એમ્બ્યુલન્સ, સ્કુલ બસ અને દૂધના વાહનોને કોઈ તકલીફ પડશે નહિ

 
 ગાંધીનગરમાં આગામી તા. ૯ થી ૧૩ દરમિયાન યોજાનાર મેગા અને વાઈબ્રન્ટ ગુજરાત ઇનવેસ્ટર્સ
 
સમિટ-૨૦૧૭ દરમિયાન ટ્રાફિક  વ્યવસ્થા અને પાર્કિંગ અન્વયે ગાંધીનગર શહેરમાં ૧૪ જેટલા
 
અલગ-અલગ કેટેગરીના પાર્કિંગ સ્થળોમાં ૧૬ હજાર જેટલા વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ કમિટિના ચેરમેન અને આદિજાતિ વિકાસ કમિશ્નરશ્રી રવિશંકરે જણાવ્યું હતું કે તા.૯ થી ૧૩
 
જાન્યુઆરી, ૨૦૧૭ દરમિયાન ૨૦ હજાર જેટલાં ડેલીગેટ્‌સ અને વી. આઈ. પી. ઓની અવર-જવર માટે ટ્રાફિક મુવમેન્ટના સંદર્ભમાં
 
એરપોર્ટથી ગાંધીનગર, વૈષ્ણોદેવીથી ગાંધીનગર, મહાત્મા મંદિર, રેલવે સ્ટેશન સે.૧૭ ખાતે ટ્રેડ શૉ દરમિયાન ટ્રાફિક અને
 
પાર્કિંગની વ્યવસ્થા સારી રીતે જળવાય અને ગાંધીનગરના શહેરીજનો-સંકુલના બાળકો અને
 
દૂધના વાહનો તથા એમ્બ્યુલન્સ સેવામાં કોઈ તકલીફ પડશે નહીં. વાહનો માટે કલર કોડ પ્રમાણે ટ્રાફિક
 
વ્યવસ્થા અને પાર્કિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ૧૬ જેટલી એઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ ટ્રાફિકનું સંકલન કરશે. ગાંધીનગર જિલ્લા પોલીસ
 
વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે પાર્કિંગ ઝોન, નોન-પાર્કિંગ ઝોન અને ડાયવર્ઝન સહિત મહત્ત્વના સ્થળો નિયત કરવામાં  આવ્યા છે.
 
જવા માટે કુલ ૬૪ જેટલી ખાનગી બસો દ્વારા ફેરી સર્વિસનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪૦૦ જેટલા કર્મચારીઓ ટ્રાફિક-પાર્કિંગ વ્યવસ્થાનું
 
સંકલન કરશે. ભારે વાહનો લેકાવાડા-ચાર રસ્તાથી ડાયવર્ઝન આપીને પાલજ, બાસણ સર્કલથી લવારપુર ડાયવર્ટ કરાશે. ગાંધીનગરના રહીશોને
 
લેકટર ટુ સેકટર જવા માટે કોઈ તકલીફ પડશે નહીં. ઉવારસદ ચોકડી ભારે વાહનો માટે ડાયવર્ઝન કરવામાં આવ્યું છે એસ.ટી. બસોમાં
 
મુસાફરો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા કર્મીઓને વિવિધ ઇવેન્ટના કવરેજ માટે પોલીસ દ્વારા નોડલ ઓફિસર દ્વારા વ્યવસ્થા કરાઈ
 
છે. અમદાવાદ સાયન્સ સિટી ખાતે નોબલ ઓરીએટ કાર્યક્રમનુનં સેપરેટ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે.

વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2017 ના ઉદ્દઘાટન સમયે યોજાનાર એર શોનું આજે શનિવારે  સઁપૂર્ણ રિહર્સલ  યોજાનાર હતું.

વાતાવરણમાં વાદળછાયું થવાથી આજે યોજાનાર સઁપૂર્ણ રિહર્સલ મુલતવી રાખવામાં આવ્યું છે.
 
ગઈકાલે યોજાયેલ રિહર્સલ થી નગરજનો માં ભારે ઉત્તેજના  થવા પામી .હતી ,
 
આજે રિહર્સલ કેન્સલ થવાથી બાળકો સહિત નગરજનો નિરાશ થયા હતા 

બાય બાય 2016... વેલકમ 2017..!!

Saturday, 31 December 2016 19:57 Written by

‘ઈશ્વર તમને એક ક્ષણ આપે છે અને બીજી આપતાં પહેલાં એ પરત લઈ લે છે...!’ અત્યંત ગૂઢાર્થ ધરાવતાં આ

વાક્યમાં પળે પળ કેટલી કિંમતી છે એની સમજ અપાઈ છે... સમય તો સદીઓની સદીઓ... યુગોના યુગોથી સતત
 
વહેતો જ રહ્યો છે... અને સમયની ધારામાં સૌએ વહ્યે જવાનું છે...!! સમય તો સાપ જેવો... સરકતો જાય અને સારી- નરસી
 
વાતો-ઘટનાઓનાં લિસોટા છોડતો જાય..!! ક્ષણ-સેકંડ, મિનિટ, સપ્તાહ, મહિના, વર્ષો... સદીઓ અને યુગો
 
સમયમાં સમાઈને ભૂતકાળ બની જાય છે...!! વ્યક્તિ, વાતો, સારા-નરસા, નાના-મોટા પ્રસંગો-ઘટનાઓ, સઘળું
 
સમયની તવારિખ પર 'ONCE UPON A TIME' ના ઉલ્લેખ કરતું અંકિત થઈ જાય છે... ઇસવીસનના હિસાબે બસ્સો દસ દાયકા
 
ઉપર છ વર્ષ વીતીને ૨૦૧૭નું વર્ષ શરૂ થઈ રહ્યું છે... ! ભારત સહિત વિશ્વભરમાં નાની-મોટી,
 
સારી-નરસી... કુદરત કે માનવ સર્જિત ઘટનાઓ, વ્યક્તિગત કે સામુહિક સુખ-દુઃખ, રાજકીય-સામાજિક ઉથલપાથલો
 
અને પરિવર્તનો સાથેની કડવી-મીઠી યાદો ભર્યું... અને ભારતવાસીઓ માટે પચાસ દિવસની નોટબંધીના કપરાં કાળ સાથેનું ૨૦૧૬નું વિદાય લઈ રહ્યું છે...!
 
સમયની ગર્તામાં સઘળું ગરકી જશે... સ્મૃતિના લિસોટા છોડતો સમય સરકી
 
જશે... પરંતુ સમયનો સબળ સાક્ષી રહીને... સમયની સાથે... સમયની આલબેલ બજાવતા...પ્રત્યેક સવારે વિશ્વ માટે
 
નવા સંદેશ સાથે ઉગવાનું સૂરજ કદી ચૂકતો નથી...! વહેતાં પાણી સાથે લેવાયેલી ઉગતા સૂરજની આ તસવીર સમયના વ્હેણની સ્મૃતિ કરાવે છે...!
 
આવો, ક્ષિતિજ ઓથેથી હળવે હળવે આકાશે ઉર્ધ્વાગમન કરતાં સૂરજની સાખે નવા વર્ષને
 
આવકારીએ... સમયની સાથે ચાલીએ...!!

ગાંધીનગર મહાનગર પાલિકા આજરોજ સેવાસેતું કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર  મહાનગરપાલિકા વિસ્તારમાં યોજાયેલ સેવાસેતું કાર્યક્રમમાં વોર્ડ નંબર ૧ અને  ૪ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મ હાનગરપાલિકા વિસ્તારમાં યોજાયેલ સેવાસેતુંમાં કુલ-  ૨૪૮૫  અરજદારો દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાંથી ૨૦૫૬નો નિકા લ તથા ૪૨૯ અરજીઓ પેન્ડીંગ રાખવામાં આવી હતી.

      રાજયમાં વહીવટી પારદર્શિતા વઘે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોની માગણી-લાગણી અને અપેક્ષાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજય સરકારે સેવા સેતુ અને પ્રગતિ સેતુ જેવા કાર્યક્રમો રાજયભરમાં યોજવાનું આયોજન કર્યું છે.             નગરજનોની વ્યક્તિલક્ષી રજૂઆતો અને પ્રશ્નોનું તત્કાલ ઘોરણે નિરાકરણ આવે અને ઘર આંગણે જ વહીવટીતંત્ર હાજર રહીને આવક, જાતિ, ક્રિમીલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ-આઘારકાર્ડ, ચૂંટણી કાર્ડ, મા અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડ સહિત રાજય સરકારની વ્યક્તિલક્ષી યોજનાના લાભો જરૂરિયાતમંદ લોકોને સેવાસેતું કાર્યક્રમ થકી ઝડપથી આપવામાં આવી રહ્યાં છે.         

       ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧ અને ૪ માટે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમની ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી પ્રવિણભાઇ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા, ગાંધીનગરના ઘારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ, ગુડાના ચેરમેન શ્રી આશિષભાઇ દવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનુભાઇ પટેલ  સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લીઘી હતી.

 

             ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડી.એન.મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી બારૈયા, મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર શ્રી દિનેશ બારોટ, વોર્ડ નંબર ૧ અને ૪ ના કોર્પોરેટરશ્રીઓ સેવાસેતુ કાર્યક્રમમાં આવેલા અરજદારોને કોઇ તકલીફ ન પડે તેને માટે ઉભી કરવામાં આવેલ સુચારું વ્યવસ્થાનું બારીકાઇથી નિરીક્ષણ કરતા હતા.

ધીરે...ધીરે ઠંડીનો ચમકારો હવે ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં અનુભવાઈ રહ્યો છે...
 
એમાંય શિયાળાની શરૂઆતથી જ નગરની રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહેવાની પરંપરા પણ ચાલુ થઈ
 
છે... ગીચ મકાનો વિનાના ખુલ્લાં વિસ્તારોને કારણે ઠંડીના ચમકારાની અસર અહીં વધુ લાગે
 
એ સ્વાભાવિક છે... પરંતુ અત્યારે તો વાઈબ્રન્ટ સમિટની ધમાકેદાર તૈયારીઓને પગલે નગરમાં
 
ગરમીનો ય ચમકારો દેખાય છે...!!
 
રાજ્યને મોડેલ સ્ટેટ બનાવવા અને પરદેશ-પરપ્રાંતોમાંથી મોટું મૂડીરોકાણ ગુજરાતમાં લાવીને વિકાસ કરવાના અભિયાન
 
અંતર્ગત વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવાની પરંપરા હાલના પ્રધાનમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
 
શરૂ કરી... એમના અનુગામી મુખ્યમંત્રીઓએ પણ આ પરંપરાને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું છે અને હવે આગામી
 
જાન્યુઆરીમાં વાઈબ્રન્ટના એપી સેન્ટર રહેલા મહાત્મા મંદિર ખાતે ભવ્ય વાઈબ્રન્ટ સમિટનું આયોજન હાથ ધરાયું છે. સમિટની પૂર્વ
 
તૈયારીરૂપે અગાઉની જેમ જ શહેર આખાયને નવા રંગરૂપ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે. જેમાં મહત્ત્વના માર્ગો-સ્થળોની
 
અને સર્કલોની મરામત... અદ્યતન રોડ ડીવાઈડર્સ, ઇમારતોકમ્પાઉન્ડ વૉલ વગેરેને રંગરોગાન અને સાથે, શહેરને વાઈફાઈન
 
બનાવવાના કામોનો સમાવેશ થાય છે. વાઈબ્રન્ટના આ આયોજન પાછળ લાખો-કરોડોનું આંધણ થવાનું એ નક્કી છે. 
 
આજકાલ નોટબંધીને પગલે ગાંધીનગરમાં પણ ભારે અફરાતફરી-નિરાશા અને નારાજગીનો માહોલ છે... મંદીએ
 
ભરડો લીધો છે એવા સંજોગોમાં સરકાર વાઈબ્રન્ટ સમિટ યોજીને શું સંદેશ આપવા માગે છે કે કયો ઉદ્દેશ સિદ્ધ કરવા માંગે છે તે
 
સમજાતું નથી...! એક તરફ સાવ નાના વેપારીથી લઈ ઉદ્યોગપતિઓ, સામાન્ય ગરીબથી લઈ શ્રીમંતપરિવારો નોટબંધીને
 
કારણે સઘળા વ્યવહારો થી વઁચિત અને ત્રસ્ત છે...! રોજગારી સામે ગંભીર સવાલ ઊભો થયો છે ત્યારે
 
કરોડોના ખર્ચે વૈભવી વાઈબ્રન્ટનું આયોજન પ્રજાની મજાક સમાન લાગે છે. વધુમાં, પડતા ઉપર પાટું
 
દેવાય એમ ખુલ્લામાં રહેતા ગરીબો અને લારી-ગલ્લાં પાથરણાંવાળાને હટાવી દેવાયા છે... સેંકડો પરિવારોના નિર્વાહ સામે જોખમ
 
ઊભું થયું છે... હજી નોટબંધીના આઘાતમાંથી લોકો બહાર આવી શક્યા નથી... પરેશાન છે ત્યારે અચાનક વાઈબ્રન્ટ સમિટનો વરવો
 
વિચાર સરકારને કેમ આવ્યો હશે...?! સરકાર વાઈબ્રન્ટમાં વ્યસ્ત હશે... પરંતુ એના વિપરીત વાઈબ્રેશન નિર્દોષ નાગરિકોના
 
મન-માનસ પર શી અસર કરશે એ તો સમય આવ્યે સમજાય જશે..!!
 ગાંધીનગરને વાઈબ્રન્ટ સમિટ પહેલાં જ વાઈફાઈ સિટી
 
બનાવવાની કવાયત હાથ ધરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી  દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા
 
મુજબ જીયુડીસી પાસેથી આ જવાબદારી ગાંધીનગર મહાનગરપાલિકાને સુપરત કરાતા
 
આ કામ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ કરી દેવામાં
 
આવનાર છે. પાટનગરને રાજ્યનું પ્રથમ વાઈફાઈ સિટી બનાવવા માટે ભૂતકાળમાં ગાંધીનગરની પસંદગી કરી
 
તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા તેની જાહેરાત પણ કરી
 
દેવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે કરાયેલી આ જાહેરાત
 
માત્ર ચૂંટણીલક્ષી સાબિત થઈ આ દિશામાં કોઈ કામગીરી હાથ ધરવામાં
 
આવી ન હતી. આ સુવિધા મનપાના ખર્ચે ઉભી કરવાની જવાબદારી
 
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનને સોંપવામાં આવી હતી. પરંતુ
 
વિવિધ સ્થળોએ વાઈફાઈ માટેના ડીવાઈસ લગાડ્યા બાદ કોઈ પ્રક્રિયા
 
આગળ વધી ન હતી. હવે વાઈબ્રન્ટ સમિટ આવતાં જ આ કામની જવાબદારી જીયુડીસી પાસેથી મનપાને સોંપી દેવાતાં મનપા તંત્રએ કવાયત
 
હાથ ધરી બાકીના સ્થળોએ ડીવાઈસ લગાડવાની કામગીરી શરૂ કરી
 
દીધી છે. સમિટમાં આવનાર મોંઘેરા મહેમાનો માટે વાઈફાઈની સુવિધા
 
અનિવાર્ય હોવાનું જણાવતા તંત્રએ અગાઉ નગરજનોને વાઈફાઈ
 
આપવાના વચનનો અમલ કર્યો ન હોઈ આ બાબત ઘણી ચર્ચાસ્પદ બની
 
રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્ય ૧૪ માર્ગ અને જાહેર સ્થળો  ઉપરાંત સેકટરોના આંતરીક વિસ્તારોમાં મળીને ૭૫૫ જેટલા એક્સેસ
 
પોઈન્ટ ઊભા કરી દેવાયા છે. જેમાં હજી વધારો કરવામાં આવી રહ્યો
 
છે. તમામ ૩૦ સેકટરોને વાઈફાઈની આ સુવિધા મળી રહેશે.

ગાંધીનગર જિલ્લામાં નાણાકીય વ્યવહારો ડીઝીટલાઈઝ થાય અને લોકો ઈ-પેમેન્ટ પદ્ધતિ અપનાવે તે માટે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રી સતીશ પટેલે સક્રિય પ્રયાસો હાથ ધરવાની સૂચનાઓ આપી છે,ગાંધીનગર જિલ્લાના વિવિધ  અધિકારીઓની મળેલ બેઠકમાં રાજ્ય સરકારના તમામ અધિકારી - કર્મચારીઓ ઈ-વોલેટ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ નો ઉપયોગ કરીને રોકડમાં થતા નાણાકીય વ્યવહારોની ક્રાઈસિસ દૂર થાય તે માટે દરેક વિભાગ ના નોડલ અધિકારી ની નિમણૂંક કરીને રોજબરોજ નો રિપોર્ટ રજુ કરવા જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લાનાં નાગરિકોને શાકભાજી અને ફળોનું વેચાણ ખેડૂતો દ્વારા થાય અને ગ્રાહકોને તેનો સીધો લાભ
 
મળે તેવી હંગામી ખેડૂત ગ્રાહક બજાર વ્યવસ્થા ઊભી કરવામાં
 
આવી છે. જિલ્લામાં કુલ ૨૨સ્થળોએ તા.૧૧મી ડિસેમ્બર, રવિવારથી દર રવિવારે સવારથી સાંજના ૪ વાગ્યા સુધી વેચાણ કરાશે.
 
આ વ્યવસ્થાના ભાગરૂપે ગ્રાહકોને તાજી વ્યાજબી ભાવે શાકભાજી
 
મળશે અને ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવ મળશે તેવુંજિલ્લા
 
કલેક્ટર શ્રી સતીશ પટેલે જણાવ્યું છે.
 
હંગામી ખેડૂત ગ્રાહક બજાર વ્યવસ્થામાં ગાંધીનગર ખાતે સે.૨૧ શાકમાર્કેટ બહારની બાજુએ પાર્કિંગ વિસ્તાર જીમખાનાની પાછળ,
 
સે.૨૨ પંચદેવ મંદિરની બાજુમાં, સે.૨૪ હોલસેલ માર્કેટની જમણી
 
બાજુમાં, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) શાકભાજી બજાર કુડાસણ, પોર રોડ, સે.૭ શોપીંગ સેન્ટરની બાજુમાં, અક્ષરધામ સામે
 
ડી.આર.ડી.એ.ના સ્ટોલ, કલોલ ખાતે શારદા સર્કલ પાસે વખારીયા
 
નગર, એ.પી.એમ.સી. શાક માર્કેટની બાજુમાં, ગેબનશાહ દરગાહ સામે, નગરપાલિકાની કચેરી સામે, ખુલ્લા ખાનગી પ્લોટમાં,
 
હનુમાનજી મંદિર પાસે, મોટા સ્વામિનારાયણ તરફનો રોડ, પંચવટી,
 
માણસા ખાતે એ.પી.એમ.સી. નવા માર્કેટ યાર્ડ દરવાજા બહાર ગાંધીનગર રોડ, એ.પી.એમ.સી. શાક માર્કેટ કલોલ રોડ, કોમ્યુનિટી
 
હોલની બહાર તખતપુરા, ચંદ્રાસર સર્કલ, ચંદ્રાસરની ફરતે, સિવિલ
 
હોસ્પિલ સામે, મળાવ તળાવની ફરતે, વિજયનગર રોડ, સતીવડ ચોક  (રાધા કૃષ્ણ મંદિર), તખતેશ્વર રોડ, પેથાપુર ખાતે ગાંધીનગર મહુડી
 
રોડ, ચરેડી ચાર રસ્તાથી પેથાપુર ચાર રસ્તા વચ્ચે, પેથાપુર ચાર
 
રસ્તાથી પથાપુર મુખ્ય રસ્તા ઉપરની ખુલ્લો પ્લોટ, જ્યારે દહેગામ  ખાતે ઔડા ગાર્ડન પાસે તથા પંચવટી ગેસ સામે - દહેગામ ખાતેના
 
સ્થળો ઉપરથી પ્રજાજનો હંગામી ખેડૂત ગ્રાહક બજાર વ્યવસ્થાનો લાભ લઈ શકશે.

ભાજપાના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવનાર છે ત્યારે ડીસાના કાર્યક્રમ બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ" ખાતે પ્રથમવાર આવનાર હોઇ, તેના આયોજન માટે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આજે સવારે  "શ્રી કમલમ" ખાતે બેઠક મળી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજા, પ્રદેશના પદાધિકારીશ્રીઓ સર્વ શ્રી આઇ. કે. જાડેજા, શ્રી કૌશિકભાઇ પટેલ, શ્રી ગોરધનભાઇ ઝડફીયા,શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઇ પંડ્યા, પ્રદેશ મંત્રીશ્રીઓ શ્રી હર્ષદગીરી ગોસ્વામી, શ્રી પ્રદિપસિંહ વાઘેલા ઉપરાંત ગાંધીનગર શહેર અને જીલ્લાના તેમજ અમદાવાદ શહેરના અધ્યક્ષશ્રીઓ તથા પદાધીકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

            પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ તા. ૧૦મી ડીસેમ્બરના રોજ બપોરે ૦૧.૦૦ કલાકે ભાજપા પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ"ની મુલાકાતે પધારવાના છે.

 

            શ્રી વાઘાણીએ વડાપ્રધાનના પ્રદેશ કાર્યાલયના કાર્યક્રમની વિગતો આપતાં જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીના "શ્રી કમલમ"ના આગમનને વધાવવા પ્રદેશ અધ્યક્ષ  શ્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશ પ્રભારી ડો. દિનેશજી શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી  શ્રી પરશોત્તમભાઇ રૂપાલા, કેન્દ્રીય પ્રધાનો, રાજ્ય પ્રધાનમંડળના સભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓ, પ્રદેશ સેલના કન્વીનરશ્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનશ્રી-વાઇસ ચેરમેનશ્રીઓ, જિલ્લાના પ્રભારીશ્રીઓ, જીલ્લા/મહાનગરના સંગઠનના હોદ્દેદારશ્રીઓ સહિત એક હજાર કરતાં પણ વધુ આગેવાનો ઉપસ્થિત રહેનાર છે

આગામી 9 જાન્યુઆરીના રોજ બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનું ગિફ્ટ સિટીમાં ઉદઘાટન થવાનું છે. ત્યારબાદ જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ દરમિયાન નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના ઈન્ટરનેશનલ એક્સ્ચેન્જનો પણ ગિફ્ટ સિટીમાં પ્રારંભ થશે. આ માટે જરૂરી મંજૂરીઓમાંથી રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (આરઓસી) તરફથી મંજૂરી મળી ગઈ છે. હવે સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી)ની મંજૂરી મળે તેની રાહ જોવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તમામ મંજૂરી જાન્યુઆરીમાં મળી જવાની આશા છે અને 15 જાન્યુઆરીની આસપાસ તે કાર્યરત થશે.
 
ગિફ્ટ સિટીના ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટરમાં બીએસઈ પોતાનું ઈન્ટરનેશનલ એક્સ્ચેન્જ શરૂ કરી રહ્યું છે. વાઈબ્રન્ટ સમિટના ઉદઘાટન વખતે પીએમ ગુજરાત આવશે ત્યારે 9મી જાન્યુઆરીએ બીએસઈના આ એક્સ્ચેન્જનું પણ ઉદઘાટન કરવાના છે તેવી જાહેરાત સીએમએ કરી છે.