તાજેતરના દિવસોમાં બજાર સાંકડી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે તથા બિહાર ચૂંટણીનાં રિઝલ્ટ અને Q2FY16નાં રિઝલ્ટની અસરની રાહ જોઈ રહ્યું છે. બિહારની ચૂંટણી બજાર માટે ઇવેન્ટફુલ એક્શન બનશે, પરંતુ તેની માત્ર ટૂંકા ગાળા માટે અસર થઈ શકે છે, કારણ કે તેનાથી સરકારના સુધારા અને નજીકના ગાળામાં રાજ્યસભામાં બહુમતીને કોઈ સીધી અસર થશે નહીં.

સપ્તાહના અંત પહેલાં એક્ઝિટ પોલનાં રિઝલ્ટ આઠ નવેમ્બરે વાસ્તવિક રિઝલ્ટ પહેલાં થોડું ગાઇડન્સ આપી શકે છે. બિહારમાં રાજ્યસભાની 16 બેઠકો છે, જેમાંથી સમગ્ર 2016માં માત્ર પાંચ સભ્યો નિવૃત્ત થશે અને તેનાથી સરકારની બહુમતીને કોઈ અસર થતી નથી.

ડિપોઝિટના રેટમાં ઘટાડો થતાં નાના રોકાણકારો પ્રેફરન્સ શેર્સ અને ટેક્સ ફ્રી બોન્ડ્સ જેવા સાધનોમાં રોકાણ કરી રહ્યા છે. બેન્કની ટર્મ ડિપોઝિટમાં મળતા 7-7.5 ટકા વળતરની સામે ઉપરોક્ત સાધનોમાં 7.40-8.25 ટકાની રેન્જમાં ડિવિડન્ડ/રેટ ઓફર કરવામાં આવે છે.

સિનર્જી કેપિટલ સર્વિસિસના એમડી વિક્રમ દલાલે જણાવ્યું હતું કે, "ડિપોઝિટના ઘટતા જતા રેટને કારણે કેટલાક રિટેલ રોકાણકારો હવે બેન્કમાં એફડી ખોલાવવાને બદલે રિડિમેબલ પ્રેફરન્સ શેર્સ, ટેક્સ ફ્રી બોન્ડ્સમાં રોકાણ કરવા આતુર હોય છે. રોકાણકારો ટાટા કેપિટલ અને એલ એન્ડ ટી ફાઇનાન્સ જેવા બ્રાન્ડેડ કંપની પ્રેફરન્સ શેરોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ભારતમાં લાંબા ગાળે વ્યાજદરનું ભાવિ જોતાં આ પ્રકારનાં સાધનોમાં આંશિક રોકાણ કરવામાં શાણપણ છે."

ચીન દ્વારા વ્યાજદરમાં અણધાર્યા ઘટાડાને પગલે વૈશ્વિક બજારમાં આવેલી તેજીની સાથે ભારતનું બજાર પણ સોમવારે જોડાય તેવી ધારણા છે.

રોકાણકારોને આશા છે કે ચીનની હળવી નાણાનીતિ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા વધુ પ્રોત્સાહન પેકેજની શક્યતા દર્શાવતા નિવેદનથી વિદેશી ફંડ્સને ઊભરતાં બજારોમાં પરત ફરવામાં પ્રોત્સાહન મળશે. જોકે આ સપ્તાહે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજદર અંગેના નિર્ણય પર બજારનો ઘણો મોટો મદાર છે.

યુરોપિયન સેન્ટ્રલ બેન્ક તેના ક્વોન્ટિટેટિવ ઇઝિંગ (QE) પ્રોગ્રામને લંબાવી શકે છે તેવા તેના વડા મારિયો ડ્રાગીના સંકેત બાદ બેન્ચમાર્ક સૂચકાંકો શુક્રવારે બે મહિનાના ઊંચા સ્તરે બંધ સ્પર્શ્યા હતા. આ નિવેદનથી ડોલર સામે યુરો નબળો પડ્યો હતો. રોકાણકારોમાં એવી અટકળ હતી કે ડોલર મજબૂત બનવાથી ફેડને વ્યાજદરમાં ટૂંક સમયમાં વધારો કરવાની દરખાસ્ત અંગે પુન:વિચારણા કરવાની ફરજ પડી શકે છે.

તાજેતરના સમયગાળા સુધી વૈશ્વિક બજારમાં ધારણા હતી કે ફેડ ડિસેમ્બર સુધીમાં વ્યાજદરમાં વધારો કરી શકે છે. હવે પીપલ્સ બેન્ક ઓફ ચાઇના દ્વારા અણધાર્યા રેટ કટથી ડોલર સામે યુઆન ઘટવાની ધારણા છે. તેથી એવી આશા જન્મી છે કે ફેડ બુધવારે એવો સંકેત આપશે કે વ્યાજદર લાંબા ગાળા સુધી સ્થિર રહી શકે છે.

કોટક મ્યુચ્યુઅલ ફંડ્સના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, "ફેડ ફંડ્સ ફ્યુચર્સ સંકેત આપે છે કે વ્યાજદરમાં 2015માં વધારો થવાની શક્યતા ઘણી ઓછી છે. યુરો નબળો પડી રહ્યો છે અને ચીન તેના ચલણનું અવમૂલ્યન કરી રહ્યું છે તેવા સમયે ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા ઓછી છે."

બજારના ખેલાડીઓને આશા છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સાર્વત્રિક વેચવાલી બાદ હવે વિદેશી ફંડ્સ ઊભરતાં બજારોમાં પરત આવશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ આ બે મહિનામાં આશરે રૂ.23,000 કરોડની જંગી વેચવાલી કરી હતી. તેમણે ઓક્ટોબરમાં નવેસરથી ખરીદી ચાલુ કરી છે, પરંતુ તેમનો નાણાપ્રવાહ હજુ અસ્થિર છે.

છેલ્લાં ચાર સપ્તાહમાં ભારતના બેન્ચમાર્ક સૂચકાંકોમાં 6.2 ટકાનો વધારો થયો છે. આની સામે MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં આ સમયગાળામાં 11.3 ટકાનો વધારો થયો છે. સ્ટ્રેટેજિસ્ટ્સે જણાવ્યું હતું કે જો બજારમાં વધુ વધારો થશે તો વોલેટિલિટી તેજ બની શકે છે.

આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને દેશમાં બિઝનેસનું વાતાવરણ સુધારવા માટે પારદર્શી અને સરળ કર વ્યવસ્થાની હાકલ કરી છે. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા પહેલને સફળ બનાવવા જરૂરી વ્યાપક આર્થિક સંદર્ભ રજૂ કર્યો છે.

સોમવારે મુંબઇમાં એક કોન્ફરન્સ બાદ રાજને જણાવ્યું હતું કે, "ભારતે માળખું રચવાની, બિઝનેસ સરળ બનાવવાની, કરપ્રણાલિને વધુ પારદર્શી અને સરળ બનાવવાની જરૂર છે. આપણે ત્યાં બિઝનેસના ફેલાવા માટે આ બધું કરવાની જરૂર છે." તેમણે ઉમેર્યું હતું કે, "હું મેક ઇન ઇન્ડિયા કહું છું પણ તે માત્ર કેટલાંક ઉદ્યોગો પૂરતું મર્યાદિત ન હોવું જોઇએ."

ભારતની સૌથી મોટી ઓનલાઇન રિટેલર્સે ગયા સપ્તાહમાં હજારો કરોડ રૂપિયાનો કારાબોર નોંધાવ્યો છે. આ સાથે સાહેવારોની સીઝનનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે. તેઓ પોતાનો બજારહિસ્સો વધારવા માટે મોટાપાયા પર ઓફલાઇન ખરીદદારોને પણ આકર્ષવા માંગે છે.

ઓનલાઇન રિટેલર ફ્લિપકાર્ટે જણાવ્યું હતુ કે છેલ્લાં પાંચ દિવસના ડિસ્કાઉન્ટેડ સેલિંગમાં કંપનીએ રૂ.2,000 કરોડની સામગ્રી વેચી છે અને હવે તે ફેશન અને મોબાઇલ ફોન જેવી મોટી કેટેગરીઓમાં તેનો બજારહિસ્સો ડિસેમ્બર સુધીમાં પાંચ ટકા વધારવા મીટ માંડી રહી છે.

ફ્લિપકાર્ટના કોમર્સ હેડ મુકેશ બંસલે જણાવ્યું હતું કે, "ફ્લિપકાર્ટ મોબાઇલ ફોન કેટેગરીમાં 60 ટકા બજારહિસ્સો ધરાવે છે અને ફેશન કેટેગરીમાં પણ 60 ટકા હિસ્સો ધરાવે છે. અમે હવે આગામી તહેવારની સીઝનમાં તેમાં કમસેકમ ચારથી પાંચ ટકા વધારાની આશા રાખીએ છીએ."

એમેઝોન અને ફ્લિપકાર્ટે મંગળવારે તહેવારોની સીઝનમાં વેચાણ શરૂ કર્યું છે, જ્યારે સ્નેપ ડીલે ગયા સોમવારથી દિવાળી ડિસ્કાઉન્ટ શરૂ કર્યા છે. બંસલે જણાવ્યું હતું કે કંપનીએ ઓક્ટોબરથી ડિસેમ્બરના મહિના દરમિયાન ઇવેન્ટ્સ માટે આક્રમક આયોજન તૈયાર કર્યું છે. "તેના દ્વારા તહેવારોની સીઝનમાં સારો બજારહિસ્સો વધારી શકાશે," એમ તેઓએ જણાવ્યું હતું. સ્નેપડીલે જણાવ્યું હતું કે તેમનું દિવાળી વેચાણ દિવાળી સુધી ચાલશે. દરેક સોમવારે તે ખાસ કેટેગરી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વોડાફોન ગ્રૂપે ભારતીય સબસિડિયરીના IPO માટેની પૂર્વતૈયારી શરૂ કરી દીધી છે. જોકે, ઇશ્યૂની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી એવી માહિતી વોડાફોન ગ્રૂપના CEO વિટોરિયો કોલાઓએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "માર્કેટ્સ, ઓઇલના ભાવ સહિતનાં ઘણાં પરિબળો એક કે બીજી રીતે IPOને અસર કરતાં હોવાથી અમે આખરી નિર્ણય લીધો નથી."

વોડાફોન ગ્રૂપ ઘણા સમયથી IPOની વિચારણા કરી રહ્યું છે. કંપનીએ મે મહિનામાં ઇન્વેસ્ટમેન્ટ બેન્ક રોથ્સચાઇલ્ડને સંભવિત IPOના લાભ અંગે અહેવાલ તૈયાર કરવા જણાવ્યું હતું. કંપની IPO દ્વારા ભારતીય બિઝનેસના વિસ્તરણ માટે ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

કોલાઓએ જણાવ્યું હતું કે, "સમગ્ર વિશ્વમાં વોડાફોન ગ્રૂપના પાંચ મોટા સ્તંભમાં ભારત સામેલ છે." વોડાફોન ઇન્ડિયા લગભગ 18.7 કરોડ ગ્રાહકો સાથે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે અને ગ્રૂપની આવકમાં તેનો હિસ્સો 10 ટકા છે. કંપની ભારતમાં વાર્ષક રૂ.8,500 કરોડનું રોકાણ કરે છે, જે તેને ભારતની સૌથી મોટી ફોરેને ડાયરેક્ટ ઇન્વેસ્ટર બનાવે છે.

બ્રાન્ચની સંખ્યાની બાબતમાં ભારતની સૌથી મોટી વિદેશી બેન્ક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ Plc ટૂંક સમયમાં ભારતમાં સિનિયર લેવલના કર્મચારીઓના પગારમાં કાપ અને છટણીની જાહેરાત કરી શકે છે. 2017 સુધીમાં ખર્ચમાં 1.8 અબજ ડોલરનો ઘટાડો કરવાનો એકંદર લક્ષ્યાંક હાંસલ કરવા માટે બેન્ક અન્ય લેવલે પણ આ કવાયત કરશે એમ પરિચિત લોકોએ જણાવ્યું હતું.

મેનેજિંગ ડિરેક્ટર સ્તરે કેટલાક હોદ્દા કપાશે કારણ કે બેન્ક મૂડીબચત કરવા માટે તમામ દેશોમાં આવા હોદ્દામાં 25 ટકાનો ઘટાડો કરવાની યોજના ધરાવે છે એમ પરિચિત લોકોએ ઓળખ છતી ન કરવાની શરતે જણાવ્યું હતું.

એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓ પાસેથી પ્રોડક્ટ્સ ખરીદતા ગ્રાહકોએ થોડાં વધુ નાણાં ચૂકવવાં પડશે. કર્ણાટકે ઇ-કોમર્સ કંપનીઓ પાસેથી એક ટકા ટેક્સ વસૂલવાની દરખાસ્ત મૂકી છે. જેના ભાગરૂપે ઇ-કોમર્સ કંપનીએ વેન્ડરને એક ટકા ટેક્સ કાપીને વેચાયેલા ગૂડ્ઝનું પેમેન્ટ કરવાનું રહેશે. અન્ય રાજ્યો પણ આ પગલાને અનુસરે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટકના નાણામંત્રાલયના મુખ્ય સચિવે મંગળવારે બોલાવેલી બેઠકમાં આ વેલ્યૂ એડેડ ટીડીએસની ચર્ચા કરવામાં આવી હતી. નાસ્કોમને આ મુદ્દે અભિપ્રાય આપવા જણાવાયું છે. ઇ-કોમર્સ કંપનીઓ દરખાસ્તના વિરોધમાં છે. ફ્લિપકાર્ટે આ મુદ્દે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે એમેઝોનને મોકલાયેલા ઇ-મેઇલનો જવાબ મળ્યો ન હતો.

એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ કર્ણાટકમાં ફુલફિલમેન્ટ સેન્ટર્સ ધરાવે છે. કંપની ગ્રાહકોને પ્રોડક્ટ્સ પહોંચાડતાં પહેલાં આ સેન્ટર્સમાં ગૂડ્ઝ રાખે છે. બંને કંપની બેંગલુરુમાં હેડ ઓફિસ ધરાવે છે, જે સૂચવે છે કે કર્ણાટકના ટેક્સ પ્રસ્તાવથી તેમના નોંધપાત્ર બિઝનેસને અસર થશે.

ઓક્ટોબર છેલ્લા ઘણી વિનંતી 'બિગ બિલિયન ડે' ની નિષ્ફળતા પછી, ભારતની અગ્રણી ઈ-કોમર્સ બજારમાં ફ્લિપકાર્ટ  'બિગ બિલિયન ડે'  ના આગામી સિઝન માટે સજાઈ છે. આ ઘટના બીજી આવૃત્તિ છે અને ઓક્ટોબર 13-17 થી યોજવામાં આવશે.

સરકાર અને વર્લ્ડ બૅન્કે સંયુક્તપણે તૈયાર કરેલા અહેવાલનું તારણ : પ્રથમ  પાંચ રાજ્યોમાં ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશનો સમાવેશ 
ભારતમાં બિઝનેસ કરવાની સૌથી વધુ સરળતા ગુજરાતમાં હોવાનું સરકારે વર્લ્ડ બૅન્કના સહયોગથી તૈયાર કરેલા અહેવાલમાં જણાઈ આવ્યું છે.

આ અહેવાલ મુજબ ગુજરાતને ૭૧.૧૪ ટકા સાથે પ્રથમ સ્થાન મળ્યું છે. ત્યાર બાદ આંધ્ર પ્રદેશ (૭૦.૧૨ ટકા), ઝારખંડ (૬૩.૦૯ ટકા), છત્તીસગઢ (૬૨.૪૫ ટકા) અને મધ્ય પ્રદેશ (૬૨ ટકા)નો ક્રમ આવે છે.

બિઝનેસની સ્થાપના, જમીનની ફાળવણી અને બાંધકામ માટેની મંજૂરી, પર્યાવરણલક્ષી કાર્યપ્રણાલીનું અનુપાલન, કામદાર સંબંધી નિયમનોનું અનુપાલન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સુવિધાઓની પ્રાપ્તિ, કરવેરાની કાર્યપ્રણાલીમાં રજિસ્ટ્રેશન તથા એનું અમલીકરણ, ઇન્સ્પેક્શન કરાવવું અને કૉન્ટ્રૅક્ટનો અમલ કરાવવો એમ ૮ બાબતોના આધારે દેશનાં રાજ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો; જેમાં સુધારાને લગતા ૯૮ મુદ્દાઓનો કેટલી હદે અમલ થાય છે એનું આકલન કરવામાં આવ્યું હતું.

અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ‘રાજ્યોએ કરવેરાના સુધારાઓની બાબતે સારી પ્રગતિ કરી છે. વૅટ અને CST માટે ઇલેક્ટ્રૉનિક રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે. કરવેરાનું ઑનલાઇન પેમેન્ટ કરી શકાય છે તથા ઈ-ફાઇલિંગની સુવિધા આપવામાં આવે છે. એ ઉપરાંત સર્વિસ સેન્ટર્સ અને હેલ્પલાઇનની સગવડ કરવામાં આવી છે. ૨૯ રાજ્યોમાં વૅટની ચુકવણી ઑનલાઇન કરી શકાય છે, CSTની ઓનલાઇન ચુકવણી માટેની વ્યવસ્થા ૨૮ રાજ્યોમાં છે. વૅટનું અને ઘ્લ્વ્નું રિટર્ન ઑનલાઇન ફાઇલ કરવાની સુવિધા અનુક્રમે ૩૦ અને ૨૭ રાજ્યોમાં છે. ૨૧ રાજ્યોએ યુઝર્સ માટે હેલ્પલાઇન શરૂ કરી છે. વૅટ માટેનું રજિસ્ટ્રેશન પૂરું કરવાની સમયમર્યાદા ૨૫ રાજ્યોએ નિશ્ચિત કરી છે તથા CSTના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટેની સમયમર્યાદા નક્કી કરનારાં રાજ્યોની સંખ્યા ૨૧ છે.’