અમદાવાદ:નાણાપ્રધાન જેટલીના ચાલુ નાણાકીય વર્ષના બજેટને ભારતીય બજારની તેજી માટેનું નિમિત્ત બનાવીએ તો છેલ્લા ત્રણ દાયકામાં તે ઉત્તમ બજેટ પુરવાર થયું જણાય છે. ફેબ્રુઆરીના અંતે બજેટની રજૂઆતથી બુધવાર સુધી સેન્સેક્સે 11.41 ટકાનું વળતર આપ્યું છે, જે 1992માં બજેટ બાદ સમાન ગાળામાં મળેલા 38 ટકાના વળતર બાદનું સૌથી ઊંચું વળતર છે.

જોકે ૧૯૯૨ની તેજી એ હર્ષદ મહેતા પ્રેરિત તેજી હતી એ સર્વવિદિત છે અને તેથી તેને બજેટને પગલે થયેલી તેજી ગણાવી શકાય નહીં. બુધવારે સેન્સેક્સ 481 પોઇન્ટ સુધરી 25,627ની સપાટી પર બંધ રહ્યો હતો, જે ચાલુ કેલેન્ડર વર્ષના આરંભિક દિવસોના સ્તર નજીક છે. આમ ભારતીય બજારે બજેટ બાદના દોઢ મહિના દરમિયાન વર્ષના પ્રથમ બે મહિના દરમિયાન દર્શાવેલો ઘટાડો લગભગ ભૂંસી નાખ્યો છે.

28 ફેબ્રુઆરીએ બજેટના દિવસે સેન્સેક્સ 23,000ની સપાટી નીચે ઊતરી ગયો હતો. જે બુધવારના સુધારા સાથે 2,625 પોઇન્ટની ચોખ્ખી વૃદ્ધિ સૂચવે છે. આ અગાઉ કેલેન્ડર વર્ષ 2009માં પણ બજેટના દોઢ મહિના બાદ બેન્ચમાર્કમાં 11 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જોકે આ સિવાય અન્ય કોઈ વર્ષે બજેટનાં પ્રારંભિક સપ્તાહોમાં દ્વિઅંકી વૃદ્ધિ નથી જોવાઈ.

કેટલાંક ઊંચી વૃદ્ધિ દર્શાવતાં વર્ષો જોઈએ તો 2014 (9 ટકા), 2011 (8.8 ટકા), 2010 (8.6 ટકા), 2006 (8 ટકા), 2009 (7 ટકા) અને 1998 (7 ટકા)નો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ 2001 દરમિયાન બજેટ બાદના સમાન ગાળામાં સેન્સેક્સમાં 25 ટકાનો તીવ્ર કડાકો જોવાયો હતો. આ સિવાય તીવ્ર ઘટાડાનાં વર્ષોમાં 2003 (-9 ટકા), 2008 (-8 ટકા) અને 2000 (-5 ટકા)નો સમાવેશ થાય છે. 1993ની સાલમાં બજેટ બાદ 16 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ભારતીય બજારે છેલ્લા ચાલુ કેલેન્ડરની શરૂઆતથી વૈશ્વિક બજારોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું અને સેન્સેક્સ 27,000ની સપાટીએથી તૂટી 23,000ની સપાટી નીચે ચાલ્યો ગયો હતો. જોકે છેલ્લા દોઢ મહિના દરમિયાન જોવા મળેલી વ્યાપક લેવાલીને કારણે સ્થાનિક બજારે તેના વૈશ્વિક હરીફો કરતાં ખૂબ સારો દેખાવ દર્શાવ્યો છે.

જેમ કે સમાન સમયગાળામાં હેંગસેંગ (7 ટકા), ચીન (7 ટકા), નાસ્ડેક (4 ટકા) અને ફૂટ્સી (3 ટકા)નો સુધારો દર્શાવી રહ્યા છે. આ સિવાયનાં ઘણાં ઇમર્જિંગ માર્કેટ્સ સ્થિર જોવા મળે છે. જોકે કોમોડિટીઝના ભાવમાં રિકવરીને પગલે બ્રાઝિલ (30 ટકા)નું બજાર વળતર આપવામાં ભારત કરતાં ઘણું આગળ છે.

બજેટની રજૂઆતના પછીના દિવસે સેન્સેક્સમાં લગભગ 800 પોઇન્ટનો નોંધપાત્ર ઉછાળો જોવાયો હતો. ત્યાર બાદ સમગ્ર માર્ચ મહિના દરમિયાન બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જળવાયું હતું. જોકે માર્ચ એક્સ્પાયરી બાદ બજારમાં શરૂઆતનું કરેક્શન જોવા મળ્યું હતું. જે દરમિયાન બજાર પુન: 7,500ની સપાટી નીચે ઊતરી જાય તેવી શંકા સેવાઈ રહી હતી. જોકે છેલ્લાં ચાર સત્રોમાં જોવા મળેલી લેવાલીએ બજારમાં તેજીવાળાઓની પકડ ખૂબ મજબૂત બનાવી છે અને ટ્રેડર્સ નિફ્ટીમાં એપ્રિલ એક્સ્પાયરીમાં 8,000નો સ્તર જોવા મળે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે

ભારતમાં 2016-'17માં સ્માર્ટફોનનું વેચાણ વધીને 16 કરોડ યુનિટ થવાની શક્યતા છે જે ચાલુ નાણાકીય વર્ષમાં 10 કરોડ યુનિટ હતું. ઘટતા ભાવ તથા ફીચર ફોનમાંથી સ્માર્ટફોન તરફ બદલાતી પસંદગીના કારણે લોકો નવા ફોન ખરીદશે તેમ ઉદ્યોગની સંસ્થા એસોચેમે જણાવ્યું હતું.એસોચેમના અભ્યાસ પ્રમાણે દેશમાં કુલ સ્માર્ટફોનના વેચાણમાં ચારથી 10 હજાર સુધીના ભાવના સ્માર્ટફોનનો હિસ્સો 78 ટકા જેટલો છે. રાવતે જણાવ્યું કે, દેશમાં મોટા ભાગના યુવાનો ઓનલાઇન ફોટોગ્રાફ શેર કરે છે તથા ફોટો અપલોડ કરે છે. મેટ્રો શહેરોમાં તે એક ટ્રેન્ડ બની ગયો છે જેથી સ્માર્ટફોનની જરૂરિયાતમાં વધારો થયો છે.

આગામી વર્ષોમાં કોમ્પેક્ટ કેમેરાનું બજાર સતત ઘટતું જશે તેવી ધારણા છે. 75 ટકા જેટલા મોબાઇલ ફોન અને ટેબ્લેટનું વેચાણ બીજા અને ત્રીજા સ્તરનાં શહેરોમાં થાય છે. તેના કારણે પર્સનલ કોમ્પ્યુટર અને એમપીથ્રી પ્લેયર્સના વેચાણમાં પણ ઘટાડો થયો છે.

રાવતે જણાવ્યું કે, "ટેક્‌નોલોજી ઝડપથી બદલાઈ રહી છે અને પ્રોડક્ટ ડેવલપર્સે જમાના કરતાં આગળનું વિચારવું પડે છે. નહીંતર ટોચનું વેચાણ ધરાવતી પ્રોડક્ટ પણ થોડા સમયમાં આઉટડેટેડ થઈ જશે અને હાલમાં પ્રભાવ ધરાવતા ઉત્પાદકોને તેના અણસાર પણ નહીં આવે."

 

વિશ્વના સૌથી યુવાન દેશ ભારતમાં સ્ટાર્ટ-અપનો યુગ શરૂ થયો છે અને અમેરિકા તથા યુકે બાદ સ્ટાર્ટ-અપમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે.ભારતના સ્ટાર્ટ-અપ્સે ગયા વર્ષે રૂ.50,000 કરોડનું ભંડોળ મેળવ્યું છે. 

સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર પણ નવી પોલિસીઓ જાહેર કરી રહી છે. ત્યારે અમદાવાદ સ્થિત ઇડીઆઇએ ગુજરાત સીએસઆર ઓથોરિટી તથા ગુજરાત સીડ્સ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી ગુજરાતના નવીનતમ બિઝનેસ આઇડિયા શોધવા માટે એમ્પ્રેસારિયો-૨૦૧૬નું આયોજન કર્યું હતું. 

ઇડીઆઇ દ્વારા રાજ્યના 10 જિલ્લામાં બૂટકેમ્પ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ઉદ્યોગસાહસિકોએ બિઝનેસ માટેના 135 આઇડિયા રજૂ કર્યા હતા. તેમાંથી 30 આઇડિયા વિકસાવવા માટે રૂ.40 હજાર સુધીનું ફંડ આપવામાં આવશે. પસંદગી પામેલા આઇડિયા મહદ્ અંશે કૃષિ, પુન:પ્રાપ્ય ઊર્જા, કળા અને હસ્તઉદ્યોગ તથા ડિજિટલ ટેક્‌નોલોજી સાથે સંકળાયેલાં છે. 

ઇડીઆઇના ડિરેક્ટર સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે, 'ઇડીઆઇ સહિત તમામ સ્થળે ઉદ્યોગસાહસિકતા અંગે હાલમાં જે પ્રકારનો માહોલ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અગાઉ ક્યારેય જોવા નથી મળ્યો. ઇડીઆઇ રાજ્ય અને દેશની સ્ટાર્ટ-અપ ચળવળમાં અગત્યનો ફાળો આપી રહ્યું છે

2016 કપરું વર્ષ

Saturday, 13 February 2016 22:26 Written by

શેરબજારના તેજીવાળા માટે 2016 આપત્તિજનક વર્ષ રહ્યું છે. નિફ્ટીના વર્ષના પ્રારંભથી 1,000પોઇન્ટ્સનો કડાકો બોલાયો છે. લોંગ પોઝિશનના વેચાણના પ્રથમ સંકેત સ્ટોક ફ્યુચર્સમાં જોવા મળ્યા હતા, જેની ઓપન ઇન્ટરેસ્ટમાં ૨ કરોડ શેરનો ઘટાડો થયો હતો.

ફેબ્રુઆરી સિરીઝમાં આવું પ્રથમ વખત બન્યું છે. તેથી નિફ્ટી અને બેન્ક નિફ્ટી ફ્યુચર્સમાં શોર્ટ પોઝિશનની જમાવટ તથા એફઆઇઆઇ દ્વારા પુટની ખરીદીને ધ્યાનમાં રાખતાં આપણે સાવધ રહેવું જોઈએ અને 6,800ના સ્તરની શક્યતા નકારી શકાય નહીં, કારણ કે આ સ્તરે પુટની જમાવટ જોવા મળી છે. બીજી તરફ અપસાઇડના કિસ્સામાં નિફ્ટીમાં 7,200ની સ્તરની નજીક તીવ્ર અવરોધ આવી શકે છે, આ સ્તરે કોલનું વેચાણ જોવા મળ્યું છે. પ્રિન્ટ મીડિયા ક્ષેત્ર:કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, રિટેલ વગેરે જેવા મુનસફીના ખર્ચનાં ક્ષેત્રોમાં એડ્‌ખર્ચમાં વધારાના પ્રારંભિક સંકેત મળી રહ્યા છે. આગામી થોડાં વર્ષમાં બિહાર, ઉત્તરપ્રદેશ (ચૂંટણી પહેલાંનો એડ્‌ખર્ચ) જેવા કિસ્સાવાર ધોરણે સરકારી એડ્‌ખર્ચમાં તીવ્ર વધારો થવાની મને ધારણા છે.


ટેલિવિઝન ક્ષેત્ર:એડ્‌ખર્ચ એકંદરે તંદુરસ્ત રહ્યો છે, કારણ કે એફએમસીજી ખર્ચ સ્થિર છે તથા ઇ-કોમર્સ જેવાં બીજાં ઊભરતાં ક્ષેત્રો વૃદ્ધિદરનાં પ્રેરકબળ છે. શેરબજારમાં વિશ્વાસ રાખો અને લાંબા ગાળા માટે રોકાણ કરો - લાંબા ગાળે આકર્ષક વળતર મળશે.

ભારતે નેટ ન્યુટ્રાલિટીની તરફેણમાં નક્કર વલણ અપનાવ્યું છે. દેશની ટેલિકોમ નિયમનકારે ડેટા સર્વિસિસના ભેદભાવભર્યા પ્રાઇસિંગની મનાઈ કરી છે. તેનાથી ફેસબુકની ફ્રી બેઝિક્સ તથા એરટેલ ઝીરો જેવી વિવાદાસ્પદ ઝીરો રેટેડ પ્રોડક્ટ પર રોક મૂકવામાં આવી છે અને તેના ભંગ માટે રૂ.50 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ એક નિવેદનમાં જણાવ્યું કે, "ભારતમાં મોટી સંખ્યામાં ઇન્ટરનેટ યુઝર્સ અને કન્ટેન્ટ પ્રોડ્યુસર્સને ધ્યાનમાં રાખતાં ઓથોરિટીએ એવો અભિપ્રાય આપ્યો છે કે ડેટા સર્વિસિસ માટે ભેદભાવભર્યા ટેરિફ પર પ્રતિબંધ આવશ્યક છે જેથી ઇન્ટરનેટ મુક્ત અને પક્ષપાતરહિત રહે તથા તેની સેવાઓમાં તટસ્થતા જળવાય."

ટ્રાઇએ તેના માટે લાઇસન્સની શરતોને ટાંકીને જણાવ્યું કે સર્વિસ પ્રોવાઇડર્સ એવા કોઈ કરાર કરી ન શકે જેનાથી ડેટા સર્વિસ આપવામાં ભેદભાવ આધારિત ટેરિફ પેદા થાય. તેનાથી સબસિડાઇઝ્ડ ડેટા પેક ઓફર કરી શકાશે નહીં જે ગ્રાહકોને આકર્ષવા માટે માત્ર વ્હોટ્સ એપ અથવા ટ્વિટર જેવી પસંદગીની સર્વિસ આપે છે.

જરાતી ફિલ્મ ઉદ્યોગમાં તાજેતરમાં નવચેતનના અણસાર મળ્યા બાદ સરકારે ગુણવત્તાસભર ફિલ્મોને ઉત્તેજન આપવા નીતિ બહાર પાડી છે. છેલ્લા કેટલાક સમયમાં અર્બન થીમ ધરાવતી ગુજરાતી ફિલ્મોને દર્શકોએ સારો આવકાર આપ્યો છે. તેના પગલે સરકારની ફિલ્મ પ્રોત્સાહક નીતિ-2016ની જાહેરાત કરતાં રાજ્ય સરકારના પ્રવક્તા નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં મદદ મળશે. 


તેમાં ગુણવત્તાને આધારે ફિલ્મોને ગ્રેડ મુજબ 5થી 50 લાખ સુધીની સબસિડી આપવામાં આવશે. 100 મિનિટથી વધારે લાંબી ગુજરાતી ફિલ્મને ઓસ્કર કે અન્ય આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળે તો રૂ.પાંચ કરોડ સુધીની સહાય જાહેર કરાઈ છે. મહારાષ્ટ્રની ફિલ્મ પ્રોત્સાહન નીતિને આધારે આ નીતિ ઘડવામાં આવી છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા સરકારનો આ પ્રયાસ છે. તેનાથી અન્ય પ્રાદેશિક ભાષાની સારી ફિલ્મો સાથે બરાબરી કરી શકે તેવી ગુજરાતી ફિલ્મો બનશે. ગુજરાતી ફિલ્મોનો સ્તર સુધારવા સરકાર કટિબદ્ધ છે."


આ નીતિ પ્રમાણે દર ત્રણ મહિને ફિલ્મોની સમીક્ષા કરવામાં આવશે. જેમાં ગુણવત્તાના આધારે Aથી D સુધીના ગ્રેડ આપવામાં આવશે. ઇનામો, પ્રોત્સાહન અને સબસિડીની રકમમાં અનેક ગણો વધારો કરાયો છે. જોકે, ઓછામાં ઓછી 100 મિનિટની ફિલ્મને જ આર્થિક સહાય મળી શકશે, જ્યારે આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મોને બેથી પાંચ કરોડ રૂપિયાની સહાય અપાશે.  આ ઉપરાંત જે ગુજરાતી ફિલ્મને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલા હશે તેના નિર્માતાને 2 કરોડથી 5 કરોડની સહાય મળવાપાત્ર રહેશે. તે મુજબ ફિલ્મને ઓસ્કર એકેડેમી એવોર્ડ કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળે તો પાંચ કરોડની સહાય મળશે, બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો કે વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો એવોર્ડ જીત્યો હોય તો ત્રણ કરોડ રૂપિયાની સહાય, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સ્વર્ણ મયૂર એવોર્ડ મળ્યો હોય તો 2 કરોડની સહાય મળશે.

નળસરોવર ખાતે 6 ફેબ્રુઆરીથી દસ દિવસ માટે વર્લ્ડ સફારી ફેસ્ટીવલનો પ્રારંભ થશે, જેમાં વિશ્વના અનેક પક્ષીવિદો હાજરી આપશે. આ  ફેસ્ટીવલના કેન્દ્ર સ્થાને પક્ષીઓ રહેશે અને તેને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત કેમલ રાઈડીંગ અને હોર્સ રાઈડીંગની પણ લોકો મજા માણી શકશે. પ્રવાસીઓને રહેવાની સુવિધા મળી રહે તે માટે ટેન્ટ ઉભા કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ નળસરોવરને વિશ્વના ફલક પર લઈ જવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં આવેલું નળસરોવર પક્ષીઓનું અભ્યારણ ગણાય છે. જ્યાં દર વર્ષે ખુબ જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ આવતા હોય છે અને હજારો લોકો નળસરોવરની મુલાકાત લે છે. 


આ ફેસ્ટીવલનું ઉદઘાટન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કરશે. વર્લ્ડ સફારી ફેસ્ટીવલમાં વિશ્વના અનેક પક્ષીવિદો ઉપસ્થિત રહેશે. ઉપરાંત ફેસ્ટીવલના કેન્દ્ર સ્થાને પક્ષીઓ હોવાથી તેને લગતા કાર્યક્રમો વિશેષ પ્રકારે હશે. ફેસ્ટીવલના સ્થળે પક્ષીઓનું એક્ઝિબીશન પણ યોજાશે, જેમાં વિવિધ પક્ષીઓ વિશે માહિતી મળી રહેશે. આ ઉપરાંત દસ દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 

દસ દિવસનો ફેસ્ટિવલ હોવાથી જે લોકો ત્યાં રોકાવવા માંગતા હોય તેમના માટે ટેન્ટ પણ ઉભા કરવામાં આવશે. આ ફેસ્ટીવલ માટે કલેક્ટર કચેરી દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.

રૂપિયો વધુ ગગડ્યો

Saturday, 23 January 2016 23:11 Written by

રૂપિયો છેલ્લા કેટલાક સમયથી ભારે દબાણમાં છે. જોકે, ભારતીય ચલણની નબળાઈ માટે FIIની વેચવાલી ઉપરાંત, ભારતીયોએ વિદેશમાં મોકલેલાં નાણાં (રેમિટન્સ) પણ જવાબદાર છે.

રિઝર્વ બેન્કના વિશ્લેષણ પ્રમાણે રેમિટન્સ સ્કીમ હળવી કરાયા પછી એપ્રિલ-ઓક્ટોબરમાં આઉટવર્ડ રેમિટન્સનો આંકડો વાર્ષિક બે અબજ ડોલરને વટાવી ગયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 66.5 કરોડ ડોલર અને 2014-15માં 1.4 અબજ ડોલર હતો. ઘણા વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવાનું પસંદ કરી રહ્યા છે. એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સના તાજેતરના સરવે અનુસાર 2015માં અમેરિકામાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા ઉછાળો નોંધાયો છે.


આ પરિબળ પણ રેમિટન્સમાં ઉછાળા માટે જવાબદાર હોઈ શકે. કેર રેટિંગ્સના ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનવિસે જણાવ્યું હતું કે, "આઉટવર્ડ રેમિટન્સમાં વૃદ્ધિના તાજેતરના ટ્રેન્ડ માટે ભારતીય વિદ્યાર્થીઓની વિદેશમાં ભણવાની પસંદગીને જવાબદાર ઠેરવી શકાય. રિઝર્વ બેન્ક દ્વારા રેમિટન્સની લિમિટ હળવી કરાયા પછી નોંધપાત્ર ઉછાળો થયો છે."

ચીનની કથળેલી આર્થિક સ્થિતિની ચિંતાએ વૈશ્વિક રાહે આજે મુંબઈ શેરબજારમાં પણ ખૂલતાની સાથે જ 400 પોઈન્ટનો જંગી કડાકો બોલી ગયો હતો. બુધવારે સવારે 9.50 વાગ્યે BSE સેન્સેક્સ 442.22 પોઈન્ટ અથવા તો 1.81 ટકા ગગડીને 24,037.62 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. 


નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 138.05 પોઈન્ટ ઘટીને 7297.05 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. 
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.07 ટકા અને 2.26 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. 
આજે સવારથી જ તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારે કેપિટલ ગૂડ્ઝ, રિયલ્ટી, પાવર, બેન્ક, મેટલ તેમજ ઓટો શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. 2015માં ચીનનું અર્થતંત્ર 25 વર્ષમાં સૌ પ્રથમવાર 6.9 ટકાના સૌથી ધીમા દરે વૃદ્ધિ પામ્યું હતું, જેના કારણે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્રની સ્થિતિ અંગે તથા તેની રોકાણકારો પરની અસર અંગે વિશ્વભરમાં ચિંતા પ્રસરી હતી. 

નાણાપ્રધાન વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ, કામદાર સંગઠનો, અર્થશાસ્ત્રીઓ વગેરે સાથે ૪ જાન્યુઆરીથી બજેટ પૂર્વેની સલાહ-મસલત કરી રહ્યા છે. સરકારને નીતિઓ ઘડવામાં એનાથી મદદ મળે છે. લોકોના મત જાણવાની પ્રક્રિયાને વધુ વ્યાપક બનાવવા માટે સરકારે જાહેર જનતા પાસેથી પણ સૂચનો મગાવ્યાં છે. સરકારી ખાતા સાથે પણ બજેટની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જેટલીની બજેટ-ટીમમાં નાણાખાતાના રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન જયંત સિંહા, મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યન તથા નીતિ આયોગના વાઇસ ચૅરમૅન અરવિંદ પાનાગરિયા સામેલ છે. તેમને સાથ આપનારા અધિકારીઓ નાણાસચિવ રતન વાતલ, આર્થિક બાબતોના ખાતાના સચિવ શક્તિકાંત દાસ અને મહેસૂલસચિવ હસમુખ અઢિયા છે.