કટપ્પાએ બાહુબલીની હત્યા શા માટે કરી હતી એ રહસ્ય જાણવા માટે લોકો ઉત્સુક છે. કટપ્પાએ બાહુબલીની હત્યા શા માટે કરી હતી એની જાતજાતની વાતો ‘બાહુબલી ૨’ના ટ્રેલરની રજૂઆત સાથે જ થવા લાગી છે.દર્શકો માટે ઉત્સુકતા રોકી રાખવાનું લગભગ અશક્ય બન્યું છે અને સોશ્યલ મીડિયા પર એ ઉત્સુકતાનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે. ‘બાહુબલી ૨’માં પ્રભાસ બાહુબલીનો તથા રાણા દગુબટ્ટી ભલ્લાલ દેવનો રોલ કરી રહ્યા છે. તેમને અંતિમ યુદ્ધ લડતા જોવાનું ખરેખર રસપ્રદ બની રહેશે. ટ્રેલરને જોતાં લાગે છે કે ‘બાહુબલી ૨’ ઍક્શનથી ભરપૂર હશે. 


પ્રોડક્શન ટીમની વાત કરીએ તો કરણ જોહર આ ફિલ્મનો પ્રેઝન્ટર છે અને ‘બાહુબલી ૨’ના સર્જકો, સ્ટાર્સ અને પોતાના ખાસ દોસ્તો માટે કરણ જોહર આ ફિલ્મની રજૂઆતના બે કે ત્રણ દિવસ પહેલાં જબરી પાર્ટી યોજવાનો છે.‘બાહુબલી ૨’ના ટ્રેલર-લૉન્ચ વખતે કરણ જોહરે કહ્યું હતું કે ‘આ વર્ષે જેની સૌથી વધુ રાહ જોવામાં આવી રહી છે એ ફિલ્મ હિન્દીમાં બનાવવામાં આવી નથી એ વાત અમે ગૌરવભેર જણાવીએ છીએ. આ માસ્ટરપીસ છે. આ ફિલ્મ આખા ભારત માટેની છે અને એનું શ્રેય ડિરેક્ટર રાજામૌલીને ફાળે જાય છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ઇતિહાસ સર્જવાની છે.’

કરણ જોહરે ઉમેર્યું હતું કે ‘બાહુબલી જેવી ફિલ્મ હિન્દીમાં બનાવવાનું વિચારી શકાય, પણ કોઈએ અત્યાર સુધી એવું કર્યું નથી. બાહુબલીએ હિન્દી સિનેમાને તક આપી છે. મારી કંપનીના અનેક યુવા ફિલ્મમેકર્સને આ ફિલ્મથી પ્રેરણા મળી છે. એ પ્રેરણાને પગલે આવી વધારે ફિલ્મો બનશે એવી મને આશા છે.’

પ્રભાસ અને રાણા દગુબટ્ટી ઉપરાંત ‘બાહુબલી ૨’માં તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી, સત્યરાજ અને રામ્યા ક્રિષ્નન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. ‘બાહુબલી - ધ કન્ક્લુઝન’ ૨૮ એપ્રિલે રજૂ થવાની છે.

 બ્રિટનના ટોચના એક ગ્લોસી મૅગેઝિન માટેની કન્સેપ્ટ-ડિસ્કસ કરવા કરીના લંડન ગઈ હોવાનું બાદમાં જાણવા મળ્યું હતું.કરીના કપૂર ખાન બાવીસમી માર્ચે અચાનક લંડન ગઈ ત્યારે એવી વાતો સાંભળવા મળી હતી કે તેની આગામી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ માટે પાતળી થવાની સર્જરી કરાવવા તે લંડન ગઈ હતી.કરીના કપૂર ખાન બાવીસમી માર્ચે અચાનક લંડન ગઈ ત્યારે એવી વાતો સાંભળવા મળી હતી કે તેની આગામી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ માટે પાતળી થવાની સર્જરી કરાવવા તે લંડન ગઈ હતી.

પ્રિયંકા ચોપડા સૌંદર્ય અને સેક્સીનેસથી છલકાઈ રહી છે એની બધાને ખબર છે,હવે વિક્ટોરિયાઝ સીક્રેટ પણ આ વાત સાથે સહમત થઈ છે અને પ્રિયંકાનો સમાવેશ સેક્સી ગણાતી સેલિબ્રિટીઝમાં કરવામાં આવ્યો છે. અમેરિકાના મોખરાના એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલના જણાવ્યા અનુસાર પ્રિયંકાને સેક્સીએસ્ટ રેડ કાર્પેટ લુકનો ખિતાબ આપવામાં આવ્યો છે. પ્રિયંકા ઉપરાંત ટેલર સ્વિફ્ટને સેક્સીએસ્ટ એન્ટરટેઇનરનો, માર્ગોટ રૉબીને ફોરેવર સેક્સીનો, મૅન્ડી મૂરને સેક્સીએસ્ટ ઍક્ટ્રેસનો, લેડી ગાગાને સેક્સીએસ્ટ સૉન્ગસ્ટ્રેસનો અને વેનેસા હજિન્સને સેક્સી સ્ટાઇલ રિસ્કટેકરનો ખિતાબ આપવામાં આવ્યો છે.

અમિતાભ બચ્ચનને ક્રિકેટ-મૅચ જોવી ખૂબ જ પસંદ છે તેથી તેઓ IPLની મૅચના ટાઇમ-ટેબલને આધારે તેમનું શેડ્યુલ નક્કી કરે છે.આ રીતે કામ નક્કી કરવાથી તેઓ મૅચ જોઈ શકે છે અને સાથે ઑડિયન્સના રીઍક્શનને પણ ઑબ્ઝર્વ કરી શકે છે. આ વિશે બિગ બીએ તેમના બ્લૉગ પર લખ્યું હતું કે ‘સમય તમને કામને લઈને અટકાવી રહ્યો હોય છે, પરંતુ હું મૅચના અનુસાર મારું શેડ્યુલ નક્કી કરું છું જેથી મૅચ જોઈ શકું અને દર્શકોના રીઍક્શનને ઑબ્ઝર્વ કરી શકું. દર્શકોને મોટા ભાગે ઑબ્ઝર્વ કરવામાં નથી આવતા, પરંતુ તેમને નોટિસ કરવાની મને ખૂબ જ મજા આવે છે. સ્ટેડિયમમાં જ્યારે તેમના તરફ કૅમેરા લઈ જવામાં આવે અને તેમને અહેસાસ થાય કે તેઓ મોટી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે ત્યારે તેમનું રીઍક્શન જોવાલાયક હોય છે. મહિલાઓમાં સ્માઇલ સૌથી સુંદર હોય છે, પરંતુ તેઓ કેમ હંમેશાં એને પ્રોટેક્ટ કરતી જોવા મળે છે

૪૨ મિનિટ સુધી ચાલનારું યુદ્ધ ભારતીય ફિલ્મ-ઇતિહાસનો સૌથી લાંબો ક્લાઇમૅક્સ પણ બનશે,‘બાહુબલી’ પછી કાગડોળે રાહ જોવડાવનારી ‘બાહુબલી ૨’ પણ અનેક રેકૉર્ડ બનાવે એવી શક્યતા અત્યારથી દેખાવા લાગી છે. ‘બાહુબલી’ની આ સીક્વલની સૌથી મોટી જો કોઈ ખાસિયત હોય તો એ છે એનો ક્લાઇમૅક્સ. ફિલ્મના પ્રોડ્યુસર, ડિરેક્ટર અને રાઇટરનો દાવો છે કે ઇન્ડિયન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો સૌથી લાંબો ક્લાઇમૅક્સ અને એ પણ ઍક્શન ક્લાઇમૅક્સ ‘બાહુબલી ૨’માં છે. ૪૨ મિનિટનો ક્લાઇમૅક્સ ધરાવતી આ ફિલ્મ પહેલાં એક પણ ફિલ્મ એવી નથી આવી જે ફિલ્મનો ક્લાઇમૅક્સ પોણા કલાક જેટલો હોય. ફિલ્મના ક્લાઇમૅક્સમાં વૉરનાં દૃશ્યો છે. આ વૉરનાં દૃશ્યો માટે ૧૦,૦૦૦ જુનિયર આર્ટિસ્ટ એકઠા કરવામાં આવ્યા હતા, જેની પાસેથી એકધારું ૨૦ દિવસ સુધી કામ લેવામાં આવ્યું હતું. સાચુકલા ઍક્ટરોના આ લશ્કર માટે યુનિટમાં ૮ કિચન પણ શરૂ કરવામાં આવ્યાં હતાં જેથી બધાની રસોઈ બની શકે.

‘બાહુબલી’ અને ‘બાહુબલી ૨’ માટે પ્રભાસ તેના જીવનનાં સાત વર્ષ ફાળવવા માટે પણ તૈયાર હતો. ‘બાહુબલી ૨’ના તામિલ મ્યુઝિકની લૉન્ચ-ઇવેન્ટમાં આ વિશે વધુ જણાવતાં પ્રભાસ કહે છે, ‘એસ. એસ. રાજામૌલી માટે મેં મારા જીવનનાં ચાર વર્ષ કરતાં વધુ સમય ‘બાહુબલી’ને આપ્યો હોત. હું બીજી વાર વિચાર કર્યા વગર પણ આ ફિલ્મને સાત વર્ષ આપવા તૈયાર હતો. આ ફિલ્મના પહેલા ભાગની ઍક્શન શૂટ કરવાનું ખૂબ મુશ્કેલ હતું. જોકે બીજા ભાગમાં રાજામૌલીએ તેમની ટેક્નિક દ્વારા અમારા ઍક્શન-શૂટને ખૂબ સરળ બનાવી દીધુ હતું. હું મારા ફૅન્સનો પણ ખૂબ આભાર માનવા માગું છું, કારણ કે તેમણે મારી ફિલ્મ માટે ત્રણ વર્ષ સુધી રાહ જોઈ હતી.’

પ્રિયંકા ચોપડાના પ્રોડક્શન-હાઉસ હેઠળ બનેલી મરાઠી ફિલ્મ ‘વ્હેંટિલેટર’ને ત્રણ નૅશનલ અવૉર્ડ્સ મળ્યા છે. પ્રિયંકાનું કહેવું છે કે તેણે આ ફિલ્મ તેના સ્વર્ગીય પપ્પા ડૉક્ટર અશોક ચોપડા માટે બનાવી હતી. શુક્રવારે જાહેર થયેલા નૅશનલ અવૉર્ડ્સમાં આ ફિલ્મના ડિરેક્ટર રાજેશ માપુસકરને બેસ્ટ ડિરેક્ટરનો નૅશનલ અવૉર્ડ તેમ જ બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ સાઉન્ડ મિક્સિંગનો પણ નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. આ વિશે પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું ખૂબ જ ઉત્સાહિત, ખુશ અને પોતાને ગર્વિત મહેસૂસ કરી રહી છું. અમારી પહેલી મરાઠી ફિલ્મ ‘વ્હેંટિલેટર’ને એક નહીં, બે નહીં, ત્રણ નૅશનલ અવૉર્ડ્સ મળ્યા છે. અમે આ ફિલ્મ મારા પપ્પા માટે બનાવી હતી. મારી ટીમને ખૂબ જ અભિનંદન.’આ ફિલ્મમાં પ્રિયંકાએ તેના પપ્પાનું ગીત પણ મરાઠીમાં ગાયુ હતું.

મરાઠી ફિલ્મ ‘વ્હેંટિલેટર’ દ્વારા નૅશનલ અવૉર્ડ્સની હૅટ-ટ્રિક કરનાર પ્રિયંકા ચોપડા હવે બે બંગાળી ફિલ્મો બનાવી રહી છે. પ્રિયંકાના પ્રોડક્શન-હાઉસે આ માટે ફિલ્મોનાં નામ પણ રજિસ્ટર કરાવી દીધાં છે. બંગાળી ફિલ્મના ઍક્ટર્સને એમાં પસંદ કરવામાં આવશે. બંગાળી ભાષા સાથે સંકળાયેલા બૉલીવુડના ઍક્ટર્સને પણ એ માટે પસંદ કરવાની વાતો ચાલી રહી છે. પ્રિયંકા વધુ એક મરાઠી ફિલ્મ ‘કાય રે રાસ્કલા’ પર કામ કરી રહી છે.

પરિણીતી ચોપડાની હાલમાં ‘મેરી પ્યારી બિંદુ’ રિલીઝ થવાની તૈયારીમાં છે અને તે ‘ગોલમાલ અગેઇન’નું શૂટિંગ કરી રહી છે.જોકે તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે અભિનેત્રી બનશે. આ વિશે પરિણીતી કહે છે, ‘એક ઍક્ટર બનવું અથવા તો ઍક્ટિંગ કરવું એ મારું સપનું નહોતું, પરંતુ મારી પહેલી ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે મને ખબર પડી ગઈ હતી કે હું મારા સપનાને જીવી રહી છું. હજારો લોકોને મેં મારી ફિલ્મ જોવા જતા જોયા છે. તેમણે મને ખૂબ જ પ્રેમ કર્યો છે અને જ્યારે પણ રસ્તા પર નીકળું છું ત્યારે તેઓ મને ઘેરી વળે છે.’

હૃતિક રોશનની ‘કાબિલ’માં જોવા મળેલો રોહિત રૉય હવે સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન-હાઉસ હેઠળની ફિલ્મને ડિરેક્ટ કરશે.
રોહિતે ૨૦૦૭માં આવેલી ‘દસ કહાનિયાં’ની એક સ્ટોરી ‘રાઇસ પ્લેટ’ને ડિરેક્ટ કરી હતી. સંજય લીલા ભણસાલીને તેનું ડિરેક્શન ખૂબ જ પસંદ પડ્યું હતું તેથી તેમણે રોહિત સાથે ત્રણ ફિલ્મને ડિરેક્ટ કરવાની ડીલ સાઇન કરી છે. આ વિશે રોહિત કહે છે, ‘સંજય સરે મને કહ્યું હતું કે તેમને ‘રાઇસ પ્લેટ’નું ડિરેક્શન ખૂબ જ ગમ્યું હતું. મને ખૂબ જ ખુશી છે કે હું બહુ જલદી તેમના માટે એક ફુલ ફીચર ફિલ્મને ડિરેક્ટ કરીશ. મને આ માટે ખૂબ જ વાર લાગી, કારણ કે મારી પાસે કોઇ સ્ક્રિપ્ટ નહોતી. સંજય સરે પોતે બે સ્ક્રિપ્ટ ફાઇનલ કરી છે જેમાંથી એકને હું ડિરેક્ટ કરીશ. મારા માટે આ સપના બરાબર છે.’

બૉલીવુડમાં ૨૫ વર્ષ કામ કર્યા પછી શાહરુખ ખાન કહે છે કે તેણે જીવનમાં કંઈક સારું કર્યું હશે તેથી આજના સ્તરે પહોંચ્યો છે. પોતાના પ્રોડક્શન-હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના નવા VFX યુનિટના ઉદ્ઘાટનમાં પહેલી વાર હાજરી આપ્યાની જાહેરાત એકાવન વર્ષના શાહરુખે ટ્વિટર મારફત કરી હતી. 

૧૯૯૨માં ‘દીવાના’ ફિલ્મ સાથે બૉલીવુડમાં પગરણ કરનારા શાહરુખે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘મુંબઈમાંનાં મારાં ૨૫ વર્ષે મને જિંદગી આપી છે. મેં રેડ ચિલીઝની નવી VFX ઑફિસના ઉદ્ઘાટનમાં પહેલી વાર હાજરી આપી હતી. મને લાગે છે કે મેં જરૂર કંઈક સારું કર્યું છે.’ 

દીપિકા પાદુકોણે હૉલીવુડના હીરો વિન ડીઝલ સાથે ‘xXx : રિટર્ન ઑફ ઝૅન્ડર કેજ’ દ્વારા હૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતુંદીપિકા પાદુકોણને દિલ્હીમાં સન્માનિત કરવામાં આવી ફાઇનૅન્સ મિનિસ્ટર અરુણ જેટલી અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર હરસિમરત કૌર દ્વારા ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલા ૧૨મા ઇન્ડિયા બિઝનેસ લીડર અવૉર્ડ્સમાં દીપિકા પાદુકોણને સન્માનિત કરવામાં આવી હતી.હવે વિન દીપિકાનો ગૉડફાધર બન્યો છે. દીપિકા અને વિન ફિલ્મના શૂટિંગ વખતે ખૂબ જ સારા મિત્રો બની ગયા હતા. વિન ડીઝલે દીપિકા સાથે ફરી કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. દીપિકા તેની અન્ય હૉલીવુડની ફિલ્મની રાહ જોઈ રહી છે અને આ માટે વિન તેને મદદ કરી રહ્યો છે. તેણે કઈ ફિલ્મ પસંદ કરવી એ માટે વિન ખૂબ જ રસ લઈ રહ્યો છે.