મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની તેમ જ નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેતાં સ્મોલ અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આગામી એકાદબે દિવસમાં ગણેશચતુર્થીની તહેવારોની માગ નીકળવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. સ્થાનિકમાં આજે અંદાજે ૩૫થી ૩૬ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહેતાં ઉપાડ અંદાજે ૩૪થી ૩૫ ટ્રકનો જળવાઈ રહ્યો હતો. આજે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૪૬૫થી ૨૫૫૫ના મથાળે અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર રૂ. ૨૫૬૦થી ૨૭૦૫ આસપાસ ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા. 

નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હતી. તેમ જ રિસેલ ડિલિવરી ઓર્ડર અનુસાર સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૪૪૫થી ૨૫૩૫માં અને મિડિયમ ગ્રેડના વેપાર રૂ. ૨૫૪૦થી ૨૬૮૫ આસપાસના મથાળે ટકેલા ધોરણે થયા હતા. વધુમાં આજે રિસેલ ડિલિવરી ઓર્ડરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૩૪૫થી ૨૪૩૫માં અને મિડિયમ ગ્રેડના રૂ. ૨૪૪૦થી ૨૫૮૫ના મથાળે થયા હતા. જ્યારે મિલો પર ટેન્ડરના ભાવ રિસેલ ડિલિવરી ઓર્ડર કરતાં ક્વિન્ટલે રૂ. ૪૦થી ૫૦ ઊંચા ક્વૉટ થઈ રહ્યા હતા.

આ વર્ષે રેટ-કટ આવવાની સંભાવના : વૉશિંગ્ટનની આર્થિક પરિષદમાં સંકેત

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) આ વર્ષે વ્યાજદરમાં ચોથો કાપ મૂકશે એવા સંકેત છે. જોકે રિઝર્વ બૅન્કના મતે વિશ્વ માટે સૌથી મોટી સમસ્યા મંદ વિકાસનો દોર છે. જોકે રિઝર્વ બૅન્કના રેટ-કટનો દોર પૂરો થયો નથી. એ માત્ર સમય-સંજોગની પ્રતીક્ષામાં છે.

વૉશિંગ્ટનમાં એક આર્થિક પરિષદમાં ભાગ લેનાર રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજને ઉપયુર્ક્ત  સંકેતો આપવા સાથે કહ્યું હતું કે ભારતીય રિઝર્વ બૅન્ક અને સરકાર વચ્ચે મૉનિટરી પૉલિસી પર નવી રેટ સેટિંગ પૅનલ રચવા સંબંધી કરાર થયા છે જેની ટૂંકમાં જાહેરાત થશે. 

રિઝર્વ બૅન્કના ગવર્નર પર ઉદ્યોગ અને સરકાર તરફથી રેટ-કટ માટે સતત દબાણ રહ્યું છે, પરંતુ રિઝર્વ બૅન્ક હજી મોંઘવારી-ફુગાવાના દરની ચિંતામાં વ્યાજદર માટે ઉતાવળમાં નથી. એ પોતાનો નિર્ણય ફુગાવાના દર અને અન્ય આર્થિક પરિબળોને લક્ષ્યમાં રાખીને જ લેશે એવું જણાય છે. રિઝર્વ બૅન્કે આ વર્ષે ત્રણ વાર વ્યાજદરમાં કાપ મૂક્યો છે. જોકે આ રેટ-કટની વાત પૂરી થઈ નથી.

રિઝર્વ બૅન્ક હજી રેટ-કટ માટે યોગ્ય સંજોગ-સમયની રાહમાં છે.

જાહેર ક્ષેત્રની મિનિરત્નનો દરજ્જો ધરાવતી ખાતર અને રસાયણ ક્ષેત્રની માંધાતા કંપની, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર યુરીયાની ક્ષમતા વધારવા માટે થાલ ખાતે ૨૨૦૦ એમટીડીપીની ક્ષમતા સાથેનો સિંગલ સ્ટ્રીમ યુરિયા પ્લાન્ટ અને એક ૩૮૫૦ મિલિયન ટન પર ડેની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. 

આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. ૫૪૫૮ કરોડ અંદાજવામાં આવ્યો છે. ઍાથેંપનીત્તલચરાતેરૂ. ૮૦૦૦ કરોડના ખર્ચે કોલ આધારિત ફર્ટીલાઇઝર પ્લાન્ટ સ્થાપશે. ટ્રોમેબ ખાતે રૂ. ૧૪.૬૦ કરોડના ખર્ચે સોલાર પાવર પ્લાન્ટ માટે પણ કંપની તૈયારી કરી રહી છે. 

આ રીતે કંપની લગભગ રૂ. ૧૩,૪૭૦ કરોડનું રોકાણ આયોજન ધરાવે છે. કંપની રશિયા અને કેનેડામાં પોટાસિક અને ફોસ્ફેટ પ્લાન્ટ માટે પણ વિચારણા કરી રહી છે. આરસીએફના અધિકારીએ જણાવ્યું હતું કે મિનિરત્નમાંથી નવરત્નનો દરજ્જો મેળવવા માટે હવે માત્ર પાંચ ડિરેકટર્સની નિમણુંકની રાહ જોવાઇ રહી છે. 

આ ઉપરાંત આરસીએફ થાલ એકમમાં રૂ. ૩૬૩ કરોડનું રોકાણ કરશે, જેમાં કંપની મહારાષ્ટ્રમાં થાલ ખાતે સ્થિત પોતાના બે યુરિયા-એમોનિયા એકમના વીજ વપરાશને ઘટાડવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે, જેમાં કંપની હાલની સ્ટીમ ટર્બાઇન ડ્રીવન મશીનરીને મોટર ડ્રીવન મોડમાં પરિવર્તીત કરવા ધારે છે.દરમિયાન, આરસીએફની કુલ આવક ૨૦૧૩-૧૪ના રૂ. ૬૬૬૧.૬૪ કરોડ સામે વધીને ૨૦૧૪-૧૫માં રૂ. ૭૭૮૭.૮૧ કરોડ નોંધાઇ હતી. વેચાણ ખર્ચ રૂ. ૬૦૨૧.૨૮ કરોડ સામે રૂ. ૬૯૦૩.૧૧ કરોડ નોંધાયો હતો. કંપનીનો કાર્ચકારી નફો રૂ. ૬૪૦.૩૬ કરોડ સામે રૂ. ૮૮૪.૭૦ કરોડ, જયારે કરવેરા પછીનો નફો રૂ. ૨૪૯.૮૯ કરોડ સામે રૂ. ૩૨૨.૦૬ કરોડ નોંધાયો હતો.

ટેક્નૉલૉજી વિશ્વની ટોચની ૨૦ સમૃદ્ધ વ્યક્તિઓમાં વિપ્રોના ચૅરમૅન અઝીમ પ્રેમજી અને HCL કંપનીના સ્થાપક શિવ નાડરનો સમાવેશ થાય છે. ‘ફોર્બ્સ’ સામયિકે ટેક્નૉલૉજી જગતના ધનાઢ્યોની યાદી પહેલી વાર બહાર પાડી છે, જેમાં ૧૦૦માંથી અઝીમ પ્રેમજી તેરમા અને નાડર ૧૪મા સ્થાને છે.

મૂળ ભારતીય એવા રોમેશ વાધવાની અને ભરત દેસાઈનાં નામ પણ યાદીમાં છે. યાદીમાં પ્રથમ ક્રમાંક માઇક્રોસૉફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સનો છે. ૭૦ વર્ષના પ્રેમજીની નેટવર્થ ૧૭.૪ અબજ ડૉલર છે. તેમણે પોતાની સંપત્તિમાંથી ચાર અબજ ડૉલર કરતાં વધારે રકમનું દાન કર્યું છે. નાડરની નેટવર્થ ૧૪.૪ અબજ ડૉલર છે અને તેમની મોટા ભાગની આવક HCL ટેક્નૉલૉજીઝની સૉફ્ટવેર સેવામાંથી આવે છે.

 

ઉક્ત યાદીમાં ૭૩મા સ્થાને આવેલા વાધવાણીની નેટવર્થ ૨.૮ અબજ ડૉલર છે. ૬૭ વર્ષના વાધવાણી IITમાં ભણેલા છે અને તેઓ સિમ્ફની ટેક્નૉલૉજી ગ્રુપના ચૅરમૅન-ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર છે. આ ગ્રુપમાં ૨૦ કંપનીઓ છે, જેમની કુલ આવક ત્રણ અબજ ડૉલર છે. ભરત દેસાઈ અને પરિવારનું સ્થાન ૮૨મું છે. તેમની નેટવર્થ ૨.૫ અબજ ડૉલર છે. ૬૨ વર્ષના દેસાઈ અને તેમનાં પત્ની નીરજાએ સિન્ટેલ નામની IT કન્સલ્ટિંગ અને આઉટસોર્સિંગ કંપની ૧૯૮૦માં શરૂ કરી હતી.યાદીમાં અમેરિકન અબજોપતિઓની સંખ્યા ૫૧ છે. એશિયાના ૩૩ લોકો છે. આઠ યુરોપમાંથી તથા બે જણ મધ્ય-પૂર્વના છે. ૧૦૦ વ્યક્તિઓમાંથી ૪૦ કૅલિફૉર્નિયામાં રહે છે. ગેટ્સની નેટવર્થ ૭૯.૬ અબજ ડૉલર છે. બીજું સ્થાન ઓરેકલના ચૅરમૅન એલિસનનું છે. ત્રીજાથી પાંચમા સ્થાને અનુક્રમે ઍમેઝૉનના જેફ બેઝોસ, ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ગૂગલના સહસ્થાપક લૅરી પેજ છે. યાદીમાંના તમામ ધનકુબેરોની કુલ સંપત્તિ ૮૪૨.૯ અબજ ડૉલર થાય છે. 

બેન્ક નિફ્ટીમાં ૫૫૩ પૉઇન્ટની તેજી, બેન્કિંગ ક્ષેત્રના ૪૦માંથી ૩૮ શૅર વધ્યા, સેન્સેક્સના ૩૦માંથી ૨૮, નિફ્ટીના ૫૦માંથી ૪૭ શૅર પ્લસ : ફુગાવો સતત નવમા મહિને માઇનસ ઝોનમાં રહેતાં રેટ-કટની આશા પ્રબળ બની

ચાઇનીઝ યુઆનના આઘાતમાં ઘવાયેલું શૅરબજાર ગઈ કાલે સ્પ્રિંગની જેમ ઊછળ્યું છે. આઝાદીના દિનને અગોતરાં વધામણાં તરીકે સેન્સેક્સ ૫૧૮ પૉઇન્ટની તેજીમાં  ૨૮,૦૬૭ તથા નિફ્ટી ૧૬૩ પૉઇન્ટના જમ્પમાં ૮૫૧૮ બંધ રહ્યા છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારમાં સેન્સેક્સ ઉપરમાં ૨૮,૧૦૦ તથા નિફ્ટી ૮૫૩૦ થયા હતા.

સેન્સેક્સના ૩૦માંથી ૨૮ શૅર પ્લસ હતા. ડૉ. રેડ્ડીઝ લૅબ અને ઇન્ફોસિસ પોણા ટકાની આસપાસ નરમ હતા. નિફ્ટીના ૫૦માંથી ૪૭ શૅર ઊંચકાયા હતા, જેમાં ઉક્ત બે ઉપરાંત ભારત પેટ્રોનો સમાવેશ થાય છે. ખાસ્સી પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં ૧૭૯૦ શૅર વધ્યા હતા. સામે ૧૦૫૪ જાતો નરમ હતી. ‘એ’ ગ્રુપના ૮૦ ટકા શૅર મજબૂત હતા. ‘બી’ ગ્રુપમાં આ પ્રમાણ  ૬૨ ટકા અને ‘ટી’ ગ્રુપમાં ૫૦ ટકા જેવું હતું.

બજારના તમામ ઇન્ડાઇસિસ શુક્રવારે  સુધર્યા છે. સેન્સેક્સના ૧.૮ ટકાની સામે રિયલ્ટી બેન્ચમાર્ક ૭.૬ ટકા, બેન્કેક્સ ૩ ટકા અને ઑટો ઇન્ડેક્સ તથા મિડ-કૅપ ૨.૪ ટકા અપ હતા. ૨૬૫ કાઉન્ટર તેજીની સર્કિટમાં તો ૨૩૯ શૅર નીચલી સર્કિટમાં બંધ હતા.

પીએસયુ બેન્ક નિફ્ટી ૪.૬ ટકા ઊંચકાયો

બેન્કેક્સ અને બેન્ક નિફ્ટીના તમામ શૅરો આગેકૂચમાં ત્રણ-ત્રણ ટકા વધ્યા હતા. બેન્કેક્સ ૬૩૬ પૉઇન્ટ તેમ જ બેન્ક નિફ્ટી ૫૫૩ પૉઇન્ટ પ્લસ હતા. સમગ્ર બૅન્કિંગ સત્રના ૪૦માંથી માત્ર બે શૅર નરમ હતા, જેમાં સ્ટાન્ચાર્ટ તથા ધનલક્ષ્મી બેન્ક સામેલ છે. વધેલા ૩૮માંથી ૩૧ શૅર બે ટકાથી લઈ પોણાનવ ટકાની રેન્જમાં ઊંચકાયા હતા. પીએસયુ બેન્ક નિફ્ટી ૪.૬ ટકા વધ્યો હતો. સેન્સેક્સમાં એચડીએફસી-ટ્વિન્સની તેજીથી ૧૨૮ પૉઇન્ટ લાભદાયી નીવડી હતી. એચડીએફસી ૩.૪ ટકાના ઉછાળામાં ૧૩૦૦ રૂપિયા નજીકનો બંધ આપી ૭૩ પૉઇન્ટનો ટોચનો દાતા બન્યો હતો. એચડીએફસી બેન્ક ૨.૪ ટકા વધ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેન્ક ૩.૬ ટકા, એસબીઆઇ ૩.૪ ટકા અને ઍક્સિસ બેન્ક પોણો ટકો વધ્યા હતા. ચાર બેન્કનો સુધારો સેન્સેક્સને ૧૬૨ પૉઇન્ટ ફળ્યો હતો.

હેવી વેઇટ્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૪ ટકા, ટીસીએસ ૨.૧ ટકા , લાર્સન અને સન ફાર્મા સવાબે ટકા મહિન્દ્ર તથા ભારતી ઍરટેલ પોણાત્રણ ટકા, બજાજ ઑટો ૨.૮ ટકા, મારુતિ સુઝુકી ૨.૧ ટકા, હીરો મોટોકૉર્પ ૨.૭ ટકા પ્લસ હતા. મેટલ શૅર કારમી મંદી બાદ પ્રત્યાઘાતી સુધારામાં હતા. વેદાંત પોણાચાર ટકા, હિન્દાલ્કો ૨.૬ ટકા અને તાતા સ્ટીલ દોઢ ટકો વધ્યા હતા.

જિંદલ સ્ટીલ - પાવર આઠ વર્ષની બૉટમે

જૂન ક્વૉર્ટરના નબળા પરિણામના વસવસામાં જિંદલ સ્ટીલ-પાવર કંપનીનો શૅર આજે કામકાજ દરમ્યાન ૬૨.૪૦ રૂપિયા ઇન્ટ્રા-ડે બૉટમ થયો હતો જે એની આઠ વર્ષની નીચી સપાટી છે. છેલ્લે નવેમ્બર-૨૦૦૬માં શૅર આ લેવલે જોવાયો હતો. જોકે બજારમાં નોંધપાત્ર સુધારાની ચાલમાં શૅર ઉપરમાં ૭૩ રૂપિયા દેખાડી અને ૩.૩ ટકાની મજબૂતીમાં ૭૧ રૂપિયા નજીક બંધ હતો. કંપનીએ જૂન ક્વૉર્ટરમાં ૩૩૯ કરોડ રૂપિયાની નેટ લૉસ દર્શાવી છે, જ્યારે જૂન-૨૦૧૪માં કંપનીએ ૪૧૮ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. નેટ સેલ્સ ૩.૩ ટકા ઘટીને ૪૭૧૫ કરોડ રૂપિયા નોંધાયું છે. ચીન-કોરિયા સહિતના દેશોમાંથી નીચા ભાવે સ્ટીલની આયાતથી કંપનીને ભારે અસર થઈ છે. જેએસડબ્લ્યુ સ્ટીલ ૫.૨ ટકા વધીને ૯૦૧ રૂપિયા, જેએસએલ ૧.૪ ટકાની મજબૂતીમાં ૩૯ રૂપિયા અને ભૂષણ સ્ટીલ ૦.૪ ટકા ઘટીને ૫૭ રૂપિયા બંધ હતો. 

આયર્ન-સ્ટીલ પ્રોડક્ટ ઉદ્યોગના ૪૦ શૅર પ્લસ અને ૩૯ શૅર ઘટાડે બંધ હતા. સારા પરિણામ છતાં ઓએનજીસીમાં ભારે વધઘટ ઓએનજીસીએ જૂન ક્વૉર્ટરના સારા પરિણામ જાહેર કરવા છતાં આજે શૅર ભારે વધઘટે માત્ર ૦.૩ ટકાના સુધારે ૨૭૦ રૂપિયા પ્લસ બંધ હતો. 

આ શૅર કામકાજ દરમ્યાન ઉપરમાં ૨૭૩ રૂપિયા અને નીચામાં ૨૬૮ રૂપિયા દેખાયો હતો. 

કામકાજ રોજના સરેરાશ ૫.૨૩ લાખ શૅરની સામે ગઈ કાલે ૨.૫૫ લાખનું વૉલ્યુમ નોંધાયું હતું. કંપનીએ જૂન ક્વૉર્ટરમાં ૧૪ ટકાની વૃદ્ધિમાં ૫૪૫૯ કરોડ રૂપિયા નેટ પ્રૉફિટ અને કુલ આવક અડધો ટકો ઘટીને ૨૨,૬૩૧ કરોડ રૂપિયા રહી છે. ક્રૂડનું ઉત્પાદન સવા ટકા વધીને ૬.૧૩૬ મિલ્યન ટન અને ગેસનું ઉત્પાદન ૩.૬ ટકા વધીને ૫.૮૧૮ અબજ ક્યુબિક મીટર નોંધાયું છે. આઇઓએલ ૧.૩ ટકા વધીને ૪૫૫ રૂપિયા, કેઇર્ન ઇન્ડિયા ૦.૮ ટકા વધી ૧૫૫ રૂપિયા અને અબાન ૧.૮ ટકાના સુધારે ૨૮૫ રૂપિયા બંધ હતો. ઑઇલ માર્કેટિંગ- ડિસ્ટ્રિબ્યુશન સેગમેન્ટ કુલ ૧૪ શૅરમાંથી ૮ વધીને અને પાંચ શૅર ઘટાડે બંધ હતા.

ગ્લેનમાર્ક ફાર્મા વિક્રમી ટોચે


એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ગ્લેનમાર્ક ફાર્માનો સમાવેશ થવાના અહેવાલે આ ફાર્મા શૅર તેરેક ટકા જેટલો વધીને ૧૧૯૦ રૂપિયાની વિક્રમી સપાટી દેખાડી અંતે ૭.૧ ટકાની મજબૂતીમાં ૧૧૩૪ રૂપિયા નજીક બંધ હતો. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના કુલ ૧૩૯ શૅરમાંથી ૮૮ શૅર વધીને અને ૫૦ જાતો ઘટાડે બંધ હતી. બીએસઈનો ફાર્મા ઇન્ડેક્સ લગભગ બે ટકા જેટલો વધીને ૧૮,૦૫૮ બંધ હતો, જેના કુલ ૫૪માંથી ૪૪ શૅર પ્લસ અને ૧૦ શૅર માઇનસ હતા. ઍલેમ્બિક ૧૧.૪ ટકા, જ્યુબિલન્ટ ૭.૪ ટકા, એનઈસી લાઇફ ૭ ટકા, ઇપ્કા લૅબ ૫.૮ ટકા, માર્કસન્સ ૫.૩ ટકા, ક્લેરિસ ૪.૫ ટકા, ટૉરન્ટ ફાર્મા ૩.૫ ટકા, વૉકહાર્ટ ૩.૨ ટકા, વિમતા લૅબ ૨.૯ ટકા, દિશમાન ૨.૫ ટકા અને ફાઇઝર ૨.૩ ટકાની મજબૂતીમાં બંધ હતા.

 

છેલ્લાં કેટલાંક સમયથી ઘટી રહેલાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાની શક્યતા તથા મજબૂત ડોલરને પગલે આગામી સમયમાં ૧૦ ગ્રામ દીઠ સોનાનો ભાવ ઘટીને રૂ.૨૩,૦૦૦ થઈ જાય તેવી આશંકા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. કોમટ્રેન્ડ્ઝ રિસર્ચના ડિરેક્ટર ગણશંકર થ્યાગરાજનના જણાવ્યાં અનુસાર આગામી એક સપ્તાહથી મહિનાના સમયગાળા માટે સોનાના ભાવ ઘટીને પ્રત્યેક ૧૦ ગ્રામ દીઠ રૂ.૨૩,૦૦૦થી ૨૩,૫૦૦ થવાની શક્યતા છે. આ અંગેના કારણોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આગામી ૨૯ જુલાઈના રોજ યુએસ ફેડરલ રિઝર્વ બેન્કના વ્યાજ દર વધારા અંગેના નિર્ણય પહેલાં બજારમાં નર્વસનેસ જોવાઈ રહી છે. યુએસ ફેડનો નિર્ણય જે કંઈ પણ હોય તે સોના માટે નકારાત્મક બની રહેશે. 

ડાયમંડ નગરી સુરતની આશરે સદી જૂની બ્રાન્ડ સોસિયો ગુજરાત સહિત ભારતભરમાં જાણીતી છે. હવે તે વૈશ્વિક કોલા કંપનીઓ કોકા કોલા અને પેપ્સી માટે મોટો પડકાર ઉભો કરી શકે છે.  સુરત સ્થિત હજૂરી એન્ડ સન્સ નજીકના ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યું છે
 1923માં સ્થાપવામાં આવેલી આ કંપનીનું પીણું આજે પણ લોકોમાં પહેલાં જેટલું જ લોકપ્રિય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓના આક્રમણ સામે પણ કંપની ટકી રહેવાની સાથે વધુ મજબૂત બની છે. પરિવાર દ્વારા ચલાવવામાં આવતી આ કંપનીએ ચાલુ વર્ષે 100 કરોડનું વેચાણ કર્યું છે, જે ગત વર્ષ કરતાં 100 ટકા વધારે છે.

સોનાની કિંમતોમાં જોવા મળેલા ઘટાડાએ બેન્કોથી લઈને નોન બેન્કિંગ કંપનીઓની ઉંધ ઉડાડી છે. સતત ઘટી રહેલી કિંમતોને કારણે બેન્કો તથા ગોલ્ડ લોન ફાઈનાન્સ કંપનીઓને ડિફોલ્ટનો ભય સતાવા લાગ્યો છે. નુકશાનથી બચવા માટે સોનાના બદલમાં લોન આપનારી બેન્કો તથા ફાઈનાન્સ કંપનીઓ તેમના ગ્રાહકોને ઝડપથી લોન ભરપાઈ કરવાનું જણાવી રહી છે. આ સિવાય સોનાની કિંમતોમાં ઘટાડો થવાને કારણે કંપનીઓ તથા બેન્કોએ ગોલ્ડ લોન માટે લોન-ટુ-વેલ્યુ(એલટીવી) રેશીયો ઓછો કરવા અંગેની તૈયારીઓ શરૂ કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ હાલ આ રેશિયાને 75 ટકા રાખ્યો છે. જો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો લોન આપનારનું જોખમ વધશે. સોનાની કિંમતો છેલ્લા બે દિવસોમાં 1,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી છે.  

નાના વેપારીઓ માટે બનેલી મુદ્રા બેન્ક ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જશે. જેના દ્વારા નાના વેપારીઓને સરળતાથી સસ્તી લોન મળી શકશે. કોને કેવી રીતે લોન આપવી તેનું સમગ્ર માળખું તૈયાર કરી લેવામાં આવ્યું છે. મુદ્રા બેન્કથી દેશના 5 કરોડથી વધારે વેપારીઓને ફાયદો થવાની આશા છે.નાણા મંત્રાલયના સૂત્રો જણાવ્યા મુજબ, બેન્કના કામ કરવાનો સંપૂર્ણ રોડમેપ તૈયાર કરી લેવામાં આવ્યો છે. જે અંતર્ગત બેન્ક 10 લાખ રૂપિયા સુધીની લોન આપશે. તેમાં 60 ટકા લોન 50 હજાર રૂપિયા સુધીની હશે. આ ઉપરાંત લોન આપવાનું કામ ફાયનાન્સ કંપનીઓ, માઈક્રોફાયનાન્સ સંસ્થાઓ, ટ્રસ્ટી, સોસાયટી, એસોસિએશન વગેરે દ્વારા આપવામાં આવશે.

 

આઇફોન બનાવવા માટે જાણીતી કંપની એપલે છેલ્લા 3 મહિનામાં 68 હજાર કરોડ રૂપિયાનો નફો  તો કર્યો પરંતુ આ જાહેરાત બાદ 3 મિનિટની અંદર જ તેણે 4 લાખ કરોડ રૂપિયાનું નુકશાન પણ ગયુ છે. રિલાયન્સથી 14 ગણો વધુ નફો કમાવનારી કંપની એપલનો પ્રોફિટ એપ્રિલ-જૂન દરમિયાન 38 ટકા વધ્યો હતો. પરંતુ એપલની આશા કરતા ઓછા આઇફોનનું વેચાણ થયુ હતું.