રહે એવા વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યકત કરીને જીવનની ગુણવત્તા વધુ બહેતર બને તે માટે સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.બહેતર-ઉજ્જવળ આવતીકાલ માટે રિન્યુએબલ એનર્જી-પુન:પ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનને વિશેષ પ્રાધાન્ય આપતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં નંબર-વન બની શકે એવી ક્ષમતા પડી છે. સદીઓ સુધી માનવજાતે પ્રકૃતિનું શોષણ કર્યું છે, હવે પોષણ માટે પ્રયત્નો કરવાની જરૂર પર ભાર મુકતાં તેમણે ભારતમાં ૧૭૫ ગીગાવોટ્સ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવા સમગ્ર વિશ્વને આહવાન કર્યું હતું. આ ક્ષેત્રમાં સ્કાય ઇઝ ધી લિમિટ-અમાપ સંભાવના જોતાં તેમણે કહ્યું કે, પહેલાં આપણે આ દેશમાં મેગાવોટની પણ વાત નોતા કરી શકતા તેને બદલે આજે આપણે ગીગાવોટ્સની ચર્ચા કરી શકીએ છીએ.

 

ભ્રષ્ટાચારમુક્ત સ્વચ્છ શાસન એ મારી સરકારનું વિઝન અને મિશન છે, એમ કહીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ઇ-ગવર્નન્સ એટલે ઇઝી અને ઇફેકટીવ (સરળ અને અસરકારક) શાસન વ્યવસ્થા. ભારતના મોટાભાગના લોકો પરિવર્તન ઇચ્છતા હતા. કેન્દ્રએ લીધેલા નિર્ણયોના ઉત્સાહજનક પરિણામો મળ્યા છે અને મારી સરકાર આવા રિફોર્મ કરવા – બદલાવ લાવવા પ્રતિબદ્ધ છે. વૈશ્વિક મંદીના સમયમાં પણ ભારતનું અર્થતંત્ર સ્થિર રહી શકયું છે, એમ કહીને તેમણે જણાવ્યું હતું કે, પોલીસી નિર્ણયો અને પગલાંઓને પ્રજા તરફથી જે હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે તેનાથી મારો વિશ્વાસ વધુ દૃઢ થયો છે.

 

મેઇક ઇન ઇન્ડિયા સૌથી મોટી બિઝનેસ બ્રાન્ડ બનશે એવી આશા વ્યકત કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયામાં ભારત મૂડીરોકાણ માટેનું મહત્વનું મથક બની રહે એ દિશામાં તમામ રાજ્યો પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે ભારતના રાજ્યો-રાજ્યો વચ્ચે તંદુરસ્ત હરિફાઇ થઇ રહી છે. ગુજરાતે ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ – FDI માં અગ્રીમતા હાંસલ કરી છે. આ માટે તેમણે ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા હતા.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ કરાવતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મહેમાનોને ભલે પધારો કહીને ગુજરાતી ભાષામાં આવકારો આપ્યો હતો. ઇસુના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતાં તેમણે વર્ષ ર૦૦૩માં યોજાયેલી સૌ પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંભારીને શરૂઆતના વર્ષોમાં સહભાગી બનેલા જાપાન અને કેનેડાનો આભાર માન્યો હતો. કવિ શ્રી અરદેશર ખબરદારની પ્રસિદ્ધ ગુજરાત કાવ્યપંક્તિ જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત... નો ઉલ્લેખ કરીને તેમણે ગુજરાતીઓ જયાં વસે ત્યાં મીની ગુજરાત વસી જાય છે, એમ કહ્યું હતું.પતંગ પર્વના દિવસોમાં તેમણે લોકોને શુભકામનાઓ પાઠવતાં પતંગ ઊંચે ઉડવાનું શિખવે છે, એમ કહીને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો વ્યાપ અને વિસ્તાર પ્રતિ વર્ષ મોટો અને સફળ થતો જાય છે તે માટે આનંદની લાગણી વ્યકત કરી હતી. ગુજરાતી-હિન્દી વાકયો અને ઉલ્લેખો સાથેના તેમના વક્તવ્યને શ્રોતાઓએ મન ભરીને માણ્યું હતું.

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આઠમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્દઘાટન સમારોહમાં દેશ-વિદેશમાંથી ગુજરાતના આંગણે પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય આર્થિક જગત માટે ગુજરાત રાજ્ય એક ગૌરવ સમાન છે. તેમણે ગુજરાતને આર્થિક આકાશનો ઝળહળતો સિતારો ગણાવી ઉમેર્યું હતું કે, સવાયા ગુજરાતી એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં ગુજરાતે મેઇક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે અને ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે એટલું જ નહીં, અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.

મુખ્ય મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, દેશભરના અને વૈશ્વિક રોકાણકારોએ ગુજરાતમાં તેમના મૂડીરોકાણોરૂપી મુકેલી ઇંટો ઉપર જ ગુજરાતની આર્થિક ઇમારતનું ચણતર થવાનું છે ત્યારે ભારત દેશને વિકાસના માધ્યમથી વિશ્વ સાથે જોડવા ગુજરાત અગ્રેસર બની રહેશે. મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતને પોલીસી ડ્રિવન સ્ટેટ ગણાવી ઉમેર્યું હતું કે, ગુજરાત ખાસ કરીને મેન્યુફેકચરીંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર, રીન્યુએબલ એનર્જી અને સ્માર્ટ સિટી જેવા ક્ષેત્રોમાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. ખાસ કરીને ગુજરાતીઓની ઔદ્યોગિક સાહકસિકતા અને હકારાત્મક અભિગમ વૈશ્વિક રોકાણકારોને આકર્ષે છે. આજે દેશ-વિદેશના લોકો ગુજરાતમાં વેપાર કરવા આકર્ષાય છે જે ‘‘રોકાણકારો માટેના માનીતા સ્થળ’’ તરીકેની ગુજરાતની સ્વીકૃતિ છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ આજે કોઇ ઇવેન્ટ નહીં એક બ્રાન્ડ બની ગઇ છે તેવું ગૌરવપૂર્વક જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ આ સિદ્ધિ માટે ગુજરાતના સર્વાંગી વિકાસ અને ગુજરાતીઓની દીર્ઘદ્રષ્ટિને યશભાગી ગણાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, દાયકાથી ડબલ ડિજિટનો વિકાસ દર એ ગુજરાતની સિદ્ધિ છે. ગુજરાત છેલ્લા પંદર વર્ષથી રોજગારી આપવામાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે, ગુજરાતના યુવાન ‘‘જોબ સીકર’’થી ઉપર ઉઠીને હવે ‘‘જોબ ગીવર’’ બન્યા છે. આદિવાસી વિસ્તારનો વિકાસ હોય કે શહેર સમકક્ષ ગામડાંનો વિકાસ, ગુજરાતે સંતુલિત-સાર્વત્રિક વિકાસ દ્વારા શ્રેષ્ઠ વિકાસ હાંસલ કર્યો છે. તેમણે ગુજરાતના યુવાનોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, વિકાસની આ તકને ઝડપી લઇને યુવાનો દેશ અને રાજ્યના વિકાસની નવી સીમાઓ અંકિત કરે.મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧.૫ મીલિયન બેન્ક એકાઉન્ટસ ખોલીને ગુજરાતે યોજનાના લાભ ગરીબો સુધી ઝડપથી પહોંચાડવા જનઅભિયાન શરૂ કર્યું. આવું જ જન અભિયાન ડિજિટલ પેમેન્ટ માટે આરંભીને રાજ્યના ૪૧૫ ગામડાં સો ટકા ડિજિટલ પેમેન્ટ કરનારા બનાવ્યા છે, આ જ ગુજરાતની સફળતા છે.

તેમણે સૌ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરી ‘‘અમે મજબૂત સંબંધોમાં માનનારા છીએ’’ તેમ જણાવી ઉપસ્થિત સૌને ગુજરાતમાં રોકાણ કરવા માટે ઇજન પણ આપ્યું હતું.

સમિટના પ્રારંભે ગુજરાતના જ પનોતા પુત્ર શ્રી પાર્થિવ ગોહિલ અને વૃંદે ‘‘જય જય ગરવી ગુજરાત’’ ગીતના જયઘોષથી વાતાવરણને ગુજરાતમય બનાવી દીધું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કોફી ટેબલ બુક અને પોલીસી બૂકલેટનું પણ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મહાત્મા મંદિરના કન્વેન્શન હોલની ત્રણેય બાજુની દિવાલો ઉપર મુકવામાં આવેલ એલસીડી પેનલ ઉપર રજૂ થયેલી ગુજરાતની વિકાસગાથા દર્શાવતી ‘‘ઇન્ડિયાસ ઇકોનોમીક એકસપ્રેસ-વે’’ ફિલ્મે સૌને આકર્ષ્યા હતા.

વાયબ્રન્ટ સમિટના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ, અરૂણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી પેમા ખાંડુ, કેન્દ્રીય નાણા મંત્રી શ્રી અરૂણ જેટલી, ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કેન્દ્રીય અને રાજ્ય મંત્રીમંડળના સભ્યો, રોકાણકારો, સમિટના ભાગીદાર વિવિધ દેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટર જગતના સી.ઇ.ઓ., મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંહ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

આજે મંગળવારે પીએમ મોદીએ સવારે 6:30 કલાકની આસપાસ માતા હીરાબાને મળી તેમના આશીર્વાદ લીધા હતા.

બંને માતા-પુત્રએ સાથે બેસીને નાસ્તો કર્યો હતો. રોજ પીએમ મોદી સાવારે યોગ કરતાં હોય છે પરંતુ આજે તેઓ યોગનું

શીડ્યુલ છોડીને માતા હીરાબાને મળવા ભાઈના ઘરે પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીના માતા હીરાબા તેમના નાના પુત્ર સાથે

ગાંધીનગરના રાયસણ ખાતે વૃંદાવન બંગ્લોઝમાં રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પહેલી વાર માતાના ઘરની પાસે રહેતા

પાડોશીના દિકરા સાથે પણ વાત કરી હતી. તેમણે સવારે ભાઈ પંકજ મોદીના પરિવાર સાથે બેસીને ચા-નાસ્તો કર્યા હતાં.

તેમણે ભાઈના ઘરે લગભગ 20થી 25 મિનિટ વિતાવી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પીએમ મોદીની તબિયત સવારે થોડી નાદુરસ્ત હતી

પરંતુ માતાને મળીને આવ્યાં પછી તેઓ સ્વસ્થ અને ખુશ દેખાતા હતા. તેઓ આજે મંગળવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017નું

ઉદ્ઘાટન કરવાના છે. આ પહેલા સોમવારે તેમણે ગાંધીનગરમાં જ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૭ અંતર્ગત ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ભારતના સૌથી મોટા અને આંતરરાષ્ટ્રીય સ્તરના ભવ્યાતીભવ્ય ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂક્યો હતો.

વડાપ્રધાનશ્રી સાથે રશિયાના નાયબ વડાપ્રધાનશ્રી દિમિત્રી રોગાઝીન, પોલેન્ડના નાયબ વડાપ્રધાનશ્રી પોઓટ્રે ગ્લીવીસ્કી, જાપાનના ઈકોનોમી, ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટરશ્રી હિરોસીઝ સેકો, મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, મંત્રીમંડળના સભ્યો અને ગણમાન્ય અગ્રણીઓ સાથે આ વિશ્વ વ્યાપાર પ્રદર્શનના વિવિધ ડોમનું નિરિક્ષણ કર્યું હતું. જાપાન, થાઈલેન્ડ, સ્વીડન, રશિયા, હોલેન્ડ, કેનેડા, પોલેન્ડ, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને લુઆન્ડા જેવા દેશો દ્વારા વૈશ્વિક મૂડીરોકાણને આકર્ષવા માટે પ્રદર્શિત કરાયેલ વિવિધ થીમ પેવેલિયનો તેમજ મહાત્માં ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સંદેશના વિવિધ પાસાઓને મૂર્તિમંત કરતા આકર્ષક થીમ પેવેલિયનને પ્રધાનમંત્રીશ્રીએ રસપૂર્વક નિહાળ્યું હતું. ગુજરાત તેમજ અરૂણાચલ પ્રદેશ રાજ્ય સરકારના પ્રવાસન થીમ પેવેલિયન, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાની કંપનીઓ અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ વિષયો આધારિત પ્રદર્શિત કરાયેલા તેમજ આયકર વિભાગ, વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કો તેમજ કેશલેસ વ્યવહારોની સમજ આપતાં વિવિધ થીમ પેવેલિયનોની વડાપ્રધાનશ્રીએ મુલાકાત લીધી હતી.

ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અંદાજે ૧,૫૦,૦૦૦ ચો.મી. પરિસરમાં યોજવામાં આવેલા આ મેગા એક્ઝિબિશનમાં ૧૪ થીમ આધારિત વિવિધ ૧૫૦૦થી વધુ સ્ટોલનું નિર્માણ કરાયું છે. દેશના સૌથી મોટા વ્યાપારી પ્રદર્શનમાં વિશ્વના અગ્રગણ્ય દેશો સહિત ૧૫૦૦થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે.

 

તા. ૯થી ૧૩ જાન્યુઆરી-૨૦૧૭ દરમિયાન ચાલનારા આ હાઈટેક મેગા ગ્લોબલ ટ્રેડ શોમાં એરોસ્પેસ એન્ડ ડીફેન્સ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસીંગ, ઓટોમોબાઈલ એન્ડ ઓટો કંપોનન્ટ, બાયોટેકનોલોજી, ઈલેક્ટ્રોનિક્સ, એન્વાયરોન્મેન્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી, હેલ્થ કેર, આઈ.ટી. એન્ડ આઈટીસ, એમ.એસ.એમ.ઈ., ઓઈલ એન્ડ ગેસ, સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન, ટુરીઝમ, અર્બન ડેવલોપમેન્ટ, તેમજ એન્જિનિયરીંગ જેવા ૨૫ જેટલા વિવિધ ક્ષેત્રોના વિકાસ અને રોકાણની તકો અંગેની વિગતો રજૂ કરવામાં આવી છે.

ગ્લોબલ ગુજરાતની ઝાંખી કરાવતું આ ભવ્ય પ્રદર્શન વિશેષ કરીને યુવા ઉદ્યોગ સાહસિકોને આધુનિક ટેકનોલોજી આધારીત ગ્લોબલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વિશે સુપેરે જાણકારી આપે છે. આ મેગા એક્ઝિબિશનમાં ભારત અને ગુજરાતની યશસ્વી વિકાસ યાત્રા અને અનેક ડેવલપમેન્ટ સેક્ટર્સમાં ભવિષ્યના વિકાસની અસીમ સંભાવના ધરાવતા થીમ પેવેલિયનની પ્રસ્તુતિ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંગઠનો, મહિલા ઉદ્યોગ સાહસિકો, સુક્ષ્મ-નાના, મધ્યમ કદના ઔદ્યોગિક એકમો અને સ્ટાર્ટ-અપ્સના થીમ પેવેલિયન ઊભા કરાયા છે. આ પ્રદર્શનમાં કોર્પોરેટ સેકટર, પબ્લિક સેકટર, પી.એસ.યુ. સહિતની નવતર પહેલ સાથે સમગ્ર ભારતમાંથી એકત્રિત કરાયેલ લોખંડમાંથી ઘડવામાં આવનાર સરદાર વલ્લભભાઈ પટેલની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની પ્રતિમા તેમજ સ્વચ્છ ભારત અભિયાન અને ક્લીન ગંગા અભિયાન અંગેના પ્રદર્શનો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

આ હાઈટેક મેગા એક્ઝિબિશનમાં પરંપરાગત ભારત અને આધુનિક તેમજ સુરક્ષિત ભારતની થીમ ઉપર વિવિધ સ્ટોલ્સનું આયોજન કરાયું છે. ગુજરાતની હસ્તકલાની વૈશ્વિક ઝાંખી કરાવતાં આર્ટ વિલેજમાં પ્રદર્શન સહ નિદર્શન કરવામાં આવ્યું છે જેમાં હસ્તકલા, કાસ્ટકલા, ચર્મકલા, ખાદીકલા, ભરતગૂંથણ જેવી ચીજોના સ્ટોલ્સમાં પ્રદર્શન સહ વેચાણની વ્યવસ્થા કરાઈ છે. ભારતે આધુનિક ટેકનોલોજીના સથવારે હાંસલ કરેલ સિદ્ધિઓ સમા સશસ્ત્ર સેનાની ત્રણેય પાંખ વાયુ સેના, જળ સેના અને થલ સેનાના વિવિધ મોડેલો સહિત હોવિત્ઝર તોપ સાથે ૪૦થી વધુ અતિઆધુનિક શસ્ત્રો તેમજ અલગ અલગ પ્રકારના મિસાઈલોનું પ્રદર્શન મુલાકાતીઓમાં ભારે આકર્ષણના કેન્દ્રો બન્યાં છે.

આ ટ્રેડ શોમાં ૧૫૦થી વધુ હોટ સ્પોટ સાથેનું વાઈ-ફાઈ નેટવર્ક ઊભું કરાયું છે. જે પ્રદર્શનની મુલાકાતે આવતા મુલાકાતીઓ અને પ્રતિનિધિ મંડળોને વાઈ-ફાઈ ઈન્ટરનેટની સુવિધા વિનામૂલ્યે પુરી પાડે છે. આશરે ૨૦ લાખ કરતાં વધુ મુલાકાતીઓ, વિશ્વભરના વિવિધ દેશોના પ્રતિનિધિ મંડળો આ પ્રદર્શનની મુલાકાતે આવવાના છે ત્યારે પ્રદર્શનમાં સલામતી અને સુરક્ષાની વિશેષ કાળજી રાખવામાં આવી છે. તેમજ પ્રદર્શનમાં કન્ટ્રોલ રૂમ્સ, કોન્ફરન્સ રૂમ્સ, ફુડ કોર્ટ્સ, રજિસ્ટ્રેશન અને ઈન્ફર્મેશન સેન્ટર સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે.

 

કેન્દ્રિય મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, શ્રી નાનુભાઈ વાનાણી, શ્રી રોહિતભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન તેમજ પ્રવાસન અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર, મુખ્યમંત્રીશ્રીના ઓએસડી શ્રી ભાગ્યેશ જહા સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો, સચિવશ્રીઓ, પદાધિકારીશ્રીઓએ એક્ઝિબિશનના પ્રારંભે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઠમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરના કેપિટલ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેકટ માટે ભૂમિપૂજન અને શિલાન્યાસ કરતાં ગર્વ અને સંતોષની લાગણી અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્થાપનાના સુવર્ણજયંતી વર્ષમાં - વર્ષ-ર૦૧૦માં મહાત્મા મંદિરના નિર્માણનો પાયો નાખતાં શિલાન્યાસ વખતે મેં એવી ઇચ્છા વ્યકત કરી હતી કે, વિશ્વના દિગ્ગજો મહાત્મા મંદિરમાં બેસીને વિશ્વશાંતિ માટે ચર્ચા કરતા હશે. આજે મહાત્મા મંદિર માટેની સંકલ્પના ખૂબ ઓછા સમયમાં સાકાર થઇ છે. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા મંદિર, કન્વેન્શન સેન્ટર, ગ્લોબલ પ્રદર્શન ગ્રાઉન્ડનું આ કોરિડોર અને ગાંધીનગરનો આ સમગ્ર વિસ્તાર ભારતની વ્યાપારીક પ્રવૃત્તિઓ માટે સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર બનવાની સંભાવના ધરાવે છે.

       ગુજરાતે અમદાવાદ, વડોદરા અને મહેસાણાના બસ સ્ટેશનોને પબ્લીક –પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે સફળતાપૂર્વક વિકસાવીને વિકાસનો રાજમાર્ગ કંડારી દેખાડયો છે. ભારતીય રેલવે પણ ગુજરાત મોડેલને અનુસરીને આવનારા દિવસોમાં આ પ્રકારે હજારો રેલવે સ્ટેશનોનો વિકાસ કરી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.

ભારતીય રેલ જનસામાન્યની જિંદગીમાં ગુણવત્તાયુકત પરિવર્તન લાવવામાં મદદરૂપ બની રહી છે. ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરીને વિશ્વસ્તરનું બનાવાઇ રહ્યું છે. રેલવેના આ પ્રોજેકેટથી સમગ્ર ભારતમાં રેલવેના વિકાસનું પહેલું પ્રકરણ ગાંધીનગરમાં લખાઇ રહ્યું છે, એમ કહીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, રેલવે દેશને ગતિ અને પ્રગતિ આપે છે ત્યારે છેલ્લા અઢી વર્ષમાં ભારત સરકારે રેલવેને પ્રાથમિકતા આપી છે.

 

રેલવે માટેની નાણાંકીય જોગવાઇ ડબલ કરવામાં આવી છે. ગેજ કન્વર્ઝનના કામને હવે ટોચ અગ્રતા આપવામાં આવી છે. પર્યાવરણને નુકશાનકર્તા ડિઝલ એન્જીનને સ્થાને ઇલેકટ્રીક એન્જીન અપનાવવાના કામને તેજ ગતિ આપવામાં આવી છે. ભારતનું અડધાથી વધુ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ – FDI રેલવે ક્ષેત્રમાં આવ્યું છે. આ પદ્ધતિએ રેલવેની ગતિ બદલી નાખે એવા ગતિશીલ એન્જીનના નિર્માણ માટે બે લોકો નિર્માણ પ્રોજેકટ અમલી કરાયા છે. સફાઇથી લઇને સુવિધાની બાબતોને પ્રાધાન્ય આપીને પરિવર્તન આણવાનો પ્રયાસ થયો છે. સલામતિની ચિંતા કરીને રેલવેને સુરક્ષિત બનાવવામાં આવી છે. સમગ્ર ભારતમાં ૭૦ થી ૮૦ ટકા માલ પરિવહન રોડ ટ્રાન્સપેાર્ટ મારફતે  થાય છે, તે હવે રેલ માર્ગે થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતથી મીઠાના ટ્રાન્સપોર્ટ માટે ઓછા વજનના કન્ટેનરના નિર્માણ માટે પણ રેલવે દ્વારા સંશોધન હાથ ધરવામાં આવ્યું છે, એમ કહીને પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રેલવેનો દરેક ક્ષેત્રે તેજ ગતિથી વિકાસ કરાઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર ખાતે કેપિટલ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેકટ માટે ભૂમિપૂજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા થયેલા ગાંધીનગર અને ગુજરાતના ગૌરવમાં ઉમેરો કરે એવું આ રેલવે સ્ટેશન સ્ટેટ ઓફ ધી આર્ટ બનશે. મહાત્મા મંદિરના સાનિધ્યમાં નિર્માણધિન વૈશ્વિકસ્તરના રેલવે સ્ટેશન ઉપર- રેલવે ટ્રેકની ઉપર ૩૦૦ રૂમ ધરાવતી ફાઇવસ્ટાર હોટેલ બનશે. ભારતમાં આ પ્રકારની સૌ પ્રથમ એવી આ હોટેલની ડિઝાઈન ભારતીય તાત્વિક વિભાવના પ્રમાણે, પ્રેમ, સન્માન અને સુરક્ષા જેવા ગુણોને પ્રસ્તુત કરશે. છ-આઠ અને ૧૦ માળના ત્રણ ટાવરવાળી આ હોટેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને આવા આયોજનોમાં ગાંધીનગર-ગુજરાત પધારતા મહેમાનોને સારી સુવિધા પ્રદાન કરશે.

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્કેલ, સ્કીલ અને સ્પીડના વિઝનને ધ્યાનમાં રાખીને ગુણવત્તામાં લેશમાત્ર બાંધછોડ કર્યા વિના આગામી બે વર્ષમાં કેપિટલ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ પ્રોજેકટ પૂર્ણ કરવાનું આયોજન છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ-ર૦૧૯ વખતે મહેમાનો આ રેલવે સ્ટેશન અને હોટેલનો લાભ લઇ શકે એવા આયોજન સાથે નિર્માણ કાર્ય હાથ ધરાશે.

રેલવે મંત્રાલયની કંપની આઇ.આર.એસ.ડી.સી. અને ગુજરાત સરકારના જી.આઇ.ડી.બી.ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ – GARUD દ્વારા ૭૪:ર૬ના રેશિયોથી અંદાજે રૂા. ર૫૦ કરોડના ખર્ચે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરાશે.

આ પ્રસંગે બોલતાં ગુજરાતના મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં રેલવેની આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો થતાં ગુજરાતના વિકાસને વધુ વેગ મળશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર, દાંડીકુટિર સાથે વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાનું ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાચે જ આજે ગુજરાતે સાકાર કર્યું છે.  

મુખ્‍ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં રેલવે મંત્રાલય દ્વારા રેલવેને આધુનિક બનાવવા સાથે રેલવે સ્ટેશનોને અદ્યતન કરવા, પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ, બુલેટ ટ્રેન, વાઇફાઇ, સ્વચ્છતા તેમજ રેલવેના ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ભારતીય રેલવે વર્લ્ડ કલાસ બનવા તરફ આગળ વધી
રહી છે.

ગુજરાતમાં બસ સ્ટેશનોને વર્લ્ડ કલાસ બનાવવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આવનાર દિવસોમાં ગાંધીનગર સહિત ગુજરાતના અન્ય રેલવે સ્ટેશનો પણ વર્લ્ડ કલાસ સુવિધાવાળા બનશે અને ગુજરાતના વિકાસની નવી ક્ષિતિજો ખુલશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન વડાપ્રધાનશ્રીના વિઝનની સાથે સુસંગત હોવાનું જણાવ્યું હતું. તેમણે આવનારા દિવસોમાં પણ ગુજરાતને કેન્દ્ર સરકારની મદદ સતત મળતી રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને બુલેટ ટ્રેન, ગુજરાતને રેલવે યુનિવર્સિટી અને ૨૬ નવી ટ્રેન આપવા માટે ગુજરાતની જનતા તરફથી કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ગુજરાતની પ્રગતિ અને વિકાસના વિસ્તરણનું વિઝન ધરાવતા હતાં. તેઓ મહાત્મા મંદિરની બાજુમાં એક વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાનું સ્વપ્ન ધરાવતા હતાં. તે આજે તેમના જ હસ્તે કાર્યારંભ થઇ રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આગામી વાયબ્રન્ટમાં નવનિર્મિત રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ જ કરશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતને કેન્દ્ર સરકારની મદદ આવનારા દિવસોમાં પણ મળતી રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

સામાન્ય માનવીને એરપોર્ટની જેમ રેલવે સ્ટેશનો પર સારામાં સારી સુવિધા મળે તે માટે રેલ મંત્રાલય પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં રેલ મંત્રી શ્રી સુરેશ પ્રભુએ ઉમેર્યું હતું કે, દેશમાં સ્માર્ટ સિટી માટે પસંદગી પામેલ ૧૦૦ શહેરોના રેલવે સ્ટેશનને સ્માર્ટ બનાવવા માટે રેલવેએ સમજુતિ  કરાર કર્યા છે. દેશના ૪૦૦ શહેરમાં અમૃત યોજના હેઠળ તેમજ રેલવેના ૧૭ ઝોનના તમામ સ્ટેશનનો પીપીપી મોડલ આધારિત અદ્યતન બનાવવામાં આવશે.

રેલ મંત્રીશ્રી સુરેશ પ્રભુએ ઉમેર્યું હતું કે, ભારતમાં રેલવેના આધુનિકરણ અને વિકાસ માટે વિશ્વ બેંક રૂા. ૫૦૦ મિલીયન ડોલરની સહાય કરશે. રાષ્ટ્રમાં રેલવેના વિકાસ માટે રેલ મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારે સાથે જોઇન્ટ વેન્ચર કંપનીની સ્થાપના કરવામાં આવી છે.

શ્રી પ્રભુએ ઉમેર્યું હતું કે, યુપીએના શાસનમાં ગુજરાતમાં રેલના વિકાસ માટે રૂા. પ૮૮ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જયારે આ સરકારે ગુજરાતમાં રેલના વિકાસ અને આધુનિકરણ માટે રૂા. ર૪૬૭ કરોડની માતબર રકમની ફાળવણી કરી છે.

 

ગાંધીનગર રેલવે સ્ટેશન પર દેશની સૌ પ્રથમ ફાઇવ સ્ટાર હોટલનું નિર્માણ કાર્ય વર્ષ ર૦૧૯માં પૂર્ણ થઇ જશે એવી જાણકારી આપતાં રેલ મંત્રી શ્રી સુરેશ પ્રભુએ ઉમેર્યું હતું કે, પ્રધાન મંત્રીશ્રીના દૂરંદેશીભર્યા આયોજનને પરિણામે જાન્યુઆરી માસમાં દેશના ર૩ રેલવે સ્ટેશનનું પુન:નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

ગુજરાતમાં રાજ્ય સરકારના સહયોગથી રેલ મંત્રાલય રેલવેને સુવિધાસભર બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે તેમ શ્રી પ્રભુએ ઉમેર્યું હતું.

 

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અત્યંત મહત્વના ગુજરાત પ્રવાસના બે દિવસના કાર્યક્રમોની શ્રૃંખલાનો શુભારંભ કેપિટલ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેકટના ભૂમિપૂજન સાથે થયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલી, કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, રેલવે બોર્ડના સદસ્ય શ્રી એ. કે. મિત્તલ, મુખ્ય સિચવ ર્ડા. જે. એન. સિંઘ, મંત્રીમંડળના સદસ્યો, પદાધિકારીઓ, રેલવે બોર્ડના અધિકારીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. 

 

 

હું પણ મજામાં..ને દેશ પણ મજામાં... : શ્રી નરેન્દ્રભાઈ મોદી

 

....................................

 

‘કેમ છો?: પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની બે દિવસની મુલાકાત અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શ્રૃંખલાનો આરંભ ગાંધીનગર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેકટ માટે ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ સાથે કર્યો હતો, ત્યારે ભૂમિનું પૂજન કરીને કોદાળીથી પાંચવાર ભૂમિનું ખોદકામ કરીને પ્રોજેકટનો શુભારંભ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત જનમેદનીને આ પ્રશ્ન કર્યો હતો.

 

ગુજરાતના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના પાટનગર-ગાંધીનગરમાં હર્ષભેર ચીચીયારીઓથી આવકારતાં લોકોએ પ્રતિસાદમાં સામુહિક સ્વરોમાં કહ્યું કે ‘મજામાં....’

 

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વળતો જવાબ આપ્યો કે, ‘હું પણ મજામાં... અને દેશ પણ મજામાં... !’ લોકોએ હર્ષનાદથી પોતાના લાડીલા પ્રધાન મંત્રીશ્રીને આવકાર્યા હતા.

 

 

રેલવેના વિસ્તાર અને વિકાસને પ્રાધાન્ય : પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી  

 

....................................

 

આપણા દેશમાં રેલવે સામાન્ય જન સાથે જોડાયેલી વ્યવસ્થા છે. રેલવે ગરીબમાં ગરીબ પરિવારનો સહારો રહી છે, પરંતુ દુર્ભાગ્યની વાત છે કે ગત ૩૦ વર્ષોમાં રેલવેને તેના નસીબ પર છોડી દેવામાં આવી છે.

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેકટ માટે ભૂમિપૂજન અને શિલાન્યાસ કરતાં જણાવ્યું હતું કે, દેશમાં મિશ્ર સરકારો વખતે સાથી પક્ષો રેલ મંત્રાલય મળે તો જ સહયોગ આપતા હતા. મિશ્ર સરકારો વખતે રેલવે મંત્રાલય ‘રેવડી’ વહેંચવાના કામમાં આવતું હતું. એ કડવું સત્ય છે કે, જે તે વખતે જે તે રાજકીય દળોએ રેલવેની ચિંતા જ કરી નથી. જયારે મારી સરકારે રેલવેને પ્રાથમિકતા આપીને તેના વિસ્તાર અને વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. 

ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને સ્‍વાકના વડા AVS VM ADC એરમાર્શલ આર. એચ. ધીરની ઉપસ્‍થિતિમાં ભારતીય વાયુસેનાના આધુનિક અને શકિતશાળી યુદ્ધ વિમાન સુખોઇ અને ચાર હોક એરક્રાફટ દ્વારા ગાંધીનગરના આકાશમાં સૂર્ય કિરણ એર શોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ એર શોમાં ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી રમણલાલ વોરા, કેન્‍દ્રીય રાજ્યમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ ચુડાસ્મા, પાણી પુરવઠા મંત્રી શ્રી બાબુભાઇ બોખિરીયા, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી શ્રી જશાભાઇ બારડ અને રાજ્ય ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્‍થિત રહ્યા હતા.

 

        આ પ્રસંગે કમાન્‍ડન્‍ટ શ્રી અંતિલે સુખોઇ યુદ્ધ વિમાન દ્વારા ૩૦,૦૦૦ ફૂટની ઉંચાઇએથી એડવાન્‍સ એરોબેરિક કરતબો જેવા કે લુપ-ટ્રમ્‍બલ  યો, ટેલ સ્‍લાઇડ, દિલધડક રીતે રજુ કરાયા હતા. ૪ હોક એરક્રાફટ દ્વારા કમાન્‍ડિંગ ઓફિસર શ્રી કુલકર્ણીના નેતૃત્‍વમાં વાય અને આઇ આલ્‍ફાબેટના ફોર્મેટમાં આકાશમાં વિવિધ પ્રયોગો રજૂ કર્યા હતા. વાયુદળના એમ.આઇ.-૧૭ હેલીકોપ્‍ટરમાંથી ૧૭ જવાનોની આકાશગંગા ટીમે ૩૦,૦૦૦ ફુટની ઉંચાઇએથી પેરાશુટ દ્વારા ત્રિરંગા અને વાયુસેના ધ્‍વજ સાથે તબક્કાવાર સ્‍વર્ણિમ પાર્ક ખાતે ઉતરાણ કરીને ઉપસ્‍થિત હજારો નગરજનોના અભિવાદન ઝીલીને સમગ્ર વાતાવરણ દેશભકિતમય બનાવ્‍યું હતું.

 

        અત્રે ઉલ્‍લેખનીય છે કે, સુખોઇ યુદ્ધ વિમાને રાજસ્‍થાનના જોધપુર એરબેઝથી તેમજ ૪ હોક એરક્રાફટે વડોદરા એરબેઝ ખાતેથી ટેક ઓફ કરીને ગાંધીનગરના આકાશમાં દિલધડક કરતબો રજૂ કર્યા હતા.

 

        આ સમગ્ર સૂર્યકિરણ એર-શોને સફળ બનાવવા SWACના ૩૦૦થી ૪૦૦ અધિકારી, જવાનોએ પોતાનું યોગદાન આપ્‍યું હતું.

 

        આ પ્રસંગે મુખ્‍ય સચિવશ્રી ડૉ. જે.એન.સિંહ, ગાંધીનગરના  મેયર શ્રી પ્રવિણ પટેલ, ગુડાના ચેરમેન શ્રી આશિષ દવે, SWACના અધિકારીઓ અને મોટી સંખ્‍યામાં ગાંધીનગરના નગરજનો અને શાળાના બાળકોએ ઉપસ્‍થિત રહીને વાયુદળના જવાનોનો જુસ્‍સો વધાર્યો હતો.