અમિતાભ બચ્ચન હવે મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ના ડિરેક્ટર નાગરાજ મંજુલે સાથે કામ કરશે એવી ચર્ચા છે.હાલમાં એવી વાતો ચાલી રહી છે કે નાગરાજ મંજુલેએ તેમની આગામી મરાઠી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે તો બીજી તરફ એવી પણ વાતો ચાલી રહી છે કે તે ‘સૈરાટ’ની હિન્દી રીમેકને કરણ જોહર માટે ડિરેક્ટ કરશે. જોકે હાલમાં એવી ચર્ચા છે કે તેઓ બિગ બી માટે એક ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. આ એક સોશ્યલ ડ્રામા ફિલ્મ છે અને નાગરાજે આ સ્ક્રિપ્ટ વિશે બિગ બી સાથે વાતચીત પણ કરી છે. તેથી તેઓ સાથે કામ કરશે એવું લાગી રહ્યું છે.

પરિણીતી ચોપડા તેની આગામી ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’માં ગીત ગાઈ રહી છે અને આ ગીતનું રેકૉર્ડિંગ તેણે ફક્ત ત્રણ કલાકમાં કર્યું હતું. આ ફિલ્મમાં મ્યુઝિક સચિન-જિગરે આપ્યું છે અને એ વિશે વધુ જણાવતાં સચિન સંઘવી કહે છે, ‘જ્યારે પરિણીતી પહેલી વાર સ્ટુડિયોમાં આવી હતી ત્યારે અમે એવી આશા રાખી રહ્યા હતા કે અમારે તેના અવાજ માટે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવો પડશે, પરંતુ તે જેવી માઇક પાસે ગઈ અને પ્રૅક્ટિસ શરૂ કરી ત્યારે અમને ખબર પડી ગઈ હતી કે અમારે તેના માટે ટેક્નૉલૉજીનો ઉપયોગ નહીં કરવો પડે. તેણે ગીતની સાથે ફિલ્મના બૅકગ્રાઉન્ડ સ્કોરમાં પણ અવાજ આપ્યો છે. તેના ગીત માટે અમે તેને રોજનો એક કલાક સ્ટુડિયોમાં આવી પ્રૅક્ટિસ કરવા કહ્યું હતું. પહેલાં તે થોડી નર્વસ હતી, પરંતુ પ્રૅક્ટિસ દરમ્યાન થોડી હિમ્મત આવતાં તે કૉન્ફિડન્ટ બની હતી. ત્યાર બાદ અમે સ્ટુડિયોમાં ન હોઈએ તો પણ તે આવીને તેની પ્રૅક્ટિસ કરતી હતી. અમે જ્યારે ગીત રેકૉર્ડ કરવાનું નક્કી કર્યું ત્યારે એ ફક્ત ત્રણ કલાકમાં પૂરું થઈ ગયું હતું. પહેલી વાર ગીત રેકૉર્ડ કરનાર માટે આ ખૂબ જ સારું કહેવાય કે તેણે ત્રણ કલાકમાં એ પૂરું કર્યું.’

શાહરુખ ખાનની ‘રઈસ’ એક અઠવાડિયામાં ૧૦૦ કરોડની ક્લબમાં દાખલ થઈ ગઈ છે, તો બીજી તરફ હૃતિક રોશનની ‘કાબિલ’ એનાથી ઘણી પાછળ છે. ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થયેલી ‘રઈસ’એ ૭ દિવસમાં ૧૦૯.૧૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે તો બીજી તરફ ‘કાબિલ’એ ૭ દિવસમાં ૭૯.૬૦ કરોડનો બિઝનેસ કર્યો છે. ‘રઈસ’ એ બુધવારે ૨૦.૪૨ કરોડ, ગુરુવારે ૨૬.૪૦ કરોડ, શુક્રવારે ૧૩.૧૧ કરોડ, શનિવારે ૧૫.૬૧ કરોડ, રવિવારે ૧૭.૮૦ કરોડ, સોમવારે ૮.૨૫ કરોડ અને મંગળવારે ૭.૫૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજી બાજુ હૃતિકની ‘કાબિલ’એ બુધવારે ૧૦.૪૩ કરોડ, ગુરુવારે ૧૮.૬૭ કરોડ, શુક્રવારે ૯.૭૭ કરોડ, શનિવારે ૧૩.૫૪ કરોડ, રવિવારે ૧૫.૦૫ કરોડ, સોમવારે ૬.૦૪ કરોડ અને મંગળવારે ૬.૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ૧૦૦ કરોડની ક્લબમાં દાખલ થતી શાહરુખ ખાનની આ સાતમી ફિલ્મ છે.

ટેલિવીઝનની સુપર હિટ સિરીયલ ‘ભાબીજી ઘર પર હૈ’ની અનિતા ભાભી એટલે કે ફેમસ એક્ટ્રેસ સૌમ્યા ટંડન હાલ

પતિ સૌરભ દેવેન્દ્ર સાથે સ્વિટ્ઝરલેંડમાં હનીમૂન મનાવી રહી છે. સૌમ્યા અને સૌરભ દસ વર્ષથી રિલેશનશીપમાં હતા.

અને તે બંનેએ એક પ્રાઈવેટ સેરેમની યોજીને લગ્ન કરી લીધાની ચર્ચા છે. સૌમ્યા અને સૌરભ દસ વર્ષથી રિલેશનશીપમાં હતા.

અને તે બંનેએ એક પ્રાઈવેટ સેરેમની યોજીને લગ્ન કરી લીધાની ચર્ચા છે.

શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ રઇસના પ્રચાર માટે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં જઈ રહ્યા હતા. બધા ખુશ હતા પરંતુ આ ખુશી થોડા જ કલાકમાં દુખમાં ફેરવાઈ ગઈ જ્યારે વડોદરા સ્ટેશન પર એક વ્યક્તિનું મોત થઈ ગયું. મુંબઈથી શાહરૂખ પોતાની ટીમની સાથે અગસ્તાક્રાંતિ એક્સપ્રેસથી દિલ્હી માટે રવાના થયા હતા. તેની ટીમની સાથે અનેક મીડિયાકર્મી પણ હતા. સોશિયલ મીડિયા દ્વારા સમાચાર પ્રસારિત થયા બાદ દરેક સ્ટેશન પર શાહરૂખના હજારો ફેન્સ તેની એક ઝલક મેળવવા પહોંચી ગયા હતા. વડોદરાના રેલ્વે સ્ટેશનથી પસાર થતી રાજધાની ટ્રેનમાં કિંગ ખાન આવવાનો છે હોવાની અગાઉથી જાણ થતાં ટ્રેન આવતા પહેલા જ પ્લેટફોર્મ ચક્કાજામ થઈ ગયુ હતું. આટલી ભીડ આટલી ભીડ ઊમટશે તેવો અંદાજ રેલવે કે સ્થાનિક પોલીસને હતો જ નહીં. સાંકડા પ્લેટફોર્મ પર ભારે અરાજકતા સર્જાઈ હતી. ટ્રેન આવી પહોંચતાં જ શાહરૂખ ટ્રેનના કોચના દરવાજા પર પ્રશંસકોને ચીયરઅપ કરવા માટે આવ્યો હતો. જો કે લોકોનો ભારે ધસારો જોઇને તેની સાથે ટ્રેનમાં આવેલી સન્ની લિયોની ડબામાં બહાર આવી ન હતી. લોકોના ટોળેટોળાં ટ્રેનની નજીક ધસી રહ્યાં હોવાથી સ્થિતિ અંકુશ બહાર ગઇ હતી. તેમાં ફરજ પરના બે પોલીસમેન જિતેન્દ્રભાઇ, નગીનભાઇ પણ બેકાબૂ ભીડમાં ચગદાઇ ગયા હતા. તેની સાથે ફરીદખાન પઠાણ નામની એક વ્યક્તિ પણ દબાઇ જતાં આખરે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ લાઠીચાર્જમાં અનેક લોકોને ઘાયલ થયા હતા. જે તમામને સારવાર અર્થે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.ભીડમાં ચગદાયેલા બે વ્યક્તિઓને હ્રદયરોગનો હુમલો આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસે જણાવ્યું હતું. ફરીદખાન નામના યુવાનનું મૃત્યુ થયાનું પોલીસે જણાવ્યું છે, પણ મહિલાના મોતનું સત્તાવાર જણાવાયું નથી. ફરીદખાન ફતેપુરા વિસ્તારનો છે અને પોતાની હોટલ ધરાવે છે. તે ભૂતકાળમાં મ્યુનિ. ચૂંટણી પણ લડી ચૂક્યો છે. શાહરુખને જોવા માટે આવેલી ભીડ કેટલી મોટી હતી, તેનો અંદાજ લોકો વિખેરાયા બાદ આખા પ્લેટફોર્મ પર બૂટ-ચંપલ અને મુસાફરોના સામાન ઠેર ઠેર વિખેરાયેલો પડ્યો હતો. આ ભીડનો લાભ લેવા માટે ખિસ્સાકાતરુઓ અને ઉઠાવગીરો પણ મોટી સંખ્યામાં ઉતરી આવતાં તેનો પણ હોબાળો મચી ગયો હતો.

બોલીવુડના ઘણી ફેમસ હસ્તીઓ યુટીવીના સ્થાપક અને સમાજ સેવી રોની સ્ક્રૂવાલાની દિકરી ત્રિશ્યા સ્ક્રૂવાલાના લગ્નમાં શામેલ થયા હતા. આ અંગે ખાસ લોકોએ હાજરી આપી હતી. આલિયા અને સિદ્ધાર્થ એક સાથે આ ફંકશનમાં આવ્યા હતા.

આલિયા સફેદ લહેંગામાં સુંદર લાગી રહી હતી, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા સૂટમાં ડેશિંગ લાગતો હતો.
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સિદ્ધાર્થે પોતાનો જન્મદિવસ પણ આલિયા સાથે સેલિબ્રેટ કર્યો હતો.

પ્રિયંકાને ગયા વર્ષે ફેવરિટ ઍક્ટ્રેસ ઇન અ ન્યુ ટીવી સિરીઝ કૅટેગરીમાં પીપલ્સ ચૉઇસ અવૉર્ડ મળ્યો હતો. જોકે આ વર્ષે તેને ફેવરિટ

ડ્રામૅટિક ટીવી-ઍક્ટ્રેસની કૅટેગરીમાં પીપલ્સ ચૉઇસ અવૉર્ડ મળ્યો છે. આ અવૉર્ડ સ્વીકાર્યા બાદ પ્રિયંકાએ સ્પીચ આપી હતી કે ‘આજે મારી

સાથે નૉમિનેટ થયેલી તમામ મહિલાઓ, આ તમામ અદ્ભુત ઍક્ટ્રેસને કારણે જ હું ટેલિવિઝનમાં આવી છું. આજે હું ઍક્ટર બની છું એ તેમના

કારણે જ બની છું. તેમની સાથે એક જ કૅટેગરીમાં નૉમિનેટ થયા બાદ આ અવૉર્ડ જીતવો એ મારે માટે ખૂબ જ ખુશીની વાત છે.’

ફિલ્મ ‘દંગલ’માં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનાર જમ્મૂ-કાશ્મિરની અભિનેત્રી ઝાયરા વસીમને લઇને

સોશિયલ મીડિયામાં વિવાદ ઉદભવ્યો છે. હવે ‘દંગલ’માં જાયરાનાં પિતાની ભૂમિકા ભજવનાર અભિનેતા આમિર ખાન

પણ તેના સમર્થનમાં આવી ગયો છે અને કહ્યુ છે કે, ઝાયરા તેની રોલ મોડલ છે.

આમિરે સ્ટેટમેન્ટ રજૂ કરીને કહ્યુ છે કે,”હું સમજી સકુ છુ અને કલ્પના પણ કરી શકુ છું કે, કેવી રીતે તમારે આ નિવેદન

રજૂ કરવુ પડ્યુ.. ઝાયરા હું તમને જણાવા માંગુ છું કે, અમે બધા તમારી સાથે છે. તારા જેવી સુંદર, પ્રતિભાવાન અને મહેનતી

બાળકી માત્ર ભારત માટે જ નહી પરંતુ સમગ્ર દુનિયા માટે રોલ મોડલ છે. મારા માટે પણ તું એક રોલ મોડલ છે.” આમિરે

વધુમાં લખ્યુ છે કે, “હું બધા લોકોને અનુરોધ કરૂ છું કે, તમે જાયરાને એકલી રહેવા દો અને એ વાતનું ધ્યાન રાખો કે તે માત્ર

16 વર્ષની એક છોકરી છે. જે પોતાના જીવનમાં કંઇક સારૂ કરી રહી છે.”

અમદાવાદના બૂટલેગર અબ્દુલ લતીફની લાઇફ પરથી બનેલી ફિલ્મ ‘રઈસ’ના પ્રમોશન માટે શાહરુખ ખાન આ વખતે પહેલી વખત

ઉતરાણનું સેલિબ્રેશન કરશે અને બાંદરામાં આવેલા તેના મન્નત બંગલાની ટેરેસ પર પતંગ ચગાવશે. શાહરુખે ફિલ્મમાં પણ અમદાવાદના

પોળ વિસ્તારમાં પતંગ ચગાવી છે અને ફિલ્મમાં પણ પોતાની પતંગ ન કપાય એનું ધ્યાન રાખ્યું છે. રિયલ લાઇફમાં પણ ઉતરાણના દિવસે

તેની પતંગ કપાઈ ન જાય એ માટે શાહરુખે દુનિયાભરમાં પૉપ્યુલર થયેલા સુરતનો માંજો તૈયાર કરનારા ભગત કેશવને ત્યાંથી માંજો મગાવ્યો છે 

શાહરુખે ઉતરાણનો ઉપયોગ ‘રઈસ’ના પ્રમોશન માટે તો કર્યો જ છે, પણ સાથોસાથ તેણે આ ઉતરાણને પિકનિક બનાવી દીધી છે. શાહરુખે તેના

ઘરે પતંગ ઉડાડવા માટે તેના ફ્રેન્ડ કરણ જોહરને પણ ઇન્વાઇટ કર્યો છે તો બીજા સ્ટાર્સને પણ તેણે બોલાવ્યા છે. અગાઉ સલમાન ખાન ઉતરાણના

દિવસે અમદાવાદ ગયો હતો અને ત્યાં તેણે પતંગ ઉડાડી હતી. શાહરુખે એ યાદ રાખ્યું છે અને સલમાનને પણ મન્નતમાં પતંગ ચગાવવા બોલાવ્યો છે.

6 જાન્યુઆરીના દિવસે બોલિવૂડ લોકપ્રિય એક્ટર ઓમ પુરીનું 66 વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર

મળતાં જ બોલિવૂડ સેલેબ્સ ઓમ પુરીના વર્સોવા સ્થિત ઘર ત્રિશૂલ આવી પહોંચ્યા હતાં. ઓમ પુરીની પત્ની નંદિતા પણ નિવાસે

સ્થાન આવ્યાં હતાં. તેમની શબયાત્રામાં બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓ પહોંચી હતી. તેમણે 100થી વધારે હિંદી અને 20 હોલિવૂડ

ફિલ્મમાં કામ કર્યું છે. તેમને ‘અર્ધ સત્ય’ તેમજ ‘આરોહણ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને 1990માં પદ્મશ્રી પણ મળ્યો હતો.