રાજ્ય સરકારે નવા સચિવાલયના રિનોર્વેશન માટેની દસ કરોડના ખર્ચની દરખાસ્તને
 
મંજુરી આપી દીધી છે. આ કામગીરી અંતર્ગત આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી
 
પાટનગર યોજના વિભાગ દ્વારા નવીનીકરણ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવનાર છે.
 
સરદાર ભવન તરીકે ઓળખાતી રાજ્યની સૌથી મોટી વહીવટી કચેરી નવા સચિવાલયના  નવીનીકરણ તેમજ જરૂરી
 
સમારકામ માટે દસ કરોડના ખર્ચની દરખાસ્ત મૂકવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી આ
 
દરખાસ્તને મંજુરી માટેની લીલી ઝંડી મળી જતાં પાટનગર યોજના વિભાગ દ્વારા આ કામગીરી ઝડપથી શરૂ કરવા માટેની કવાયત
 
આદરવામાં આવી છે. નવા સચિવાલય સંકુલના ૧૪ પૈકીના અલગ અલગ બ્લોકમાં કાર્યરત સરકારી કચેરીઓમાં જરૂરી
 
સમારકામ કરી નવીનીકરણ કરવામાં આવશે. જે સંદર્ભે સંબંધિત વિભાગોના પદાધિકારીઓના સૂચન મેળવી
 
કચેરીઓને કોર્પોરેટર લુક અપાશે. પૂર્વ મુખ્યમં૬ી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલી સચિવાલયને કોર્પોરેટ લુક
 
આપવાની યોજનાને આગળ ધપાવવાના ભાગરૂપે આ કામગીરી માટેની ટેન્ડ પ્રક્રિયા ઝડપભેર હાથ
 
ધરી પાટનગર યોજના વિભાગ દ્વારા ચાલુ માસના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાનું પણ
 
સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
 

કેન્‍દ્ર સરકારે રૂા. પ૦૦/- અને રૂા. ૧૦૦૦/-ની ચલણી નોટો કાયદેસર ચલણમાંથી પાછી ખેંચી છે, તેના સ્‍થાને જાહેર જનતાને મુશ્‍કેલીઓ ન પડે તે માટે અલાયદી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી અને જાણકારી માટે પ્રજાજનો આર.બી.આઇ. વેબસાઇટ www.rbi.org.in અને ગવર્મેન્‍ટ વેબસાઇટ www.gov.nic.inની મુલાકાત લઇ શકે છે. આ વિશે જો વધુ ચોખવટની જરૂર હોય તો શ્રી શિશિર પવાર (મોબાઇલ નં 9998446309 ફોન નં 079-27545854 અથવા શ્રી જે.એસ.ગોયેલ (ફોન નંબર 079-27544857)નો સંપર્ક કરવો અથવા This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. પર ઇ-મેઇલ કરી શકશે, તેવું રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડીયાના ક્ષેત્રિય નિર્દેશકની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ આવી નોટ ધરાવનારા પ્રજાજનો/કંપનીઓ, વેપારી પેઢીઓ, મંડળીઓ, ટ્રસ્‍ટ વિગેરે તા. ૧૦ નવેમ્‍બર, ર૦૧૬થી રિઝર્વ બેંકના કોઇ પણ કાર્યાલયમાં અથવા કોઇ પણ બેંક શાખામાં રજુ કરીને તેના મૂલ્‍યની રાશિ તેમના જે તે બેંક ખાતામાં જમા કરાવી શકે છે તથા ત્‍વરિત રાકડ જરૂરિયાત માટે આવી નોટો પ્રતિ વ્‍યકિત રૂા.૪,૦૦૦/-ના મૂલ્‍ય સુધી આ બેંક શાખાઓમાં રોકડના બદલામાં મેળવી શકશે. વિનિયમની આ સુવિધા માટે માન્‍ય ઓળખપત્રની સાબિતી રજૂ કરવાની રહેશે. 

કાયદાકીય રીતે રાજય સરકાર સામે જીતી ગયા પછી પણ સરકારે રાજરમત કરીને ‘સમાન કામ સમાન વેતન’ ન આપતા ફિક્સ પગારદારો રોષે ભરાયા છે.

આ પગારદારોને ટેકામાં કોંગ્રેસ દ્વારા સોમવારે અમદાવાદ કલેકટર કચેરી સામે પ્રતિક ધરણા કરાયા હતા. આ ધરણામાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી

અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એવી જાહેરાત કરી હતી કે કોંગ્રેસની સરકાર આવશે તો ફિકસ પગારદારોને પુરો પગાર આપવામાં આવશે.

ઉપરાંત કોંગ્રેસની સરકાર આવશે તો 60 લાખ બેરોજગારોને બેકારી ભથ્થું આપવામાં આવશે તેવી પણ હૈયાધારણા અપાઇ હતી.

રિઝર્વ બેન્ક દ્વારા દેશના ચલણમાંથી રૂા.૫૦૦ અને રૂા.૧૦૦૦ના દરની નોટો રદ કરી દેવાતાં બેન્કમાં જમા અને બદલાવ કરાવવા માટે લોકોની
 
ભારે ભીડને પગલે ઘણી અવ્યવસ્થા સર્જાઈ છે. આ પરિસ્થિતિ વચ્ચેય ઘણી બેન્કોએ નાગરિકોને સુવિધા સેવા આપવાની બાબતમાં ધરાર મનમાની કરીને
 
બેદરકારી દાખવતાં નાગરિકો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. ગાંધીનગરમાં પણ નાગરિકોને બેન્ક સત્તાવાળાઓ તરફથી સહન કરવાનો વારો
 
આવ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સરકારે કરેલ જાહેરાત બાદ બેન્કોમાં ૫૦૦ અન ૧૦૦૦ના દરની ચલણી નોટોના બદલે વ્યક્તિદીઠ
 
ચાર હજારની રકમ આપવાનુ શરૂ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં સે.૧૬ના બેન્ક રોડ વિસ્તારની મહત્ત્વની બેન્કો સહિત શહેરની તમામ સરકારી-
 
ખાનગી બેન્કો પર વહેલી સવારથી જ નાગરિકોએ કતારો લગાવી દીધી હતી. એક તરફ એટીએમ પણ બંધ હોઈ બધો ઘસારો બેન્કોમાં રહ્યો હતો. પરંતુ
 
બેન્કોએ શરૂઆતમાં સુવિધા આપ્યા બાદ રિઝર્વ બેન્કની ગાઈડલાઈન છોડીને ભરબપોરે જ કામગીરી બંધ કરી દેતાં નાગરિકો બેન્ક વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું 
 
સે.૧૬ની ડીસીબી બેન્કમાં તો વડીલો દિવ્યાંગોને સુવિધા આપવાનીયે બાજુ પર રહી, બેન્કમાં નાણાં બદલી આપવા-સ્વીકારવા માટે માત્ર એક કર્મચારી જ
 
કાર્યરત હતો જ્યારે અન્ય સ્ટાફ નિરાંત માણી રહ્યો હોઈ લોકો રોષે ભરાયા હતા. સે.૨૨ની દેના બેન્કનું શટર પણ ભરબપોરે પાડી દેવાતાં હાલાકી સર્જાઈ
 
હતી. કાયદો વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રખાયેલા પોલીસ-હોમગાર્ડઝ જવાનોએ પણ માત્ર પ્રેક્ષક બની રહેવાનો વારો આવ્યો હતો. એક તરફ
 
એટીએમ બંધ અને બીજી તરફ બેન્કોના નકારાત્મક વ્યવહારથી નાગરિકો પરેશાન થઈ ગયા હતા. બીજે દિવસે એટીએમ ચાલુ થતાં સ્થિતિ થોડી હળવી રહી
 
પરંતુ ઘસારાને લઈને નાણા ખૂટી પડતાં એટીએમ પણ બંધ થઈ ગયા હતાં. ત્રીજે દિવસે પણ સ્થિતિ પૂર્વવત રહેતં લોકો ઘણી હાડમારીમાં મુકાઈ ગયા છે.
 
જો કે અપવાદરૂપ કેટલીક બેન્કોએ નાગરિકોને સુવિધા સાથે ઉમદા સેવા પૂરી પાડીને માનવતાનો દાખલો પણ બેસાડ્યો છે. જેમાં
 
એચ.ડી.સી. બેન્કના સ્ટાફ દ્વારા દિવ્યાંગ તેમજ વયોવૃદ્ધ અશક્તોની સાથે સતત રહીને તેઓને
 
સહયોગ પૂરો પાડતાં નગરજનોએ તેમની ભરપૂર સરાહના કરી છે.
કાળા નાણા પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે મંગળવાર મધરાતથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ કરી દીધી.
 
જેને લઈને બુધવારે બેંક બંધ રાખવામાં આવી જે આજથી ખુલી રહી છે.લોકોની પરેશાનીઓ જોઈને રિઝર્વ બેંકે શનિવાર અને રવિવારે
 
પણ બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. આ બાજુ 500 અને 2000ની નવી નોટો આજથી ચલણમાં આવશે. લોકો આજથી પોતાની
 
જૂની નોટો બદલવા માટે બેંકોમાં જઈ રહ્યાં છે બેંકો અને પોસ્ટ ઓફિસોમાં નોટોની અદલાબદલી માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે.
 
અનેક જગ્યાએ પોસ્ટ ઓફિસો ખુલી તો છે પરંતુ તેમાં કેશ ન હોવાની ફરિયાદો આવી રહી છે. બેંકો ખુલવાનો સમય 8 વાગ્યાનો
 
બતાવવામાં આવ્યો હતો પરંતુ અનેક જગ્યાઓ પર બેંકો ખુલી ન હતી. ગાંધીનગર શહેરમાં રાજકીય નેતાઓનું કાળું નાણું બેંકોમાં
 
હોવાની વાત ખુલવા પામી છે. શહેરીજનો સવાર થી લાંબી લાઈનો લગાવી રહ્યા છે 
ગાંધીનગરમાં નવવિકસિત સેકટરોમાં દિવાળી ટાણે ત્રાટકેલા બે મકાનોમાંથી અંદાજે બે લાખની
 
માલમત્તા પર હાથફેરો કરીને નવા વર્ષનું મૂહુર્ત સાચવી લીધું છે.
 
ઉલ્લેખનીય છે કે બંને મકાનના માલિકો યોગાનુયોગ આરોગ્ય વિભાગમાં જ ફરજ બજાવે છે. પોલીસે
 
ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ઘરફોડિયાઓ માટે ગાંધીનગર સરળ અને
 
શુકનવંતુ-સુરક્ષિત શહેર બની રહ્યું છે. જેમાં પોલીસતંત્રની નિષ્ક્રિયતા
 
જવાબદાર રહી છે. સાથે, ચોરીના બનાવો રોકવા માટે જાગૃતિની અપીલને
 
પણ નાગરિકોએ ગંભીરતાથી ન લેતાં તસ્કરોને ફાવતું મળી ગયું છે.
 
દિવાળીના દિવસો દરમિયાન તસ્કરોએ સે.૬-બી, પ્લોટનં.૫૫૭/૨ માં મુકેશભાઈ સલાટના બંધ મકાનનું તાળું તોડી ૩૫૦૦ની રોકડ ચોરવા
 
ઉપરાંત આસપાસના બે બંધ મકાનના તાળાં પણ તોડ્યાં હતાં. જ્યારે
 
સે.૬-બી, પ્લોટ નં.૮૧૭/૧ માં ડો. વિપુલ નવીનચંદ્ર સોનેરીના બંધ
 
મકાનમાં ત્રાટકીને સોના-ચાંદીના દાગીના, ડોલર મળીને રૂા.૧.૮૧
 
લાખની મત્તા તેમજ સે.૧૨માં સિવિલ સ્ટાફ ક્વાર્ટ્‌સમાં વિષ્ણુભાઈ
 
ગોવિંદભાઈ નાયીના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને ૫૦
 
હજારની રોકડ મળીને ૮૧ હજારની માલમત્તાનો હાથફેરો કરી લીધો
 
હતો. ચોરીના આ બનાવોને પગલે પોલીસે તપાસ માટે દોડધામ શરૂ
 
કરી દીધી છે.
એનસીપીએ 2017ની વિધાનસભાની ચૂંટણીઓ માટે કમર કસી છે. આ વખતની ચૂંટણી પક્ષના રાજ્યસભાના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ લડશે. પ્રફુલ્લ પટેલ એનસીપીનો ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં ચહેરો બની રહેશે. દિવાળી પછી તેઓ ગુજરાતને જ નિવાસ બનાવશે. અહીં રહીને જ પ્રદેશના નેતાઓને, કાર્યકરોને માર્ગદર્શન આપતા રહેશે.
 
 
 મેં આ જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું છે‘‘પ્રદેશના નેતાઓને લાગ્યું કે, આ વખતે ચૂંટણીમાં એક મજબુત નેતા જો એનસીપીનો ગુજરાતમાં ચહેરો બને તો 2017ની ચૂંટણીમાં પક્ષ વધુ સારો દેખાવ કરી શકે. આથી, મેં આ જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું છે. હું, મૂળ ગુજરાતનો જ છું. અહીં જ જન્મ્યો છું. નડિયાદમાં ઘર છે, લગ્ન ત્યાં થયા, જમીન છે, ખેતી પણ છે. દિવાળી પછી હું અહીં જ રહીશ અને પક્ષના નેતાઓને, કાર્યકરોને સતત માર્ગદર્શન આપીશ,’’ તેમ પ્રફુલ્લ પટેલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
 
ગુજરાતમાં અત્યારે  સામાજિક ઢાંચો ખોરવાયો છે.ભલે એનસીપી છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં 182માંથી બે કે ત્રણ બેઠક જીતતી હોય પરંતુ ગુજરાતના રાજકારણમાં તેમની પાર્ટી માટે હજુ વધુ જગ્યાની શક્યતા હોવાનું કહેતાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં અત્યારે  સામાજિક ઢાંચો ખોરવાયો છે. પાટીદારો જ નહી, દલિતો, ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ છે. ખેડૂતો તેમના પાકના ટેકાના ભાવો માટે ટળવળે છે. માંડ આઠ કલાક વીજળી અને તે પણ રાત્રે મળે છે. યુવાનોમાં બેરોજગારી વધતી જાય છે. છેલ્લા બેથી ત્રણ વર્ષમાં ગુજરાતમાં એક પણ નવા ઉદ્યોગો નથી આવ્યા, તો રોજગારીની નવી તકો ક્યાંથી સર્જાય તેમ તેમણે સવાલ ઉઠાવ્યો હતો.
સાતમું પગાર પંચ નહીં મળે તો વાઇબ્રન્ટ સમિટનો બહિષ્કાર કરાશે. રાજ્યમાં સાતમાં પગાર પંચનો અમલ થઇ ગયો છે. સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચ પ્રમાણે પગાર મળતો થઇ ગયો છે. પરંતુ બોર્ડ નિગમના કર્મચારીઓને હજુ સુધી પગાર મળતો નથી. ત્યારે કર્મચારીઓમા રોષ જોવા મળી રહ્યો છે. દિવાળી આડે ગણતરીના દિવલો બાકી છે. ત્યારે સોમવારે જૂના સચિવાલયમાં બોર્ડ નિગમના કર્મીઓએ સુત્રોચ્ચાર પોકાર્યા હતા.
 
 
 રાજ્ય સરકાર દ્વારા નવા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી ફિક્સ નીતિમાં રાખીને પુરો પગાર આપવામાં આવતો નથી. તમામ કર્મચારીઓમાં રોષ જોવા મળે છે. અનેક નાના સંગઠનો એકઠા થઇને સરકાર સામે વિરોધ કરે છે. સાતમ પગાર પંચનો અમલ રાજ્યમાં થઇ ગયો છે. પરંતુ બોર્ડ નિગમો દ્વારા અમલ કરાયો નથી. આવા કર્મચારીઓમાં રોષ છે. જૂના સચિવાલય જીવરાજ મહેતા ભવનમાં સોમવારે એકઠા થઇને સરકાર સામે સુત્રોચ્ચાર પોકાર્યા હતા. ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ, સરકારી સાહસોનુ કર્મચારી મહામંડળ અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા અને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ અને મહામંડળ દ્વારા સુત્રોચ્ચાર પોકારી સરકાર સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસે શહેરમાં પૂરતાં
 
શૌચાલયો ઊભા કર્યા પછી જ એડીએફ જાહેર કરવા માટેની
 
મક્કમ રજૂઆત કરતાં મેયરે આ દરખાસ્તને હાલ પૂરતાં મુલત્વી
 
રાખવાનું નક્કી કરી સભા આટોપી લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે,
 
શહેરને જાહેર શૌચક્રિયામાંથી મુક્ત કરવાની કવાયતમાં બાકી
 
રહી ગયેલ વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૫ ને ઓડીએફ જાહેર કરવાના મુદ્દે આ સભામાં ચર્ચા થઈ હતી.
 
ગાંધીનગર મહાનગરપાલિકાની ગુરુવારે મળેલી સામાન્ય સભામાં પાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાની દરખાસ્ત
 
મંજુર કરવામાં આવી હતી. ત્યારબાદ વોર્ડ નં.૨ અને ૫ ને ઓડીએફ
 
જાહેર કરવા માટે મેયર તરફથી દરખાસ્ત મુકવામાં આવતાં જ કોંગી કોર્પોરેટરોએ એકજૂથ થઈ દરખાસ્તનો વિરોધ કર્યો હતો. મેયરે ઓડીએફ
 
માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. જો
 
કે કોંગી સભ્યોએ શૌચાલયની આંકડાકીય માહિતી મેળવવનો આગ્રહ કરતાં કમિશ્નરે શહેરમાં સાડાપાંચ હજારથી વધુ વ્યક્તિગત શૌચાલયો
 
હોવા ઉપરાંત મોબાઈલ ટોઈલેટ અને પબ્લિક ટોઈલેટ તૈયાર કરવાની
 
કામગીરી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોંગ્રેસે તમામ આંકડામાં ખોટા હોવાનું જણાતી ઓડીએફનો વિરોધ કરી જો શૌચાલયની સુવિધા
 
આપ્યા વગર ઓડીએફ જાહેર કરીને નાગરિકોને દંડવામાં આવશે તો
 
શેરી આંદોલન શરૂ કરવા સુધીની ચિમકી આપી હતી.

પાટનગરમાં રખડતા પશુઓને પકસ્ય બાદ સાચવવા માટેની વર્ષો જૂની સમયનો ઉકેલ લાવવા માટે મહાનગરપાલિકા તંત્ર એ સે.30 ની ડમ્પિંગ સાઈટ પાસે કેટલ હાઉસનું નિર્માણ કરવાનો પ્રસંસનીય નિર્યણ લઇ એ માટે સક્રિય કામગીરી હાથ ધરી છે 50 લાખ ના ખર્ચે 20 માત્ર  તૈયાર કરાયેલ સાડા આઠ હજાર ચો.મી.ના વિશાલ કેટલ  હાઉસમાં એક હાજર પશુઓ સમાવવાની ક્ષમતા છે.પશુઓ પકડ્યા બાદ  પાણી  -ઘાસચારા અને તબીબી સારવારની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેનો ખર્ચ પશુના માલિકો પાસેથી જ વસૂલવા માં આવનાર છે.