વિલનની ભૂમિકા ભજવવા માટે જાણીતા અમ્રિત પાલનું સોમવારે સાંજે લિવર સિરૉસિસને કારણે ૭૬ વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. જિતેન્દ્ર અને શ્રીદેવીની ૧૯૮૬માં આવેલી ‘જાલ’માં વિલન તરીકે કરીઅરની શરૂઆત કરનાર અમ્રિત પાલે મોટા ભાગની ફિલ્મોમાં વિલનનું જ પાત્ર ભજવ્યું છે. તેમણે વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, મિથુન ચક્રવર્તી અને અનિલ કપૂર જેવા ઘણા ઍક્ટર્સ સાથે કામ કર્યું છે. ‘પ્યાર કે દો પલ’ ફિલ્મમાં તેમના કામને ખૂબ જ વખાણવામાં આવ્યું હતું. તેમને બે દીકરી અને એક દીકરો છે. તેમના મૃત્યુ વિશે જણાવતાં તેમની દીકરી ગીતા કહે છે, ‘તેઓ ઘણા સમયથી લિવર સિરૉસિસથી પીડાતા હતા જેથી તેમણે બેડ પર જ આરામ કરવો પડતો હતો. તેમને ઘણા દિવસથી હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ હાલમાં જ ઘરે લાવવામાં આવ્યા હતા. તેમના મલાડના ઘરમાં સોમવારે સાંજે પાંચ વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું.’

હૉલીવુડની એક વેબસાઇટે જાહેર કરેલા લિસ્ટમાં પ્રિયંકા ટોચ પર પહોંચી ગઈ છે. પ્રિયંકાની ફિલ્મ ‘બેવૉચ’માં તેની સાથે કામ કરનાર ડ્વેઇન જૉન્સનને પણ પ્રિયંકાએ પાછળ છોડી દીધો છે. સોશ્યલ મીડિયા પર કઈ સેલિબ્રિટી સૌથી પૉપ્યુલર છે એ દ્વારા આ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. પ્રિયંકા પહેલાં નંબરે છે તો ડ્વેઇન જૉન્સન બીજા ક્રમે છે.

નાગાર્જુન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી તેના દીકરા અખિલ અકિનેનીની આગામી ફિલ્મમાં તબુ મમ્મીનું પાત્ર ભજવશે.

 નાગાર્જુન અને તબુની રિલેશનશિપની ઘણી વાતો ચાલી હતી. તેમ છતાં નાગાર્જુનની ફિલ્મમાં તે પાત્ર ભજવવા માટે તૈયાર થઈ ગઈ છે.

તબુએ જ્યારે આ સ્ક્રિપ્ટ સાંભળી હતી ત્યારે જ એ તેને પસંદ પડી હતી. આ ફિલ્મના બાકીના ઍક્ટર્સને સાઇન કર્યા બાદ એની જાહેરાત કરવામાં આવશે.

ફિલ્મનું શૂટિંગ આવતા મહિને ૩૦ દિવસ સુધી હૈદરાબાદમાં કરવામાં આવશે. ૧૯૯૦ના દાયકામાં નાગાર્જુન અને તબુનું નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.

નાગાર્જુન કમિટમેન્ટ આપવા તૈયાર ન હોવાથી તેમની રિલેશનશિપનો અંત આવ્યો હોવાની ચર્ચા હતી. જોકે નાગાર્જુને તેમની દોસ્તી ક્યારેય છુપાવી નથી.

આ વર્ષે એક ઇન્ટરવ્યુમાં તબુ વિશે નાગાર્જુને કહ્યું હતું કે ‘હું જ્યારે ૨૧ અથવા ૨૨ વર્ષનો હતો અને તે ૧૬ વર્ષની હતી ત્યારે અમારી ફ્રેન્ડશિપની શરૂઆત થઈ હતી.

અમારા લાઇફ-ટાઇમના અડધાથી વધુ સમયથી અમે બન્ને એકબીજાને ઓળખીએ છીએ. અમારી ફ્રેન્ડશિપ વિશે હું જેટલું કહું એટલું ઓછું છે. તબુ વિશે મારી પાસે કંઈ

પણ છુપાવવા જેવું નથી. તેનું નામ જ્યારે સાંભળું કે મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે. તે ખૂબ જ સારી મિત્ર છે અને હંમેશાં રહેશે.’

‘બાહુબલી’ પ્રભાસની અત્યારે ચોતરફ ચર્ચા છે ત્યારે પ્રભાસ વિશે એક નવી વાત બહાર આવી છે. ‘બાહુબલી’ની સફળતાના પગલે પ્રભાસ વિશે જાણવા સૌ ઉત્સુક છે

અને ખાસ તો તે કોના પ્રેમમાં છે તેની સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે. એક ફિલ્મી વેબસાઈટે આ અંગે મોટો ખુલાસો કર્યો છે. આ વેબસાઈટના દાવા પ્રમાણે ‘બાહુબલી’

પ્રભાસ બીજા કોઈના નહીં પણ ‘દેવસેના’ અનુષ્કા શેટ્ટીના પ્રેમમાં છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. અનુષ્કા પણ પ્રભાસને પસંદ કરે છે. બંને લાંબા સમયથી

રીલેશનમાં છે પણ ‘બાહુબલી’ ફિલ્મ સ્વીકારી પછી પ્રભાસે આ પ્રોજેક્ટ પૂરો ના થાય ત્યાં સુધી લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. અનુષ્કા તેના કારણે ગિન્નાઈ હતી

અને તેણે પ્રભાસ સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. અનુષ્કાએ એક જાણીતા નિર્માતા સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાંખ્યું હતું. બે વર્ષ પહેલાં તેમનાં

લગ્ન પણ લેવાવાનાં હતાં પણ પ્રભાસે એ લગ્ન થવા દીધાં નહોતાં. અનુષ્કાને ઈમોશનલી બ્લેકમેઈલ કરીને તેણે લગ્ન રોકાવી દીધાં હતાં. વેબસાઈટના જણાવ્યા

અનુસાર પ્રભાસે એવું કારણ આપ્યું હતું કે અનુષ્કા ‘બાહુબલી’ના શૂટિંગમાં સંપૂર્ણ ધ્યાન આપી શકે એટલા માટે તેણે તેનાં લગ્ન થવા દીધાં નહોતાં. જો કે વેબસાઈટનો

દાવો છે કે તેનું કારણ બંને વચ્ચેના રીલેશન્સ છે. પ્રભાસે અનુષ્કાને એમ કહીને મનાવી લીધી હતી કે ‘બાહુબલી’ રીલીઝ થાય પછી લગ્ન કરીશું. હવે ‘બાહુબલી’ રીલીઝ

થઈ ગઈ છે અને સુપર હીટ પણ સાબિત થઈ છે ત્યારે અનુષ્કાએ પ્રભાસને તેના વચનની યાદ અપાવી છે ને પ્રભાસ પણ અનુષ્કા સાથે લગ્ન કરવા તૈયાર છે તેવો દાવો

કરાયો છે. આ દાવામાં કેટલી સત્યતા છે તે ખબર નથી પણ ફિલ્મની બહાર પણ પ્રભાસ-અનુષ્કાની કેમિસ્ટ્રી જોતાં વાત માની શકાય તેવી છે. પ્રભાસ અને અનુષ્કાના

સંબધો બહુ જૂના છે. 2009માં બંને પહેલી વાર બિલ્લા ફિલ્મમાં સાથે આવ્યાં હતાં. આ ફિલ્મ સુપર હીટ થઈ હતી. એ પછી પ્રભાસ અને અનુષ્કા મિરચી ફિલ્મમાં સાથે

આવ્યાં હતાં. મિરચી પણ સુપર હીટ થઈ અને પછી ‘બાહુબલી’ સીરિઝની બે ફિલ્મ આવી કે જેણે બધા રેકોર્ડ તોડી નાંખ્યા. પ્રભાસ અને અનુષ્કાની જોડીને લોકોએ

બહુ પસંદ કરી છે. પ્રભાસની હવે પછીની ફિલ્મ ‘સાહો’માં પણ આ જ જોડી હશે. કેટલાંક લોકોનું માનવું છે કે ‘સાહો’ ફિલ્મને સુપરહીટ બનાવવા માટે આ પબ્લિસિટી

સ્ટંટ કરાયો છે અને પ્રભાસ તથા અનુષ્કાની લવ સ્ટોરીની વાતો વહેતી કરાઈ છે.

આ ફિલ્મ પર નરેન્દ્ર હિરાવત ઍન્ડ કંપનીએ કૉપીરાઇટ્સનો કેસ કર્યો છે. નરેન્દ્ર હિરાવત ઍન્ડ કંપનીએ જાહેર કરેલા સ્ટેટમેન્ટમાં એવંર જણાવ્યું છે કે ‘સરકાર રાજ’ની રિલીઝ બાદ તેમણે ‘સરકાર’ અને ‘સરકાર રાજ’ની રીમેકના રાઇટ્સ ખરીદી લીધા હતા. તેમ જ તેમણે ‘સરકાર ૩’ના પ્રોડ્યુસરને ૨૦૧૬ના ઑક્ટોબરમાં નોટિસ પણ મોકલી હતી, જેનો કોઈ જવાબ આપવામાં ન આવતાં તેમણે બૉમ્બે હાઈ કોર્ટની મદદ માગી છે. બૉમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ જી. એસ. પટેલે કહ્યું હતું કે નરેન્દ્ર હિરાવત ઍન્ડ કંપનીએ જમા કરાવેલા ડૉક્યુમેન્ટ્સ મુજબ તેમની પાસે ફક્ત રીમેકના હક છે, જ્યારે આ ફિલ્મ ‘સરકાર રાજ’ની સીક્વલ છે. જોકે આ કેસનો ચુકાદો હજુ આવવાનો બાકી છે તેથી કંઈ પણ કહેવું મુશ્કેલ છે. આ ફિલ્મ ૧૨ મેએ રિલીઝ થઈ રહી છે.

સરકાર ૩ની ગણેશ આરતી ખૂબ જ પાવરફુલ છે : બિગ બી

અમિતાભ બચ્ચને થોડા સમય પહેલાં સિદ્ધિવિનાયકની આરતીમાં પોતાનો અવાજ આપ્યો હતો અને હાલમાં જ તેમની આગામી ફિલ્મ ‘સરકાર ૩’માં પણ તેમણે ગણેશ આરતી માટે અવાજ આપ્યો છે. બિગ બીએ તેમની આ આરતીની લિંક ટ્વિટર પર શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘મારી ‘સરકાર ૩’માં ગણેશ આરતી માટે મેં અવાજ આપ્યો છે. મને લાગે છે કે આ આરતી ખૂબ જ પાવરફુલ અને ધાર્મિક છે.’

છેલ્લા એક મહિનાથી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ હતા. દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાનાં શરિરમાં પાણીની અછતનાં કારણે તેમને થોડા સમય પહેલા ગિરગાંવમાં સ્થિત એચએન રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

વિનોદ ખન્નાનો જન્મ 6 ઓક્ટોબર, 1946માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. વિનોદ ખન્નાની લાઈફ-સ્ટોરી ફિલ્મી વાર્તાથી ઓછી નથી. સાધારણ પરિવારમાંથી આવ્યા બાદ બોલિવૂડ એક્ટર બન્યા અને પછી ઓશોથી પ્રભાવિત થઈને તેમના આશ્રમમાં રહેવાને કારણે ચર્ચામાં રહ્યાં હતાં.વિનોદ ખન્નાની પહેલી ફિલ્મ ‘મન કા મીત’ બોક્સ-ઓફિસ પર એવરેજ રહી હતી. ત્યારબાદ એક જ અઠવાડિયામાં વિનોદ ખન્નાએ 15 ફિલ્મ્સ સાઈન કરી હતી. કેટલીક ફિલ્મ્સ સફળ થતા વિનોદ અને ગીતાંજલીએ લગ્ન કરી લીધા હતાં. બંનેને અક્ષય ખન્ના તથા રાહુલ ખન્ના એમ બે દિકરા છે.

શાહરુખ ખાન અને અજય દેવગનની રિલેશનશિપમાં ઘણા ઉતાર-ચડાવ જોવા મળ્યા છે અને હવે તેઓ બન્ને સલમાન ખાનની મદદ લેવાની કોશિશ કરી રહ્યા છે. અજયની ‘બાદશાહો’ અને શાહરુખની ઇમ્તિયાઝ અલી સાથેની ફિલ્મ ‘ધ રિંગ’નું ટ્રેલર સલમાનની ‘ટ્યુબલાઇટ’ સાથે રિલીઝ કરવાની ચર્ચા ચાલી રહી છે. સલમાનની ફિલ્મ સાથે ટ્રેલર રિલીઝ કરવાથી એ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય. જોકે બેમાંથી એક પણ ફિલ્મનું ટ્રેલર હજી સુધી તૈયાર નથી. અજય અને સલમાન બન્ને સારા મિત્રો છે અને શાહરુખ તથા સલમાનની મિત્રતા પણ હવે કોઈ તોડી શકે એમ નથી. એથી સલમાન બેમાંથી એકને પણ ના પાડી શકે એમ નથી. જોકે અજયની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવા માટે હજી ઘણું શૂટિંગ પૂરું કરવાનું બાકી છે તો બીજી તરફ ઇમ્તિયાઝની ફિલ્મનું ટ્રેલર આરામથી બની શકે એમ છે. અજય અને શાહરુખ તૈયાર હોય તો સલમાનના પ્રોડક્શન-હાઉસે બન્ને ફિલ્મના ટ્રેલરને એકસાથે રિલીઝ કરવાની તૈયારી દેખાડી છે.

16 વર્ષ પછી  આમિર ખાન  કોઇ એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો હતો. 75મા માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારંભમાં આમિરને ફિલ્મ 'દંગલ' માટે સન્માનિત કરાયો હતો. અનેક વર્ષ પહેલા એવોર્ડ ફંક્શનનો બોયકોટ કરી ચૂકેલો આમિર છેલ્લે ફિલ્મ 'લગાન'(2001)ની ઓસ્કર સેરેમનીમાં જોવા મળ્યો હતો.
 
 
લતા મંગેશકરના કહેવાથી એવોર્ડ ફંક્શનમાં આવ્યો આમિર
એવોર્ડનો બોયકોટ કરી ચૂકેલા આમિરે લતા મંગેશકરના કહેવાથી એવોર્ડ ફંક્શન એટેન્ડ કર્યું હતું. લતા મંગેશકરે આમિરને સ્પેશ્યિલ આમંત્રણ મોકલાવ્યું હતું. જે પછી આમિર લતા મંગેશકર પરિવાર દ્વારા સંચાલિત દીનાનાથ મંગેશકર પુરસ્કારમાં ફિલ્મ 'દંગલ'નો એવોર્ડ લેવા પહોંચ્યો હતો. આમિર ખાનને આ એવોર્ડ સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યો હતો.

૨૦૧૭માં ઘણી ફિલ્મોની ટક્કર થઈ રહી છે, જેમાં વધુ એક ટક્કરનો સમાવેશ થયો છે. જોકે આમાં નવાઈની વાત એ છે કે આ ટક્કર ટાઇગર અને ક્રિતી સૅનન વચ્ચે થઈ રહી છે. ટાઇગર અને ક્રિતી બન્નેએ તેમની ફિલ્મોની શરૂઆત ‘હીરોપંતી’થી કરી હતી. એક જ ફિલ્મથી કરીઅરની શરૂઆત કરનાર ટાઇગર અને ક્રિતી હવે એકમેકની આમને-સામને જોવા મળશે. સાજિદ નડિયાદવાલા સાથે ‘હીરોપંતી’ અને ‘બાગી’ હિટ આપ્યા બાદ ટાઇગર ત્રીજી વાર તેની સાથે ફિલ્મ કરી રહ્યો છે. ‘મુન્ના માઇકલ’માં ટાઇગરની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી અને નવોદિત અભિનેત્રી નિધિ અગરવાલ કામ કરી રહ્યાં છે. બીજી તરફ ‘બરેલી કી બરફી’માં ક્રિતીની સાથે આયુષમાન ખુરાના અને રાજકુમાર રાવ જોવા મળશે.

ફિલ્મ બનાવવામાં આવે તો પૂજા ભટ્ટની દીકરીનું પાત્ર ભજવશે આલિયા ભટ્ટ,સંજય દત્ત અને પૂજા ભટ્ટની ૧૯૯૧માં આવેલી ‘સડક’નો બીજો ભાગ બનાવવામાં આવશે એવી વાતો ચાલી રહી છે અને જો આ ફિલ્મ બનાવવામાં આવે તો સંજુબાબાને એમાં કામ કરવાનું ગમશે. આ ફિલ્મને મહેશ ભટ્ટ પોતે ડિરેક્ટ કરશે એવી પણ ચર્ચા છે. જો મહેશ ભટ્ટ આ ફિલ્મને ડિરેક્ટ કરશે તો એ તેમની ડિરેક્ટર તરીકેની કમબૅક ફિલ્મ કહેવાશે. પહેલી ફિલ્મની સ્ટોરી જ્યાં અટકી હતી ત્યાંથી આ ફિલ્મની વાર્તા શરૂ કરવામાં આવશે. ‘સડક ૨’માં પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ બન્ને જોવા મળશે. તેમ જ ફિલ્મમાં આલિયા પૂજાની દીકરીનું પાત્ર ભજવશે એવી ચર્ચા છે. આ વિશે સંજય દત્ત કહે છે, ‘આ એક ખૂબ જ સારી સ્ક્રિપ્ટ છે. આ ફિલ્મ રીમેક નથી, પરંતુ બીજો ભાગ છે. મેં આ વિશે ભટ્ટસાબ સાથે વાત કરી છે. એવી આશા રાખી રહ્યો છું કે બહુ જલદી સ્ટોરી ફાઇનલ કરવામાં આવે.’


સંજય દત્ત તેની કમબૅક ફિલ્મ ‘ભૂમી’નું શૂટિંગ કરી રહ્યો છે અને એ સિવાય તે તેની બાયોપિકમાં પણ ધ્યાન આપી રહ્યો છે. આ બાયોપિકમાં સલમાન ખાન પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે કે કેમ એ વિશે સંજુબાબાએ કહ્યું હતું કે મને નથી લાગતું કે ફિલ્મની સ્ક્રિપ્ટમાં કોઈ નાનકડી ભૂમિકાની જરૂર હોય.