ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ હરિમંદિરનો 20મો પાટોત્સવ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો 96મો પ્રતિક જન્મજયંતિ મહોત્સવ રવિવારે સાંજે ઉજવાયો હતો.આ પ્રસંગે આનંદસ્વરૂપ સ્વામી, વિશ્વવિહારી સ્વામી, ધર્મવત્સલ સ્વામી તેમજ અન્ય સંતો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યાં હતાં. પાટોત્સવની શરૂઆત વેદોક્ત મહાપૂજા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રતિષ્ઠિત મૂર્તિઓનો કરન્યાસ તેમજ અંગન્યાસ કરાયો હકતો અને પછી મૂર્તિઓ પર પંચામૃત અને કેસર જળ વડે અભિષેક કરવામાં આવ્યો હતો.

 
 

પાટોત્સવ વિધિના અંતે પ્રતિષ્ઠિત મૂર્તિઓની આરતી આનંદસ્વરૂપ સ્વામીએ ઉતારી હતી. આ દર્શનનો લાભ ગાંધીનગર અને આસપાસના 3 હજારથી વધુ ભક્તો-ભાવિકોએ લીધો હતો. સાથે સાથે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો પ્રતિક જન્મજયંતિ ઉત્સવનો લાભ પણ ભક્તોને પ્રાપ્ત થયો હતો. અંતમાં આનંદસ્વરૂપ સ્વામીએ પ્રવચનમાં પાટોત્સવનો મર્મ તેમજ પ્રમુખસ્વામી મહારાજના દિવ્યજીવનની ઝાંખી કરાવી હતી.

સમગ્ર રાજ્યમાં કેશલેશ સિસ્ટમનો વધુ ઉપયોગ થાય તે

દિશામાં રાજ્ય સરકાર દ્વારા સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ગાંધીનગર જિલ્લા વાસીઓ કેશલેશ સિસ્ટમનો વધુમાં વધુ

ઉપયોગ કરતાં થાય તે ઉમદા આશયથી સામાન્ય ફેરિયા, વેપારી અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવાની દિશામાં ઉમદા

કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી નિશાબેન શર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લાના પેટ્રોલ

પંપના માલિકોની બેઠક યોજાઈ હતી. પંપના માલિક અને કર્મચારીઓ પેટ્રોલ પંપ પર આવતા વાહન ચાલકોને પેટ્રોલ

પુરાવવા માટે કેશલેશ સિસ્ટમનો ઉપયોગ કરે તેવું સમજાવવા અપીલ કરી હતી.

મહાનગરપાલિકા દ્વારા નગરજનોની ગંદકી માટેની ફરિયાદો મેળવવા સ્વચ્છતા

એમઓયુડી મોબાઈલ એપ્લીકેશન શરૂ કરવામાં આવી છે. શહેરના જે તે સ્થળોએ ગંદકી જણાય ત્યાંના ફોટા અને વિગતો\
 
અપલોડ કરીને નગરજનો તંત્રને ફરિયાદ કરી શકશે. દેશભરમાં ‘સ્વચ્છતા અભિયાન’ જોરશોરથી હાથ ધરાયું છે
 
જેમાં કેન્દ્ર સરકારના સ્વચ્છતા એપ દ્વારા ગંદકીની ફરિયાદ કરી શકાય છે. ગાંધીનગર શહેરમાં ગંદકીની ફરિયાદ માટે મનપા દ્વારા
 
સ્વચ્છતા એમઓયુડી મોબાઈલ એપ્લીકેશન શરૂ કરી મનપા તથા આપણું ફાઉન્ડેશન સંસ્થાના સ્વયંસેવકો દ્વારા વિશેષ અભિયાન હાથ
 
ધરાયું છે. જેમાં આ એપને નગરજનો સુધી પહોંચાડવા માટે નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવી છે. સ્વચ્છતા મોબાઈલ એપને
 
ડાઉનલોડ કરીને તેમાં રહેલા ફિચર્સ સંબંધિત માહિતીના ઉપયોગ અંગેનો નિબંધ તા.૧૫, ડિસેમ્બર-૨૦૧૬ સુધીમાં This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
 
પર મોકલી આપવાનો રહેશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને અનુક્રમે ૫૦૦૧, ૨૫૦૧ અને ૧૦૦૧ના રોકડ પુરસ્કાર પણ અપાશે.
 
ઉલ્લેખનીય છે કે નગરને દબાણમુક્ત કરવાની જોશીલી ઝુંબેશ શરૂ
 
કરીને આરંભે શૂરાની માફક નગરજનો પાસેથી વોટ્‌સએપના માધ્યમ દ્વારા ફરિયાદો મેળવવાની અગાઉ યોજના અમલમાં મૂકાઈ હતી.
 
પરંતુ થોડાજ દિવસોમાં આ યોજના ટાંય ટાંય ફિસ થઈને સંકેલી લેવાતાં હવે આ ખાસ ગંભીરતાથી મોબાઈલ એપનો અમલ પણ
 
કેટલી ગંભીરતાથી અને કેટલો સમય સુધી થશે એવી શંકા નગરજનો સેવી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લાના કુડાસણ અનર ટિંટોડા ગામે 15 લાખ અને 25 લાખ ના ખર્ચે નિર્માણ પામેલા સરકારી આયુર્વેદ દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.મહિલા અને બાળવિકાસ રાજ્ય મંત્રી અને ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ડૉ. નિર્મળાબેન વાધવાણીએ જણાવ્યું હતું કે, આ દવાખાનાની આસપાસના 20 જેટલા ગામોના એક લાખથી વધુ લોકોને સરકારી દવાખાના દ્વારા આયુર્વેદ પદ્ધતિની તબીબી સેવાઓ નો લાભ મળશે.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આજે મીડીયા તથા પત્રકાર મિત્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જાહેર જીવનમાં રાજકીય પક્ષોના માધ્યમથી પ્રવચનોમાં મતદારોને છેતરવા મહાપાપ છે. કેન્દ્રની BJP સરકાર પ્રજાને આપેલા વચનો, વાયદાઓ પૂર્ણ કરવામાં સદંતર નિષ્ફળ જતાં નોટબંધીના નામે પ્રજા પર પાબંદી લાવીને સમગ્ર દેશની જનતાને ગુમરાહ કરીને ત્રાસદાયક સ્થિતિમાં મૂકી દીધી છે. દેશમાંથી કાળું ધન સંપૂર્ણ રીતે ખતમ થાય તે માટે કોંગ્રેસ પક્ષ અને દેશની જનતા સરકારને સહયોગ કરવા તૈયાર છે પરંતુ ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા રોજેરોજ તઘલખી નિર્ણયો કરીને દેશની જનતાને એક ભયના માહોલમાં મૂકી દીધી છે.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ડીમોનીટાઈઝેશન સ્કીમને કાળા નાણાં સાથે કોઈ સંબંધ નથી. આ સ્કીમ પાછળ સરકાર શું કરવા માંગે છે ? ભારતની બેંકોના ૬ લાખ કરોડ રૂપિયા ઉઘોગગૃહોએ લોન સ્વરૂપે લીધા છે. ઉઘોગગૃહો આ લોન ચૂકવતા નથી. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે રૂ. 1 લાખ ૨૫ હજાર કરોડની લોન લીધી છે. અનિલ અગ્રવાલ કે જે વેદાન્તા ગ્રુપના માલિક છે તેમણે રૂ. 1 લાખ ૩ હજાર કરોડની લોન લીધી છે. એસ્સાર ગ્રુપે રૂ. 1 લાખ 1 હજાર કરોડની લોન લીધી છે. અદાણી ગ્રુપે રૂ. ૯૬ હજાર કરોડની લોન લીધી છે. આ લોન લેનારાઓનું લિસ્ટ બહુ લાંબું છે. આમ, બેંકોના કુલ મળીને રૂ. ૬ લાખ કરોડ ઉઘોગગૃહો પાસે છે, જે તેઓ ચૂકવતા નથી. આવી લોનોના કારણે બેંકો ખાલી થઈ ગઈ છે. કોઈપણ દેશની બેંકોમાં પૈસા ન હોય ત્યારે દેશ આર્થિક રીતે ખતમ થઈ જાય છે.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોઈપણ નિર્ણય એ જો પ્રજાના ભલા માટે હોય તો પારદર્શક હોવો જોઈએ અને ભાજપવાળાનો વિરોધ એટલો બધો નકારાત્મક છે કે જે લોકોએ અઢી વર્ષ પહેલાં યુપીએ-૨માં નોટબંધીના નિર્ણયનો વિરોધ કરેલો એ ભાજપવાળા આજે નોટબંધીની તરફેણ કરી રહ્યા છે. ભાજપ જેવો જવાબદાર પક્ષ આવી રીતે નકારાત્મક વલણથી રાજકીય નિર્ણયો લે અને વિરોધપક્ષ પ્રજાને પડતી હાલાકીથી બચાવવા પ્રયાસ કરે તો તેમને રાષ્ટ્રવિરોધી ચિતરવામાં અને કાળા નાણાની તરફેણવાળા કહેવામાં ભાજપ સરકારને કોઈ શરમ નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ હજારો-કરોડો રૂપિયાના કાળા નાણાનો ઉપયોગ કરીને દિલ્હીની ગાદી ઉપર બેઠી છે.

મોટા કરોડપતિઓ કાળા નાણાવાળા હોય તો જ કરોડપતિ બને, તેમના દબાણને વશ થઈને સરકારે આ નોટબંધીનો નિર્ણય લીધો છે. હકીકતમાં, કાળું નાણું સ્વીસ બેંક અને વિદેશમાંથી લાવવાનું હતું, તેની યાદી ભારત સરકાર પાસે છે. પરંતુ તેના બદલે નોટબંધીની સર્જીકલ સ્ટ્રાઈકની નૌટંકી કરીને દેશની પ્રજાને પોતાના પરસેવાના નાણાનો ઉપયોગ કરવાનો અધિકાર પણ છીનવી લીધો છે. ભારત જેવો દેશ ૬૦% ખેતી આધારિત છે. આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં બેંકોની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે સરકારનો નિર્ણય લાંબા ગાળે દેશના કૃષિતંત્ર અને વેપારી અર્થતંત્રને પણ નુકસાન થશે અને જીડીપીનો દર ધટશે.

નોટબંધીના વિરોધમાં ગાંધીનગર જિલ્લા અને શહેરના કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ સામે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં હાજર રહેલા ધારાસભ્યો અને કોંગી નેતાઓ એકાએક રસ્તા ઉપર બેસી જઇ ચક્કાજામનો આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો અને પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતાં. કોંગીજનોના આંદોલનાત્મક કાર્યક્રમથી રસ્તા ઉપરનો ટ્રાફિક થોડા સમયમ માટે થંભી ગયો હતો. જો કે પોલીસના જંગી કાફલાના કારણે પુતળા દહનનો કાર્યક્રમ થઇ શક્યો ન હતો.   
 
 ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા સેક્ટર-6માં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, ધારાસભ્યો બળદેવભાઈ ઠાકોર, અમિતભાઈ ચૌધરી અને કામીનીબા રાઠોડ, પ્રદેશ પ્રવક્તા નિશિતભાઈ વ્યાસ, ડૉ. હિમાંશુભાઈ પટેલ, જિ.પં.પ્રમુખ રામાજી ઠાકોર, ડૉ.સી.જે.ચાવડા, પંકજભાઇ પટેલ વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં જન આક્રોશ ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
 
નોટબંધીના અણઘડ આયોજનના વિરોધ માટે 300થી વધુ કોંગ્રેસ કાર્યકરો જોડાયાં હતાં. ભારે સૂત્રોચ્ચાર દ્વારા સરકારના નોટબંધીના નિષ્ફળ આયોજનને ઉજાગર કરવા ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો.   નોટબંધીને કારણે પ્રજાના સમર્થનમાં યોજાયેલા ધરણાંમાં જોડાયેલા કાર્યકરોએ ઘ-રોડ ઉપર વાહન વ્યવહારને થંભાવી દીધો હતો અને ચક્કાજામનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજયો હતો. 
પાટનગરના સ્થાપનાકાળના વર્ષોમાં જાહોજલાલી અને નગરજનો, સંસ્થાઓ માટે અત્યંત
 
ઉપયોગિતા ધરાવતા રંગમંચોને હવે મહાનગરપાલિકા દ્વારા પાર્ટી પ્લોટમાં પરિવર્તિત કરવાનો નિર્ણય
 
લેવાયો છે. નગરના ૬ જેટલા રંગમંચને આ નવીનીકરણ યોજનામાં સમાવી લઈને એમાં
 
અંદાજે ૮ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવનાર છે. ગાંધીનગરમાં નગરજનો માટે ઊભી કરાયેલ સુવિધાઓમાં સેકટરોના
 
વિવિધ રંગમંચ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. પ્રારંભિક વર્ષોમાં સાંસ્કૃતિક
 
કાર્યક્રમો, મેળાવડા, લગ્ન અને સામાજિક પ્રસંગોની ઉજવણીની સુવિધા
 
પૂરી પાડતાં રંગમંચ જાળવણીના અભાવે લગભગ જર્જરિત ખંડેર હાલતમાં
 
આવી ગયા છે. માર્ગ-મકાન વિભાગ પાસેથી હવે આ રંગમંચ
 
મહાનગરપાલિકા તંત્રને સોંપાતા સૌપ્રથમ સે.૧૬ રંગમંચનું નવીનીકરણ
 
કર્યા બાદ અન્ય સેકટરોના ૬ રંગમંચને પણ નવીનીકરણ યોજના હેઠળ
 
અંદાજે ૮.૩૨ કરોડના ખર્ચે કિચન ટોઈલેટ, લોન, પ્રવેશદ્વાર સહિતની
 
સુવિધાઓ સાથે નવો ઓપ અપાશે. અત્યાર સુધી રંગમંચ મોટેભાગે
 
સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાતા હતા. પરંતુ સમયોચિત
 
જરૂરિયાતને ધ્યાનમાં લઈ આ રંગમંચ પર લગ્ન સહિતના અન્ય પ્રસંગો
 
ઉજવી શકાય તેવી સુવિધાઓ સાથેના પાર્ટીપ્લોટ તૈયાર કરવામાં આવશે.
 
ઉલ્લેખનીય છે કે લગ્ન જેવા પ્રસંગો માટે શહેરમાં પાર્ટીપ્લોટ જેવી યોગ્ય
 
સુવિધાઓ ઓછી છે ત્યારે પાર્ટીપ્લોટની સરખામણીએ આ રંગમંચ ૧૦
 
થી ૨૦ ટકા ઓછા ભાડાના દરે નગરજનોને મળી રહેશે. આ નવીનીકરણ
 
પામનાર રંગમંચ-પ્લોટમાં લગ્ન-મેળાવડા પ્રસંગે દોઢથી બે હજાર અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં
 
 પાંચ હજાર જેટલા લોકોને સમાવવાની ક્ષમતા હશે.
 
આ માટેની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે અને એક વર્ષમાં તેની
 
કામગીરી પૂર્ણ થઈ જશે.

 

500 અને 1000ની નોટબંધી બાદ ગ્રામ્ય પ્રજા અને ખેડૂતોને નાની નોટો માટે પડતી મુશ્કેલી દૂર કરવા માટે જિલ્લા કલેક્ટર સતીશ પટેલે સૂચના આપી હતી. તેના આધારે જિલ્લામાં સૌપ્રથમ વખત બેંક દ્વારા મોબાઇલ એટીએમ વાનની સુવિધા ઉભી કરાઇ છે. દહેગામ તાલુકાના ખેડૂતો અને ગ્રામજનોએ 24મીએ એક જ દિવસમાં રૂ.3.5 લાખની રોકડ ઉપાડી તેનો લાભ લીધો હતો.
 
ગાંધીનગર જિલ્લા કલેક્ટર શતીશ પટેલના હસ્તે ગાંધીનગર પાસેના રૂપાલ ગામમાં દેના બેન્કના મોબાઈલ એટીએમનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. જિલ્લામાં પ્રથમ વખત શરૂ કરાયેલી મોબાઇલ એટીએટીએમની સુવિધાને ગ્રામ્ય વિસ્તારમાં સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ દિવસે રૂપાલના ખેડૂતો અને ગ્રામજનો મળી 83 જણાએ તેનો ઉપયોગ કરી રૂ.1,63,500ની રમકનો ઉપાડ કર્યો હતો.
 
ત્યારબાદ 24મીને બુધવારે દહેગામ તાલુકાના બારડોલી, બારિયા, અરજણજીના મુવાડા, જીવરાજના મુવાડા, સિયાવાડા સહિતના ગામોમાં મોબાઇલ એટીએમ વાનને ફેરવવામાં આવી હતી. ત્યાં એક જ દિવસમાં કુલ 177 ગ્રામજનોએ તેનો લાભ લીધો હતો અને રૂ 3,50,000ની રોકડ રકમ ખેડૂતોએ અને ગ્રામજનોએ ઉપાડી હતી.  આ અંગે બેંકના અધિકારી જેતાવતે જણાવ્યું કે દેના બેન્ક પણ હાલની પરિસ્થિતિમાં રૂ 100 તથા 500ની નોટની તંગી તો અનુભવે જ છે, તેમ છતાં લીડ બેન્ક તરીકે ગ્રામજનોની સેવા અર્થે આ મોબાઇલ એ ટી એમ વાનની વધારાની સેવા ચાલુ કરી છે.
ગાંધીનગરને સ્વચ્છ , સ્વસ્થ અને સુંદર નમુનાનું બનાવવાના અભિયાનનો પુન: પ્રારંભ મહાનગરપાલિકા ત્રંત્ર દ્વારા ઢોરપક્ડ અને દબાણ હટાવ કામગીરી શરુ થઇ ગયો છે. પરંતુ  રોજેરોજ  મીડિયામાં પ્રકાશિત  અહેવાલો જોતા આ કામગીરી શહેરના એકજ તરફના વિસ્તારોમાં થતી રહી હોય અને અન્ય વિસ્તારોની અવહેલના થઇ રહી હોય એમ જણાઈ રહ્યું છે.ભૂતકાળમાં ગાંધીનગર ગજાવીને જાહેર કરાયેલી મનપાની  'કંમ્પ્લેઇન વાયા વોટ્સ એપ' યોજના પણ ચાલુ રહી છે કે કેમ એનાથી પણ નગરજનો હાજી અજાણ છે.
સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી સૂચિત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈની સઘન કામગીરી કેન્દ્ર-રાજ્ય સરકાર તેમજ સંબંધિત સ્થાનિક વહીવટી તંત્ર-વિભાગો,વ્યવસ્થાઓ તરફથી હાથ ધરવામાં આવી છે. કેટલાક સ્થળોએ આરંભે શૂરાની જેમ સફાઈ ઝુંબેશો જોરશોરથી ઉપાડ્યા બાદ એમાં બેદરકારી આવી ગઈ. રાજ્યનું પાટનગર હોવાના દરજ્જાને કારણે ગાંધીનગરને સૌથી સ્વચ્છ-સુંદર બનાવી મોડેલ સીટી-નમુનાનું નગર પ્રસ્થાપિત કરવા માટે સ્થાનિકથી લઇ ઉચ્ચસ્તર સુધી એજન્ડા-આયોજન તૈયાર કરવામાં આવ્યા અને નેતાઓ-અધિકારીઓ,સંસ્થાઓ,રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ઝાડુ-ટોપલાં સાથેના મેનેજ્ડ ફોટા સાથે મીડિયામાં પ્રસિદ્ધિ પામ્યા બાદ ઝાડુ-ટોપલાં સાથે ઝુંબેશને પણ માળીયે-ખૂણે ગોઠવી દીઘી.....! સરવાળે સફાઈની જવાબદારી મનપાને માથે રહેતા સફાઈ કામગીરીને પૂરતો ન્યાય અપાતો નથી.
 ગાંધીનગરના રાજમાર્ગો પર વહેલી સવારે હજારો સાઇકલ સવારોએ સ્વચ્છતાના ઉમદા સંદેશ સાથે પરિભ્રમણ કર્યું . 
રોટરી ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા આયોજિત સાઇકલ મહાયાત્રામાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ,યુવાઓ અને સિનિયર સિટીઝન્સ ઉપરાંત વિવિધ ક્ષેત્રો તથા સંસ્થાઓના પ્રતિનિધિઓ,રોટેરીયન મિત્રો જોડાઈને સ્વચ્છતાની સાથે સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ સુરક્ષા માટેના લોકજાગૃતિ અભિયાનમાં સહભાગી થયા.