છેલ્લા એક મહિનાથી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ હતા. દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાનાં શરિરમાં પાણીની અછતનાં કારણે તેમને થોડા સમય પહેલા ગિરગાંવમાં સ્થિત એચએન રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

વિનોદ ખન્નાનો જન્મ 6 ઓક્ટોબર, 1946માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. વિનોદ ખન્નાની લાઈફ-સ્ટોરી ફિલ્મી વાર્તાથી ઓછી નથી. સાધારણ પરિવારમાંથી આવ્યા બાદ બોલિવૂડ એક્ટર બન્યા અને પછી ઓશોથી પ્રભાવિત થઈને તેમના આશ્રમમાં રહેવાને કારણે ચર્ચામાં રહ્યાં હતાં.વિનોદ ખન્નાની પહેલી ફિલ્મ ‘મન કા મીત’ બોક્સ-ઓફિસ પર એવરેજ રહી હતી. ત્યારબાદ એક જ અઠવાડિયામાં વિનોદ ખન્નાએ 15 ફિલ્મ્સ સાઈન કરી હતી. કેટલીક ફિલ્મ્સ સફળ થતા વિનોદ અને ગીતાંજલીએ લગ્ન કરી લીધા હતાં. બંનેને અક્ષય ખન્ના તથા રાહુલ ખન્ના એમ બે દિકરા છે.

શાહરુખ ખાન અને અજય દેવગનની રિલેશનશિપમાં ઘણા ઉતાર-ચડાવ જોવા મળ્યા છે અને હવે તેઓ બન્ને સલમાન ખાનની મદદ લેવાની કોશિશ કરી રહ્યા છે. અજયની ‘બાદશાહો’ અને શાહરુખની ઇમ્તિયાઝ અલી સાથેની ફિલ્મ ‘ધ રિંગ’નું ટ્રેલર સલમાનની ‘ટ્યુબલાઇટ’ સાથે રિલીઝ કરવાની ચર્ચા ચાલી રહી છે. સલમાનની ફિલ્મ સાથે ટ્રેલર રિલીઝ કરવાથી એ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય. જોકે બેમાંથી એક પણ ફિલ્મનું ટ્રેલર હજી સુધી તૈયાર નથી. અજય અને સલમાન બન્ને સારા મિત્રો છે અને શાહરુખ તથા સલમાનની મિત્રતા પણ હવે કોઈ તોડી શકે એમ નથી. એથી સલમાન બેમાંથી એકને પણ ના પાડી શકે એમ નથી. જોકે અજયની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવા માટે હજી ઘણું શૂટિંગ પૂરું કરવાનું બાકી છે તો બીજી તરફ ઇમ્તિયાઝની ફિલ્મનું ટ્રેલર આરામથી બની શકે એમ છે. અજય અને શાહરુખ તૈયાર હોય તો સલમાનના પ્રોડક્શન-હાઉસે બન્ને ફિલ્મના ટ્રેલરને એકસાથે રિલીઝ કરવાની તૈયારી દેખાડી છે.

16 વર્ષ પછી  આમિર ખાન  કોઇ એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો હતો. 75મા માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારંભમાં આમિરને ફિલ્મ 'દંગલ' માટે સન્માનિત કરાયો હતો. અનેક વર્ષ પહેલા એવોર્ડ ફંક્શનનો બોયકોટ કરી ચૂકેલો આમિર છેલ્લે ફિલ્મ 'લગાન'(2001)ની ઓસ્કર સેરેમનીમાં જોવા મળ્યો હતો.
 
 
લતા મંગેશકરના કહેવાથી એવોર્ડ ફંક્શનમાં આવ્યો આમિર
એવોર્ડનો બોયકોટ કરી ચૂકેલા આમિરે લતા મંગેશકરના કહેવાથી એવોર્ડ ફંક્શન એટેન્ડ કર્યું હતું. લતા મંગેશકરે આમિરને સ્પેશ્યિલ આમંત્રણ મોકલાવ્યું હતું. જે પછી આમિર લતા મંગેશકર પરિવાર દ્વારા સંચાલિત દીનાનાથ મંગેશકર પુરસ્કારમાં ફિલ્મ 'દંગલ'નો એવોર્ડ લેવા પહોંચ્યો હતો. આમિર ખાનને આ એવોર્ડ સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યો હતો.

૨૦૧૭માં ઘણી ફિલ્મોની ટક્કર થઈ રહી છે, જેમાં વધુ એક ટક્કરનો સમાવેશ થયો છે. જોકે આમાં નવાઈની વાત એ છે કે આ ટક્કર ટાઇગર અને ક્રિતી સૅનન વચ્ચે થઈ રહી છે. ટાઇગર અને ક્રિતી બન્નેએ તેમની ફિલ્મોની શરૂઆત ‘હીરોપંતી’થી કરી હતી. એક જ ફિલ્મથી કરીઅરની શરૂઆત કરનાર ટાઇગર અને ક્રિતી હવે એકમેકની આમને-સામને જોવા મળશે. સાજિદ નડિયાદવાલા સાથે ‘હીરોપંતી’ અને ‘બાગી’ હિટ આપ્યા બાદ ટાઇગર ત્રીજી વાર તેની સાથે ફિલ્મ કરી રહ્યો છે. ‘મુન્ના માઇકલ’માં ટાઇગરની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી અને નવોદિત અભિનેત્રી નિધિ અગરવાલ કામ કરી રહ્યાં છે. બીજી તરફ ‘બરેલી કી બરફી’માં ક્રિતીની સાથે આયુષમાન ખુરાના અને રાજકુમાર રાવ જોવા મળશે.

ફિલ્મ બનાવવામાં આવે તો પૂજા ભટ્ટની દીકરીનું પાત્ર ભજવશે આલિયા ભટ્ટ,સંજય દત્ત અને પૂજા ભટ્ટની ૧૯૯૧માં આવેલી ‘સડક’નો બીજો ભાગ બનાવવામાં આવશે એવી વાતો ચાલી રહી છે અને જો આ ફિલ્મ બનાવવામાં આવે તો સંજુબાબાને એમાં કામ કરવાનું ગમશે. આ ફિલ્મને મહેશ ભટ્ટ પોતે ડિરેક્ટ કરશે એવી પણ ચર્ચા છે. જો મહેશ ભટ્ટ આ ફિલ્મને ડિરેક્ટ કરશે તો એ તેમની ડિરેક્ટર તરીકેની કમબૅક ફિલ્મ કહેવાશે. પહેલી ફિલ્મની સ્ટોરી જ્યાં અટકી હતી ત્યાંથી આ ફિલ્મની વાર્તા શરૂ કરવામાં આવશે. ‘સડક ૨’માં પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ બન્ને જોવા મળશે. તેમ જ ફિલ્મમાં આલિયા પૂજાની દીકરીનું પાત્ર ભજવશે એવી ચર્ચા છે. આ વિશે સંજય દત્ત કહે છે, ‘આ એક ખૂબ જ સારી સ્ક્રિપ્ટ છે. આ ફિલ્મ રીમેક નથી, પરંતુ બીજો ભાગ છે. મેં આ વિશે ભટ્ટસાબ સાથે વાત કરી છે. એવી આશા રાખી રહ્યો છું કે બહુ જલદી સ્ટોરી ફાઇનલ કરવામાં આવે.’


સંજય દત્ત તેની કમબૅક ફિલ્મ ‘ભૂમી’નું શૂટિંગ કરી રહ્યો છે અને એ સિવાય તે તેની બાયોપિકમાં પણ ધ્યાન આપી રહ્યો છે. આ બાયોપિકમાં સલમાન ખાન પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે કે કેમ એ વિશે સંજુબાબાએ કહ્યું હતું કે મને નથી લાગતું કે ફિલ્મની સ્ક્રિપ્ટમાં કોઈ નાનકડી ભૂમિકાની જરૂર હોય.

કટપ્પાએ બાહુબલીની હત્યા શા માટે કરી હતી એ રહસ્ય જાણવા માટે લોકો ઉત્સુક છે. કટપ્પાએ બાહુબલીની હત્યા શા માટે કરી હતી એની જાતજાતની વાતો ‘બાહુબલી ૨’ના ટ્રેલરની રજૂઆત સાથે જ થવા લાગી છે.દર્શકો માટે ઉત્સુકતા રોકી રાખવાનું લગભગ અશક્ય બન્યું છે અને સોશ્યલ મીડિયા પર એ ઉત્સુકતાનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે. ‘બાહુબલી ૨’માં પ્રભાસ બાહુબલીનો તથા રાણા દગુબટ્ટી ભલ્લાલ દેવનો રોલ કરી રહ્યા છે. તેમને અંતિમ યુદ્ધ લડતા જોવાનું ખરેખર રસપ્રદ બની રહેશે. ટ્રેલરને જોતાં લાગે છે કે ‘બાહુબલી ૨’ ઍક્શનથી ભરપૂર હશે. 


પ્રોડક્શન ટીમની વાત કરીએ તો કરણ જોહર આ ફિલ્મનો પ્રેઝન્ટર છે અને ‘બાહુબલી ૨’ના સર્જકો, સ્ટાર્સ અને પોતાના ખાસ દોસ્તો માટે કરણ જોહર આ ફિલ્મની રજૂઆતના બે કે ત્રણ દિવસ પહેલાં જબરી પાર્ટી યોજવાનો છે.‘બાહુબલી ૨’ના ટ્રેલર-લૉન્ચ વખતે કરણ જોહરે કહ્યું હતું કે ‘આ વર્ષે જેની સૌથી વધુ રાહ જોવામાં આવી રહી છે એ ફિલ્મ હિન્દીમાં બનાવવામાં આવી નથી એ વાત અમે ગૌરવભેર જણાવીએ છીએ. આ માસ્ટરપીસ છે. આ ફિલ્મ આખા ભારત માટેની છે અને એનું શ્રેય ડિરેક્ટર રાજામૌલીને ફાળે જાય છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ઇતિહાસ સર્જવાની છે.’

કરણ જોહરે ઉમેર્યું હતું કે ‘બાહુબલી જેવી ફિલ્મ હિન્દીમાં બનાવવાનું વિચારી શકાય, પણ કોઈએ અત્યાર સુધી એવું કર્યું નથી. બાહુબલીએ હિન્દી સિનેમાને તક આપી છે. મારી કંપનીના અનેક યુવા ફિલ્મમેકર્સને આ ફિલ્મથી પ્રેરણા મળી છે. એ પ્રેરણાને પગલે આવી વધારે ફિલ્મો બનશે એવી મને આશા છે.’

પ્રભાસ અને રાણા દગુબટ્ટી ઉપરાંત ‘બાહુબલી ૨’માં તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી, સત્યરાજ અને રામ્યા ક્રિષ્નન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. ‘બાહુબલી - ધ કન્ક્લુઝન’ ૨૮ એપ્રિલે રજૂ થવાની છે.

 બ્રિટનના ટોચના એક ગ્લોસી મૅગેઝિન માટેની કન્સેપ્ટ-ડિસ્કસ કરવા કરીના લંડન ગઈ હોવાનું બાદમાં જાણવા મળ્યું હતું.કરીના કપૂર ખાન બાવીસમી માર્ચે અચાનક લંડન ગઈ ત્યારે એવી વાતો સાંભળવા મળી હતી કે તેની આગામી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ માટે પાતળી થવાની સર્જરી કરાવવા તે લંડન ગઈ હતી.કરીના કપૂર ખાન બાવીસમી માર્ચે અચાનક લંડન ગઈ ત્યારે એવી વાતો સાંભળવા મળી હતી કે તેની આગામી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ માટે પાતળી થવાની સર્જરી કરાવવા તે લંડન ગઈ હતી.

પ્રિયંકા ચોપડા સૌંદર્ય અને સેક્સીનેસથી છલકાઈ રહી છે એની બધાને ખબર છે,હવે વિક્ટોરિયાઝ સીક્રેટ પણ આ વાત સાથે સહમત થઈ છે અને પ્રિયંકાનો સમાવેશ સેક્સી ગણાતી સેલિબ્રિટીઝમાં કરવામાં આવ્યો છે. અમેરિકાના મોખરાના એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલના જણાવ્યા અનુસાર પ્રિયંકાને સેક્સીએસ્ટ રેડ કાર્પેટ લુકનો ખિતાબ આપવામાં આવ્યો છે. પ્રિયંકા ઉપરાંત ટેલર સ્વિફ્ટને સેક્સીએસ્ટ એન્ટરટેઇનરનો, માર્ગોટ રૉબીને ફોરેવર સેક્સીનો, મૅન્ડી મૂરને સેક્સીએસ્ટ ઍક્ટ્રેસનો, લેડી ગાગાને સેક્સીએસ્ટ સૉન્ગસ્ટ્રેસનો અને વેનેસા હજિન્સને સેક્સી સ્ટાઇલ રિસ્કટેકરનો ખિતાબ આપવામાં આવ્યો છે.

અમિતાભ બચ્ચનને ક્રિકેટ-મૅચ જોવી ખૂબ જ પસંદ છે તેથી તેઓ IPLની મૅચના ટાઇમ-ટેબલને આધારે તેમનું શેડ્યુલ નક્કી કરે છે.આ રીતે કામ નક્કી કરવાથી તેઓ મૅચ જોઈ શકે છે અને સાથે ઑડિયન્સના રીઍક્શનને પણ ઑબ્ઝર્વ કરી શકે છે. આ વિશે બિગ બીએ તેમના બ્લૉગ પર લખ્યું હતું કે ‘સમય તમને કામને લઈને અટકાવી રહ્યો હોય છે, પરંતુ હું મૅચના અનુસાર મારું શેડ્યુલ નક્કી કરું છું જેથી મૅચ જોઈ શકું અને દર્શકોના રીઍક્શનને ઑબ્ઝર્વ કરી શકું. દર્શકોને મોટા ભાગે ઑબ્ઝર્વ કરવામાં નથી આવતા, પરંતુ તેમને નોટિસ કરવાની મને ખૂબ જ મજા આવે છે. સ્ટેડિયમમાં જ્યારે તેમના તરફ કૅમેરા લઈ જવામાં આવે અને તેમને અહેસાસ થાય કે તેઓ મોટી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે ત્યારે તેમનું રીઍક્શન જોવાલાયક હોય છે. મહિલાઓમાં સ્માઇલ સૌથી સુંદર હોય છે, પરંતુ તેઓ કેમ હંમેશાં એને પ્રોટેક્ટ કરતી જોવા મળે છે

૪૨ મિનિટ સુધી ચાલનારું યુદ્ધ ભારતીય ફિલ્મ-ઇતિહાસનો સૌથી લાંબો ક્લાઇમૅક્સ પણ બનશે,‘બાહુબલી’ પછી કાગડોળે રાહ જોવડાવનારી ‘બાહુબલી ૨’ પણ અનેક રેકૉર્ડ બનાવે એવી શક્યતા અત્યારથી દેખાવા લાગી છે. ‘બાહુબલી’ની આ સીક્વલની સૌથી મોટી જો કોઈ ખાસિયત હોય તો એ છે એનો ક્લાઇમૅક્સ. ફિલ્મના પ્રોડ્યુસર, ડિરેક્ટર અને રાઇટરનો દાવો છે કે ઇન્ડિયન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો સૌથી લાંબો ક્લાઇમૅક્સ અને એ પણ ઍક્શન ક્લાઇમૅક્સ ‘બાહુબલી ૨’માં છે. ૪૨ મિનિટનો ક્લાઇમૅક્સ ધરાવતી આ ફિલ્મ પહેલાં એક પણ ફિલ્મ એવી નથી આવી જે ફિલ્મનો ક્લાઇમૅક્સ પોણા કલાક જેટલો હોય. ફિલ્મના ક્લાઇમૅક્સમાં વૉરનાં દૃશ્યો છે. આ વૉરનાં દૃશ્યો માટે ૧૦,૦૦૦ જુનિયર આર્ટિસ્ટ એકઠા કરવામાં આવ્યા હતા, જેની પાસેથી એકધારું ૨૦ દિવસ સુધી કામ લેવામાં આવ્યું હતું. સાચુકલા ઍક્ટરોના આ લશ્કર માટે યુનિટમાં ૮ કિચન પણ શરૂ કરવામાં આવ્યાં હતાં જેથી બધાની રસોઈ બની શકે.

‘બાહુબલી’ અને ‘બાહુબલી ૨’ માટે પ્રભાસ તેના જીવનનાં સાત વર્ષ ફાળવવા માટે પણ તૈયાર હતો. ‘બાહુબલી ૨’ના તામિલ મ્યુઝિકની લૉન્ચ-ઇવેન્ટમાં આ વિશે વધુ જણાવતાં પ્રભાસ કહે છે, ‘એસ. એસ. રાજામૌલી માટે મેં મારા જીવનનાં ચાર વર્ષ કરતાં વધુ સમય ‘બાહુબલી’ને આપ્યો હોત. હું બીજી વાર વિચાર કર્યા વગર પણ આ ફિલ્મને સાત વર્ષ આપવા તૈયાર હતો. આ ફિલ્મના પહેલા ભાગની ઍક્શન શૂટ કરવાનું ખૂબ મુશ્કેલ હતું. જોકે બીજા ભાગમાં રાજામૌલીએ તેમની ટેક્નિક દ્વારા અમારા ઍક્શન-શૂટને ખૂબ સરળ બનાવી દીધુ હતું. હું મારા ફૅન્સનો પણ ખૂબ આભાર માનવા માગું છું, કારણ કે તેમણે મારી ફિલ્મ માટે ત્રણ વર્ષ સુધી રાહ જોઈ હતી.’