રિલાયન્સ જિયો ઇન્ફોકોમ આવતાં બે વર્ષમાં 8 કરોડ 4G ગ્રાહકો કબજે કરી લેશે અને આમાંથી 55 ટકા ગ્રાહકો તો દેશની ટોચની ત્રણ કંપનીના (એરટેલ, વોડાફોન, આઇડિયા) હશે તેવો અંદાજ વૈશ્વિક બ્રોકરેજ હાઉસ CLSAએ મંગળવારે વ્યક્ત કર્યો હતો.

આ ગળાકાપ સ્પર્ધાને લીધે કંપનીઓની કમાણી પર અસર પડશે પણ કંપનીઓને ડેટા બિઝનેસ દ્વારા થતી આવક આવતાં બે વર્ષમાં ત્રણ ગણી વધીને રૂ.80,300 કરોડ (12 અબજ ડોલર) જેટલું જંગી કદ હાંસલ કરી લેશે એવી અપેક્ષા CLSAએ વ્યક્ત કરી છે.

નંબર વન ટેલિકોમ કંપની ભારતી એરટેલ, બીજા ક્રમની વોડાફોન ઇન્ડિયા અને ત્રીજા ક્રમની આઇડિયા સેલ્યુલર ધીમે ધીમે સમગ્ર દેશમાં 4G સર્વિસિસનું કોમર્શિયલ લોન્ચિંગ કરી રહી છે અને રિલાયન્સ જિયો પણ માર્ચ મહિનાથી તેની આ હાઈ-સ્પીડ સર્વિસ શરૂ કરવાની છે.

જે સર્કલમાં ડેટાનો વપરાશ વધારે છે ત્યાંના ગ્રાહકો 4G સર્વિસને ઝડપભેર અપનાવી લેશે અને જિયો આવા સર્કલને લક્ષ્ય બનાવશે પણ આ પ્રદેશોમાં પોસ્ટપેઇડ ગ્રાહકોનો હિસ્સો વધારે હોવાથી ત્યાંના માર્કેટમાં ખલેલ પહોંચાડવી અઘરી બની રહેશે.

CLSAને ધારણા છે કે, જિયોની 4G સર્વિસનું કોમર્શિયલ લોન્ચિંગ થઈ ગયા બાદ ટેલિકોમ સ્પર્ધામાં તીવ્ર વધારો થશે અને કંપનીઓની આવક પર અસર પડશે કારણ કે, કંપનીઓએ નવા ગ્રાહકોને આકર્ષવા અને જૂના ગ્રાહકોને જાળવી રાખવા માટે પ્રમોશનલ પ્રાઇસિંગ પ્લાન્સ લોન્ચ કરવા પડશે અને માર્કેટિંગ ખર્ચ વધારવો પડશે.

જે કંપનીઓ પાસે ડેટા સર્વિસ માટેનું સ્પેક્ટ્રમ ઓછું હશે અને વોઇસ બિઝનેસ દ્વારા ઓછી કમાણી થતી હશે તેની વોઇસ રેવેન્યુ પર મિનિટ (RPM)માં નાણાકીય વર્ષ 2016-17થી 2017-18ની વચ્ચે પાંચ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

જો બધું સમુંસૂતરું પાર ઊતરે તો અમદાવાદમાં રાજ્યનો સૌથી મોટો અને ભારતનો ત્રીજા ક્રમનો સૌથી મોટો કોમર્શિયલ પ્રોપર્ટી પ્રોજેક્ટ આકાર લેશે.

તાજેતરમાં વસ્ત્રાપુરમાં આશરે 27,000 વારથી વધુ મોટો પ્લોટ હરાજીમાં વિક્રમ કિંમતે ખરીદનારી શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા લિ આ જમીનમાં આશરે રૂ.1,500 કરોડનો પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરી રહી છે, જેમાં કુલ 22 લાખ ચોરસ ફૂટ (2.2 મિલિયન સ્ક્વેર ફીટ) કોમર્શિયલ સ્પેસનું બાંધકામ કરવામાં આવશે. હાલમાં મુંબઈ ખાતે હાઈ સ્ટ્રીટ ફિનિક્સ મોલ 33 લાખ ચોરસ ફૂટ બાંધકામ સાથે ભારતનો સૌથી મોટો કોમર્શિયલ પ્રોજેક્ટ છે, જેમાં હોટેલનો પણ સમાવેશ થાય છે. ત્યાર બાદ ચેન્નાઈ ખાતે ફિનિક્સ માર્કેટ સિટી મોલ 24 લાખ ચોરસ ફીટ સાથે બીજા ક્રમનો સૌથી મોટો પ્રોજેક્ટ છે.


શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રસ્તાવિત ડબલ્યુ સિક્સ પ્રોજેક્ટ રિટેલ, હોટેલ, મલ્ટિપ્લેક્સ, સ્ટુડિયો અને સર્વિસ એપોર્ટમેન્ટ સહિત 22 લાખ ચોરસ ફૂટની બિલ્ટ-અપ સ્પેસ ધરાવતો હશે. તાજેતરમાં જ ડીએલએફે નોઈડામાં મોલ ઓફ ઇન્ડિયા શરૂ કર્યો છે, જે આશરે 20 લાખ ચોરસ ફીટ રિટેલ સ્પેસ ધરાવે છે. કેરળના કોચીમાં લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ 17 લાખ ચોરસ ફૂટ સ્પેસ ધરાવે છે. ગુજરાતમાં હાલમાં આલ્ફા વન મોલ હાલમાં આશરે ૧૦ લાખ ચોરસ ફૂટ (૧ મિલિયન ચોરસ ફીટ) સ્પેસ સાથે ગુજરાતનો સૌથી મોટો કોમર્શિયલ પ્રોજેક્ટ છે. તાજેતરમાં જ મહિકા એલએલપીએ વસ્ત્રાપુરમાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની માલિકીનો 27,000 વારનો પ્લોટ પ્રતિ વાર લગભગ રૂ.84,000ના ભાવે કુલ રૂ.228.31 કરોડમાં હરાજીમાં ખરીદ્યો હતો. મહિકા એલએલપીની પેરન્ટ કંપની શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પારસ પંડિતે જણાવ્યું હતું કે, "ટૂંક સમયમાં આ પ્લોટનો દસ્તાવેજ કરવામાં આવશે અને ત્યાર બાદ અમે ગુજરાતના સૌથી મોટા કોમર્શિયલ પ્રોજેક્ટ માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરીશું.


રૂ.1,500 કરોડના આ પ્રોજેક્ટમાં મોલ, મલ્ટિપ્લેક્સ, હોટેલ, સ્ટુડિયો એપોર્ટમેન્ટનો સમાવેશ થશે અને આ પ્રોજેક્ટ લગભગ 22 લાખ ચોરસ ફૂટનો બિલ્ટ-અપ એરિયા ધરાવતો હશે, જે તેને ભારતનો ત્રીજા ક્રમનો સૌથી મોટો કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવશે. મંજૂરી મળ્યા બાદ આશરે સાડા ત્રણ વર્ષના સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની ધારણા છે. આ પ્રોજેક્ટ માટે અમે અમેરિકા સ્થિત આર્કિટેક્ટ્સ સાથે જોડાણ કર્યું છે."

શંઘાઇ માં સીએસઆઇ 300 ઇન્ડેક્સ 7% તૂટ્યો અને સત્તાવાળાઓ ત્યાં દિવસ ટ્રેડિંગ અટકાવી ગુરુવારે સવારે સેન્સેક્સ 400 પોઇન્ટ પર ગુમાવી અને માનસિક મહત્વપૂર્ણ 25,000-માર્ક નીચે હતો. આ વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્રમાં વધુ આર્થિક નબળાઇ ચિહ્નો પાછળ હતી, જે ચિની સ્ટોક માર્કેટ માટે બેન્ચમાર્ક ઇન્ડેક્સ આ અઠવાડિયે, બીજા 7% ઘટાડો થયો હતો.

ભારતમાં, સેન્સેક્સ તેના નવા વર્ષની દિવસ 26.161 પર બંધ, કારણ કે 1,000 પોઇન્ટ ગુમાવી છે.

કેલેન્ડર વર્ષ 2015માં ઘણી કુદરતી આફતો, પેરિસ સહિત વિશ્વભરમાં આતંકવાદી હુમલા, નેપાળમાં ધરતીકંપ અને પશ્ચિમ આફ્રિકામાં ઇબોલા જેવા ચેપી રોગને કારણે ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો વપરાશ બમણો થયો હતો.

પોલિસીબઝાર.કોમના સહસ્થાપક અને સીઇઓ યશિશ દહિયાએ જણાવ્યું હતું કે, "2014માં રૂ.110 કરોડની 4.5 લાખ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પોલિસી વેચાઈ છે, જે આંકડો 2015માં બમણી વૃદ્ધિ સાથે રૂ.220 કરોડ થવાનો અંદાજ છે. લગભગ રૂ.40 કરોડ પોલિસી ઓનલાઇન વેચાઈ હતી." આટલી વૃદ્ધિ છતાં ભારતમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો વ્યાપ હજુ ઘણો નીચો છે.

 પોલિસીબઝારના દહિયાના જણાવ્યા અનુસાર મધ્યમથી લાંબા ગાળે આ ટ્રેન્ડનો લાભ ઇન્શ્યોરન્સ કંપનીઓને મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ટૂંકા ગાળામાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપનીઓએ ક્લેમ સામે નાણાં ચૂકવવાં પડે છે, પરંતુ પ્રીમિયમમાં વૃદ્ધિને કારણે મધ્યમ ગાળામાં તેમને નફો થાય છે. જોકે, આવી ઇમરજન્સીની શક્યતા માત્ર એક ટકા છે. લોકો અનિશ્ચિતતાને કારણે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું ચાલુ રાખશે."

પ્રાઇમરી માર્કેટના રોકાણકારોને લાંબા સમય પછી એકસાથે બે આઇપીઓમાં તગડું વળતર મળ્યું છે. આલ્કેમ લેબ્સ અને ડો. લાલ પેથ લેબ્સનું બુધવારે બમ્પર લિસ્ટિંગ થયું હતું. મુંબઈની ફાર્મા કંપની આલ્કેમ લેબ્સ 31 ટકાના પ્રીમિયમે રૂ.1,380ના ભાવે લિસ્ટ થઈ હતી. જ્યારે ડો. લાલ પેથ લેબ્સે 50 ટકા પ્રીમિયમ સાથે રૂ.820ના ભાવે દલાલ સ્ટ્રીટ પર એન્ટ્રી કરી હતી. 

આલ્કેમ રૂ.1,050ના ઇશ્યૂ પ્રાઇસ સામે 31.5 ટકાની વૃદ્ધિ સાથે રૂ.1,381ના મથાળે બંધ રહ્યો હતો. ડો. લાલ પેથ લેબ્સ રૂ.550ના ઇશ્યૂ પ્રાઇસ સામે બાવન ટકા ઊછળી રૂ.834.50ના મથાળે બંધ રહ્યો હતો. આલ્કેમે ગયા વર્ષે રૂ.3,800 કરોડની આવક પર રૂ.460 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. આગામી કેટલાંક વર્ષમાં કંપનીને લગભગ 17 ટકા વૃદ્ધિનો અંદાજ છે, જે ભારતીય ફાર્મા ઉદ્યોગની 14-15 ટકાની સરેરાશ કરતાં વધુ છે. આલ્કેમની એન્ટ્રી સાથે લગભગ એક દાયકા પછી દલાલ સ્ટ્રીટ પર ફાર્મા કંપનીનું લિસ્ટિંગ થયું છે. 

આલ્કેમ ભારતમાં ત્રણ અને અમેરિકામાં બે US FDA સુવિધા ધરાવે છે. ડો. લાલ પેથ લેબ્સના સીઇઓ ડો. ઓમ મનચંદાએ જણાવ્યું હતું કે, "અમારી કંપનીમાં વધી રહેલો રસ રોકાણકારોનો અમારા બિઝનેસ મોડલમાં ભરોસો દર્શાવે છે." કંપનીની આગામી સમયમાં નવા બજારમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

નવા વર્ષમાં સોનાના ઘરેણા સસ્‍તા થવાના એંધાણ છે કારણ કે સરકાર બજેટ પહેલા જ સોનાની આયાત ડયુટીમાં ૮ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. હાલ આયાત ડયુટી ૧૦ ટકા છે.

   વાણીજય મંત્રાલય છેલ્લા કેટલાક મહિનાઓથી નાણા મંત્રાલય સમક્ષ આયાત ડયુટીમાં ઘટાડો કરવા જણાવી રહ્યુ છે. હવે સોનાની આયાતમાં સતત ઘટાડો અને ચાલુ ખાતાની ખાદ્યને નિયંત્રણમાં આવતી જોઇને નાણા મંત્રાલય સોનાની આયાત ડયુટીમાં ઘટાડો કરી શકે છે.

   વાણીજય મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે આ વર્ષે ઓકટોબરમાં સોનાની આયાતમાં ગત ઓકટોબરના મુકાબલે પ૧.પ૧ ટકા તો નવેમ્‍બરમાં ગત વર્ષની તુલનામાં ૩૬.૪૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૧.ર ટકા હતી જયારે ગયા વર્ષે આ ગાળામાં તે ૧.૬ ટકા હતી.

   જવેરીઓ તથા નિકાસકારોના જણાવ્‍યા પ્રમાણે આયાત ડયુટીમાં ઘટાડાથી ઘરેણા સસ્‍તા થવાની સાથે સોનાની દાણચોરીમાં પણ ઘટાડો થશે. જેમ્‍સ અને જવેલરી નિકાસકાર પંકજ પારેખ કહે છે કે, ૨૦૧૩માં સોનાની આયાત ડયુટી ૧૦ ટકા થતા જ સોનાની દાણચોરી વધી ગઇ હતી. અમે અનેક વખત સરકારનું ધ્‍યાન દોર્યુ છે અને કહ્યુ છે કે, આયાત ડયુટી ર ટકા થશે તો દાણચોરી બંધ થશે અને દેશમાં જવેરાતની કોસ્‍ટ પણ ઘટી જશે.

વર્ષ-૨૦૧૨-૧૩ના બે વર્ષના ગાળામાં સોનાની આયાત ડયુટીને ર ટકાથી વધારીને ૧૦ ટકા કરી દેવામાં આવી હતી. જવેરીઓનું કહેવુ છે કે, આયાત ડયુટીમાં ૮ ટકા સુધીનો ઘટાડો કરવાથી સોનાના ભાવ ઉપર ઘણી અસર પડશે અને તેના વેચાણમાં વધારો થશે. ફેડરેશનના કહેવા મુજબ સોનાના ઘરેણાના વેચાણમાં વધારાથી જવેરીઓને ફાયદો થશે એટલુ જ નહી સેંકડો કારીગરોને રોજગારી પણ મળશે. દેશમાં લગભગ ૬ કરોડ લોકો જેમ્‍સ અને જવેલરીના કારોબારમાં પ્રત્‍યક્ષ કે અપ્રત્‍યક્ષ રીતે જોડાયેલા છે. જવેરીઓ છેલ્લા એક વર્ષથી સોનાની આયાત ડયુટીમાં ઘટાડાની માંગણી કરી રહ્યા છે. બુધવારે સોનાનો ભાવ પ્રતિગ્રામના રપ,૬૧૦ હતો.

નવેમ્બરમાં સળંગ 12મા મહિને ભારતની નિકાસમાં ઘટાડો થયો હતો જે દર્શાવે છે કે વૈશ્વિક માંગમાં નરમાઇ ભારતીય અર્થતંત્રને અસર કરી રહી છે. સાથે સાથે ભારતની આયાત પણ ઘટી છે જેથી વ્યાપાર ખાધને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી હતી.

વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે નવેમ્બર 2015માં નિકાસ 24 ટકા કરતા વધારે ઘટીને 20 અબજ ડોલર નોંધાઇ હતી જે એક વર્ષ અગાઉ નવેમ્બર 2014માં 26.4 અબજ ડોલરની હતી. નાયરે જણાવ્યું કે નોન-ઓઇલ નિકાસમાં નબળાઇ ચિંતાનું કારણ છે જે એપ્રિલથી નવેમ્બર 2015 દરમિયાન 10 ટકા જેટલી ઘટી છે. નવેમ્બરમાં સોનાની આયાત 36.5 ટકા ઘટીને 3.35 અબજ ડોલર નોંધાઈ હતી. કોલસા અને કોકની આયાતમાં 50 ટકાનો ઘટાડો થયો હતો.


પેટ્રોલિયમ પેદાશો (53.9%) એન્જિનિયરિંગ ગુડ્સ (28.6%), ચોખા (37.1%), આયર્ન ઓર (14%) અને જેમ્સ એન્ડ જ્વેલરીમાં (21.5%) પણ નિકાસ ભારે ઘટી છે.

ભારતીય પ્રાઇમરી માર્કેટ માટે 2015 છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી શ્રેષ્ઠ દેખાવનું વર્ષ સાબિત થશે. વોલેટિલિટી અને નબળા વિદેશી ફંડ પ્રવાહની ચિંતા છોડીને રોકાણકારોએ નવા બિઝનેસ મોડલ અને આઇપીઓમાં ભરોસો મૂક્યો હતો.

આલ્કેમ લેબ્સ અને ડો. લાલ પેથલેબ્સની સફળતાના કારણે કેલેન્ડર વર્ષ 2015માં કંપનીઓએ પ્રાઇમરી માર્કેટમાં રૂ.13,000 કરોડ એકત્ર કર્યા છે. બેંગલુરુ સ્થિત હોસ્પિટલ ચેઇન ડો. નારાયણ હૃદયાલયે ગુરુવારે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી હતી અને આગામી સપ્તાહમાં ઇશ્યૂ ખૂલે તેવી શક્યતા છે. તેના કારણે કેલેન્ડર વર્ષમાં આઇપીઓથી એકત્ર થનારી રકમ રૂ.14,000 કરોડને પાર કરી જાય તેવી શક્યતા છે.

વિશિષ્ટ બિઝનેસ ધરાવતી કંપનીઓ જેમ કે ટીમલિઝ, ઇન્ફીબિમ, ક્વિકહિલ, મેટ્રિક્સ સેલ્યુલર, મેટ્રીમોની ડોટ કોમ વગેરે આગામી કેટલાક બજારમાં ભારતીય બજારમાં આઇપીઓ લાવે તેવી સંભાવના છે. 2015માં રોકાણકારોએ એડલેબ્સ, એમઇપી ઇન્ફ્રા, કાફે કોફી ડે અને યુએફઓ મૂવીઝમાં નાણાં ગુમાવ્યાં પણ છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશનાં તમામ એરપોર્ટ્સને સૌર ઊર્જાના પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરવા જણાવ્યું છે. કોચી એરપોર્ટના રાહે આ પગલું લેવાયું છે. કોચી વિશ્વનું એવું પહેલું એરપોર્ટ બન્યું છે જે સંપૂર્ણપણે સોલર પાવર પર ચાલે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુએ ઇટીને જણાવ્યું હતું કે, તેમણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ને ફેબ્રુઆરી 2017માં પૂરા થતા પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછાં ચાર એરપોર્ટને એનર્જી ન્યુટ્રલ બનાવવા જણાવ્યું છે. એનો અર્થ એ થયો કે, આ એરપોર્ટ આ એરોડ્રામ સૌર ઊર્જાની મદદથી વીજળીનું ઉત્પાદન કરશે અને તેની સાથે અન્ય એરપોર્ટ્સ પર પણ કામ શરૂ કરશે.

રાજુએ ઇટીને જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં ભુવનેશ્વર, મદુરાઈ, ગયા અને વારાણસીને આવરી લેવાશે. તેમણે કહ્યું હતું કે, "મેં AAIને સૌર ઊર્જાનો ઉપયોગ કરી વીજળીની જરૂરિયાતને સંતોષવા જણાવ્યું છે. AAIનાં ચાર એરપોર્ટ ફેબ્રુઆરી 2017 સુધીમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરવા માંડશે અને તે જરૂરિયાત કરતાં વધુ વીજળીનું ઉત્પાદન કરશે."

કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા સંચાલિત કોચીનું એરપોર્ટ એકમાત્ર એવું એરોડ્રામ છે જેણે વીજળીની જરૂરિયાત સંતોષવા 12 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરી છે. નરેન્દ્ર મોદી સરકારે 2022 સુધીમાં પવન, સોલર અને બાયોમાસ પાવર પ્રોજેક્ટ્સ માટે 170 ગિગાવોટનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. વર્ષ 2030 સુધીમાં ભારતનું સૌર ઊર્જાનું ઉત્પાદન કુલ વીજ ક્ષમતાના 18 ટકા થવાનો અંદાજ છે, જે હાલ માત્ર એક ટકા છે.

ચેન્નાઈ અને નજીકના વિસ્તારોની ઓટો અને અન્ય કંપનીઓના ઇન્વેન્ટરી નુકસાનથી વીમા કંપનીઓને રૂ.1,000 કરોડના ક્લેમ મળવાની આશંકા છે. આ સૂચિત આંકડો જમ્મુ-કાશ્મીરના ક્લેમ જેટલો છે. જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (GIC) તમામ વીમા કંપનીઓ પાસેથી માહિતી મેળવવાની પ્રક્રિયામાં છે.

જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનના વરિષ્ઠ પ્રવક્તાના જણાવ્યા અનુસાર દુકાનદારો અને વાહનના નુકસાન સંબંધી રૂ.500 કરોડના દાવા મળવાનો અંદાજ છે. ઉપરાંત, દક્ષિણ ભારતમાં બિઝનેસ ધરાવતી ઓટો કંપનીઓ ઇન્વેન્ટરી નુકસાનને કારણે રૂ.500 કરોડના ક્લેમ રજૂ કરે તેવી શક્યતા છે.

મોટા ભાગની વીમા કંપનીઓને દુકાનદારો અને વ્હિકલ ઇન્શ્યોરન્સના ક્લેમ મળી રહ્યા છે. ઉપરાંત, ઔદ્યોગિક અને કોમર્શિયલ એકમો, સ્ટોક, ઇક્વિપમેન્ટ્સ અને મશીનરીને નુકસાનના દાવા પણ મળી રહ્યા છે દક્ષિણ ભારતની એક ઇન્શ્યોરન્સ કંપનીના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, "અમે પ્રોપર્ટી, કાર્ગો, ઇન્વેન્ટરી સહિત રૂ.1,000 કરોડનું જોખમ આવરી લીધું છે." ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈમાં તાજેતરમાં પડેલો વરસાદ 1918 પછી સૌથી વધુ છે. પ્રોપર્ટીને નુકસાન થવાથી બિઝનેસમાં રુકાવટ આવશે તો નફામાં નુકસાન થયાનો ક્લેમ કરી શકાશે.